30.5 C
Amreli
19/09/2020
bhaskar-news

MLA ખેડાવાલાના પરિવારના 5 પાંચ સભ્યો, AMCના આસિ.કમિ. અને LG હોસ્પિ. આસિસ્ટન્ટ પ્રોફેસરને કોરોના



કોરોનાનું હોટસ્પોટ બનેલા અમદાવાદમાં આજે વધુ 42 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે શહેરમાં કોરોનાના કુલ દર્દીલ 492 થયા છે. જ્યારે 17ના મોત અને 17 લોકો સાજા થયા છે.

આજે પોલીસ કર્મી અને AMCના આસિસ્ટન્ટ કમિશનરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે અને દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમારનો રિપોર્ટ પેન્ડીગ છે.જમાલપુર-ખાડીયાના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમના પરિવાર અને કાર્યકરોના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંપરિવારના 5 સભ્યો પોઝિટિવ આવ્યા છે. ઇમરાનના પરિવારમાં પોઝિટિવ આવેલા સભ્યોમાં તેમના ભાઈ, ભાભી, બે ભત્રીજી તથા ભત્રીજાની પત્નીનો સમાવેશ થાય છે. તમામને SVP હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે.

ધારાસભ્ય શૈલેષ પરમાર અને અન્ય કાર્યકરો જેઓ તેમની સાથે હતા તેમનો રિપોર્ટ હજી પેન્ડિંગ છે.

કોર્પોરેશનના એક અધિકારી અને એક કર્મચારીને કોરોના

શહેરની કોરોનાની સ્થિતિ અંગે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ જણાવ્યું કે,કોર્પોરેશનના એક અધિકારી અને એક કર્મચારીને કોરોના થયો છે. સ્થિતિ વધુ ગંભીર થઈ રહી છે. એલ.જી. હોસ્પિટલના પ્રોફેસર સહિત 4ને કોરોનાખાનગી લેબમાં હવે રૂ.2 હજારમાં ટેસ્ટ થશે.

કરફ્યુ છતાં 13 ચેકપોસ્ટમાંથી 21000 લોકો બહાર નીકળ્યાંઃ AMC કમિશનર

મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ આગળ જણાવ્યું કે, હોટસ્પોટ વિસ્તારોમાં કેસ વધી રહ્યા છે. શહેરમાં 24 કલાકમાં 42 કેસ નોંધાયા છે. કોટ વિસ્તારમાં કરફ્યુ છતાં 13 ચેકપોસ્ટમાંથી 21000 લોકો બહાર નીકળ્યાં છે. ગ્યાસુદ્દીન શેખનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે જ્યારે શૈલેષ પરમારનો રિપોર્ટ પેન્ડિગ છે. હવે જેઓમાં લક્ષણ નથી એમના ટેસ્ટ પોઝિટિવ આવી રહ્યા છે. કરફ્યુ મુક્તિ દરમિયાન મોટી સંખ્યામાં બહેનો બહાર નીકળ્યા હતા. જે યોગ્ય નથી. બહુ જરૂરી હોય તો જ બહાર નીકળવું.

AMCના આસિ.કમિ.નો કોરોના રિપોર્ટ પોઝિટિવ, હેલ્થ સ્ટાફને પણ મળ્યા હતા

આજે બોપલમાં રહેતા AMCના આસિસ્ટન્ટ કમિશનર અને વધુ એક પોલીસ કર્મીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.AMCના આસિસ્ટન્ટ કમિશનરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાથીસાથી અધિકારી-કર્મચારીઓમા પણ ચેપની આશંકાછે.તેમજ 15 એપ્રિલે મળેલી ઝોનની મીટિંગમાં અસરગ્રસ્ત અધિકારી હાજર હતા. ઉત્તર પશ્ચિમ ઝોનના 4 વોર્ડનો હેલ્થ સ્ટાફ પણ હતો. આ મીટિંગમાં હાજરરહેલાતમામને ક્વોરન્ટીન અને ટેસ્ટ કરાવવામાં તેવી શક્યતા છે. જેને પગલે 31 અધિકારીઓના નમૂના લેવામાં આવ્યા છે.

AMCના એપિડેમિક વિભાગના એક ઓપરેટરને કોરોના ટેસ્ટ પોઝિટિવ

મ્યુનિસિપલ કોર્પોરેશનના એપિડેમિક વિભાગના એક ઓપરેટરને કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. ડેપ્યુટી હેલ્થ ઓફિસર અને એપેડેમીક વિભાગમાં ફરજ બજાવતાં કર્મચારીઓને નવરંગપુરા સ્પોર્ટ્સ કલબમાં ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. એપેડેમીક વિભાગની ટીમ હવે ક્વોરન્ટીન દરમ્યાન ત્યાંથી જ કામ કરશે.

