33.8 C
Amreli
25/10/2020
અજબ ગજબ

Samsung એ સસ્તો 5G સ્માર્ટફોન કર્યો લોન્ચ, જાણો કિંમતથી લઈને સ્પેસિફિકેશન સુધી.

આ જોરદાર પ્રોસેસરની સાથે Samsung એ સસ્તો 5G સ્માર્ટફોન કર્યો લોન્ચ, જાણો બીજા ફીચર્સ. કોરિયન ટેક કંપની સેમસંગે (Samsung) આખરે તમામ લીક્સ પછી યુકેમાં પોતાની એ-સિરીઝનો સસ્તો 5G સ્માર્ટફોન સેમસંગ ગેલેક્સી એ 42 (Samsung Galaxy A42) લોન્ચ કરી દીધો છે. આ સ્માર્ટફોનમાં એક શાનદાર ડિસ્પ્લે સાથે ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સ્કેનર આપવામાં આવ્યું છે. આ સિવાય આ નવા ડિવાઇસને કુલ પાંચ કેમેરાનો સપોર્ટ મળ્યો છે. જણાવી દઈએ કે, કંપનીએ અગાઉ વૈશ્વિક બજારમાં A31 હેન્ડસેટ લોન્ચ કર્યો હતો.

સેમસંગ ગેલેક્સી એ 42 5G ના સ્પેશિફિકેશન : સેમસંગ ગેલેક્સી એ 42 5G સ્માર્ટફોનનો લુક તાજેતરમાં લોન્ચ થયેલા ગેલેક્સી એ અને એમ સીરીઝના ફોન્સને મળતો આવે છે. આ સ્માર્ટફોનમાં 6.6 ઇંચની સુપર એમોલેડ ઇન્ફિનિટી-યુ ડિસ્પ્લે આપવામાં આવી છે, જેનું HD + રીઝોલ્યુશન છે. સાથે જ આ ફોનમાં સ્નેપડ્રેગન 750 જી પ્રોસેસર, 4 /6 / 8 GB રેમ અને 128 GB સ્ટોરેજનો સપોર્ટ મળ્યો છે. આ સ્ટોરેજને માઇક્રો એસડી કાર્ડની મદદથી 1 TB સુધી વધારી શકાય છે.

કેમેરા વિભાગ : કેમેરા વિશે વાત કરીએ તો કંપનીએ સેમસંગ ગેલેક્સી એ 42 5G માં ક્વાડ કેમેરા સેટઅપ આપ્યું છે, જેમાંથી પહેલો 48 એમપી પ્રાઈમરી સેન્સર, બીજો 8 એમપી અલ્ટ્રાવાઇડ એંગલ લેન્સ, ત્રીજો 5 એમપી ડેપ્થ સેન્સર અને ચોથો 5 એમપી મેક્રો લેન્સ છે. ઉપરાંત, આ ફોનની સામે 20 એમપીનો સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે.

બેટરી અને કનેક્ટિવિટી : સેમસંગે ગેલેક્સી એ 42 5G માં 5,000 એમએએચની બેટરી આપી છે, જે 15 વોટના ફાસ્ટ ચાર્જિંગ ફીચરથી સજ્જ છે. આ સિવાય આ ડિવાઇસમાં વાઇ-ફાઇ, 5G, બ્લૂટૂથ અને જીપીએસ જેવી કનેક્ટિવિટીની સુવિધાઓ આપવામાં આવી છે.

સેમસંગ ગેલેક્સી એ 42 5G ની કિંમત : સેમસંગ ગેલેક્સી એ 42 5G સ્માર્ટફોનની પ્રારંભિક કિંમત GBP 349 (લગભગ 33,400 રૂપિયા) છે. આ ફોનનું વેચાણ યુકેમાં 6 નવેમ્બરથી શરૂ થશે. હાલમાં આ ફોનના અન્ય વેરિયન્ટની કિંમત હજી પ્રાપ્ત થઈ નથી. વળી આ ફોનને ભારતમાં લોન્ચ કરવા અંગે કંપની દ્વારા કોઈ માહિતી આપવામાં આવી નથી.

સેમસંગ ગેલેક્સી એ 11 (Samsung Galaxy A11) : જણાવી દઈએ કે સેમસંગે આ વર્ષે મે મહિનામાં પોતાની A-સિરીઝનો ગેલેક્સી A11 લોન્ચ કર્યો હતો. ગેલેક્સી એ 11 ની સુવિધાઓની વાત કરીએ તો, તે 6.4 ઇંચની ઇન્ફિનિટી-ઓ એચડી ડિસ્પ્લે પેનલ સાથે આવે છે, જેનું રિઝોલ્યુશન 700 x 1560 પિક્સેલ છે. ફોનમાં એક્ઝિનોસ 1.8 GHz ઓક્ટા-કોર પ્રોસેસરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ફોન 2 જીબી / 3 જીબી રેમ અને 32 જીબી સ્ટોરેજ વિકલ્પ સાથે આવે છે. તેની ઇન્ટરનલ મેમરીને માઇક્રોએસડી કાર્ડ દ્વારા 512 GB સુધી વધારી શકાય છે.

