30.4 C
Amreli
10/08/2020
કલેક્ટર ઓફિસ

Unlock 2.0: ગુજરાત સરકાર આ બે નિયમોમાં આપી શકે છે મોટી રાહત

કપિલ દવે, ગાંધીનગર: સમાજના વિવિધ વિસ્તારોમાં રહેતા લોકો તરફથી થઈ રહેલા દબાણને પગલે ગુજરાત સરકાર અનલોક 2.0માં વધારાની છૂટછાટો આપી શકે છે. અનલોક 2.0 1 જુલાઈથી અમલમાં આવે તેવી સંભાવના છે. અનલોક 2.0ને લઈને રાજ્ય સરકાર સામે કરવામાં આવેલી બે મુખ્ય માગણીઓમાં- દુકાનો-ધંધાકીય એકમો ખુલ્લા રાખવાના કલાકો વધારવા અને રાત્રિ કર્ફ્યૂનો સમય ઘટાડવાનો સમાવેશ થાય છે. દુકાન-ધંધાકીય એકમો નિશ્ચિત સમય કરતાં વધુ ખુલ્લા રાખવા અને રાત્રિ કર્ફ્યૂનું ઉલ્લંઘન કરવા પર પોલીસ તરફથી ‘હેરાનગતિ’ થતી હોવાની ફરિયાદો ઘણાં લોકો તરફથી મળી છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો

હાલ ચાલી રહેલા અનલોક 1.0માં દુકાનો અને ધંધાકીય એકમો સાંજે 7 વાગ્યા સુધી જ ખુલ્લા રાખી શકાય છે. રાત્રિ કર્ફ્યૂ રાત્રે 9થી સવારના 5 વાગ્યા સુધી લાગુ કરવામાં આવે છે. સૂત્રોનું માનીએ તો, સરકારને ધારાસભ્યો અને વિવિધ વેપારી સંસ્થાઓ તરફથી આ મુદ્દે પ્રતિસાદ મળ્યો છે. સૂત્રોએ જણાવ્યું, “રાત્રે 9 વાગ્યા પછી શહેરમાં ફરતા લોકોને સમસ્યા નડી રહી છે કારણકે પોલીસ રાત્રિ કર્ફ્યૂનો ચુસ્ત અમલ કરાવે છે. એસટી બસ દ્વારા શહેરમાં 9 વાગ્યા પછી આવતા લોકોને પણ હેરાનગતિનો સામનો કરવો પડે છે.”

આ સિવાય રેસ્ટોરાં, જિમ, દુકાન માલિકો અને અન્ય ધંધાકીય એકમોના પ્રતિનિધિઓએ રજૂઆત કરી કે, સાંજે 7 વાગ્યા સુધી જ દુકાનો, રેસ્ટોરાં અને અન્ય એકમો ખુલ્લા રાખવાના નિયમને કારણે મોટું આર્થિક નુકસાન થઈ રહ્યું છે. સૂત્રોએ જણાવ્યું, “જ્યારે અનલોક 2.0 અમલમાં આવે ત્યારે રેસ્ટોરાં અને અન્ય એકમો ખુલ્લા રાખવાની સમય મર્યાદા વધી શકે છે. સોશિયલ ડિસ્ટન્સિંગ અને મહામારી સંબંધિત અન્ય પ્રોટોકોલનું ચુસ્તપણે પાલન કરવાની કડક સૂચના આપીને સમય મર્યાદા પરથી તમામ પ્રકારના પ્રતિબંધો હટાવી શકાય છે. જો કે, આ રાહત કેંદ્ર સરકારની મંજૂરી પછી જ શક્ય છે.”

રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલી સમય મર્યાદાની સૌથી માઠી અસર રેસ્ટોરાં બિઝનેસ પર પડી છે. ગુજરાતના હોટલ્સ એન્ડ રેસ્ટોરાં અસોસિએશન (HRA)ના પ્રમુખ નરેંદ્ર સોમાણીએ કહ્યું, “80 ટકાથી વધુ રેસ્ટોરાંનો બિઝનેઝ સાંજે શરૂ થાય છે. અમારા બિઝનેસ માટે સમય મર્યાદા સૌથી મોટું નડતર છે. મર્યાદિત સમયના કારણે ટેકઅવે ઓર્ડર અને રેસ્ટોરાંમાં આવતા લોકો એમ કુલ મળીને માત્ર 10 ટકા ધંધો થાય છે.”