79 કેસમાંથી મોટાભાગના દર્દીઓમાં કોઈ લક્ષણો નહીં

બુધવારે નોંધાયેલા 80 કેસમાંથી 79 કેસ મ્યુનિ.એ ઘરે ઘરે જઈને લીધેલા સેમ્પલમાંથી મળ્યા છે. મોટાભાગના તમામને કોરોનાના કોઈ ગંભીર લક્ષણો નથી પરંતુ તેમના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. સતત બીજા દિવસે રાજ્ય સરકારે જાહેર કરેલી યાદીમાં દાણીલીમડાના સફી મંજિલના 6 નામ સહિત 10 નામ રીપિટ જાહેર કરાયા છે. જો કે, જે પોઝિટિવ દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે તેમના સમયાંતરે રિપોર્ટ લેવાય છે. જેથી તે પણ ફરી વખત જાહેર કરી દેવાય છે.
સ્લમ વિસ્તારમાં પણ પગપેસારો
ગુલબાઈ ટેકરાના સ્લમ વિસ્તારમાં ચેપ પ્રસરતા મ્યુનિ. હેલ્થ વિભાગમાં દોડધામ મચી છે. અહીં પહેલા એક કેસ પોઝિટિવ મળ્યો હતો. ત્યારબાદ મ્યુનિ.એ સરવે હાથ ધર્યો હતો. જેમાં બુધવારે વધુ 6 પોઝિટિવ કેસ મળ્યા છે. જેને પગલે આ વિસ્તારને ક્લસ્ટર ક્વોરન્ટાઈન કરવાનો નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે જમાલપુરની દૂધવાળી ચાલીમાં એક સાથે 11 કેસ પોઝિટિવ મળી આવ્યા છે. એક દર્દીએ ખાનગી લેબોરેટરીમાં પોતાનો ટેસ્ટ કરાવતા પોઝિટિવ આવ્યો હતો અને ત્યારબાદ તે જાતે હોસ્પિટલમાં દાખલ થયો હોવાનું જાણવા મળ્યું છે.
સરકારની યાદીમાં ગોટાળો
અમદાવાદમાં બુધવારે કોરોનાના વધુ નવા 88 પોઝિટિવ કેસ નોંધાયા હોવાનું સરકારે જાહેર કર્યું હતું. જો કે, આ યાદીમાં ગોટાળો હતો અને 10 જૂના નામો રીપિટ કરાયા હતાં. વટવા, આસ્ટોડિયા અને બહેરામપુરાની ત્રણ મહિલાઓના પણ બુધવારે મૃત્યુ થયા હતા. આ સાથે કુલ મૃત્યુઆંક 16 પર પહોંચ્યો છે. મોટાભાગના તમામ ‘હોટ સ્પોટ’ ગણાતા મધ્ય ઝોન અને દક્ષિણ ઝોનના નોંધાયા છે. જો કે, પશ્ચિમ ઝોનમાં ગુલબાઈ ટેકરાની ચાલી વિસ્તામાં વધુ 6 કેસ મળી આવતાં સમગ્ર વિસ્તારને ક્લસ્ટર ક્વોરન્ટાઈન કરવાની કામગીરી મોડી રાત્રે શરૂ કરાઈ હતી. બુધવારે નોંધાયેલા 80 કેસમાંથી 30 કેસ જુદી જુદી ચાલીમાંથી મળી આવ્યા છે. જ્યારે ચાંગોદર, સરખેજ અને બારેજા સુધી ચેપ પ્રસરતા આ વિસ્તારના ત્રણ કેસ નોંધાયા છે. કાલુપુરના એક જ પરિવારના 8 સભ્યો કોરોનાની ઝપેટમાં આવ્યા છે. જેમાં 7-7 વર્ષની બે બાળકીનો પણ સમાવેશ થાય છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Corona Ahmedabad Live hotspot wall area and danilimda curfew second day AMC taken samples in 79 out of 80 cases positive with no serious coronary symptoms


Corona Ahmedabad Live hotspot wall area and danilimda curfew second day AMC taken samples in 79 out of 80 cases positive with no serious coronary symptoms

Related posts

શાહે કહ્યું- રાજ્યમાં પરિવર્તન લાવવા માટે પાંચ વર્ષમાં 100થી વધુ કાર્યકર્તાઓએ પ્રાણની આહુતિ આપી છે, તેમનું બલિદાન એળે નહિ જાય

Amreli Live

ધારાસભ્ય પૂર્ણેશ મોદીના મોટા ભાઈ દિપક મોદીનું નિધન, વધુ 271 કેસ સાથે પોઝિટિવની સંખ્યા 13,379 થઈ, 10 મોત સાથે મૃત્યુઆંક 586 પર પહોંચ્યો