ફોનના કેમેરા ફીચર્સ વિશે વાત કરવામાં આવે, તો તે ટ્રિપલ રીઅર કેમેરા સેટ-અપ સાથે આવે છે. તેની બેકમાં 13 એમપી પ્રાઈમરી, 2 એમપી સેકન્ડરી અને 5 એમપી થર્ડ સેન્સર છે. સેલ્ફી માટે તેમાં 8 એમપીનો ફ્રન્ટ કેમેરો છે. આ ફોનમાં 4,000 એમએએચની બેટરી અને 15 ડબ્લ્યુ ફાસ્ટ ચાર્જિંગ સુવિધા આપવામાં આવી છે. તેમાં યુએસબી ટાઇપ સી ચાર્જિંગ સુવિધા છે. તે એન્ડ્રોઇડ 10 પર આધારિત OneUI 2.0 પર ચાલે છે.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

ચીની સૈનિકો ઉપર નજર રાખવા માટે માંગ્યા ચારથી છ સેટેલાઇટ, સુરક્ષા એજેન્સીઓએ સરકાર પાસે કર્યો આગ્રહ

Amreli Live

લેટેસ્ટ કેમેરા ફીચર્સથી સજ્જ Vivo V20 થયો ભારતમાં લોન્ચ, આ ફોન સાથે થશે ટક્કર.

Amreli Live

કુંભ રાશિના લોકોને આજે માન મોભામાં વૃદ્ઘિ અને ધનલાભ થવાના સંકેત છે, આવકમાં વૃદ્ઘિ થાય.

Amreli Live

જાણો કેવી રીતે 12 દિવસમાં આયુર્વેદના ડોઝ દ્વારા પોઝિટિવથી નેગેટિવ થયા દર્દી.

Amreli Live

2 વર્ષની ઉંમરમાં માથાંમાં વાગ્યું અને વર્ષ પછી એવી દશા થઈ કે ગજની યાદ આવી જાય.

Amreli Live

ભોલે ભંડારીની કૃપા દ્રષ્ટિથી આજે આ 7 રાશિઓના જીવનમાં આવશે રાજયોગ, થશે ધનલાભ

Amreli Live

રસ્તો બનાવવા થઇ રહ્યું હતું ખોદકામ, નીકળી ખોપડીઓ, મળ્યા 100 હાડપિંજર

Amreli Live

શનિવારે આ 4 રાશિઓ પર રહેશે શનિદેવની કૃપા, જયારે આ 2 રાશિઓવાળાએ સાવચેત રહેવાની જરૂર છે.

Amreli Live

બજારમાં આવ્યા આ 9 નવા ઇનોવેટિક પ્રોડક્ટ, આપણા જિંદગીને સરળ અને સુરક્ષિત બનાવી શકે છે.

Amreli Live

વધારે ભાત ખાવાથી મૃત્યુનો ખતરો વધારે, તેમાં રહેલા આર્સેનિક હ્રદય રોગોનું કારણ બનાવે છે, લોકોને અલર્ટ રહેવાની જરૂર છે.

Amreli Live

અમેરિકી વૈજ્ઞાનિકોએ આ પ્રાણીઓ માંથી બનાવ્યો ખાસ પ્રકારનો સ્પ્રે, જે નાકમાં સ્પ્રે કરવાથી PPE કીટ કરતા પણ વધુ આપશે સુરક્ષા.

Amreli Live

આ નવરાત્રી પર Renault ની આ કાર પર મેળવો 40,000 રૂપિયા સુધીની બંપર છૂટ, કિંમત 2.99 લાખ રૂપિયાથી શરુ.

Amreli Live

દેવતા બનવા માટે ધનવંતરીને લેવો પડ્યો હતો બીજો જન્મ, જાણો રોચક કથા

Amreli Live

રેલવેમાં 1.41 લાખ જગ્યા ખાલી, પણ સરકાર હવે તેમને ભરવાના મૂડમાં નથી, પણ મોટા પરિવર્તનની તૈયારીમાં છે.

Amreli Live

કન્યાએ કારનું સ્ટીયરિંગ પકડીને પુલ ઉપર ઉભી રખાવી કાર, પછી જે થયું વરરજો પણ ન સમજી શક્યો.

Amreli Live

મોટી ફાંદથી હેરાન થઈ ગયા હોવ તો અપનાવો આ ટિપ્સ, થોડાક દિવસોમાં થઇ જશે કમર સાઈઝ ઝીરો.

Amreli Live

કિડનીનું કેન્સર થાય એ પહેલા શરીરમાં દેખાય છે આ 8 લક્ષણ, રહો સાવચેત.

Amreli Live

જાણો આયુર્વેદિક ઉકાળો કેવી રીતે કોરોના સામે આપણી ઢાલ બનીને ઉભો છે.

Amreli Live

સ્કૂલમાં ટીચર્સની નકલ ઉતારીને મિત્રોનું મનોરંજન કરનાર કઈ રીતે બન્યા ‘ભાભીજી ઘર પર હૈ’ના ટીકારામ…

Amreli Live

કેન્સર સામે જો તમને જીતવું હોય તો આ ચા પીવાનું તમે આજથી જ શરુ કરી શકો છો.

Amreli Live

ઘડપણને જો તમારે રાખવું છે દુર, સફેદ વાળ અને ચહેરાની કરચલીઓ દુર કરાવી છે, તો આપનાવો આ ઉપાય.

Amreli Live