33.8 C
Amreli
20/10/2020
મસ્તીની મોજ

Thomson 55 – ઈંચ Oath Pro 4K એન્ડ્રોઇડ TV રીવ્યુ : જાણો કેવી રીતે છે આ સસ્તું મોડલ.

ઘણા બધા એડવાન્સ ફીચરથો ભરપૂર છે Thomson 55- ઈંચ Oath Pro 4K એન્ડ્રોઇડ TV, જાણો તેની કિંમત. થોમસન (Thomson) એ ભારતમાં થોડા સમય પહેલા પોતાનું નવું ઓથ પ્રો (Oath Pro) 55 ઇંચનું એન્ડ્રોઇડ સર્ટિફાઇડ સ્માર્ટ ટીવી લોન્ચ કર્યું હતું. આ એક સસ્તું 4K અલ્ટ્રા એચડી સ્માર્ટ ટીવી છે. તેમાં બિલ્ટ-ઇન ક્રોમકાસ્ટ, ગૂગલ અસિસ્ટન્ટ, ડોલ્બી વિઝન અને એચડીઆર 10 જેવી સુવિધાઓ છે. કંપનીએ તેની કિંમત 32,999 રૂપિયા રાખી છે. ચાલો તેના ફીચર્સ વિષે જાણીએ.

ડિઝાઇન : તેની ચારેય તરફની બેઝલ્સ ખૂબ પાતળી છે. સાથે જ ડિસ્પ્લેની નીચે એક ગોલ્ડન કલરની પ્લાસ્ટિકની પટ્ટી આપવામાં આવી છે. આ ટીવી ખૂબ લાઈટવેટ છે, તેથી તેને હેન્ડલ કરવું પણ ખૂબ જ સરળ છે. તેમાં એક સરળ વોલ માઉન્ટ મળે છે અને તેની સાથે જ ટેબલ સ્ટેન્ડ પણ આપવામાં આવ્યું છે. તેમાં એક પાવર બટન છે અને તેના સ્પીકર્સ નીચેની તરફ છે. તેના બધા પોર્ટ (યુએસબી, એચડીએમઆઈ વગેરે) પાછળના ભાગમાં છે.

ડિસ્પ્લે : થોમસનના આ ઓથ પ્રો સીરીઝના 55 ઇંચના સ્માર્ટ ટીવીમાં અલ્ટ્રા એચડી 4K રીઝોલ્યુશન સાથે 10-bit ની એલઇડી પેનલ આપવામાં આવી છે. આ પેનલ ડોલ્બી વિઝન, એચડીઆર 10 અને એચએલજીને સપોર્ટ કરે છે. તેની રેટેડ બ્રાઇટનેસ 550 nits છે. વપરાશકર્તાઓને અહીં 178 – ડિગ્રીનો વ્યૂઇંગ એંગલ મળશે. સાથે જ ઓન સ્ક્રીન કન્ટેન્ટ ફ્રેમ રેટ અપસ્કેલિંગ માટે MEMC ટેક્નોલોજી પણ આપવામાં આવી છે.

આ ડિસ્પ્લેની બ્રાઇટનેસ ઘણી સારી છે અને રંગો ખૂબ વાઇબ્રેન્ટ છે. જો કે કેટલાક અંધારા દ્રશ્યોમાં તમને કાળા રંગને લઈને સમસ્યા થઈ શકે છે. ઉપરાંત, અહીં ડિસ્પ્લે અને બ્રાઇટનેસ માટે સેટિંગ્સ આપવામાં આવ્યા નથી. તેમજ MEMC નું પણ કોઈ વિશેષ આઉટપુટ તમને જોવા મળશે નહીં. પરંતુ તમે આ સમસ્યાઓને તેની કિંમતને ધ્યાનમાં રાખીને અવગણી શકો છો.

ઓડિઓ : આ ટીવીમાં ડાઉન ફાયરિંગ 30 W સ્ટીરિયો સ્પીકર્સ આપવામાં આવ્યા છે. સાથે જ અહીં ડીટીએસ ટ્રુ-સરાઉન્ડ અને ડોલ્બી ડિજિટલ પ્લસ ઓડિઓ સપોર્ટ પણ આપવામાં આવે છે. આ સ્પીકર્સની લાઉડનેસ ઘણી સારી છે. જો કે, તમે સ્ટીરિઓ ઇફેક્ટ્સ અથવા વધુ બેઝની આશા નથી રાખી શકતા. પરંતુ એક સ્માર્ટ ટીવીના હિસાબે સ્પીકર્સનું ઓવરઓલ આઉટપુટ ઘણું સારું છે.

