28.6 C
Amreli
19/10/2020
અજબ ગજબ

Honda H’ness CB350 ભારતમાં લોન્ચ, જાણો તેની કિંમત, ફીચર્સ અને એન્જીન વિષે બધી જાણકારી

બુલેટને ટક્કર આપવા હોન્ડાએ ભારતમાં લોન્ચ કરી પોતાની દમદાર બાઈક, જાણો તેના ફીચર્સ અને કિંમત વિષે. ભારતમાં નવા સેગમેન્ટમાં પ્રવેશ કરતાં હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયાએ પોતાની ક્રુઝર બાઇક H’ness CB350 લોન્ચ કરી છે. H’ness CB350 1.85 લાખ (એક્સ શોરૂમ, ગુરુગ્રામ) ની શરૂઆત કિંમતમાં લોન્ચ કરવામાં આવી છે. જાણકારી માટે જણાવી દઈએ કે, હોન્ડા H’ness CB350 સૌથી પહેલા 30 સપ્ટેમ્બરના રોજ રજૂ કરવામાં આવી હતી, અને તેને હોન્ડા બિગવિંગ ડીલરશીપના માધ્યમથી વેચવામાં આવશે.

હોન્ડા H’ness CB350 વેરિએન્ટ્સ : નવી હોન્ડા H’ness CB350 બે વેરિએન્ટ DLX અને DLX Pro માં રજૂ કરવામાં આવી છે. તેમજ કંપનીએ તેના માટે ગયા મહિનાથી બુકિંગ શરૂ કરી દીધું છે. જેની ડિલીવરી 17 ઓક્ટોબરથી શરૂ થશે. વેરિએન્ટના આધારે કિંમતની વાત કરીએ તો H’ness CB350 DLX ની કિંમત 1.85 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ, ગુરુગ્રામ) નક્કી કરવામાં આવી છે, જ્યારે H’ness CB350 DLX Pro ની કિંમત 1.90 લાખ રૂપિયા (એક્સ શોરૂમ, ગુરુગ્રામ) રાખવામાં આવી છે.

રોયલ એનફિલ્ડ ક્લાસિક 350 અને જાવાને મળશે ટક્કર : નવી હોન્ડા H’ness CB350 એ મધ્યમ કદના મોટરસાયકલ સેગમેન્ટમાં પ્રવેશ કર્યો છે, જ્યાં રોયલ એનફિલ્ડ ક્લાસિક 350, જાવા અને બેનેલી ઇમ્પિરિયલ 400 પહેલાથી હાજર છે.

Honda H’Ness CB 350

એન્જિન અને ફીચર્સ : નવી H’ness CB350 DLX માં ફુલ-એલઈડી હેડલેમ્પ્સ, વિંકર્સ સાથે ટેઇલલેમ્પ્સ, ક્રોમ-પ્લેટેડ એક્ઝોસ્ટ અને મિરર્સ, ડિજિટલ-એનાલોગ ઇન્સ્ટ્રુમેન્ટ પેનલ્સ, હોન્ડા સિલેક્ટ ટોર્ક કંટ્રોલ, અસિસ્ટ અને સ્લિપર ક્લચ, એન્જિન સ્ટાર્ટ / સ્ટોપ સ્વીચ અને હેઝાર્ડ સ્વીચ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.

સાથે જ H’ness CB350 DLX pro માં હોન્ડા સ્માર્ટફોન વોઇસ કંટ્રોલ સિસ્ટમ અને ડ્યુઅલ-હોર્ન જેવા મોર્ડન ફીચર્સ પણ શામેલ કરવામાં આવ્યા છે. હોન્ડા H’ness CB350 માં 20.8 bhp પાવર અને 30 Nm ટોર્ક સાથે 348.36 સીસીનું 4-સ્ટ્રોક, ઓએચસી, એર-કૂલ્ડ, સિંગલ-સિલિન્ડર યુક્ત Fi એંજિન મળે છે. જેને પાંચ-સ્પીડ ગિયરબોક્સ સાથે જોડવામાં આવ્યું છે.

બ્રેકિંગ અને વ્હીલ્સ : નવી H’ness CB350 માં હાફ ડુપ્લેક્સ ક્રેડલ ફ્રેમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેના આગળના ભાગમાં ટેલિસ્કોપિક સસ્પેન્શન છે અને પાછળના ભાગમાં ટ્વીન હાઇડ્રોલિક શોક એબઝોર્બર આપવામાં આવ્યા છે. આ બાઇકના આગળના ભાગમાં 19 ઇંચનું એલોય વ્હીલ મળશે જેમાં 310 મિમિ ડિસ્ક, અને પાછળના ભાગમાં 18 ઇંચના એલોય વ્હીલ સાથે 240 મિમિ ડિસ્ક આપવામાં આવી છે. જણાવી દઈએ કે H’ness CB350 ના બંને વેરિયન્ટમાં ડ્યુઅલ ચેનલ એબીએસ પણ આપવામાં આવી છે.

