26.4 C
Amreli
19/09/2020
કલેક્ટર ઓફિસ

TRAIએ કરી સ્પષ્ટતા, 11 આંકડાનો નહીં થાય તમારો મોબાઈલ નંબર

નવી દિલ્હી: ભારતમાં એટલા બધા સ્માર્ટફોન યૂઝર છે કે મોબાઈ નંબર ખતમ થવાની સ્થિતિ પેદા થઈ શકે છે. આ જ કારણ છે કે, TRAI નવા નંબરની સ્કીમ પર વિચાર કરી રહી છે અને થોડા દિવસો પહેલા સામે આવ્યું હતું કે, જરૂર પડશે તો મોબાઈલ નંબર 11 ડિજિટ્સના કરવામાં આવી શકે છે. જોકે, ટ્રાઈની તરફથી આ અંગે સ્પષ્ટતા આપવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે, 11 ડિજિટવાળા નંબરો શિફ્ટ કરવાનો પ્લાન રિજેક્ટ કરી દેવાયો છે. આનો મતલબ એ છે કે, ભવિષ્યમાં પણ 10 ડિજિટના મોબાઈલ નંબર જ મળતા રહેશે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો

ટેલિકૉમ રેગ્યુલેટરી ઑથોરિટી ઑફ ઈન્ડિયા (TRAI) તરફથી ઑફિશિયલ સ્ટેટમેન્ટ શેર કરવામાં આવ્યું છે અને કહેવામાં આવ્યું છે કે, અમે નવી 11 ડિજિટવાળી સ્કિમ પર શિફ્ટ થવાનું રિજેક્ટ કરી દીધું છે અને દેશમાં યૂઝર્સે 10 ડિજિટવાળા કૉન્ટેક્ટ નંબર પહેલાની જેમ જ મળતા રહેશે. ટ્રાઈના સેક્રેટરી SK ગુપ્તાએ ઑફિશિયલ સ્ટેટમેન્ટમાં કહ્યું કે, ઘણા મીડિયા હાઉસિસના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ટ્રાઈએ 11 ડિજિટ નંબરિંગ સ્કિમ રેકમેન્ટ કરવાનો નિર્ણય લીધો છે જ્યારે એવું કશું જ નથી. આ માત્ર એક સૂચન હતું જેને રિજેક્ટ કરી દેવાયું છે.

મળતા રહેશે 10 ડિજિટ નંબર

ટ્રાઈની તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, દેશમાં યૂઝર્સને આગળ પણ 10 ડિજિટવાળા મોબાઈલ નંબર જ મળતા રહેશે. નવી સ્કીમ અંગે ટ્રાઈએ કહ્યું કે, તમામ નંબરોની પહેલા ‘0’ પ્રી-ફિક્સની જેમ લગાવવાનું સૂચન રજૂ કરવામાં આવ્યું છે પરંતુ એવું ત્યારે જ થશે જ્યારે કોઈ ફિક્સ્ડ લાઈન નંબરથી કૉલ કરવામાં આવી રહ્યો હોય. એટલે કે લેન્ડલાઈનથી અથવા STD કૉલ દરમિયાન પહેલાની જેમ જ નંબરની આહળ 0 લગાવવાનો રહેશે પણ કોઈ પ્રકારના નવા નંબરિંગની સ્કીમનો હિસ્સો નથી.

નવા નંબરોની પડી રહી છે જરૂર

ભારતમાં કરોડો ટેલિફોન અને મોબાઈલ યૂઝર્સની જરૂરિયાતને જોતા નવા નંબરોની સતત જરૂર પડી રહી છે. પહેલા આપવામાં આવેલા સૂચનમાં કહેવામાં આવ્યું હતું કે, જો મોબાઈલ નંબરની પહેલા જો અંક 9 રાખવામાં આવે તો 10થી 11 ડિજિટના મોબાઈલ નંબર પર સ્વિચ થવાની ક્ષમતા દેશમાં કુલ 10 બિલિયન (1000 કરોડ) નંબર્સની થઈ જશે. અત્યારે આવી નંબરિંગ સિસ્ટમ લાવવાની જરૂરિયાત ટ્રાઈને અનુભવાઈ રહી નથી અને વર્તમાન 9, 8 અને 7થી શરૂ થનારા મોબાઈલ નંબર્સની સાથે આશરે 210 કરોડ નવા ટેલિકૉમ કનેક્શન આપવામાં આવી શકે છે.


