33.6 C
Amreli
24/10/2020
અજબ ગજબ

iPhone 12 સિરીઝ થઇ લોન્ચ, શરૂઆતી કિંમત આટલા હજાર રૂપિયા, જાણો કેમેરાથી લઈને દરેક ફીચર વિષે.

એપલે લોન્ચ કરી iPhone 12 સિરીઝ, જાણો તેના સુપરકૂલ કેમેરાથી લઈને અન્ય ફીચર્સ અને કિંમત વિષે.

એપલે પોતાની આઈફોન 12 સિરીઝ (iPhone 12 series) લોન્ચ કરી દીધી છે. આ શ્રેણી હેઠળ આઇફોન 12 મીની, આઇફોન 12, આઇફોન 12 પ્રો અને આઇફોન 12 પ્રો મેક્સ સહિત ચાર આઇફોન લોન્ચ કરવામાં આવ્યા છે. તેમાં સૌથી નાનો અને સસ્તો આઇફોન આઈફોન 12 મીની છે.

આઇફોન 12 મીનીને લઈને દાવો કરવામાં આવી રહ્યો છે કે, તે વિશ્વનો સૌથી પાતળો અને હલકો સ્માર્ટફોન છે. આઇફોન 12 સીરીઝના તમામ ચાર ફોનમાં 5 જી સપોર્ટ આપવામાં આવ્યો છે. આ સિવાય તમામ આઇફોન્સમાં એપલની નવી ચીપસેટ એ 14 બાયોનિક છે. ફોન સાથેના બોક્સમાં એડેપ્ટર અને ઇયરફોન મળશે નહીં.

ભારતમાં આઇફોન 12 સિરીઝની કિંમત :

આઇફોન 12 મીનીની પ્રારંભિક કિંમત 69,900 રૂપિયા છે. આ કિંમતમાં 64 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ મળશે. તેમજ 128 જીબી સ્ટોરેજ વેરિએન્ટની કિંમત 74,900 રૂપિયા અને 256 જીબીની કિંમત 84,900 રૂપિયા છે.

આઈફોન 12 ના 64 જીબીની કિંમત 79,900 રૂપિયા, 128 જીબીની કિંમત 84,900 રૂપિયા અને 256 જીબીની કિંમત 94,900 રૂપિયા છે.

આઈફોન 12 પ્રો ના 64 જીબીની કિંમત 1,19,900 રૂપિયા, 128 જીબીની કિંમત 1,29,900 અને 256 જીબીની કિંમત 1,49,900 રૂપિયા છે.

આઇફોન 12 પ્રો મેક્સની 128 જીબીની કિંમત 1,29,900 રૂપિયા, 256 જીબીની કિંમત 1,39,900 રૂપિયા અને 512 જીબીની કિંમત 1,59,900 રૂપિયા છે.

આઇફોન 12 મીની અને આઇફોન 12 બ્લેક, બ્લુ, ગ્રીન, પ્રોડક્ટ (લાલ) અને વ્હાઇટ કલર વેરિઅન્ટમાં ઉપલબ્ધ હશે. તેમજ આઇફોન 12 પ્રો અને આઇફોન 12 પ્રો મેક્સ ગોલ્ડ, ગ્રેફાઇટ, પેસિફિક બ્લુ અને સિલ્વર કલર વેરિયન્ટમાં ખરીદી શકાશે. ભારતમાં આઇફોન 12 સિરીઝનું વેચાણ 30 ઓક્ટોબરથી શરુ થશે.

