29.7 C
Amreli
18/09/2020
કલેક્ટર ઓફિસ

PM મોદીનો દેશવાસીઓને પત્ર, કોરોના સામેના યુદ્ધમાં દેશની એકતા અને દ્રઢતાને સલામ

બીજીવાર કેન્દ્રની સત્તામાં 1 વર્ષ પૂર્ણ, દેશવાસીઓને પીએમ મોદીનો પત્ર

અખિલેશ સિંહ, નવી દિલ્હીઃ કોરોનાથી આખો દેશ લાંબી જંગ લડી રહ્યો છે. આ બધાની વચ્ચે 29મી મેના રોજ મોદી સરકારના બીજા કાર્યકાળને એક વર્ષ પૂરું થયું. પીએમ નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને લખેલા પત્રમાં કોરોનાની વિરૂદ્ધની લડાઇમાં એકજૂથતા અને દ્રઢ નિશ્ચયના જોરદાર વખાણ કર્યા છે. પીએમ પત્રમાં લખ્યું છે કે અત્યંત કષ્ટ ઉઠાવવા છતાંય દેશવાસીઓના મહાન પ્રયાસથી એ સુનિશ્ચિત થયું કે અસુવિધા એક તબાહીમાં બદલાઇ ના જાય.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

સામૂહિક તાકાતથી સંપન્ને દેશોને પછાડ્યા

પીએમ મોદીએ લખ્યું, ‘તમે સાબિત કર્યું છે કે ભારતીયોની સામૂહિક શક્તિ અને તાકાત વિશ્વના અન્ય શક્તિશાળી અને સમૃદ્ધ દેશો કરતાં ઘણી આગળ છે. આટલા મોટા સંકટ સમયમાં એવો બિલકુલ દાવો કરી શકાય નહીં કે કોઈને અસુવિધા કે પરેશાની ના થઇ હોય. નાના ઉદ્યોગોમાં કામ કરતા આપણા કામદારો, પ્રવાસી મજૂરો, મિસ્ત્રી અને કામદારોની સાથે જ હૉકર્સ અને અન્ય દેશવાસીઓને અસાધારણ વેદના સહન કરવી પડી છે. ‘

24 કલાક 365 દિવસ નિર્ણયો પર કામ કર્યું

પીએમ મોદીએ તેમની સરકારની કામગીરીની વિસ્તૃત માહિતી પણ આપી છે. તેમણે કહ્યું, ‘રાષ્ટ્રીય હિતમાં લેવામાં આવેલા ઐતિહાસિક પગલાં અને નિર્ણયો વિશે આ પત્રમાં માહિતી આપવું બહુ વધારે થશે. પરંતુ હું એ ચોક્કસ કહી શકું છું કે આ વર્ષના દરેક દિવસે મારી સરકારે ચોવીસ કલાક પૂરી તાકાત અને જોશની સાથે નિર્ણયોને લાગૂ કર્યા છે.

રામ મંદિર, ટ્રિપલ તલાક કાયદો, 370 દૂર કરવાનો ઉલ્લેખ

પીએમ મોદીએ સર્જિકલ અને એર સ્ટ્રાઇક જેવા પાકિસ્તાન વિરુદ્ધ કરવામાં આવેલી કાર્યવાહી અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. આ સાથે તેમણે સુપ્રીમ કોર્ટના રામ મંદિર અને નાગરિકતા સંશોધન કાયદાનો ઉલ્લેખ કર્યો હતો. પીએમએ કહ્યું કે રામ મંદિર અંગેના સર્વાનુમતે ચુકાદાને લીધે સદીઓથી ચાલી રહેલી ચર્ચાનું સૌહાર્દપૂર્ણ સમાપન થયું છે. ટ્રિપલ તલાકને બર્બર પ્રથા ગણાવી પીએમ એ એમ પણ કહ્યું હતું કે ગયા વર્ષે તે ગેરકાયદેસર હતું. જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 37૦ ની જોગવાઈઓને હટાવા અંગે પત્રમાં કહ્યું કે “આનાથી રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાની ભાવના મજબૂત થઈ છે”.

