25.9 C
Amreli
08/08/2020
મસ્તીની મોજ

OTT ની દુનિયામાં બાદશાહ કહેવાય છે આ 7 સ્ટાર, જયારે બોલિવૂડમાં હતા નિષ્ફળ સ્ટાર્સ

ફિલ્મી પડદાના 7 સ્ટાર્સ જેને નીચા ગણવામાં આવ્યા, જે આજે OTT દુનિયામાં છે અસલી બાદશાહ

ઓટીટી પ્લેટફોર્મથી ઘણા કલાકારોના નસીબ બદલાઈ ગયા છે. ટીવી-ફિલ્મો ઉપરાંત તે વેબ સિરીઝમાં ભાગ લઇને ખ્યાતી મેળવી રહ્યા છે, એવા ઘણા કલાકારો છે, જેઓ વર્ષોથી તેમની ફિલ્મી કારકિર્દીમાં સાઇડ અથવા સપોર્ટિંગ રોલ પૂરતા જ મર્યાદિત રહ્યા છે. પરંતુ હવે તેમને વેબ સિરીઝમાં મુખ્ય અથવા મોટી ભૂમિકા નિભાવવાની તક મળી રહી છે. ભૂમિકામાં વિવિધતા મેળવવાની સાથે સાથે તેમને પોતાને સાબિત કરવાની તક પણ મળી છે. જાણો છો ફિલ્મોના આવા જ અન્ડરરેટેડ કલાકારો વિશે જે ઓટીટી પ્લેટફોર્મ ઉપર છવાઈ ગયા છે.

જિમ્મી શેરગિલ

જિમ્મી શેરગિલ એક એવો અભિનેતા છે, જેના અભિનય ઉપર કોઈને શંકા નથી. તે એક પ્રતિભાશાળી અભિનેતા છે પરંતુ તેમને એ ઓળખ ન મળી જેના માટે તે લાયકાત ધરાવતા હતા. તેમની વેબ સિરીઝ ‘યોર ઓનર’ તાજેતરમાં જ રિલીઝ થઈ છે. તેમાં તે ન્યાયાધીશની ભૂમિકામાં છે. જિમ્મીના કામને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે. તે પહેલા જિમ્મી વેબ સિરીઝ ‘રંગબાઝ’માં ફરી વખત જોવા મળ્યો હતો. 1996 થી કારકિર્દીની શરૂઆત કરનારા જિમ્મીએ એકથી એક ચડીયાતી ભૂમિકાઓ ભજવી છે.

જયદિપ અહલાવત

વેબ સીરીઝ ‘પાતાલ લોક’માં અભિનેતા જયદિપ અહલાવત મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યો હતો. જયદીપ આ શોથી રાતોરાત લાઇમલાઇટમાં આવી ગયો. જોકે જયદીપ વર્ષોથી ફિલ્મોમાં કામ કરી રહ્યો છે. તેમણે ઘણી મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી છે. પરંતુ ‘પાતાલ લોક’ થી જયદીપની કારકિર્દીને યુ-ટર્ન મળ્યો.

સુમિત વ્યાસ

સુમિત વ્યાસે આમ તો ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. સુમિતના અભિનયને પસંદ પણ કરવામાં આવ્યો હતો પરંતુ મુખ્ય હીરોની હાજરીમાં સુમિત ક્યાંક ગુમ થઈ જતો હતો. પરંતુ વેબ સિરીઝે સુમિતની કારકિર્દીને નવી દિશા આપી છે. તે પરમેનન્ટ રૂમમેટ્સ, બેંગ બાજા બારાત, ટીવીએફ ટ્રિપલિંગ, રિજેક્ટ એક્સ, પરછાઇ, ધ વરડીક્ટમાં જોવા મળ્યો.

સયાની ગુપ્તા

ઘણી બોલિવૂડ ફિલ્મોમાં નાની ભૂમિકાઓમાં જોવા મળેલી સયાની ગુપ્તાની કારકિર્દીને વેબ સિરીઝે મોટી તક આપી હતી. જેમાં સૌથી વધુ લોકપ્રિય ‘4 મોર શોટ્સ’ છે. આ સિવાય સયાની કૌશિકી ઈંસાઇડ એજમાં જોવા મળી છે. તે જી 5 ની ઓરીજીનલ રીલીઝ પોશમ પા, નેટફ્લિક્સની ફિલ્મ એક્ઝોનમાં જોવા મળી છે.

અભિષેક બેનર્જી

પાતાલ લોકના હથોડા ત્યાગી એટલે અભિષેક બેનર્જીને કોણ નથી ઓળખતું. પાતાલ લોકના ભયાનક ખલનાયકની ભૂમિકામાં જોવા મળેલા અભિષેકે આ શોને લોકપ્રિય બનાવ્યો. આ પહેલા તેણે ઘણી ફિલ્મોમાં નાની મોટી રમૂજી ભૂમિકાઓ કરી હતી. પરંતુ પાતાલ લોકે તેના અભિનય ધોરણથી લોકોને જાગૃત કર્યા. અભિષેક મિર્ઝાપુર 2 માં મહત્વની ભૂમિકામાં જોવા મળશે. તે વેબ સિરીઝ કાલી 2, ટાઇપરાઇટર, મિરઝાપુરમાં મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળ્યો છે. જોકે તે મુખ્ય ભૂમિકામાં નહોતો, પરંતુ તેમનું પાત્ર મહત્વનું હતું.