પરફોર્મન્સ : આ સ્માર્ટ ટીવી સ્ટોક એન્ડ્રોઇડ પર ચાલે છે અને તેમાં નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઇમ અને યુટ્યુબ જેવી ઘણી એપ્લિકેશનોનો સપોર્ટ આપવામાં આવ્યો છે. આ એપ્લિકેશનો પ્રી-લોડડ જ મળશે. બાકીની એપ્લિકેશનો ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાય છે. સાથે જ આમાં ક્રોમકાસ્ટ અને ગૂગલ અસિસ્ટન્ટ જેવી સુવિધાઓ પણ આપવામાં આવી છે. તેમાં તમામ જરૂરી પોર્ટ પણ છે. વાયરલેસ કનેક્ટિવિટી માટે વાઇફાઇ અને બ્લૂટૂથનો સપોર્ટ પણ છે.

તેમાં 8 જીબી સ્ટોરેજ અને 1.75 જીબી રેમ સાથે ક્વાડ-કોર પ્રોસેસર આપવામાં આવ્યું છે. સોફ્ટવેર અને હાર્ડવેરના કમ્બાઇન પરફોર્મન્સ વિશે વાત કરીએ તો આ ટીવી શરૂ થવા માટે થોડો સમય લે છે. તેના શરૂ થતાની સાથે જ એકદમથી ગુગલ આસિસ્ટન્ટ અથવા કોઈ એપ્લિકેશન ખોલશો તો તમને થોડી સ્મૂધનેસ ઓછી દેખાશે. જો કે, એકવાર તે શરૂ થયા પછી ખૂબ સરળ રીતે કામ કરે છે.

આ ટીવીમાં થોડી નાની એવી સમસ્યા છે જેમ કે વાઇફાઇ કનેક્ટ થયા પછી પણ તે કોઈક વાર નો ઇન્ટરનેટ એક્સેસ સિગ્નલ આપે છે, અને કેટલીક વાર ક્રોમકાસ્ટ પેરિન્ગમાં પણ સમસ્યા આવે છે. પરંતુ દર વખતે આવું થતું નથી. એક સમસ્યા એ છે કે, તેમાં વાઇફાઇ માટે ડ્યુઅલ બેન્ડ સપોર્ટ નથી. આ કિસ્સામાં ફક્ત 2.4 GHz વાઇફાઇને લીધે ઝડપી ઇન્ટરનેટ એક્સેસ શક્ય નથી. પરંતુ તેમાં ઇથરનેટ કેબલ માટે ચોક્કસપણે પોર્ટ આપ્યો છે. આ કિસ્સામાં તેને સીધુ જોડાણ આપી શકાય છે.

રિમોટ વિશે વાત કરીએ તો તેમાં એમેઝોન પ્રાઇમ વિડિઓ, નેટફ્લિક્સ, યુટ્યુબ અને ગૂગલ પ્લેની સીધી હોટ કી આપવામાં આવી છે. પરંતુ ગૂગલ અસિસ્ટન્ટ માટે આપેલું બટન સહેજ મૂંઝવણમાં મૂકે છે. પરંતુ એક્સેસ કરવાની દ્રષ્ટિએ રિમોટ ઘણું સારું છે.

બોટમ લાઈન : એકંદરે કહીએ તો 32,999 રૂપિયાની કિંમતે આ એક ઓફિશિયલ એન્ડ્રોઇડ ટીવી છે. સાથે જ તેની બિલ્ડ ક્વોલિટી પણ સારી છે. બેઝલલેસ ડિઝાઇન તેને વિશેષ બનાવે છે. આવી સ્થિતિમાં સસ્તા સ્માર્ટ ટીવી તરીકે આ ટીવી ખરીદવું એક સારો વિકલ્પ છે. વળી કંપનીએ માહિતી આપી છે કે, ફ્લિપકાર્ટના બિગ બિલિયન ડેઝ સેલમાં પણ તેના પર ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.

