30.4 C
Amreli
10/08/2020
bhaskar-news

DCBના કોન્સ્ટેબલે ભૂપતના ડ્રાઇવરને ફોન કરી જીતુ સોનીને ભગાડી દીધો’તો: ક્રાઇમ બ્રાન્ચનો કોન્સ્ટેબલ તાકીદે સસ્પેન્ડઇન્દોરના મોસ્ટ વોન્ટેડ જીતુને તરઘડિયાના ફાર્મહાઉસમાંથી ભગાડી દેવામાં પોલીસમેનની સંડોવણી હોવાનો દિવ્ય ભાસ્કરે પર્દાફાશ કર્યા બાદ પોલીસે સમગ્ર ભેદ પરથી પડદો ઊંચકી દીધો હતો. ક્રાઇમ બ્રાંચમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ પ્રદ્યુમ્નસિંહ ઝાલાએ ફાર્મહાઉસના માલિક ભૂપતના ડ્રાઇવર રાજુને ફોન કરી ઇન્દોર પોલીસ આવ્યાની જાણ કરી હતી, રાજુએ ભૂપતને ફોન કરી માહિતી આપી હતી અને જીતુને ભગાડી દીધો હતો. પોલીસ કમિશનરે કોન્સ્ટેબલને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી પીએસઆઈ પટેલની ટ્રાફિક શાખામાં બદલી કરી નાખી હતી.

ઇન્દોર પોલીસે રાજકોટ પોલીસની મદદ માગી હતી
જીતુ સોની તરઘડિયામાં આવેલા ફાર્મહાઉસમાં રોકાયો હોવાની ઇન્દોર પોલીસને માહિતી મળતા બુધવારે ઇન્દોર ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ બલરામ સહિતની ટીમ રાજકોટ દોડી આવી હતી. ઇન્દોર પોલીસ રાત્રીના 10 વાગ્યે રાજકોટ ક્રાઇમ બ્રાંચના પીઆઇ ગઢવીને મળી હતી અને છેતરપિંડીના આરોપીને પકડવા માટે મદદ માગી હતી. ઇન્દોર પોલીસે આરોપીનું નામ કે તેના પર અન્ય કેટલા ગુના નોંધાયા છે, તે ક્યાં છુપાયો છે? તેવી કોઇ હકીકત આપી નહોતી. પીઆઇ ગઢવીએ નાઇટ ડ્યૂટીમાં રહેલા પીએસઆઇ પટેલનો ઇન્દોર પોલીસ સાથે સંપર્ક કરાવી અને ઇન્દોર પોલીસ ફોનથી જાણ કરે ત્યારે રાજકોટ પોલીસને મદદમાં જવાનું નક્કી થયું હતું.

અચાનક કોન્સ્ટેબલનો ફોન સ્વીચઓફ થઈ ગયો
પીએસઆઇ પટેલની ટીમમાં રહેલા કોન્સ્ટેબલ પ્રદ્યુમ્નસિંહ ઝાલાને ઇન્દોર પોલીસ આવ્યાની અને રાત્રે કોઇ સ્થળે દરોડો પાડવા જવાની માહિતી મળતાં જ રાત્રે 11.10 વાગ્યે પોલીસમેન પ્રદ્યુમ્નસિંહે ફાર્મહાઉસના માલિક ભૂપત ભરવાડના ડ્રાઇવર રાજુને ફોન કર્યો હતો અને ઇન્દોર પોલીસ આવ્યાની અને દરોડો પાડવાની વાત અંગે જાણ કરી હતી. રાત્રે 11.18 મિનિટે રાજુએ પોતાના શેઠ ભૂપતને ફોન કર્યો હતો અને રાત્રે 11.30 વાગ્યે રાજુ, ભૂપત, જીતુ અને કોન્સ્ટેબલ પ્રદ્યુમ્નસિંહના ફોન સ્વિચ ઓફ થઇ ગયા હતા.

