26.6 C
Amreli
13/08/2020
કલેક્ટર ઓફિસ

Exclusive શાંતિપ્રિયા : દિવ્યા ભારતના હાથ પર હતા બ્લેડના 12-15 કટ માર્ક્સ, અફસોસ…

સંજય મિશ્રા: અક્ષય કુમાર સાથે બોલિવૂડ સાથે ડેબ્યૂ કરનારી એક્ટ્રેસ શાંતિપ્રિયા છેલ્લા ઘણા સમયથી લાઈમલાઈટથી દૂર હતી. તાજેતરમાં જાણકારી સામે આવી છે કે, તે ‘બિગ બૉસ 14’માં જોવા મળશે. ત્યારબાદથી શાંતિપ્રિયા ફરી એકવાર ચર્ચામાં છે. નવભારત ટાઈમ્સ ઑનલાઈન સાથે વાતચીત કરતા શાંતિપ્રિયાએ દિવંગત અંગે ઘણી વાતો જણાવી છે. શાંતિપ્રિયાને અફસોસ છે કે તે દિવ્યાને ઘણી બધી વાતો પૂછી ન શકી.

સાથે સારો સમય પસાર થતો હતો

શાંતિપ્રિયાએ જણાવ્યું કે, ‘મારી અને દિવ્યાની મુલાકાત એક ટૂર દરમિયાન થઈ હતી. અમને બંનેને સરોજ મેમ ડાન્સ શીખવકા હતા અને અમારો સાથે સારો સમય પસાર થતો હતો. દિવ્યા ખૂબ જ બબલી અને ઈનોસેન્ટ નેચરની યુવતી હતી. તે બહુ નાની ઉંમરની હતી પણ ખુલીને વાત કરતી હતી. હું સાઉથ ઈન્ડિયાથી છું, આ કારણે અમારી વચ્ચે થોડો કૉમ્યુનિકેશન ગેપ જરૂર હતો. અમે એક સપ્તાહ માટે બહેરીન અને UAEની ટૂર પર ગયા હતા. આ દરમિયા અમે ફેમિલી મેમ્બર્સ જેવા બની ગયા હતા. મેં દિવ્યા સાથે ક્યારેય કામ કર્યું નથી, માત્ર ટૂર પર સાથે રહ્યાં.’

ડિપ્રેશનમાં રહેતી હતી દિવ્યા

શાંતિપ્રિયાએ આગળ જણાવ્યું કે, ‘દિવ્યા થોડી ડિપ્રેશનમાં પણ રહેતી હતી. એકવાર ડાન્સ પ્રેક્ટિસ દરમિયા મેં તેના હાથ પર બ્લેડના 12-15 કટ માર્ક્સ જોયા હતા અને હું ચિંતામાં પડી ગઈ હતી કે, તેની સાથે શું થઈ રહ્યું છે. નિશાન નવા નહોતા, થોડા જૂના હતા. તે કોઈ એક્સિડેન્ટના નહોતા લાગી રહ્યાં પણ સાફ દેખાઈ રહ્યું હતું કે, બ્લેડ વડે કાપવામાં આવ્યા હતા. આ જોઈને બહુ ખરાબ લાગતું હતું, જોકે, જ્યારે પણ તે અમારી પાસે આવતી હતી ત્યારે ખૂબ હસીને વાતો કરતી હતી. હું વિચારતી હતી કે, તેની સાથે વાત કરવી જોઈએ કે, શું પ્રોબ્લેમ છે પણ મેં ક્યારેય ન પૂછ્યું. હવે જ્યારે હું દિવ્યા વિશે વિચારું છું ત્યારે મને એ વાતનો અફસોસ થાય છે.’

આ વાતનો હતો ડર

શાંતિપ્રિયા કહે છે કે, ‘અમારા જમાનામાં સેટના સંબંધ સેટ પર રહેતા હતા. ત્યારે આટલું હળવા-મળવાનું થતું નહોતું. કદાચ આ જ કારણ હતું કે, તેની સાથે ખુલીની વાત ન કરી શકી. એ વાતનો પણ ડર હતો કે, જો હું તેને કંઈક પૂછત અને મને કહી દેત કે, તારા આનાથી શું લેવા-દેવા, ત્યારે ખોટું લાગત. કદાચ મેં એટલે તેને ના પૂછ્યું.’