હોન્ડા H’ness CB350 કલર્સ : હોન્ડા H’ness CB350 નું DLX વેરિઅન્ટ ત્રણ મોનોટોન કલર વિકલ્પોમાં ઉપલબ્ધ છે, જેમાં પર્લ નાઈટ સ્ટાર બ્લેક, મેટ માર્શલ ગ્રીન મેટાલિક અને રેડ મેટાલિક શામેલ છે. બીજી તરફ મોટરસાઇકલના DLX pro વેરિઅન્ટમાં ત્રણ ડ્યુઅલ-ટોન કલર વિકલ્પો પર્લ નાઈટ સ્ટાર બ્લેક વિથ સ્પીયર સિલ્વર મેટાલિક, એથલેટિક બ્લુ મેટાલિક વિથ વ્હાઇટ અને મેટ સ્ટેલ બ્લેક મેટાલિક વિથ મેટ મસાજ ગ્રે મેટાલિક શામેલ છે.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

તમે ખોટી રીતે ખાઓ છો આ 5 શાકભાજી, જાણો શું છે સાચી રીત.

Amreli Live

કોરોના : વારંવાર હાથ ધોવા, વાયરસ હોવાની શંકા, ક્યાંક બીજી બીમારી તો નથી?

Amreli Live

આ છે મુકેશ અંબાણીના ચાણક્ય મનોજ મોદી, મોટા મોટા સોદાએ ચપટીમાં કરે દે છે ક્રેક

Amreli Live

હુમાયુનો જીવ બચાવવા વાળો સાધારણ ભિસ્તી કઈ રીતે બન્યો હતો દિલ્લીનો બાદશાહ, વાંચો સ્ટોરી.

Amreli Live

ફ્રાંસની રાજધાની પેરિસમાં કોરોના વાયરસનો કહેર, સરકારે હાઈ રિસ્ક ઝોન જાહેર કર્યો

Amreli Live

માણસની હત્યા કરતા હાથીને ગ્રુપમાંથી બહાર કરી દેવામાં આવે છે, અહીં પ્રચલિત છે અનોખી માન્યતાઓ.

Amreli Live

દેવતા બનવા માટે ધનવંતરીને લેવો પડ્યો હતો બીજો જન્મ, જાણો રોચક કથા

Amreli Live

મકર રાશિના લોકોને આજે કાર્યમાં સફળતા મળે, પણ આ રાશિવાળાને સાવધાન રહેવાની સલાહ છે.

Amreli Live

શનિદેવની કૃપાથી નવા કાર્યના શ્રી ગણેશ કરવા માટે ખૂબ અનુકૂળ દિવસ છે. ભાગ્‍યવૃદ્ઘિ અને ધનલાભની શક્યતાઓ છે.

Amreli Live

અમેરિકાની પહેલી હિન્દૂ સાંસદે જણાવ્યું : ખરાબ સમયમાં ગીતાથી મળે છે શાંતિ-શક્તિ

Amreli Live

વૃશ્ચિક રાશિના લોકોને આજે નોકરી ધંધા અને વ્‍યવસાયમાં લાભ પ્રાપ્તિ થાય. મિત્રો સાથે મુલાકાત થાય.

Amreli Live

ચીને 100 વર્ષમાં ક્યારેય આવો વિનાશ જોયો નથી, અનાજની સર્જાઈ શકે છે અછત.

Amreli Live

છાતી સાથે 1 વર્ષના માસુમ બાળકના મૃતદેહ બાથે વળગી રડતો રહ્યો પિતા, ડોક્ટર્સની બેદરકારીથી થયું મૃત્યુ

Amreli Live

પાકિસ્તાનમાં પણ બેન થયું TikTok, કહ્યું તેનાથી સંસ્કૃતિ….

Amreli Live

પેઇનકિલર લીધા વગર તમે રસોડાની આ વસ્તુઓ વડે અસહ્ય પીડા આપતો કમરનો દુઃખાવો સંપૂર્ણ દુર કરી શકો છો.

Amreli Live

શું ક્લિનિકલ ટ્રાયલથી આયુર્વેદ અને અન્ય પારંપરિક દવાઓ પર દુનિયાનો ભરોસો વધશે.

Amreli Live

પતંજલિને મળી કોરોનિલ વેચવાની પરવાનગી, ઇમ્યુનીટી બુસ્ટરના રૂપમાં આયુષ મંત્રાલયે આપી પરવાનગી

Amreli Live

ભોલે ભંડારીની કૃપા દ્રષ્ટિથી આજે આ 7 રાશિઓના જીવનમાં આવશે રાજયોગ, થશે ધનલાભ

Amreli Live

શક્તિમાનને લઈને મુકેશ ખન્ના ફરીથી ચર્ચામાં, ક્રિશ અને રા-વન થી મોટી ફિલ્મ સિરીઝ બનાવવાનો વાયદો

Amreli Live

વૃશ્ચિક રાશિના લોકોને શનિદેવની કૃપાથી આજે આવક અને વેપારમાં વૃદ્ઘિ થવાના યોગ છે, પણ આ રાશિવાળાએ સાવચેત રહેવું.

Amreli Live

નાનકડી હોડીમાં એટલાન્ટિક સાગર પાર કરી 85 દિવસો પછી પોતાના 90 વર્ષના પિતાની પાસે પહોંચ્યો છોકરો.

Amreli Live