25.8 C
Amreli
06/08/2020
કલેક્ટર ઓફિસ

UP-બિહારમાં વારંવાર શા માટે પડી રહી છે વીજળી, એક્સપર્ટે ખોલ્યું રહસ્ય

નવી દિલ્હી/પટણાઃ પૂર્વ ઉત્તર પ્રદેશ અને બિહારમાં સામાન્ય કરતાં વધારે તાપમાન અને બંગાળની ખાડીમાં ભીની હવાઓના કારણે વાયુમંડળ ‘અસ્થિર’ છે. જેથી મોટી માત્રામાં વીજળી પડવાની ઘટનાઓ બની રહી છે. જેના કારણે આ બે રાજ્યોમાં ગત અઠવાડિયામાં 150થી વધારે લોકો મોતને ભેટ્યા છે. શુક્રવારે હવામાન ખાતાના એક્સપર્ટ્સે આ વાતની જાણકારી આપી હતી. ભારતીય હવામાન વિભાગના પૂર્વ ડિરેક્ટર જનરલ લક્ષ્મણસિંહ રાઠૌરે કહ્યું કે પૂર્વ ભારતમાં ચોમાસા પહેલા અને ચોમાસા દરમિયાન સામાન્ય રીતે આંધી-તોફાન અને વીજળી પડવાની ઘટના બનતી હોય છે. તેમણે કહ્યું કે,’સામાન્ય રીતે જ્યારે પણ પરીસ્થિતિ અનુકૂળ હોય છે ત્યારે ગરમ હવા સાથે ભીની હવાથી વાદળાઓ બને છે. જેથી વાતાવરણ અસ્થિર બને છે અને આવી ઘટનાઓ બને છે. સ્થાનિક ભાષામાં તેને ‘કાલ બૈસાખી’ કહેવામાં આવે છે.’

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો

વૈશાખ મહિનામાં વધે છે ઘટનાઓ
તેમણે કહ્યું કે,’હિંદુ કેલેન્ડર અનુસાર, વૈશાખના મહિનામાં જ આવી ઘટનાઓ થાય છે. આ કારણે જ તેને કાલ બૈસાખી કહેવામાં આવે છે.’ સ્કાઈમેટ વેધરના વાઈસ પ્રેસિડન્ટ મહેશ પાલાવતે કહ્યું કે, બિહારના છોટા નાગપુર પહાડીઓ આસપાસનો વિસ્તારમાં આવી ઘટનાઓ નવી નથી. પાલાવતે કહ્યું કે, “વાતાવરણની આવી ઘટનાઓ સામાન્ય રીતે ચોમાસા પૂર્વે અને ચોમાસું ચાલું હોય તેવા જ દિવસોમાં થાય છે. જોકે, જળવાયુ પરિવર્તનના કારણે તેમાં પણ વિલંબ થાય છે.”

15 દિવસમાં બિહાર-પૂર્વી યુપીમાં 150થી વધારે વીજળી પડવાની ઘટના
તેમણે ઉમેર્યું કે,બિહારમાં ગત બે-ત્રણ દિવસમાં સામાન્યથી વધારે તાપમાન જોવા મળ્યું છે. ઉત્તરપ્રદેશમાં 15 દિવસમાં બિહાર-પૂર્વી યુપીમાં 150થી વધારે વીજળી પડવાની ઘટના બની છે. ભારતીય ઉષ્ણ કટિબંધ હવામાન વિજ્ઞાન સંસ્થા પુણેના વૈજ્ઞાનિક એસ.ડી.પવારનું કહેવું છે કે બિહાર અને પૂર્વ ઉત્તરપ્રદેશના દરેક જિલ્લામાં બે દિવસમાં વીજળી પડવાની ઘટનાઓ વધી છે. પૂર્વોત્તર ભારત, મહારાષ્ટ્ર, તેલંગાણાના કેટલાક ભાગ, આંધ્રપ્રદેશ, યુપી, બિહાર અને પશ્ચિમ બંગાળના કેટલાક ભાગ પર પણ વીજળી પડવાની વધારે શક્યતા રહે છે.

70% લોકો ઝાડ નીચે ઉભા હતાં.
પવારે કહ્યું કે, જોકે, વીજળીથી વધારે મોત બિહાર, ઉત્તરપ્રદેશ, ઓડિશા અને મહારાષ્ટ્રમાં થાય છે. આઈઆઈટીએમના રિસર્ચ અનુસાર, દેશભરમાં પ્રતિવર્ષ વીજળી પડવાથી બે હજારથી વધારે ઘટનાઓ બને છે. જેમાં મોટાભાગના 70% લોકો ખેતરમાં કામ કરનાર અથવા તો ઝાડની નીચે આશરો લેનાર લોકો હોય છે.