જતીન સરના

જતિન સરનાની કદાચ પહેલાં ભલે કોઈએ નોંધ ન લીધી હોય. પરંતુ વેબ સિરીઝ સેક્રેડ ગેમ્સમાં કામ કર્યા પછી, તે લોકપ્રિય થઇ ગયો. આમાં તેણે બંટીની ભૂમિકા ભજવી હતી. જોકે તે મુખ્ય એક્ટર ન હતો. તેમ છતાં તેમના નામની ચર્ચા થઈ. સેક્રેડ ગેમ્સ પછી તે ઘણી વેબ સિરીઝમાં જોવા મળ્યો.

શ્વેતા ત્રિપાઠી

અભિનેત્રી શ્વેતા ત્રિપાઠીને ફિલ્મ ‘મસાન’થી લોકપ્રિયતા મળી હતી. ત્યાર પછી તે ઘણી ફિલ્મોમાં જોવા મળી હતી. પરંતુ વેબ સિરીઝ મિર્ઝાપુરે તેની કારકિર્દીમાં ચાર ચાંદ લગાવી દીધા. ત્યાર પછી તે મેડ ઇન હેવન, ટીવીએફ ટ્રિપલિંગ અને લાખો મે એક જેવી વેબ સિરીઝમાં જોવા મળી હતી.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

રામ સંજ્ઞાના રૂપમાં ભારતીય રાષ્ટ્રના હીરો છે અને વિશેષણના રૂપમાં છે મનપસંદ આદર્શ.

Amreli Live

35 હજાર ભારતીય સિપાહીઓની પૂર્વી લદ્દાખમાં ભયાનક ઠંડીમાં પણ થશે પોસ્ટિંગ.

Amreli Live

શ્રી સિદ્ધિવિનાયક ગણપતિ મંદિર ટ્રસ્ટ ઉઠાવશે શહિદ સુનિલ કાલેના બાળકોના શિક્ષણનો ખર્ચ

Amreli Live

રાક્ષસો ભગવાન શિવ પાસેથી છીનવી લેવા માંગતા હતા તેમનું ઘર કૈલાશ, પણ આ કારણે પ્રાપ્ત નહિ થયો વિજય

Amreli Live

અયોધ્યા રામ મંદિર : મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી જેવા મોટા ઉદ્યોગપતિ પણ ભૂમિ પૂજનમાં જોડાશે.

Amreli Live

પૂજાને બહાને સુશાંતના એકાઉન્ટ માંથી કાઢ્યા લાખ્ખો રૂપિયા, રિયાએ કર્યો સુશાંત પર કાળો જાદુ.

Amreli Live

શુક્રવારે ખુલશે આ 5 રાશિવાળા લોકોના નસીબના તાળા, જાણો તમારી રાશિ એમાં છે કે નથી.

Amreli Live

આ એકદમ સરળ રીતે બનાવો રતલામી સેવના મસાલા લચ્છા પરોઠા, સ્વાદ એવો કે તેના દીવાના થઈ જશો.

Amreli Live

ફળ વેચવા મજબુર થઈ આ PHD હોલ્ડર મહિલા, કડકડાટ અંગ્રેજી બોલીને જણાવ્યું પોતાનું દુઃખ.

Amreli Live

કર્ક રાશિ વાળા ધન સંચયની બાબતમાં આજે થશે સફળ, સિંહ રાશિવાળાના પુરા થશે કામ.

Amreli Live

ATM માંથી પૈસા ઊપડતાં પહેલા આ રીતે કાર્ડ ક્લોનિગથી રહો સાવચેત, નહિ તો થશે મોટું નુકશાન.

Amreli Live

આ 4 રાશિના લોકો પર પડશે ચંદ્ર ગ્રહણ ની સૌથો ખરાબ અસર, પ્રભાવથી બચવા માટે કરો આ કામ

Amreli Live

આ 4 રાશિના લોકો પર પડશે ચંદ્ર ગ્રહણ ની સૌથો ખરાબ અસર, પ્રભાવથી બચવા માટે કરો આ કામ

Amreli Live

કામાખ્યા દેવી મંદિરમાં મળે છે લાલા વસ્ત્રનો પ્રસાદ, મંદિરના રહસ્ય જાણીને ચકિત થઇ જશો તમે.

Amreli Live

શાકાહારી લોકોમાં જોવા મળતી બી 12 ની ઉણપ જાણો કેવી રીતે દુર કરી શકાય.

Amreli Live

શનિની વક્ર દ્રષ્ટિથી પીડિત થઈ રહ્યો છે ચંદ્ર, આ કારણે 7 રાશિઓએ સાવચેત રહેવું પડશે

Amreli Live

દુશ્મનોને જડબાતોડ જવાબ આપવા માટે સ્પાઇસ 2000 બોમ ખરીદશે ભારત, પાકના બાલાકોટમાં તેનાથી કરવામાં આવી હતી સર્જીકલ સ્ટ્રાઇક

Amreli Live

11 લાખ રૂપિયાનો કરાર કરીને પડોશીને સોંપી પત્ની, આ રીતે થયો પતિના કાંડનો ખુલાસો.

Amreli Live

જોક્સ : પતિ સવાર-સવારમાં પોતાના સાસરિયે પહુંચી ગયો, સસરા : આવો જમાઈ , આજે અચાનક સવાર-સવારમાં કેમ આવવાનું થયું?

Amreli Live

પિતાની બીકથી મીના કુમારીએ 2 કલાકમાં કર્યા હતા લગ્ન, ટક્યો નહિ સંબંધ

Amreli Live

તમારા સુંદર ચહેરાની રોનક બગડી રહેલા આ ખીલ ને તમે આ 5 ઘરેલું ઉપાય દ્વારા સંપૂર્ણ દુર કરી શકો છો.

Amreli Live