25.4 C
Amreli
14/08/2020
કલેક્ટર ઓફિસ

MLA છોટુ વસાવાને લાગી રહ્યો છે એન્કાઉન્ટર થવાનો ભય? રાષ્ટ્રપતિને પત્ર લખી માગી સિક્યુરિટી

અમદાવાદ: ગુજરાતમાં રાજ્યસભા ચૂંટણીમાં વોટ કરવાથી દૂર રહ્યા બાદ હવે ભારતીય ટ્રાઈબલ પાર્ટી (BTP)ના ધારાસભ્ય છોટુ વસાવા અને તેમના પુત્ર મહેશ વસાવાએ ‘પોતાના જીવને જોખમ’ હોવાનું કહી સિક્યુરિટી માગી છે અને રાષ્ટ્રપતિને પત્ર લખ્યો છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: https://t.me/iamgujaratofficial

છોટુ વસાવા BTPના સ્થાપક છે અને નર્મદા જિલ્લાની દેદિયાપાડા વિધાનસભા બેઠકથી ધારાસભ્ય પદે ચૂંટાયેલા તેમના પુત્ર પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ છે. આ પક્ષના 182 બેઠકોની ગુજરાત વિધાનસભામાં બે ધારાસભ્યો છે.

ભરૂચ જિલ્લાના ઝઘડિયાથી ચૂંટાયેલા છોટુ વસાવાએ કોઈનું નામ લીધા વિના આશંકા વ્યક્ત કરી કે, તેઓ ભાજપ શાસિત રાજ્યમા વિરોધ પક્ષમાં છે અને આદિવાસીઓના હક માટે લડી રહ્યા છીએ એટલે તેમના ‘જીવને જોખમ છે’.

24 જૂને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને લખેલા પત્રમાં છોટુ વસાવાએ લખ્યું છે કે, ‘સામંતશાહી’ માનસિકતા ધરાવતા લોકો નાગરિકોમાં ભાગલા પાડવાનું કામ કરી રહ્યા છે અને સમાજને અસ્થિરતા તરફ લઈ જઈ રહ્યા છે. તેમણે પત્રમાં લખ્યું છે કે, ‘ગુજરાત સરકારે પોલીસ અને અસમાજિત તત્વો સાથે મળીને ભૂતકાળમાં નકલી એન્કાઉન્ટર કરાવ્યા છે અને તેવું ભવિષ્યમાં પણ થઈ શકે છે.’ તેમણે કહ્યું કે, તેઓ અમને તેમના પુત્ર આદિવાસીઓને નજરઅંદાજ કરવામાં આવી રહ્યાની બાબત પ્રત્યે ધ્યાન દોરવા રાજ્યસભાની ચૂંટણીમાં વોટિંગથી દૂર રહ્યા હતા.

તેમણે પત્રમાં લખ્યું છે કે, ‘આદિવાસીઓના કલ્યાણ માટેના બંધારણના શિડ્યુલ-5નો અમલ ન થવાના વિરોધમાં અમે રાજ્યસભામાં વોટિંગથી દૂર રહ્યા હતા… અમારા પર હુમલો થવાની શક્યતા છે, અમને શક્ય તેટલી જલદી સિક્યુરિટી આપવી જરૂરી છે.’

છોટુ વસાવા અને મહેશ વસાવાએ રાજ્યસભાની ચૂંટણીમાં વોટિંગથી દૂર રહ્યા હતા. તેમણે કહ્યું હતું કે, તેઓ તેને જ વોટ આપશે જે આદિવાસીઓના કલ્યાણ માટેના બંધારણના શિડ્યુલ-5નો અમલ કરવાી લેખિતમાં ખાતરી આપશે. ભાજપ અને કોંગ્રેસ બંનેને આ પિતા-પુત્રનો વોટ મળવાનો વિશ્વાસ હતો, પરંતુ તેઓએ વોટિંગ કર્યું ન હતું.

ગુજરાતમાં રાજ્યસભાની 4 બેઠકોમાંથી 3 ભાજપ અને 1 કોંગ્રેસે જીતી છે.


