25.5 C
Amreli
19/09/2020
કલેક્ટર ઓફિસ

Coronavirusના બહાને નેપાળે સીલ કરી ભારતીય સરહદ

કાઠમાંડુઃ ભારત અને નેપાળ વચ્ચે લિપુલેખ, કાલાપાની અને લિંપિયાધુરાને લઈને સરહદના વિવાદ વચ્ચે નેપાળે ભારત સાથે પોતાની સરહદ સીલ કરી છે. એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, કોરોના વાયરસના કારણે આવો નિર્ણય લેવામાં આવ્યો છે. જગ્યા જગ્યા પર ચેકપોસ્ટ લગાવવામાં આવી છે. જ્યાં નેપાળના સશસ્ત્ર દળોના જવાન પણ તૈનાત કરવામાં આવ્યા છે અને આવતા જતા લોકોની દેખરેખ સીસીટીવી દ્વારા કરવામાં આવી રહી છે. નોંધનીય છે કે સરહદ વિવાદના કારણે નેપાળ અને ભારત વચ્ચે રાજનીતિનું વાતાવરણ ગરમ છે અને નેપાળ સરકાર દેશના નવા નકશાને બંધારણીય દરજ્જો અપાવવાની કોશિશમાં લાગ્યું છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો

ભારત-નેપાળ સરહદ થઈ સીલ
નોંધનીય છે કે ભારત અને નેપાળની સરહદી સુરક્ષામાં અનેક જગ્યાએ લોકોના આવવા-જવા પર હળવાશ છે. જોકે, ગત અઠવાડિયામાં જ વડાપ્રધાન કેપી શર્મા ઓલી જાહેરમાં કહી ચૂક્યા છે કે ભારતમાંથી ગેરકાનૂની રીતે દાખલ થનાર લોકોથી દેશમાં કોરોના વાયરસ ફેલાવાનો ખતરો વધારે છે. અમારા સહયોગી નવભારત ટાઈમ્સ ઓનલાઈનને નેપાલના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે, આ જ કારણોસર નેપાળ-ભારતની સરહદને સીલ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃનેપાળે સંસદમાં રજૂ કર્યો ભારતના વિસ્તાર ધરાવતો વિવાસ્પદ નકશો

સીસીટીવીની દેખરેખમાં ચેકપોસ્ટ
અધિકારીએ જણાવ્યું કે આવી જગ્યાઓ પર Armed Police Force Nepal (APF) તૈનાત કરવામાં આવી છે અને ચેકપોસ્ટ પણ બનાવવામાં આવી છે. નેપાળી નાગરિકો સહિત ભારતથી આવનાર લોકોનું પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. તેમને ક્વોરન્ટીન પણ કરવામાં આવી રહ્યાં છે. કેટલીક જગ્યાઓ પર સીસીટીવી કેમેરા પણ લાગ્યા છે. આ પહેલા માર્ચમાં પણ નેપાળે ચીન તેમજ ભારત સાથે પોતાની સરહદને આ જ કારણોસર સીલ કરી હતી.

સરહદને લઈને વિવાદ ચાલુ
ભારત અને નેપાલ વચ્ચે સરહદનો વિવાદ લિપુલેખ, લિંપિયાધુરા અને કાલાપાની પર અધિકારને લઈને અનેક દિવસોથી ચાલુ છે. ભારતે લિપુલેખમાં માનસરોવર લિંક રોડ બનાવ્યો હતો. જેના પર નેપાળે આપત્તિ દર્શાવી હતી. ત્યાં સુધી કે નેપાળે પોતાનો નવો નકશો પણ જાહેર કર્યો છે. જેમાં આ ત્રણ જગ્યાઓને પોતાના દેશનો ભાગ દર્શાવ્યો છે. અત્યાર સુધી આ નકશાને બંધારણીય દરજ્જો નથી મળ્યો.


Source: iamgujarat.com

Related posts

Airtel-Vodafoneના પ્લાન પર રોક, Jio બની કારણ

Amreli Live

196.2 મીમી સાથે 12 વર્ષ બાદ જૂન મહિનામાં સીઝનનો સૌથી સારો વરસાદ નોંધાયો

Amreli Live

કોરોનાનો વધતો કહેરઃ દેશમાં સતત બીજા દિવસે 12 હજારથી વધુ કેસ નોંધાયા, 324નાં મોત

Amreli Live

23 જૂન, 2020નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

પોતાનો સ્ત્રી વેશમાં ફોટો ફરતો થતાં હાર્દિકે ભાજપને આડે હાથે લીધો

Amreli Live

આ એક્ટરને ‘આત્મનિર્ભર’ બનવાનું ભારે પડ્યું,જાતે હેર કટ કરતાં થઈ ગયો ‘ટકો’

Amreli Live

મુંબઈમાં વરસાદ ફરી બની શકે આફત, દરિયામાં 4.26 મીટર ઊંચા મોજાનું એલર્ટ

Amreli Live

196 કિલોના ગોરિલાનો કોરોના ટેસ્ટ કરાયો, અઠવાડિયાથી બીમાર હતો

Amreli Live

ભાવનગરઃ રમતાં-રમતાં કૂકરમાં ફસાઈ ગયું 1 વર્ષની બાળકીનું માથું, મહામહેનતે કઢાયું બહાર

Amreli Live

સુશાંત સિંહ રાજપૂતના મુંબઈ સ્થિત ઘરમાંથી પોલીસને મળી પાંચ ‘પર્સનલ ડાયરી’

Amreli Live

હવે Bubonic Plagueનો કહેર, આ દેશમાં થયું પહેલું મોત

Amreli Live

અમરેલીના લોકોને કોરાના મદદ માટે હેલ્પલાઇન સારું કરવામાં આવી

Amreli Live

ભારત સાથે સરહદ વિવાદ: વિવાદિત નકશાને નેપાળની સંસદે આપી મંજૂરી

Amreli Live

મિલિન્દ સોમણથી પણ વધુ ફિટ છે તેના મા, 15 પુશ અપ્શ લગાવી ઉજવ્યો 81મો બર્થ-ડે!

Amreli Live

કોરોનાઃ મુંબઈથી દૂર પોતાના ગામમાં ખેતી કામ કરી રહ્યો છે આ એક્ટર, શેર કર્યો વિડીયો

Amreli Live

2 જુલાઈ જન્મદિવસ રાશિફળ: મહિલાઓ માટે સુખદ સમય, દાંપત્ય જીવનમાં વધશે પ્રેમ

Amreli Live

કટ્ટરવાદીઓએ પાકિસ્તાનમાં બની રહેલા કૃષ્ણ મંદિરના પાયા તોડી નાંખ્યા

Amreli Live

ડૉક્ટર્સે અમિતાભ-અભિષેકને હજુ આટલા દિવસ હોસ્પિટલમાં રહેવાની સલાહ

Amreli Live

‘પલ ભર કે લિયે કોઈ હમે પ્યાર કર લે’ ગીત પર સુશાંતનો મસ્તીભર્યો ડાન્સ થયો વાયરલ

Amreli Live

છ મહિનામાં શેરબજારે રડાવ્યા, પણ સોનાએ તગડી કમાણી કરી આપી

Amreli Live

ફ્રેન્ડને ફોન કર્યો અને તેના પપ્પાએ ફોન ઉપાડી લીધો, ના બોલાવનું બોલ્યો અને..

Amreli Live