29.7 C
Amreli
18/09/2020
bhaskar-news

WHOએ કહ્યું- ગરમ હવામાનના કારણે ભારતીયોમાં રોગ પ્રતિકાર ક્ષમતા સારી, આશા છે કે તેઓ મહામારીને હરાવી દેશેવિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ કોરોના વાઈરસની મહામારીમાં ભારતના પ્રયોસોના વખાણકર્યા છે. ડબલ્યુએચઓના વિશેષ પ્રતિનિધિ ડો, ડેવિડ નવારોએ એનડીટીવીને આપેલા ઈન્ટરવ્યુમાં કોવિડ-19 સામે દેશમાં ચાલી રહેલા લોકડાઉનનું સમર્થન કર્યું. તેમણે કહ્યું કે યુરોપ અને અમેરિકા જેવા વિકસિત દેશોમાં કોરોનાને ગંભીરતાથી લેવામાં ન આવ્યો, ત્યારે ભારતમાં તેના પર ઝડપથી કામ થયું. તેમણે કહ્યું કે ભારતમાં ગરમ હવામાન અને મેલેરિયાના કારણે ભારતના લોકોની રોગ પ્રતિકારક ક્ષમતા સારી છે. અમે આશા રાખીએ છીએ કે તેઓનું શરીર કોરોનાને હરાવી દેશે. ડો નવારોએ મેલેરિયા અને બીસીજી જેવી રસીથી બીમારીની અસર ઓછી થવા જેવા તમામ પ્રશ્નોના જવાબ આપ્યા.

ડો. નવારોએ કોરોનાનો સામનો કરવા માટે મોદી સરકારે ભરેલા પગલાના વખાણ કર્યા. લોકડાઉનના કારણે લોકોને પડતી મુશ્કેલી અંગે તેમણે કહ્યું કે તકલીફ જેટલી વધારે હશે, તેટલુ ઝડપથી પરિણામ મળશે.

સવાલ: વિશ્વના બીજા દેશની સરખામણીમાં કોરોનાને લઈને ભારતની કામગીરીને તમે કેવી રીતે જુઓ છો?

જવાબ: બીમારીને ગંભીરતાથી લેવા માટે ભારતના લોકોનેધન્યવાદ. ભારતની પાસે તેનો સામનો કરવાની અદભુત ક્ષમતા છે. ભારતે કડક પગલા ભર્યા. લોકોને સંક્રમણ અને કેવી રીતે બચવું તેની જાણકારી આપી. સમગ્ર વિશ્વ આજે અભૂતપૂર્વ સંકટનો સામનો કરી રહ્યું છે. આ છૂપી રીતે હુમલો કરનાર દુશ્મન છે. મને આનંદ છે કે ભારતે તરત જ પગલા ભર્યા. સરકારની સમગ્ર મશીનરીએ મળીને કામ કર્યું. પ્રધાનમંત્રીથી લઈ મુખ્યમંત્રી એકસાથે આવ્યા.

બીજા દેશમાં તેના પર ઝડપથી કામ ન થયું. તેઓએ કહ્યું કે અમુક કેસ સામે આવવા ગંભીર સમસ્યા નથી. હવે તમે જુઓ કે અમેરિકામાં શું થઈ રહ્યું છે. જો આ સ્થિતિ ભારતમાં સર્જાઈ હોત તો શું થાત, ખાનાખરાબી સર્જાઈ હોત.

હું ભારતના લોકોને કહેવા માંગુ છું કે આની સામે સાથે મળીને લડવાનું છે. આપણે પહેલા આવા દુશ્મનનો સામનો નથી કર્યો. આપણે બધા જોખમમાં છીએ. આજે મને બીમારી નથી, પરંતુ કાલે થઈ શકે છે. મારે મારા પરિવાર અને સમાજને બચાવવો છે.

સવાલ: ઈટાલી અને અમેરિકામાં ભારતથી વધારે સારી સ્વાસ્થ્ય સુવિધા છે, છતાં ત્યાં સ્થિતિ ખરાબ છે, આવામાં ભારત જેવા દેશને તમારી શું સલાહ છે?

જવાબ: ઈટાલી અને અમેરિકામાં કોવિડ-19ની ગંભીર અસર થઈ, કારણ કે ત્યાં સમુદાયમાં વાઈરસ ફરતો રહ્યો. આ દેશોએ લક્ષણ મળવા છતા લોકોને આઈસોલેટ ન કર્યા. જો તમે ઝડપથી પગલા ન ભરો, તો મુશ્કેલી વધી શકે છે. ઝડપથી પગલા ભરવા જ એકમાત્ર સમાધાન છે. જે રીતે ભારતમાં પગલા ભરાઈ રહ્યા છે.