Source: iamgujarat.com

Related posts

સુરતમાં કોરોનાની અત્યંત જરૂરી દવાની કાળાબજારીના કૌભાંડનો પર્દાફાશ

Amreli Live

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતનો નિર્ણયઃ 31 ડિસેમ્બર સુધી વકીલોને અન્ય નોકરી-ધંધો કરવાની છૂટ

Amreli Live

23 જુલાઈનું રાશિફળ: જાણો, કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

પશ્ચિમ અમદાવાદમાં કોરોના વિસ્ફોટ, એક દિવસમાં નોંધાયા 100થી વધુ કેસ

Amreli Live

જિયોને મળ્યો 13મો રોકાણકાર, 730 કરોડ રૂપિયાનું રોકાણ કરશે આ કંપની

Amreli Live

રાજ્યસભા ચૂંટણીમાં એક રાત બાકી, ભાજપ-કોંગ્રેસ બંનેમાં ઉચાટની સ્થિતિ કે કાલે શું થશે

Amreli Live

કોરોનાનો આશ્ચર્યચકિત કરતો કિસ્સો: ત્રણ નવજાત બાળકો પોઝિટિવ પરંતુ માતા-પિતા નેગેટિવ

Amreli Live

અમદાવાદઃ વેન્ટિલેટરના અભાવે દર્દીનું મોત, શાહીબાગની રાજસ્થાન હોસ્પિટલને AMCની નોટિસ

Amreli Live

વિકાસ દુબે પર રાખવામાં આવેલું 5 લાખનું ઈનામ કોને મળશે, પોલીસ સામે અનેક દાવેદાર

Amreli Live

સુશાંત મામલામાં રિયા ચક્રવર્તીની કલાકો સુધી પૂછપરછ, તપાસમાં સૌથી મહત્વનું છે તેનું સ્ટેટમેન્ટ

Amreli Live

રિતિક રોશનની ‘ક્રિશ 4’માં વધુ ખતરનાક હશે વિલન, શાહરુખની કંપની કરશે VFXનું કામ

Amreli Live

મંત્રી રમણ પાટકર કોરોના પોઝિટિવ: CM રૂપાણી અને અન્ય મંત્રીઓ નહીં થાય ક્વોરન્ટીન

Amreli Live

સુશાંત સિંહના નિધન બાદ યૂઝર્સના નિશાને આવેલા કરણે ટ્વિટર પર કર્યું આ કામ

Amreli Live

196.2 મીમી સાથે 12 વર્ષ બાદ જૂન મહિનામાં સીઝનનો સૌથી સારો વરસાદ નોંધાયો

Amreli Live

સુરત : એક દિવસમાં 11 ડૉક્ટર્સના કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતા ખળભળાટ

Amreli Live

20 જાંબાઝની શહીદી સામે આક્રોશ, ચાઈનીઝ મોબાઈલ કંપની ઓપ્પો સામે પ્રદર્શન

Amreli Live

દાહોદ: ગરબાડામાં એક જ પરિવારની ચાર દીકરીઓનું તળાવમાં ડૂબવાથી મોત

Amreli Live

સુરતઃ સ્વરુપવાન મહિલા સાથે પ્રેમ સંબંધ બાંધીને વેપારીને પસ્તાવાનો વારો આવ્યો

Amreli Live

વૃદ્ધ ખેડૂતે પત્ની સાથે ગાયું ગીત, જોઈને સિંગર્સ પણ બની ગયા ફેન

Amreli Live

54 લોકોના સંપર્કમાં આવ્યો હતો બચ્ચન પરિવાર, 28 લોકોના થયા કોરોના ટેસ્ટ

Amreli Live

એપ પર પ્રતિબંધ: લેફ્ટનન્ટ કર્નલને કોર્ટે કહ્યું- ફેસબુક છોડો અથવા આર્મી

Amreli Live