મને દુ:ખ છે કે, તેના પ્રોબ્લેમ્સ પર વાત ન કરી શકી

શાંતિપ્રિયાએ જણાવ્યું કે, ‘તે સમયે દિવ્યા 19 વર્ષની બાળકી હતી. ત્યારે અમે એકબીજાની જિંદગીમાં બહુ ડોકિયા કરતા નહોતા. તે ઘણીવાર એકલી બેસી રહેતી હતી અને ચૂપ રહેતી હતી, જાણે ડિપ્રેશનમાં હોય. એક કો-આર્ટિસ્ટ હોવાને નાતે એવું લાગે છે કે, મારી ભૂલ હતી. એક છોકરી હોવાના નાતે મારે તેને પૂછવું જોઈતું હતું. ત્યારે મીડિયા પણ ખૂબ ચર્ચા હતી કે, તેના લગ્ન થવાના છે કે નહીં. કદાચ આ જ કારણો રહ્યાં હશે. હવે તે આપણી વચ્ચે નથી. મને દુ:ખ છે હું ત્યારે તેની સાથે તેના પ્રોબ્લેમ્સ પર વાત ન કરી શકી.’


Source: iamgujarat.com

Related posts

પતંજલિની કોરોનાની દવા ‘કોરોનિલ’ની ટ્રાયલ બદલ હોસ્પિટલને નોટિસ ફટકારાઈ

Amreli Live

20 જૂન, 2020નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

Microsoftએ બંધ કરી પોતાની દુકાનો, હવે માત્ર ઓનલાઈન કરશે કામ

Amreli Live

દુર્લભ ગોલ્ડન ટાઈગરની તસવીરો વાયરલ, ભારત જ નહીં વિશ્વમાં આવો એકમાત્ર વાઘ

Amreli Live

હવે સ્મિથ અને સંગાકરાએ કહ્યું, ‘ધોનીની સફળતામાં ગાંગુલીનો હાથ’

Amreli Live

એક યુવતીની વ્યથા, ‘સ્તન નાના છે એટલે પતિ મારી સાથે આવું કરે છે…’

Amreli Live

બોયફ્રેન્ડ રોકી સાથે શોપિંગ પર ઉપડી હિના ખાન, બ્લેક માસ્કમાં કર્યું ટ્વિનિંગ

Amreli Live

દેશના સર્વોચ્ચ સ્પોર્ટ એવોર્ડ ‘ખેલ રત્ન’ માટે નોમિનેટ થયો રોહિત શર્મા, આપ્યું આવું રિએક્શન

Amreli Live

મંત્રી કાનાણીના દીકરા અને મહિલા કોન્સ્ટેબલ વચ્ચેની બબાલનો ઓડિયો વાયરલ

Amreli Live

અમદાવાદ-સુરતમાંથી દેશનું પહેલું નકલી ટોસિલિઝુમેબ દવા બનાવીને વેચવાનું કૌભાંડ પકડાયું

Amreli Live

બાળકીએ પોતાના પપ્પા માટે સોનુ સૂદ પાસે માગી મદદ, એક્ટર માટે આ ડિમાન્ડ પૂરી કરવી મુશ્કેલ

Amreli Live

ધમાકેદાર કમબેક માટે તૈયાર છે Micromax, લાવી રહી છે ત્રણ નવા ધાંસૂ ફોન

Amreli Live

ફરી એકવાર મોંઘા થઈ શકે છે ફોન કૉલ અને ઈન્ટરનેટ ડેટા

Amreli Live

ભરૂચ: મોબાઈલમાં મશગુલ યુવાનો પાસે આવી પહોંચ્યો સાપ, પછી જે થયું તે જાણવા જેવું

Amreli Live

TikTok સ્ટાર જન્નત ઝુબેરે એપ પર લાગેલા પ્રતિંબધ પર પોતાનો મત રજૂ કર્યો

Amreli Live

હાર્ટ એટેક અને સ્ટ્રોકનું કારણ પણ બની રહ્યો છે કોરોના વાયરસ

Amreli Live

અમદાવાદઃ પોલીસ સ્ટેશનોને આદેશ- ‘માસ્કના દરરોજ 100 કેસ કરો’

Amreli Live

કોરોના વાયરસ: AMC હદની બહાર અમદાવાદ જિલ્લામાં અત્યાર સુધી 201 કેસ, 11 મોત

Amreli Live

નશાની હાલતમાં પોલીસવાળાએ મહિલા પર કાર ચડાવી દીધી

Amreli Live

નાઈટ કર્ફ્યૂ છતાં ગૌતમ ગંભીરના પિતાની SUV કાર ઘરની બહારથી ચોરાઈ ગઈ

Amreli Live

બાંદ્રામાં જોવા મળ્યા નીતૂ કપૂર, તેમના લૂક નહીં આ બાબતે ખેંચ્યું સૌનું ધ્યાન

Amreli Live