પોલીસ કમિશનરે તાત્કાલિક એક્શન લીધી
રાત્રે 2 વાગ્યે ઇન્દોર અને રાજકોટ પોલીસ તરઘડિયાના ફાર્મમાં પહોંચી ત્યાં સુધીમાં જીતુ સોની નાસી ગયો હતો અને ભૂપત પણ ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. સમગ્ર મામલાનો ‘દિવ્ય ભાસ્કરે’ પર્દાફાશ કરતાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ ચોંકી ઉઠ્યા હતા અને આ મામલાની ઊંડાણથી તપાસ કરતાં પોલીસમેન પ્રદ્યુમ્નસિંહ ઝાલાની ભૂમિકા બહાર આવતા જ રવિવારે સાંજે તેને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધો હતો. પોલીસ કોન્સ્ટેબલે ઇન્દોર પોલીસ આરોપીને પકડવા આવ્યાની ગુપ્ત માહિતી લીક કરી પોતે જ્યાં નોકરી કરે છે તે ડિપાર્ટમેન્ટ સાથે વિશ્વાસઘાત કર્યો હતો, કાયદાના નિષ્ણાતોએ કહ્યું હતું કે, આ મામલામાં કોન્સ્ટેબલ પ્રદ્યુમ્નસિંહ ઝાલા સામે ઓફિશિયલ સિક્રેટ એક્ટ હેઠળ રાજકોટમાં ગુનો નોંધી તેની સામે કાયદેસરની કાર્યવાહી થઇ શકે. પોલીસ કમિશનર આ મામલામાં પોલીસ કોન્સ્ટેબલ સામે ગુનો નોંધી દાખલો બેસાડશે કે સસ્પેન્ડ કરી કાર્યવાહી કરી લીધાનો સંતોષ માની લે છે તે આગામી દિવસોમાં સ્પષ્ટ થશે.

સાવરકુંડલા પાસેથી પકડાયો જીતુ સોની
અમરેલીઃ
બુધવારની રાત્રે રાજકોટથી ભાગેલો મોસ્ટ વોન્ટેડ જીતેન્દ્ર ઉર્ફે જીતુ જગજીવનદાસ સોની શનિવારે અમરેલી જિલ્લાના સાવરકુંડલા નજીકથી રંગેહાથ ઝડપાઇ ગયો હતો તેને ઇન્દોર લઇ જવાયો હતો જ્યાં ઇન્દોરના પોલીસ કમિશનરે પત્રકાર પરિષદ યોજીને જીતુ સોની ગુજરાતમાંથી ઝડપાયાની જાહેરાત કરી હતી. રાજકોટ નજીક ભૂપત ભરવાડના તરઘડિયા ગામની સીમમાં આવેલા ફાર્મહાઉસમાં હોવાની માહિતી ઇન્દોર પોલીસને મળી હતી. જો કે, ગત બુધવારે રાત્રે બે વાગ્યે રાજકોટ પોલીસને સાથે રાખીને દરોડો પાડ્યો ત્યારે જીતુ ભાગી છૂટ્યો હતો. ત્યારબાદ જીતુ અને તેના સાગરીતો અમરેલી પંથકમાં હોવાની માહિતી બાદ ત્યાંથી પકડી લેવાયા હતા.

…તો અમે ભૂપત અને કોન્સ્ટેબલને ઇન્દોર પોલીસ હવાલે કરીશું: CP
પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે ‘દિવ્ય ભાસ્કર’ને જણાવ્યું હતું કે, ઇન્દોરના આરોપીને ભગાડવામાં રાજકોટના કોન્સ્ટેબલ પ્રદ્યુમ્નસિંહે ભજવેલી ભૂંડી ભૂમિકા દુખદ છે, ઇન્દોર પોલીસ જીતુ સોનીને આશરો આપવાના ગુનામાં ભૂપત ભરવાડ સામે તેમજ મદદગારીમાં કોન્સ્ટેબલ પ્રદ્યુમ્નસિંહ સામે ગુનો નોંધશે તો રાજકોટ પોલીસ ભૂપત અને પ્રદ્યુમ્નસિંહને પકડીને ઇન્દોર પોલીસ હવાલે કરશે.