ભારતનું કદ ઝડપથી વધ્યું છે

પીએમ મોદીએ પત્રમાં કહ્યું કે લોકોએ તેમને સતત બીજી વાર એટલા માટે તક આપી કે જનતા પ્રથમ દાવમાં કરવામાં આવેલા કામોને મજબૂતીનો આધાર આપવા માંગતી હતી. પીએમએ લખ્યું કે, ‘2014 અને 2019 ની વચ્ચે ભારતમાં ઝડપથી વિકાસ થયો છે. ગરીબોના ઉત્થાનનું કામ કરવામાં આવ્યું છે. દેશે આર્થિક સમાવેશના રૂપમાં મફત ગેસ, વીજળી જોડાણ, સંપૂર્ણ સ્વચ્છતા ઉપરાંત દરેકને ઘર પૂરું પાડવાની દિશામાં કામ થયું છે.

2019 માં ભારતે એક નવા સપના માટે મત આપ્યો

પીએમએ લખ્યું કે ભારતે સર્જિકલ સ્ટ્રાઈક અને એર સ્ટ્રાઇક દ્વારા પોતાની શક્તિનું પ્રદર્શન કર્યું છે. પીએમ મોદીએ કહ્યું છે કે આની સાથે વન રેન્ક વન પેન્શન (ઓઆરઓપી), વન નેશન વન ટેક્સ (જીએસટી) અને ખેડૂતો માટે વાજબી ટેકાના ભાવ જેવી પેન્ડિંગ માંગણીઓ પણ પૂર્ણ કરવામાં આવી છે. 2019 ની ચૂંટણીનો ઉલ્લેખ કરતા વડા પ્રધાને કહ્યું કે, ‘2019 માં ભારતની જનતાએ માત્ર સ્થિરતા માટે મત આપ્યો ન હતો. દેશવાસીઓએ ભારતને નવી ઉંચાઇ પર લઈ જવાના સપના સાથે ભારતને વૈશ્વિક નેતા બનાવવા માટે પણ મત આપ્યો.

કોરોના જંગમાં ભારતે દુનિયાની વિચારસરણી બદલી

કોરોના વિરુદ્ધ ભારતનાં જંગનો ઉલ્લેખ કરતાં વડા પ્રધાને કહ્યું કે એકબાજુ જ્યાં મોટા આર્થિક સંસાધનો અને કાર્યક્ષમ હેલ્થકેર સિસ્ટમવાળી તાકાતો હતી, તો બીજી તરફ આપણા દેશમાં મોટી વસતી અને મર્યાદિત સંસાધનની મુશ્કેલીઓ હતી. ઘણા બધા લોકોને ડર હતો કે એકવકત કોરોનાની ઝપટમાં આવ્યા બાદ ભારત દુનિયા માટે સમસ્યા બની જશે. પરંતુ તમે દુનિયાની આ વિચારસરણીને બદલી નાંખી.

ધૈર્ય બનાવી રાખો, સામૂહિક પ્રયાસોથી જીત મળશે

પીએમ મોદીએ કહ્યું, ‘આપણે એ વાતનું ધ્યાન રાખવું પડશે જે અસુવિધા આપણે ઝીલી રહ્યા છીએ, તે કોઈ આપત્તિમાં ન ફેરવાય. તેથી દરેક ભારતીય માટે નિયમો અને માર્ગદર્શિકાનું પાલન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. દેશ એ અત્યાર સુધી ધૈર્ય બતાવ્યું છે અને તેને આગળ પણ જાળવી રાખવું જોઈએ. આ સૌથી મોટું કારણ છે કે ભારત આજે બીજા ઘણા દેશો કરતા વધુ સુરક્ષિત છે. તે એક લાંબી લડાઇ છે પરંતુ આપણે વિજયના માર્ગ પર આગળ વધવાનું શરૂ કર્યું છે અને આ વિજય આપણા સામૂહિક પ્રયાસોથી પ્રાપ્ત થશે.

ભારત અર્થવ્યવસ્થામાં પણ વિશ્વને આશ્ચર્યચકિત કરશે, તે પ્રેરણારૂપ બનશે

**EDS: VIDEO GRAB** New Delhi: Prime Minister Modi interacts with citizens of Varanasi amid nationwide lockdown, in the wake of coronavirus outbreak, via video conferencing, in New Delhi, Wednesday, March 25, 2020. (DD NEWS/PTI Photo)(PTI25-03-2020_000221B)

દુનિયાભરમાં અર્થવ્યવસ્થા પર ચાલી રહેલી ચર્ચા અંગે વડા પ્રધાને કહ્યું, ‘મને વિશ્વાસ છે કે અર્થતંત્ર કોરોનાથી કેવી રીતે બહાર નીકળશે, તેના માટે ભારત એક ઉદાહરણ બનશે. અર્થતંત્રના ક્ષેત્રે 130 કરોડ ભારતીયો માત્ર વિશ્વને આશ્ચર્યચકિત જ કરશે નહીં પરંતુ તે એક પ્રેરણા પણ બનશે. અત્યારે સૌથી મોટી જરૂરિયાત આત્મનિર્ભર બનવાનું છે. આ દિશામાં તાજેતરમાં જ આપવામાં આવેલું 20 લાખ કરોડનું આર્થિક પેકેજ એક મોટું પગલું છે.