બિહારમાં આજે વીજળીએ 8 લોકોને લીધો જીવ
બિહારમાં તો વીજળીનો રીતસરનો પ્રકોપ ઉતર્યો છે. શુક્રવારે રાજ્યના અલગ અલગ પાંચ જિલ્લાઓમાં આકાશીય વીજળી પડવાથી આઠ લોકોના મોત નીપજ્યાં છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટના એક અધિકારીએ જણાવ્યું કે, જિલ્લામાંથી ફોન પરથી મળેલી સૂચના અનુસાર રાજ્યમાં શુક્રવારે આકાશમાંથી વીજળી પડવાના કારણે આઠ લોકોના મોત થયાં છે.

ગુરુવારે વીજળીના કારણે 26 મોત
આ પહેલા, રાજ્યમાં ગુરુવારે અલગ અલગ જિલ્લાઓમાં વીજળીના કારણે 26 લોકોના મોત નીપજ્યાં હતાં. જેમાં પટનામાં 6, પૂર્વ ચંપારણમાં 4, સમસ્તીપુરમાં 7, કટિહારમાં 3, શિવહર અને મધેપુરામાં 2-2, પૂર્ણીયા અને પશ્ચિમિ ચંપારણમાં એક-એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. આ પહેલા મંગળવારે બિહારના અલગ અલગ જિલ્લામાં વીજળી પડવાના કારણે 11 લોકોના મોત થયા હતાં. જ્યારે 26 જૂનના રોજ રાજ્યમાં વીજળીની ઝપેટમાં આવવાથી 96 લોકોના મોત થયા હતાં.


Source: iamgujarat.com

Related posts

ભરૂચ: જામીન પર છૂટેલો પોક્સોનો દોષિત અન્ય છોકરી સાથે ભાગી ગયો

Amreli Live

‘હેલ્લારો’ની વધુ એક સફળતા, કાન્સના આ ફેસ્ટિવલ માટે થઈ પસંદગી

Amreli Live

આ પાકિસ્તાની ફાસ્ટ બોલરે કહ્યું – હવે સચિન તેંડુલકર નથી રહ્યો મારો ફેવરેટ ક્રિકેટર

Amreli Live

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતનો નિર્ણયઃ 31 ડિસેમ્બર સુધી વકીલોને અન્ય નોકરી-ધંધો કરવાની છૂટ

Amreli Live

Fake Alert: નકલી છે પૂર્વ PM મનમોહન સિંહના નામ પર બનેલું આ ટ્વિટર એકાઉન્ટ

Amreli Live

રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધતાં દિવાળી પછી પણ સ્કૂલો બંધ રહેશે?

Amreli Live

મોહિનાના ભાઈનો પણ કોરોના રિપોર્ટ નેગેટિવ, 7 દિવસ સુધી રહેશે ક્વોરન્ટિન

Amreli Live

01 જુલાઈ, 2020નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

કોહલી સાથે તકરાર કરવાથી ડરે છે આ ઓસ્ટ્રેલિયન બોલર, જણાવ્યું ખાસ કારણ

Amreli Live

આ શહેરમાં જુલાઈના અંત સુધીમાં 2 લાખ સુધી પહોંચી શકે છે કોરોનાના કેસ

Amreli Live

અમદાવાદ-ગાંધીનગરમાં સતત બીજા દિવસે સાંજે ધોધમાર વરસાદ

Amreli Live

વિશ્વ યોગ દિવસઃ 21 જૂને દેશને સંબોધિત કરશે પીએમ મોદી, ચીનને આપશે જવાબ?

Amreli Live

કોરોનાની જે ‘સસ્તી’ દવાની ચર્ચા થઈ રહી છે તેનો 15 દિવસનો કોર્સ 14 હજારનો થશે!

Amreli Live

ચીનની ડબલ ગેમઃ એક તરફ શાંતિની વાત અને બીજી તરફ ખોલી રહ્યું છે નવા મોરચા

Amreli Live

બિગ બોસની આ કન્ટેસ્ટન્ટને મળી ગયો મનનો માણીગર, ટૂંક સમયમાં કરશે લગ્ન

Amreli Live

કાશ્મીરમાં આતંકવાદીઓએ BJP નેતા વસીમ બારીની કરી હત્યા, પિતા અને ભાઈનું પણ મોત

Amreli Live

ભગવાન શંકરનો મોટો ભક્ત હતો સુશાંત, આ વિડીયો આપી રહ્યો છે તેનો પૂરાવો

Amreli Live

વરરાજાના કોરોના પોઝિટિવ મામા લગ્નમાં 400 લોકોને મળ્યા, મહેમાનોમાં ચિંતા

Amreli Live

અમદાવાદ: AMCનો સપાટો, એક જ દિવસમાં 376 પાનના ગલ્લા સીલ કર્યા

Amreli Live

શું હવે ‘વેબ સીરિઝ’ જેવા કન્ટેન્ટ પર પણ ફરવા લાગશે સેન્સરની કાતર?

Amreli Live

30 જૂન, 2020નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live