સવાલ:બીમારીથી બચવા માટે માસ્ક પહેરવું કેટલું અસરકારક છે?

જવાબ: સંક્રમિત લોકોએ માસ્કએ માસ્કનો ઉપયોગ કરવો જોઈએ, જેનાથી શ્વાસ દ્વારા એકબીજાને ચેપ ન લાગે. આવા લોકોએ ઓછામાં ઓછા બે મીટર દૂર રહેવું જોઈએ. પરંતુ માસ્ક પહેરવાની સાથે લોકોને ઉધરસ અને છીંક ખાવાની સાચી રીતની જાણ હોવી જોઈએ. સૌથી વધારે સુરક્ષાની જરૂરિયાત સ્વાસ્થ્ય કર્મચારીઓનેછે. તેઓ દર્દીઓના સંપર્કમાં આવે છે. તેઓનું સન્માન કરવું જોઈએ. હું વધારે લોકો માસ્ક પહેરે તેનું સમર્થન કરું છું. કારણ કે વાઈરસ ઝડપથી ચપેટમાં લે છે. આપણે સ્થાનિક કક્ષાએ માસ્ક બનાવવા જોઈએ જેનાથી વધારે લોકોને માસ્ક પહેરાવી શકાય અને લોકોને ચેપથી બચાવી શકાય.

હું કહેવા માંગુ છું કે લોકો ઉધરસ ખાતી વખતે કપડાનો ઉપયોગ કરે. વારંવાર હાથ ધૂઓ. બચવા માટે આ સાચી રીત છે. ઘણીવાર લોકો પાસે પાણી નથી હોતું તો આવું કરવું મુશ્કેલ બની જાય છે. બની શકે તો માસ્ક પહેરો.

સવાલ : ભારતની વસ્તુ ઘણી છે, જેના કારણે ઘણા લોકો લોકડાઉનમાં ફસાઈ ગયા છે, ઘણા લોકો ધાર્મિક સ્થળોમાંરહ્યા, આવી સ્થિતિમાં લોકડાઉનથી બચવાની યોગ્ય રીત કઈ?

જવાબ: આ વાયરસ ત્યારેજ ફેસાય છે જ્યારે લોકો એકમેકની નજીક આવે છે. બની શકે કે તમે બીમારીનો અનુભવ ન કરો, પરંતુ તમે ઉધરસ કે છીંક ખાઓ છો તો બીજા લોકોને સંક્રમિત કરી શકો છો. આ સંક્રમણથી લોકોના મોત પણ થાય છે. આથી એકબીજાથી દૂર રહો. જો તમને શ્વાસ લેવામાં તકલીફ છે, તો પોતાની જાતને આઈસોલેટ કરો. પરિવાર સાથે રહો છો તો તેને આઈસોલેટ કરો. ઓછામાં ઓછા 14 દિવસ કોઈના સંપર્કમાં ન આવો. શંકાસ્પદ લોકોને ઓળખવાની રીત વિકસાવો.

બધાની તપાસ કરવી શક્ય નથી. યુરોપ અને અમેરિકામાં પણ આ ન કરી શકાય. એટલા માટે આપણે લોકો પર કડક નજર રાખવી જોઈએ. જે પણ શંકાસ્પદ છે તેઓને આઈસોલેટ કરવા જોઈએ. તેનાથી સંક્રમણ ફેલાતુ અટકે છે અને સ્વાસ્થ્ય સેવા બચે છે. સ્થિતિ સુધરતા સરકાર લોકડાઉનમાં છૂટ આપશે.

હું સમજુ છું કે લોકડાઉન મુશ્કેલ હોય છે. ગરીબ વધારે ગરીબ થાય છે. ખાવા-પીવાની વસ્તુની અછત વધે છે. લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. પરંતુ બીમારીનો સામનો કરવા માટે આ કરવું જરૂરી છે. આપણે વર્તનમાં ફેરફાર કરી લોકોને બચાવી શકીએ છીએ.

સવાલ : શું ભારતમાં 21 દિવસનું લોકડાઉન પૂરતું છે? જો તેને વધારવું હોય તો કયા આધારે વધારવું જોઈએ?