ફરજ નહીં ભૂપતને વફાદાર રહ્યો ઝાલા
ક્રાઇમ બ્રાંચમાં બદલી થઇ ત્યારથી પ્રદ્યુમનસિંહ ઝાલાનો પરિચય ભૂપત ભરવાડ સાથે થયો હતો, અને તે ભૂપતના સંપર્કમાં હતો. ઇન્દોર પોલીસ જેને પકડવા આવી હતી તે આરોપીનું નામ ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ પટેલ જાણતા નહોતા, આરોપી ક્યાં છુપાયો છે તે બાબતથી પણ તે અજાણ હતા, પરંતુ ઇન્દોર પોલીસની મદદમાં જવાની માહિતી મળતા પીએસઆઇ પટેલે તેના કોન્સ્ટેબલ પ્રદ્યુમ્નસિંહને પોલીસ સ્ટેશને આવવાનું કહેતાં જ પોલીસમેન પ્રદ્યુમ્નસિંહ સતર્ક થયો હતો, પોલીસ કોન્સ્ટેબલ જાણતો હતો કે, જીતુ સોની તરઘડિયામાં ભૂપતના ફાર્મમાં છુપાયો છે, અને ભૂપતને ખુશ કરવા તેણે ફોન કરી દીધો હતો.

જીતુ સોની રાજકોટમાં હોવાનું કેટલાક પોલીસ અધિકારીઓ જાણતા હતા
જીતુ સોનીને પકડવા માટે કેન્દ્રના બે નેતાઓએ સૂચના આપી હતી અને જે આરોપી સામે રૂ.1 લાખનું ઇનામ જાહેર કરાયું હતું તે જીતુ સોની ભૂપત ભરવાડના ફાર્મહાઉસમાં છૂપાયો હતો, ભૂપત સાથે શહેર પોલીસના અનેક અધિકારીઓને નિકટના સંબંધો છે. જીતુ સોની રાજકોટમાં હતો તે વાતની કેટલાક પોલીસ અધિકારીઓને જાણ હતી, જીતુ આરોપી છે અને તેણે આશરો લીધો છે તે વાતથી માહિતગાર પોલીસ અધિકારીઓએ શા માટે જીતુને સકંજામાં લઇને ઇન્દોર પોલીસને જાણ કરી નહીં?, ભૂપત સાથેના સંબંધો મહત્ત્વના હતા કે પોલીસ વિભાગ પ્રત્યેની વફાદારી? આવા અનેક સવાલો ઉઠ્યા છે.

(જયદેવ વરૂ, અમરેલી)

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


જીતુ સોની 56થી વધુ ગુનામાં ફરાર હતો (ફાઇલ તસવીર)

Related posts

ચીને કોરોનાના ઈલાજ માટે બે રસીને ક્લિનિકલ ટ્રાયલ્સની મંજૂરી આપી, એક હજાર વૈજ્ઞાનિક આ કામમાં લાગેલા છે

Amreli Live

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 4 મોત, 24 કોરોના પોઝિટિવઃ ઈન્કમટેક્સ ઓફિસરનો રિપોર્ટ પોઝિટિવ

Amreli Live

પાકિસ્તાનમાં તબલીઘ જમાતના 20 હજાર લોકોને અલગ કરાયા; જાપાનના સાત વિસ્તારમાં એક મહિના માટે ઈમરજન્સી લાગુ

Amreli Live

વધુ ચાર પોઝિટિવ કેસ નોંધાતા આજે 26 નવા કેસ, આંક 89 થયો, શહેરના પાંચ વિસ્તારમાં 22મી સુધી કર્ફ્યુ જાહેર

Amreli Live

યાકુતપુરામાં ઉસળ-ભજીયાની લારી ધમધમે છે, તેવા divyabhaskarના અહેવાલ બાદ પોલીસે જાહેરનામા ભંગનો ગુનો નોંધી લારી જપ્ત કરી, આરોપીની ધરપકડ