Source: iamgujarat.com

Related posts

સોનુ સુદના મોબાઈલની સ્ક્રીનનો આ વિડીયો આપણી સિસ્ટમને લગાવતો તમાચો છે.

Amreli Live

કોપરેલ તેલમાં આ એક વસ્તુ મિક્સ કરીને વાળમાં લગાવો, વાળ લાંબા અને મજબૂત થશે

Amreli Live

આખી રાત વાળમાં આટલું લગાવીને રાખો, સવારે વોશ કર્યા બાદ જુઓ કમાલ

Amreli Live

ચીનની ડબલ ગેમઃ એક તરફ શાંતિની વાત અને બીજી તરફ ખોલી રહ્યું છે નવા મોરચા

Amreli Live

હ્રદયને સ્વસ્થ રાખવા માટે રોજ કરો આ 3 આસનો

Amreli Live

દેડકા બાદ પીળા રંગના કાચબાએ કુતૂહલ સર્જ્યું, હોય છે એકદમ ખાસ

Amreli Live

અમદાવાદ: પોસ્ટ વિભાગના 10 કર્મચારી કોરોનાની ઝપેટમાં, 31 ઓફિસ 15 દિવસ બંધ

Amreli Live

IPLના ઈતિહાસમાં સૌથી વધારે કેચ પકડનારો ખેલાડી કોણ છે?

Amreli Live

લોકડાઉન 4.0ના છેલ્લા દિવસે રેકોર્ડબ્રેક 8,237 નવા કેસ, વિશ્વમાં આઠમા નંબરે પહોંચ્યું ભારત

Amreli Live

મિત્ર સિંધિયાને મળ્યા પાયલટ, રાજસ્થાનની ગેહલોત સરકારનું બચવું મુશ્કેલ!

Amreli Live

અમરેલી જિલ્લામાં સિવિલ હોસ્પિટલમાં 100 બેડની વ્યવસ્થા કરાઈ

Amreli Live

દેશમાં એક દિવસમાં કોરોનાના 46,221 કેસ નોંધાયા, મૃત્યુઆંક 30,000ની નજીક

Amreli Live

નેપોટિઝમ પર બોલી સ્વર્ગસ્થ એક્ટરની વિધવા, શાહરુખ-કરણ પર લગાવ્યા આવા આરોપ

Amreli Live

જુનાગઢ: કોરોનાને અટકાવવા આ સ્થળો પર લોકોની અવર-જવર પર પ્રતિબંધ મૂકાયો

Amreli Live

દેશભક્તિની ફિલ્મ પ્રોડ્યુસ કરવાનો હતો સુશાંત, પોસ્ટર શેર કરીને ફ્રેન્ડે કહ્યું- ‘તારું સપનું હું પૂરું કરીશ’

Amreli Live

ISROના મંગળયાને મંગળના સૌથી મોટા ચંદ્રની તસવીર લીધી

Amreli Live

મુંબઈ: સોશિયલ ડિસ્ટન્સિંગની ઐસી કી તૈસી, માસ્ક વિના જ નીકળ્યો વરઘોડો

Amreli Live

કોરોનાના કારણે ક્રિકેટમાં આવ્યો આ નવો નિયમ, તેનો ભંગ કરનાર પ્રથમ ખેલાડી બન્યો સિબ્લી

Amreli Live

ઘોર કળિયુગ! વડોદરામાં મા-બાપે 17 વર્ષની પ્રેગ્નેટ છોકરીને ₹50 હજારમાં વેચી દીધી

Amreli Live

સ્વદેશી કોરોના રસી Covaxin પર આજથી ટ્રાયલ શરુ, AIIMSમાં 100 લોકોને અપાશે ડોઝ

Amreli Live

કાનપુર એન્કાઉન્ટરઃ 8 પોલીસકર્મીની હત્યા કરનાર ગેંગસ્ટર વિકાસ દુબે ઉજ્જૈનથી પકડાયો

Amreli Live