26.8 C
Amreli
05/08/2020
મસ્તીની મોજ

Jio એ લોન્ચ કર્યો 222 રૂપિયાનો નવો પ્લાન, Disney+Hotstar VIP નું વાર્ષિક સબ્સ્ક્રિપ્સનની સાથે મળશે 15 જીબી ડેટા

Disney+Hotstar VIP નું વાર્ષિક સબ્સ્ક્રિપ્સનની સાથે મળશે 15 જીબી ડેટા, જાણો Jio ના 222 નવા પ્લાનની સંપૂર્ણ વિગત

રિલાયન્સ જિઓએ ડિઝની+ હોટસ્ટાર સર્વિસની સાથે 222 રૂપિયાનું વધુ એક પ્રીપેડ રિચાર્જ પેક લોન્ચ કર્યું છે. આ પેક તે ગ્રાહકો માટે ફાયદાકારક છે, જે પહેલાથી વાર્ષિક પ્લાન લઈ ચુક્યા છે, અને નવા 2599 રૂપિયા વાળા વાર્ષિક પેક અથવા અન્ય પ્લાન સાથે આવનારી ફી ડિઝની+ હોટસ્ટાર સર્વિસનો ફાયદો નથી લઇ શકતા. આ પ્લાનથી રિચાર્જ કરાવ્યા પછી પહેલાથી જ વાર્ષિક પ્લાન લઈ ચૂકેલા યુઝર્સ પણ ડિઝની+ હોટસ્ટાર સર્વિસનો લાભ લઇ શકશે.

222 રૂપિયા વાળા પ્લાનમાં શું શું મળશે?

કંપની આ પ્લાન સાથે જિઓ ડિઝની+ હોટસ્ટાર સર્વિસની વાર્ષિક VIP સભ્યતા સિવાય અમુક અન્ય ફાયદા પણ આપી રહી છે. તેમાં 15 જીબી હાઈ-સ્પીડ ડેટા પણ મળશે, જેની વેલિડિટી યુઝરના હાલના મેઈન પ્લાનની વેલિડિટી ખતમ થવા સુધી રહેશે. જો કે આ પ્લાન દરેકને નથી દેખાઈ રહ્યો, એટલે માનવામાં આવી રહ્યું છે કે, તેને પસંદ કરેલા યુઝર્સ માટે રજુ કરવામાં આવ્યો છે. ડિઝની+ હોટસ્ટાર સબ્સક્રિપ્શનનો ફાયદો લેવા માટે ડિઝની+ હોટસ્ટાર એપ ડાઉનલોડ કરવી પડશે અને પોતાના જિઓ નંબર મારફતે OTP દ્વારા લોગ ઈન કરવું પડશે.

આ મહિને જિઓએ લોન્ચ કર્યા હતા ડિઝની+ હોટસ્ટાર સબ્સક્રિપ્શન વાળા પેક :

આ મહિનાની શરૂઆતમાં જિઓએ 401 રૂપિયા, 2599 રૂપિયા અને 612 રૂપિયાથી લઈને 1208 રૂપિયા સુધીના ડેટા એડ ઓન વાઉચર્સ પર 1 વર્ષનું ડિઝની+ હોટસ્ટાર VIP ના ફ્રી સબ્સક્રિપ્શન વાળા પ્લાન લોન્ચ કર્યા હતા. જિઓ યુઝર્સ તેમાંથી પોતાનું પેક પસંદ કરી શકે છે, અને વગર કોઈ વધારાના ખર્ચમાં અનલિમિટેડ વોઇસ કોલ, ડેટા, એપ્સ અને અન્ય લાભની સાથે ડિઝની+ હોટસ્ટાર VIP સબ્સક્રિપ્શન મેળવી શકે છે.

401 રૂપિયાનો પ્લાન :

401 રૂપિયાના 28 દિવસની વેલિડિટી વાળા આ પ્લાનમાં જિઓ પોતાના ગ્રાહકોને 90 જીબી ડેટા ઓફર કરી રહ્યું છે. એટલે કે રોજ 3 જીબી ડેટા સિવાય કુલ 6 જીબી વધારાનો ડેટા મળશે. આ પ્લાનમાં અનલિમિટેડ વોઇસ કોલિંગની સાથે જિઓ એપ્સનું ફ્રી એક્સેસ મળશે. આ પ્લાનમાં યુઝર્સને 399 રૂપિયાની કિંમત વાળું ડિઝની+ હોટસ્ટાર VIP નું ફ્રી સબ્સક્રિપ્શન પણ મળશે.

2599 રૂપિયાવાળો પ્લાન :

એક વર્ષની વેલિડિટી વાળા આ પ્લાનમાં 365 દિવસ માટે 740 જીબી ડેટા અને અનલિમિટેડ વોઇસ કોલિંગની સાથે જીઓ એપનું ફ્રી એક્સેસ મળે છે. આ પ્લાનમાં યુઝર્સને એક વર્ષનું 399 રૂપિયાની કિંમત વાળું ડિઝની+ હોટસ્ટાર VIP નું ફ્રી સબ્સક્રિપ્શન પણ મળે છે.