રેટિંગ- 7.5 / 10.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

દેવતાઓની મદદ કરવા માટે ભગવાન વિષ્ણુએ લીધો હતો કૂર્મ અવતાર, સમુદ્ર મંથન સાથે જોડાયેલી છે કથા.

Amreli Live

કામાખ્યા દેવી મંદિરમાં મળે છે લાલા વસ્ત્રનો પ્રસાદ, મંદિરના રહસ્ય જાણીને ચકિત થઇ જશો તમે.

Amreli Live

ગણેશ ચતુર્થી પર બની રહ્યો છે ગ્રહોનો વિશેષ સંયોગ, આ 7 રાશિઓને થશે ફાયદો.

Amreli Live

આ છે બોલિવૂડના તે સ્ટારકિડ્સ, જેમની લોકપ્રિયતા માતા-પિતાની સાથે કરે છે બરાબરી.

Amreli Live

‘આ દુનિયા ભૂલો કાઢવા જ બેઠી છે’, મૂર્તિકારની સ્ટોરી દ્વારા જાણો સફળ થવા માટે પોતાનામાં કયો ફેરફાર લાવવાની જરૂર છે.

Amreli Live

સોમવારે ગ્રહ પરિવર્તનથી આ 6 રાશિઓ વાળા પાસે આવશે પૈસા.

Amreli Live

ભોલેબાબાના આશીર્વાદથી આ 8 રાશિઓવાળાને ફાયદો થવાના છે સંકેત, કામકાજની સમસ્યા થશે દૂર.

Amreli Live

ખુબ રસપ્રદ છે શક્તિ કપૂરની લવ સ્ટોરી, 18 વર્ષની શિવાંગીને લઈને ઘરેથી ભાગ્યા અને કરી લીધા લગ્ન.

Amreli Live

સેક્સ એજ્યુકેશન કેવા સમાજ માટે છે? આ આર્ટિકલ વાંચીને સમજો શું આપણો સમાજ એ લોકો જેવો છે…

Amreli Live

શા માટે લોકો શનિદેવથી ડરે છે? તે આપણા શત્રુ છે કે મિત્ર? જાણો સત્ય.

Amreli Live

જો તમને છે ગેસની સમસ્યા તો ના ખાશો આ શાકભાજી.

Amreli Live

ખેસારી લાલ યાદવની પર્સનલ લાઈફ, પત્ની ચાંદાએ 6 મહિના સુધી પહેરી હતી એક જ સાડી, જાણો તેમની સ્ટોરી.

Amreli Live

આજના દિવસે ભગવાન ગણેશની કૃપાથી આ રાશિઓને થશે ધન લાભ, મળશે શુભ સમાચાર

Amreli Live

રક્ષાબંધનના દિવસે બની રહ્યો છે ઘણો જ શુભ સંયોગ, જાણો શું કહે છે તમારી રાશિ

Amreli Live

મંગળવારે બની રહ્યા છે યોગ, આ 6 રાશિના લોકોના ચમકશે ભાગ્યના તારા

Amreli Live

શ્રાદ્ધ પક્ષ 2020 : જો મેળવવી હોય મહાલક્ષ્મીની વિશેષ કૃપા, તો જરૂર કરો આ વ્રત, વાંચો પૂજન અને કથા.

Amreli Live

આ 5 રાશિઓનો આવવાનો છે શુભ સમય, મળશે ભાગ્યનો સાથ, અન્ય રાશિઓ માટે રહેશે ઠીક-ઠાક.

Amreli Live

મકર રાશિ સહીત આ 5 રાશિઓ માટે મહિનાનો પહેલો દિવસ સાબિત થશે સારો, વાંચો રાશિફળ.

Amreli Live

મજૂરના દીકરાનો અભ્યાસ ખર્ચ ઉપાડી લેશે આનંદ મહિન્દ્રા, કયા કારણે ઉઠાવ્યું આ પગલું.

Amreli Live

રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરે છે અજમાનો ઉકાળો, સ્વાસ્થ્ય ઉપર નથી થતી કોઈ આડ અસર.

Amreli Live

આજે બ્રહ્મ યોગને કારણે આ 7 રાશિઓને મળશે આર્થિક પ્રગતિ, નોકરીમાં મળશે કિસ્મતનો સહકાર.

Amreli Live