જવાબ: લોકડાઉનને ચાલું રાખવું કે નહીં, તેનો આધાર ઘણી બાબતો પર હોય છે. લોકડાઉનને ક્યારે, ક્યાં અને કેટલું હટાવી લેવું તેનો નિર્ણય સંક્રમણની સંખ્યા ઉપર આધાર રાખે છે. જે દેશ લોકડાઉન દરમિયાન લોકોને મળનાર સંખ્યા ઉપર નજર રાખે છે તેઓ સંક્રમણને પણ રોકી શકે છે. જ્યા સુધી લોકડાઉનને હટાવવાનો સવાલ છે, તો એ જોવું જરૂરી છે કે આપણી સ્વાસ્થ્ય સુવિધા કેટલી તૈયાર છે. શું સ્થાનિક કક્ષાએ બચાવની સામગ્રી ઉપલબ્ધ છે? સાથે બીમારીના બચાવને લઈને આપણો સમાજ કેટલો તૈયાર છે, શું પંચાયત, જિલ્લાથી લઈ દરેક કક્ષાએ લોકો બચાવની રીત જાણવા લાગ્યા છે. જ્યા સંક્રમણ વધારે છે, ત્યા લોકડાઉન ચાલું રહી શકે છે.

હું જાણું છું લોકડાઉનથી પરેશાની થાય છે. તમે યુરોપ અને અમેરિકામાં તેની અસર જોઈ ચૂક્યા છો. ઘણીવાર સરકારે કડક પગલા ભરવા પડે છે. ભારત સરકાર જરૂરી તમામ પગલા ભરશે. 21 દિવસમાં જરૂરી આયોજનો થઈ ગયા તો લોકડાઉન હટાવી લેવામાં આવશે. જો ન હટ્યું તો સમજવું કે સમસ્યાનો સામનો કરવા માટે તૈયારી પૂરી નથી થઈ. કોઈપણ લોકડાઉનને લાંબો સમય ન રાખવું જોઈએ.

સવાલ: ડબલ્યુએચઓએ ઘણીવાર કોરોનાની કામગીરીને લઈને ભારતના વખાણ કર્યા છે, પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે આ દેશે પોલિયો અને ચિકન પોક્સને હરાવ્યા છે, શું કહેશો?

જવાબ: ભારતના લોકો જાણે છે કે કઈ સમસ્યા સામે કેવી રીતે સામનો કરવો. આ સંકટના સમયમાં ખાવા-પીવાની વસ્તુનો ભાવ વધી શકે છે. પરંતુ ભારત તેની અછતનો સામનો કરવાનું પણ જાણે છે. જે લોકો પાસે ખાવા-પીવાનું નથી તે સમાજનું પણ ધ્યાન રાખવું જોઈએ. તમે જેટલા ઝડપથી પગલા ભરશો, તમારી મુશ્કેલી એટલી ઓછી થશે. ભારતે બીમારીનો સામનો કરવા માટે સારી ઝડપ બતાવી છે.

સવાલ: ભારતમાં અમુક ડોક્ટરો માને છે કે ભારતે ચિંતા કરવાનું જરૂર નથી. બીસીજી રસી, મેલેરિયાવાળા વિસ્તારમાં સંક્રમણની સંખ્યા ઓછી છે. સાથે ભારત આવતા આવતા વાઈરસ નબળો થયો

જવાબ: આપણે તો આશા જ રાખીએ કે અહીં પહોંચતા પહોંચતા વાઈરસ નબળો પડી જાય. જ્યા ગરમ વાતાવરણ છે તે તમામ દેશોમાં લોકોની રોગપ્રતિકારક ક્ષમતા વધારે હોય છે. આશા કરીએ કે કોવિડ-19ને ભારતીયો હરાવી દેશે.

જ્યા સુધી બીસીજી ઈમ્યૂન સિસ્ટમના કારણે લોકોને સંક્રમણ લાગતુ નથી તે વાત છે તો હું આશી કરું કે તેનાથી પણ મદદ મળે. લોકોની ઉંમર પણ મોટું કારણ છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


WHO said – Indians have good immune status due to hot weather, hopefully they can defeat pandemic

Related posts

ઉતરપ્રદેશના કેબિનેટ મંત્રી કમલ રાનીનું કોરોનાથી મૃત્યુ, CM યોગીએ અયોધ્યાની મુલાકાત રદ કરી; દેશમાં 17.53 લાખ કેસ

Amreli Live

દેશના અગ્રણી ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને રતન ટાટાએ દીપ પ્રગટાવી કોરોના સામેની લડાઈમાં સૌ સાથે હોવાનો સંદેશ આપ્યો, કોરોના વોરિયર્સનો ઉત્સાહ વધાર્યો

Amreli Live

આવક વેરા વિભાગ તાત્કાલિક રીતે રૂપિયા 5 લાખ સુધીના ઈન્કમ ટેક્સ રિફંડ કરશે, 14 લાખ કરદાતાને લાભ મળશે

Amreli Live

વધુ એક મહિલાનું મોત,માતાનો રિપોર્ટ પોઝિટિવ આવતાં કોર્પોરેટર ક્વૉરન્ટીન થયાં

Amreli Live

કોરોનાએ બદલી અમદાવાદીઓની જીવનશૈલી, પાણીના વપરાશમાં 20 ટકાનો વધારો, દિવસમાં 50 વાર હાથ ધોવે છે

Amreli Live

વર્ષ ૨૦૨૦ માં આ રાશિઓ પર રહેશે શનિની સાડેસાતી, આ 6 રાશીએ ખાસ સતર્ક રહેવની જરૂર છે અને વિચારીને પગલા લેવા..