આઇફોન 12 મીની, આઇફોન 12, આઇફોન 12 પ્રો, આઇફોન 12 પ્રો મેક્સના સ્પેશિફિકેશન (iPhone 12 mini, iPhone 12, iPhone 12 Pro, iPhone 12 Pro Max specification) :

ચારેય આઇફોનને ડ્યુઅલ સિમ સપોર્ટ મળશે, જેમાંથી એક નેનો અને બીજો ઇ-સિમ છે. આ સિવાય બધા આઇફોન્સમાં એ -14 બાયોનિક પ્રોસેસર અને આઇઓએસ 14 મળશે. બધા ફોનમાં સુપર રેટિના XDR OLED ડિસ્પ્લે હશે, જેમાં સિરામિક શિલ્ડ ગ્લાસનું પ્રોટેક્શન છે. એ 14 પ્રોસેસરની મદદથી તમે ફોનમાં જ 4K વિડિઓને એડિટ કરી શકો છો. ચારેય આઇફોનમાં 4G ની સાથે 5G સપોર્ટ આપવામાં આવ્યો છે. ડિસ્પ્લેની વાત કરીએ તો આઇફોન 12 મીનીમાં 5.4 ઇંચની ડિસ્પ્લે છે, જ્યારે આઇફોન 12 અને આઇફોન 12 પ્રો 6.1 ઇંચની ડિસ્પ્લે ધરાવે છે. તેમજ આઇફોન 12 પ્રો મેક્સમાં વિશાળ 6.7 ઇંચની ડિસ્પ્લે છે.

ચારેય આઇફોનના કેમેરા : આઇફોન 12 મીની અને આઇફોન 12 માં 12 મેગાપિક્સલનું ડ્યુઅલ રીઅર કેમેરો સેટઅપ છે, જેમાં એક લેન્સ વાઇડ એંગલ છે અને બીજો અલ્ટ્રા વાઇડ. બંને લેન્સનું અપર્ચર અનુક્રમે f / 1.6 અને f / 2.4 છે.

તેમજ આઇફોન 12 પ્રો અને આઇફોન 12 પ્રો મેક્સમાં 12 મેગાપિક્સલનું ટ્રિપલ રીઅર કેમેરા સેટઅપ છે, જેમાં એક લેન્સ વાઇડ એંગલ (એફ / 1.6), બીજો અલ્ટ્રા વાઇડ (એફ / 2.4) અને ત્રીજો ટેલિફોટો (એફ / 2.0 પ્રો માં, એફ / 2.2 પ્રો મેક્સમાં) છે. આ બંને ફોન્સના કેમેરા સાથે LiDAR નો સપોર્ટ પણ છે, જે ખાસ કરીને ઓછી લાઇટ અને નાઇટ ફોટોગ્રાફી માટે છે. આઇફોન 12 પ્રો માં 4x ઓપ્ટિકલ ઝૂમ અને આઇફોન 12 પ્રો મેક્સ માં 5x ઓપ્ટિકલ ઝૂમ મળશે. બધા આઇફોન્સમાં 12 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો છે.

બધા આઇફોનની બેટરી લાઈફ : આઇફોન 12 મીનીની બેટરીને લઈને 15 કલાકનો વિડિઓ પ્લેબેકનો દાવો છે, જ્યારે આઇફોન 12 અને આઇફોન 12 પ્રો માટે 17 કલાકનો દાવો છે. આઇફોન 12 પ્રો મેક્સની બેટરીને લઈને 20 કલાકનો વિડિઓ પ્લેબેકનો દાવો કરવામાં આવ્યો છે. બધા આઇફોન વાયરલેસ ચાર્જિંગને સપોર્ટ કરે છે. ચાર્જિંગ એડેપ્ટર કોઈપણ આઇફોન 12 સિરીઝ સાથે ઉપલબ્ધ રહેશે નહીં. બધા આઇફોન યુએસબી સી ટુ લાઈટનિંગ કેબલ સાથે આવશે.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

ઇતિહાસની સત્યઘટના પરથી બન્યો છે બાહુબલી ફિલ્મમાં નદીના બંધના દરવાજા તોડી દુશ્મનો પર પાણી ફેરવવાવાળો સીન.

Amreli Live

યુપી સરકારે સુપ્રીમ કોર્ટમા જણાવ્યું કારણ, કે શા માટે યુવતીના રાત્રે કરી દેવાયા અંતિમ સંસ્કાર.