Video

માસ્ક વિનાં દેખાયાં અમદાવાદનાં મેયર, પબ્લિકે પૂછ્યું આમને રુ. 200નો દંડ થશે કે નહીં?


Source: iamgujarat.com

Related posts

કોરોનાઃ હળદર અને આદુમાંથી દવા બનાવીને લાખોની કમાણી કરી રહ્યા છે ખેડૂતો

Amreli Live

ચીનની દાદાગીરી રોકવા માટે અમેરિકા એશિયામાં લાવશે પોતાનું સૈન્ય

Amreli Live

કોરોના: પ્લાઝમાથી સાજા થનારાની સંખ્યા સાવ નગણ્ય, ડોનેટ કરવામાં રસ પણ ઘટ્યો

Amreli Live

વ્હોટ્સએપ હવે બન્યું વધુ મજેદાર, નવું ફીચર જોયું?

Amreli Live

આજે ગ્રહણ સમયે મનોકામના પ્રમાણે કરો આ ચોપાઈનો જાપ, મળશે પરિણામ

Amreli Live

અમદાવાદઃ શાહપુરમાં બાળકો દ્વારા નાની રથયાત્રા કાઢવામાં આવી

Amreli Live

24 જૂન જન્મદિવસ રાશિફળ: જાણો, કેવું રહેશે આપનું આગામી એક વર્ષ

Amreli Live

ન પૈસા હતા, ન પગપાળા જવાની હિમ્મત, લોકોની મદદથી પ્લેનમાં મુસાફરી કરી, ઘરે પહોંચતા જ કર્યું આ કામ તમે વિચારી પણ નહીં શકો.

Amreli Live

રાજસ્થાનમાં બનશે દુનિયાનું ત્રીજું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ, જાણો કેટલી હશે ક્ષમતા

Amreli Live

ભારત-ચીન સીમા વિવાદઃ દેશની સુરક્ષા પર 72%થી વધુ લોકોને PM મોદી પર વિશ્વાસ

Amreli Live

10 દિવસ હોસ્પિટલમાં રહી ઘરે આવી મોહિના કુમારી, પરંતુ હજુય મટ્યો નથી કોરોના

Amreli Live

ASIનું કોરોનાના કારણે નિધન, 22નો ટેસ્ટ પોઝિટિવ આવતા આ શહેરના પોલીસ બેડામાં ખળભળાટ

Amreli Live

ઘરેથી કામ કરતી વખતે રશ્મિ દેસાઈએ કર્યો જબરો જુગાડ, હસીને લોટપોટ થયા ફેન્સ

Amreli Live

ખૂબ જ લાગણીશીલ હતો સુશાંત, વૃદ્ધાશ્રમનો આ વિડીયો જોઈ નહીં રોકી શકો આંસુ

Amreli Live

બોલો, મોબાઈલ ફોન ચાઈનાનો હશે તો રિપેરિંગમાં ડબલ રુપિયા ચૂકવવા પડશે

Amreli Live

23 જૂન, 2020નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

દિલ્હીની તમામ સ્ટેટ યુનિવર્સિટીઓમાં સરકારે પરીક્ષા રદ કરી

Amreli Live

દેશના આ રાજ્યએ 31 જૂલાઈ સુધી લોકડાઉન લંબાવ્યું

Amreli Live

લદ્દાખ પહોંચેલા PM મોદીએ ઘાયલ સૈનિકોની લીધી મુલાકાત

Amreli Live

વિધુ વિનોદ ચોપરાના કારણે મેં આત્મહત્યાનું પગલું ભરી લીધું હોત: ચેનત ભગત

Amreli Live

સરહદ પર દેશની રક્ષા કરી રહેલા જવાને બરફની કેક કાપીને બર્થ-ડે ઉજવ્યો

Amreli Live