સમય મર્યાદાના કારણે રિટેલ બિઝનેસમાં પણ ગ્રાહકો ઘટ્યા છે, જેના કારણે રિટેલરોને બિઝનેસમાં નફો રળવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. ગુજરાત ટ્રેડર્સ ફેડરેશન (GTF)ના પ્રમુખ જયેન્દ્ર તન્નાએ કહ્યું, “જબરદસ્તીથી દુકાનો બંધ કરાવવાના ડરે હવે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં રિટેલરો 6 વાગ્યે જ દુકાનો બંધ કરી દે છે. અનલોક 1.0 પૂરું થવાને એક અઠવાડિયાનો સમય બાકી છે ત્યારે સરકારે દુકાનો મોડે સુધી ખુલ્લી રાખવાની મંજૂરી આપવી જોઈએ તેમજ રાત્રિ કર્ફ્યૂ પણ હટાવી લેવો જોઈએ.”


Source: iamgujarat.com

Related posts

સાણંદ GIDCની યુનિચાર્મ કંપનીમાં લાગી ભયાનક આગ, શેલા સુધી દેખાયો ધૂમાડો

Amreli Live

વિકાસને બાતમી આપનારા પોલીસ અધિકારીઓને પણ પોતાના એન્કાઉન્ટરનો ડર!

Amreli Live

NDAના સહયોગીનો મોટો દાવો, વસુંધરા રાજે આપી રહ્યા છે ગેહલોતનો સાથ

Amreli Live

‘અલાદ્દીન’ ફેમ અવનીતે પાસ કરી ધો.12ની પરીક્ષા, કહ્યું- ‘આશા નહોતી આટલા ટકા આવશે’

Amreli Live

આનંદો! ગુજરાતમાં 5 વર્ષમાં ચોમાસાની સીઝન પહેલા સૌથી વધુ વરસાદ નોંધાયો

Amreli Live

જમ્યા બાદ સાફ-સફાઈ કરવાનો કંટાળો આવતો હોય તો કામની છે આ ટિપ્સ

Amreli Live

આ છોકરાએ જૂના ન્યૂઝપેપરમાંથી તૈયાર કર્યું ટ્રેનનું મોડલ

Amreli Live

ઈમરાન ખાન પર આરોપઃ જાણી જોઈને વિરોધ પક્ષના નેતાઓને કરાવી રહ્યા છે કોરોનાગ્રસ્ત

Amreli Live

બે મદનિયાએ કરી એવી મસ્તી કે વાયરલ થયો વિડીયો, જુઓ

Amreli Live

ધોનીની બાયોપિક કરવા ઈચ્છતો હતો અક્ષય કુમાર, આ રીતે સુશાંત સિંહ રાજપૂતને મળ્યો હતો રોલ

Amreli Live

23 જૂન, 2020નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

ક્રિતિ સેનને પૂરી કરી ‘ગુલાબો-સિતાબો’ ચેલેન્જ, ટીમને આપી શુભેચ્છા

Amreli Live

ગેલેક્સીને પ્રેમ કરતો સુશાંત ખરેખર એક ‘તારો’ બની ગયો, ફેને આપી અનોખી શ્રદ્ધાંજલિ

Amreli Live

કોરોના: આ શહેરના પોલીસ અધિકારીનો આદેશ, આરોપીને સ્ટેશન લાવો તે પહેલા કરાવો સ્નાન

Amreli Live

સુશાંત સિંહ રાજપૂતના મુંબઈ સ્થિત ઘરમાંથી પોલીસને મળી પાંચ ‘પર્સનલ ડાયરી’

Amreli Live

મુંબઈઃ દોઢ વર્ષ પહેલા થયેલી પરિણીતાની હત્યાનો લોકડાઉનના કારણે થયો ખુલાસો

Amreli Live

લંડનમાં સોનમ કપૂર અને મૌની રોયે કર્યો ક્વોરન્ટીન કાયદાનો ભંગ, લેવાઈ શકે છે એક્શન

Amreli Live

લોકડાઉનમાં મશરૂમની ખેતી કરીને ડાંગની મહિલાઓએ કરી ચાર ગણી કમાણી

Amreli Live

પુણેઃ 47 વર્ષના દાદીએ પોતાના લિવરનું દાન આપી 7 મહિનાના પૌત્રને આપ્યું નવજીવન

Amreli Live

જ્યારે આ એક્ટ્રેસને સાડી પહેરી કમર બતાવવી ભારે પડી હતી, યૂઝર્સે કરી ગંદી કમેન્ટ્સ

Amreli Live

UP-બિહારમાં વારંવાર શા માટે પડી રહી છે વીજળી, એક્સપર્ટે ખોલ્યું રહસ્ય

Amreli Live