Amreli Live

PM મોદીએ રોજગાર અભિયાનનો પ્રારંભ કરી કહ્યું, ખબર નહીં કોરોનાથી ક્યારે છૂટકારો મળશે, બસ સોશિયલ ડિસટન્સીંગનું ધ્યાન રાખો

Amreli Live

માનસરોવરની યાત્રાની કમાન ચીનના હાથમાં છે, રોડ બનવાથી આપણને માત્ર સગવડતા રહેશે

Amreli Live

અત્યાર સુધી 14,707 કેસ- 496 મોતઃ દિલ્હીમાં 63% કેસ જમાતના છે, 23 રાજ્યોમાં જમાતના કારણે આંકડાઓ વધ્યા- સ્વાસ્થ્ય મંત્રાલય

Amreli Live

ક્રિકેટ જગતના બે સિતારાની નિવૃત્તિ,લાલ કિલ્લા પરથી ચીન-પાકિસ્તાનને PMની ચેતવણી,વૈષ્ણો દેવી યાત્રાનો આજથી પ્રારંભ

Amreli Live

વડોદરામાં ભાજપના કોર્પોરેટર કલ્પેશ પટેલે ભાજપની જ મ્યુનિ. સામે વિરોધમાં ભરબજારે લેંઘો ઉતાર્યો

Amreli Live

ગુજરાતમાં મોત 100ની પાર, 24 કલાકમાં ગુજરાતમાં 229 પોઝિટિવ, અમદાવાદમાં સૌથી વધુ 128 કેસ નવા આવ્યાં

Amreli Live

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની સફળ બ્રેન સર્જરી થઇ, અત્યારે વેન્ટિલેટર સપોર્ટ પર

Amreli Live

જંગલેશ્વરમાં 11 દિવસની બાળકી બાદ તેના માતા-પિતાને પણ કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો, આજે નવા 6 કેસ નોંધાયા

Amreli Live

રાહત સાથે ઘણીવાર હું લડી પડતો કે મુશાયરામાં આટલા ખરાબ શર્ટ પહેરીને કેમ આવો છો? કોરોનામાં મને 3-4 દિવસે મારી ખબર પૂછતાં હતા

Amreli Live

કુલ કેસ 3.06 લાખઃસતત ત્રીજા દિવસે 11 હજારથી વધારે કેસ વધ્યા, દિલ્હીમાં 24 કલાકમાં વિક્રમી 2,123 પોઝિટિવ કેસ

Amreli Live

2.87 લાખ કેસઃ કોરોનાની સૌથી વધારે અસર વાળા 7 રાજ્યોમાં રાજસ્થાનનો સૌથી સારો 73.78% રિકવરી રેટ

Amreli Live

કોરોના પોઝિટિવની માહિતી આસપાસના લોકોને મળે એ માટે AMCએ નામ આપવાનું સૌ પ્રથમ શરૂ કર્યું, અચાનક જ બંધ પણ કરી દીધું

Amreli Live

26 યાત્રીની નોકરી જતી રહી હતી, 28 યાત્રીના વિઝા એક્સપાયર થઈ ગયા હતા, ત્રણ લગ્ન માટે ઘરે આવવાના હતા

Amreli Live

કેમિકલ પ્લાન્ટમાં મોડી રાત્રે ફરી ગેસ લીક થયો, 3 કિમી વિસ્તારમાં ગામ ખાલી કરાયા,અત્યાર સુધી 2 બાળકો સહિત 11 મોત

Amreli Live

કુલ સંક્રમિતનો આંક 25 લાખને પાર, કુલ મોત 1.74 લાખ;પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાનનો કોરોના ટેસ્ટ થશે, સ્પેનમાં ઐતિહાસિક બુલ ફાઈટ મોકૂફ

Amreli Live

બોપલમાં વધુ બે કેસ પોઝિટિવ, અમદાવાદ જિલ્લામાં અત્યારસુધી કુલ કેસ 42 થયાં

Amreli Live

છેલ્લા એક મહિનામાં ચીનમાં એકપણ મોત નહીં; ન્યૂઝીલેન્ડમાં ત્રણ દિવસ બાદ નવો કેસ નોંધાયો

Amreli Live

કોરોનાકાળમાં કોઇને ખુશ કરતા પહેલા તમારું વિચારો, કોઇનો પ્રેમ-સન્માન મેળવવા માટે મર્યાદા બહાર જઇને તેમને ખુશ રાખવા જરૂરી નથી

Amreli Live

નોબેલ વિજેતા અર્થશાસ્ત્રીએ કહ્યું-અમેરિકાએ મહામારીનો સામનો ત્રીજી દુનિયાના દેશની જેમ કર્યો

Amreli Live