Amreli Live

શિકારીઓએ ચણમાં ઝેર મિક્સ કરીને 8 મોર માર્યા, ગ્રામીણોએ કરી ધોલાઈ

Amreli Live

કોરોના : વારંવાર હાથ ધોવા, વાયરસ હોવાની શંકા, ક્યાંક બીજી બીમારી તો નથી?

Amreli Live

જાણો અમરનાથનો આખે આખો ઇતિહાસ જેથી પોતાના બાળકોને સત્ય જણાવી શકો.

Amreli Live

સુંદરતામાં ઉર્વશી રૌતેલાને ટક્કર આપે છે તેની મોમ, ફોટા જોઈને તમે પણ કહેશો, વાહ! શું સુંદરતા છે.

Amreli Live

જાણો કેવી રીતે 12 દિવસમાં આયુર્વેદના ડોઝ દ્વારા પોઝિટિવથી નેગેટિવ થયા દર્દી.

Amreli Live

ઘરે બેઠા મળી શકે છે સિક્યોરિટી રજીસ્ટ્રેશન પ્લેટ, આ છે તેની આખી પ્રક્રિયા

Amreli Live

જો તમને ઘણા દિવસોથી ખાંસી છે, તો સૂતા પહેલા એક ચમચી નવશેકા પાણીમાં મિક્સ કરીને પીવું મધ.

Amreli Live

સૂર્યદેવના તેજની જેમ આજે આ રાશિના લોકોનું ભાગ્ય ચમકશે, વેપારીઓને લાભ થવાની શક્યતા છે.

Amreli Live

આસ્થા ઉપર હુમલો : 80 વર્ષ જૂનું હનુમાન મંદિર તોડ્યું, 20 હિન્દુઓના ઘરો પણ જમીનદોષ કર્યા, કેમ આવું.

Amreli Live

શાસ્ત્ર જણાવે છે કે ગણપતિની આરાધના આપણને જ્ઞાન આપે છે, કારણ કે ગણપતિ બુદ્ધિના દેવતા છે.

Amreli Live

બાળકીએ કહ્યું : બહેન કીડી કરડી રહી છે, જોયું તો પલંગમાં સંતાયેલ સાપ બે બહેનોને ડંખ મારી ચુક્યો હતો.

Amreli Live

ધર્મ અને વિજ્ઞાન : તુલસીની માળા શા માટે પહેરવામાં આવે છે જાણો કારણ.

Amreli Live

એકદમ પરફેક્ટ બિરિયાની બનાવવી હોય તો ઘર ઉપર જ બનાવો તેનો મસાલો

Amreli Live

ગણેશજીની કૃપાથી આજે વેપાર અને આવકમાં વૃદ્ઘિ થાય, ધનપ્રાપ્તિના યોગ છે.

Amreli Live

સોલર પેનલથી જોડાયેલા આ 5 બિઝનેસ, મહિને થશે 1 લાખ કે તેથી વધુ કમાણી.

Amreli Live

અખ્તરે જણાવ્યું : અલ્લાહએ જો અધિકાર આપ્યો તો ઘાસ ખાઈ ને જીવીશ, પરંતુ પાકિસ્તાની સેનાનું બજેટ જરૂર વધારીશ

Amreli Live

આ 4 રાશિઓને મળશે ભોલેનાથના આશીર્વાદ, વેપારમાં વૃદ્ઘિ થવાના યોગ છે, આકસ્મિક ધનલાભની શક્યતા છે.

Amreli Live

આ છે ભારતની સૌથી સસ્તી ઓટોમેટિક ગાડીઓ, 4.53 લાખની શરૂઆતની કિંમતમાં મળે છે 22 kmpl ની માઈલેજ

Amreli Live

આ 6 રાશિઓ માટે આજનો દિવસ શુભફળદાયક રહેશે, નોકરીમાં લાભ મળશે. આકસ્મિક ધન લાભ થાય.

Amreli Live