Amreli Live

સંઘ પ્રમુખ મોહન ભાગવતે કહ્યું- કોરોના સંકટને અવસર બનાવીને ભારત નિર્માણ કરવાનું છે, ક્વોલિટી વાળા સ્વદેશી ઉત્પાદો બનાવવા પર ભાર આપો

Amreli Live

રાજુલાના ધુડિયા અગરિયા ગામે નદીમાં વાછરડું તણાયું

Amreli Live

નહાતી વખતે લીક થયો હતો આ બી-ટાઉન હસીનાઓ નો વિડીયો, બાહુબલીની એક્ટ્રેસ ની સાથે થયું હતું કંઇક આવું.

Amreli Live

વિશ્વભરમાં 77 લાખથી વધારે કેસ: મૃત્યુઆંકની દ્રષ્ટિએ બ્રાઝીલ બ્રિટનથી આગળ નિકળ્યું, ત્યાં 41 હજાર 901 લોકોના મોત

Amreli Live

4.65 લાખ કેસઃએક દિવસમાં રેકોર્ડ 16 હજારથી વધુ સંક્રમિત મળ્યા, મુંબઈ કરતાં દિલ્હીમાં વધુ દર્દી

Amreli Live

વધુ 15 કોરોના પોઝિટિવ કેસ સાથે આજે 46 કેસો નોંધાયા અને 3 દર્દીઓએ દમ તોડ્યો, કુલ આંક 243 પર પહોંચ્યો

Amreli Live

માનસરોવરની યાત્રાની કમાન ચીનના હાથમાં છે, રોડ બનવાથી આપણને માત્ર સગવડતા રહેશે

Amreli Live

7.71 લાખ કેસઃ બિહારના ડે.સીએમ સુશીલ મોદીના અંગત સેક્રેટરી સાથે તેમના કાર્યાલયના 3 સ્ટાફકર્મી કોરોના પોઝિટિવ

Amreli Live

અત્યાર સુધીમાં 10,453 કેસ, મેઘાલયમાં પ્રથમ સંક્રમિત મળ્યો, દેશનાં 27 રાજ્ય અને 7 કેન્દ્ર શાસિત પ્રદેશમાં વાઇરસનું સંક્રમણ

Amreli Live

મહારાષ્ટ્રમાં 1. 86 લાખથી વધુ સંક્રમિત, ગુજરાતની ઝાયડસ કેડિલાને વેક્સીનના ક્લીનિકલ ટ્રાયલની મંજૂરી મળી

Amreli Live

ઓસ્ટ્રેલિયાનું નાગરિકત્વ ધરાવતા મૂળ અમદાવાદના ડૉક્ટર સિવિલમાં કરે છે કોરોના દર્દીઓની સેવા

Amreli Live

આ દિવસે વાળ કાપવાથી ઘર માંથી ચાલી જાય છે લક્ષ્મી અને થઇ શકે છે અકાળ મૃત્યુ .. આ રજાના દિવસે તો ખાસ ના કપાવવા જોઈએ..

Amreli Live

1.61 લાખના મોત: PM શિંઝો આબેએ જાપાનમાં ઈમરજન્સીની જાહેરાત કરી; પશ્ચિમ એશિયામાં તુર્કી સૌથી વધારે સંક્રમિત દેશ

Amreli Live

રશિયામાં સંક્રમિતોની સંખ્યા 6 લાખને પાર, અહીં 61% લોકો સાજા થયા

Amreli Live

વડાપ્રધાન મોદીએ ઈ-સ્વરાજ પોર્ટલ અને ઈ-ગ્રામ સ્વરાજ એપ લોન્ચ કરી, કહ્યું- આપણે આત્મનિર્ભર બનવું જ પડશે

Amreli Live

લીલીયા પંથકમાં 4 કલાકમાં 5, રાજુલામાં 1 કલાકમાં 4 અને જાફરાબાદમાં 3.5 ઈંચ વરસાદ, નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર

Amreli Live