એડ-ઓન ડેટા પર પણ મળશે ફાયદો :

આ પ્લાન સિવાય ડેટા એડ-ઓનના કોમ્બો પેકનો ઉપયોગ કરવાવાળાને પણ એક વર્ષનું ડિઝની+ હોટસ્ટાર VIP નું ફ્રી સબ્સક્રિપ્શન મળશે. તેની શરૂઆતી કિંમત 612 રૂપિયા (51 રૂપિયાના 12 વાઉચર) છે જેમાં તમને ડેટા પણ મળશે. તેના સિવાય 1208 રૂપિયા વાળા જિઓ ડેટા વાઉચર સાથે પણ એક વર્ષ માટે તમને ડિઝની+ હોટસ્ટાર VIP નું ફ્રી સબ્સક્રિપ્શન મળશે. આ પ્લાન સાથે યુઝરને 240 દિવસની વેલિડિટી સાથે 240 જીબી હાઈ-સ્પીડ ડેટા મળશે.

ડિઝની+ હોટસ્ટાર VIP માં શું છે ખાસ?

તેમાં લેટેસ્ટ ફિલ્મો અને ટીવી શો જોવા મળી શકશે. તેના સિવાય તેમાં અનલિમિટેડ લાઈવ સ્પોર્ટ્સની સાથે ઘણું બધું મળશે. આજકાલ તે ઘણું વધારે ચલણમાં છે. કારણ કે લોકો લોકડાઉનને કારણે ઘરની બહાર નથી નીકળી શકતા.

આ માહિતી મનીભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે


Source: 4masti.com

Related posts

બીટના એટલા બધા અઢળક ફાયદા છે કે તમને ઘણી રીતે ઉપયોગી થશે, રોજ પીવો જોઈએ એક ગ્લાસ.

Amreli Live

3000mAh બેટરી વાળા સ્માર્ટફોનને 5 વખત ચાર્જ કરી શકે છે આ 10 પાવરબેન્ક, ફક્ત આટલી ઓછી છે આની કિંમત.

Amreli Live

સુતરાઉ કાપડ વાળા હોમ મેડ માસ્ક છે વધારે સુરક્ષિત, રિસર્ચનો ખુલાસો

Amreli Live

મંગળવારે બની રહ્યા છે યોગ, આ 6 રાશિના લોકોના ચમકશે ભાગ્યના તારા

Amreli Live

21 જૂન રવિવારે અમાસ અને સૂર્ય ગ્રહણના યોગ, બપોર પછી કરી શકશો પૂજા-પાઠ, ઘર મંદિરમાં ભગવાનને કરાવો સ્નાન

Amreli Live

મળો રામ મંદિરની ડિઝાઇન તૈયાર કરવા વાળા સોમપુરા પરિવારને, 15 પીઢીઓ બનાવી ચુકી છે 131 મંદિર

Amreli Live

કાળી દ્રાક્ષ ખાવી આયુર્વેદમાં ખૂબ મહત્વ ધરાવે છે, તેનાથી 5 સ્વાસ્થ્ય લાભ, ઘણી ગંભીર બીમારીઓ રહે છે દૂર

Amreli Live

લોકડાઉનની અસર, ચંબલ કિનારા પર પહેલી વાર 1500 ઘડિયાળોએ લીધો જન્મ.

Amreli Live

રાશિફળ 28 જુલાઈ : મિથુન રાશિના લોકોને કાર્ય ક્ષેત્રમાં થઈ શકે છે સમસ્યા

Amreli Live

સ્વાસ્થ્ય મંત્રાલયની ચેતવણી, સેનીટાઈઝનો વધુ ઉપયોગ બની શકે છે ભયંકર.

Amreli Live

સ્વર્ગવાસી ઇંદર કુમારની પત્નીનો દાવો : કરણ, શાહરુખે પતિને આપ્યું હતું ખોટું આશ્વાસન, પછી તેને…

Amreli Live

ત્રણ ચાર દિવસથી જે તાવ અને ઉધરસ ઓછા નહોતા થતા એ આ લેવાથી થયા શાંત, જાણો વધુ માહિતી આ આર્ટિકલમાં

Amreli Live

ભારતથી લઈને વિદેશ સુધી પ્રસિદ્ધ છે મધુબલીની આ ગામડામાં બનેલ ખાદીની જનોઈ, જાણો તેની ખાસિયત.

Amreli Live

શું માં બબીતા અને બહેન કરિશ્માના કારણે થયું હતું શાહિદ-કરીનાનું બ્રેકઅપ? 12 વર્ષ પછી સામે આવી વાત.

Amreli Live

કુંભ રાશિના લોકોને આજે મળશે આર્થિક લાભ, જાણો અન્ય રાશિઓની સ્થિતિ, વાંચો રાશિફળ

Amreli Live

શિવપ્રિય છે બીલીપત્ર, જાણો તોડવા અને ચડાવવાના નિયમ.

Amreli Live

સુશાંતના પિતાનો ગંભીર આરોપ, રિયાએ મારા દીકરાને બરબાદ કરવાની આપી ધમકી.

Amreli Live

આ છે તે 123 વર્ષીય બાબા જેમની પાસેથી પ્રરેણા લઈને ફિટ રહે છે શિલ્પા શેટ્ટી, વિડીયોથી ખુલ્યું રહસ્ય.

Amreli Live

પોઝિટિવ ભારત : IIT ગુવાહાટી એ શોધ્યો ડાયાબિટીસ અને આંખો સાથે જોડાયેલી આ મોટી બીમારીનો ઈલાજ.

Amreli Live

રાશિફળ 16 જુલાઈ, સૂર્ય કરી રહ્યા છે કર્ક રાશિમાં પ્રવેશ, આ રાશિઓના જીવન પર થશે વધારે પ્રભાવ

Amreli Live

ATM માંથી પૈસા ઊપડતાં પહેલા આ રીતે કાર્ડ ક્લોનિગથી રહો સાવચેત, નહિ તો થશે મોટું નુકશાન.

Amreli Live