Amreli Live

ન્યૂયોર્કમાં દરેક મોહલ્લામાં કોરોના સંક્રમિત વ્યક્તિ, ઘણા પરિવારો બરબાદ થયા, એક નિવૃત કર્મચારીએ ત્રણ મિત્રો ગુમાવ્યા, પત્ની અને પુત્રી બીમારી છે

Amreli Live

33,278 કેસ, મૃત્યુઆંક-1081: મહારાષ્ટ્રમાં કોરોનાની સારવારમાં પહેલી પ્લાઝ્મા થેરેપી સફળ, ભોપાલ એઈમ્સમાં દર્દીઓ પર નવી દવાનો ટ્રાયલ શરૂ

Amreli Live

તંદુરસ્ત જીવનશૈલીના મેસેજ સાથે શિક્ષક 5 વર્ષમાં 40 હજાર કિ.મી.ની પગપાળા યાત્રા કરશે, પ્રથમ તબક્કામાં 1500 કિ.મી.ની યાત્રા શરૂ કરી

Amreli Live

108માં ફરજ બજાવતી માતા ચેપ લાગવાના ડરે જોડિયાં સંતાનોને સ્પર્શ પણ કરી શકતી નથી

Amreli Live

આજથી અમદાવાદ, સુરત, રાજકોટમાંથી કર્ફ્યૂ ઉઠાવી લેવાયો, રાજ્યમાં કુલ પોઝિટિવ કેસ 2624, કુલ મૃત્યુઆંક 112

Amreli Live

તાવ કે ઉધરસ આવે તો તરત તપાસ કરાવો, મારી પત્નીને હું સારવાર માટે મોકલી રહ્યો છું તમે ડરતા નહીં, દર્દીના પતિની રહેવાસીને અપીલ

Amreli Live

મેક્સિકો-લેટિન અમેરિકામાં માઇનિંગ ઠપ, સપ્લાય ચેન ખોરવાતા ચાંદીમાં તોફાની તેજી, 9 વર્ષ બાદ 65,000: સોનુ 55,000 નજીક

Amreli Live

1.79 લાખના મોત: ઓક્સફોર્ડ યુનિવર્સિટીના સંશોધનકર્તા આવતીકાલથી વેક્સીનનો ટેસ્ટ માણસ ઉપર શરૂ કરશે

Amreli Live

ICUમાં ફિંગરપ્રિન્ટ લોક હોવાથી કોઈ અંદર ન જઈ શક્યું, 8 દર્દી બેડ પર જ ભડથું થઈ ગયા

Amreli Live

સેન્સેક્સ 1265 અંક વધ્યો, નિફ્ટી 9111 પર બંધ; મારૂતિ સુઝુકી, ટાઈટન કંપનીના શેર વધ્યા

Amreli Live

UAEમાં IPL રમાશે, ટુર્નામેન્ટના ચેરમેન બૃજેશ પટેલે કહ્યું- સરકાર પાસે મંજૂરી માંગી, ત્યારબાદ પ્લાન તૈયાર થશે

Amreli Live

5.85 લાખ કેસઃ છેલ્લા 24 કલાકમાં 18256 દર્દી વધ્યા અને 12 હજારથી વધુ સાજા થયા, ગોવામાં ભાજપ ધારાસભ્ય કોરોના પોઝિટિવ

Amreli Live

24.64 લાખ કેસઃગૃહ પ્રધાન અમિત શાહનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો, તેમણે પોતે જ ટ્વિટ કરીને જાણ કરી

Amreli Live

દરરોજે કોરોનાના 2 લાખ દર્દી સાજા થાય છે, ત્યારે આજે રિકવર દર્દીનો આંકડો 1 કરોડને પાર જશે

Amreli Live

રાજ્યના ગ્રીન ઝોનમાં એસટી બસોને 30 મુસાફરોના વહન સાથે છૂટ, ઓરેન્જ-ગ્રીનઝોનમાં હેર સલૂન અને ટી સ્ટોલ ખુલી શકશે

Amreli Live