26.8 C
Amreli
20/09/2020
સમાચાર

કોરોના વાયરસથી જીવ જાય છે એવું નથી, ભારતમાં અત્યાર સુધીમાં 100 દર્દીઓ થયા સાજા

હું ભારતના એક કમનસીબ લોકો પૈકી એક હતો જેને સૌથી પહેલા કોરોના વાઇરસનું ઇન્ફેકશન લાગ્યું હતું તેમ ઉત્તર પ્રદેશના આગ્રામાં રહેતા અમિત કપૂરે જણાવ્યું છે. અમિત કપૂરે વધુમાં જણાવ્યું છે કે હવે હું સંપૂર્ણપણે ઠીક છું. ૧૪ દિવસ સુધી મારી સારવાર ચાલી હતી. હવે હું ઘરે પરત આવી ગયો છું. હવે હું અન્ય લોકોને કહેવા માગુ છું કે કોરોનાના કોઇ પણ લક્ષણ દેખાય તો ગભરાવાની જરૂર નથી. ડોકટર પાસે જાવ, તેમના પર વિશ્વાસ રાખો અને સકારાત્મક વિચારો.

પરિવારનાં 6 સભ્યોનાં ટેસ્ટ પોઝીટીવ

જ્યારે તે પોતાના ભાઇની સાથે ઇટાલીથી પરત આવ્યા તો બે માર્ચે તેમના પરિવારના તમામ ૧૧ સભ્યોનું કોરોનાનો ટેસ્ટ કરવામાં આવ્યા હતો.

જેમાંથી પરિવારના છ સભ્યોના ટેસ્ટ પોઝિટીવ આવ્યા હતાં. જેમાં ૭૩ વર્ષના તેમના પિતા, ૬૨ વર્ષની માતા, ૪૪ વર્ષીય ભાઇ, ૩૭ વર્ષીય ભાભી, તેમનો ૧૬ વર્ષનો પુત્ર અને ૩૮ વર્ષીય સ્વયં અમિત કપૂર સામેલ હતાં. અમિતના જણાવ્યા અનુસાર ટેસ્ટ પોઝિટીવ આવ્યા પછી સંપૂર્ણ પરિવાર ગભરાયેલુ હતું. તેમને લાગી રહ્યું હતું કે ફક્ત અમારી સાથે જ આ કેમ થયું? તેઓ ખૂબ જ ડરેલા હતાં.પરિવારનાં બધા જ લોકો થયા સાજા

અમિત કપૂરે જણાવ્યું હતું કે ત્યારબાદ અમને દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતાં. તમામ છ લોકોને અલગ અલગ રૂમમાં રાખવામાં આવ્યા હતાં. અમે એકબીજાને મળી શક્તા ન હતાં. અમને પંદર દિવસ સુધી હોસ્પિટલમાં રાખવામાં આવ્યા હતાં. અમારા બે વખત ટેસ્ટ કરવામાં આવ્યા હતાં. બંને વખત ટેસ્ટ નેગેટિવ આવ્યા હતાં. હવે અમારા પરિવારના તમામ લોકો સાજા થઇ ગયા છે અને ઘરે આવી ગયા છે. અમિતના પરિવારના છ સભ્યો સહિત ભારતમાં અત્યાર સુધી ૧૦૦ લોકો કોરોનાની ચપેટથી બહાર આવી ગયા છે. ભારતીય સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર સારા થઇ ગયેલા લોકોમાં મહારાષ્ટ્રના ૨૫ લોકો, કેરળના ૧૯, હરિયાણાના ૧૭,રાજસ્થાનના ૧૫, ઉત્તર પ્રદેશના ૧૧, દિલ્હીના ૬, કર્ણાટકના ૫, તમિલનાડુના ૪, રાજસ્થાનના ૩, ઉત્તરાખંડના ૨, લદ્દાખના ૩ તથા ગુજરાત, તેલંગણા, પંજાબ, જમ્મુ-કાશ્મીર, આંધ્ર પ્રદેશના એક-એક દર્દી સાજા થઇ ગયા છે.

હરિયાણામાં 11 દર્દીઓ થયા સાજા

  • હરિયાણાના ૧૧ દર્દીઓને સાજા કરનાર ડો. સુશીલ કટારિયાના જણાવ્યા અનુસાર લોકોને ગભરાવાની જરૂર નથી. જેને પણ કોરોના થયો હોય તો તેમને એમ સમજવાની જરૂર નથી કે તેમનું મૃત્યુ થઇ જશે. તેમના જણાવ્યા અનુસાર ૧૦૦માંથી ૮૦ દર્દી પોતાની જાતે જ સિમટોમેટ્રિક સારવારથી સાજા થઇ જાય છે. ૧૦૦માંથી ૨૦ દર્દીઓને હોસ્પિટલમાં સારસંભાળની જરૂર પડે છે. તેમાંથી પણ ૫૦ ટકા દર્દીઓ હોસ્પિટલમાં સામાન્ય વોર્ડ કેરથી સાજા થઇ જાય છે. ફકત દસ ટકા લોકોને આઇસીયુની જરૂર પડે છે અને પાંચ લોકોને જ વેન્ટિલેટરની જરૂર પડે છે.

Related posts

શીતલ ગ્રુપ દ્વારા અમરેલીના લોકો માટે દૂધ દહીં છાસ હોમ ડિલિવરી સર્વીશ નો આરંભ થયો કોલ કરો : 99046 44412

Amreli Live

કોરોના સામે જંગ : મોરબીના સિરામિક ઉદ્યોગકારોએ 4.5 કરોડ રૂપિયાની સહાયની જાહેરાત કરી

Amreli Live

ભારતનો પ્રભાવ વધ્યો : ટ્રંપે આપ્યા આ સંકેત, ભારત વિકસિત દેશોના સમૂહ G-7 માં થશે સામેલ થવાની શક્યતા.

Amreli Live

વિપુલભાઈ અને દીપ બોસમિયા ( પ્રકાશ કેટરર્સ )દ્વારા સેવાકીય યજ્ઞ જેમાં રોજ 1000 લોકો ને જમાડવામાં આવે છે

Amreli Live

કોરોના મહામારી સામે લડવા મોદી સરકાર નું ₹ 1 લાખ 70 હજાર કરોડનું આર્થિક પેકેજ જાહેર.

Amreli Live

એક જ પરિવારની બે દીકરી લોકડાઉનની સ્થિતિમાં 24 કલાક ફરજ બજાવી રહી છે પોતાની ફરજ

Amreli Live

Corona virus : ક્રેડિટ કાર્ડના બિલ ચુકવવામાં પણ મળશે ત્રણ મહિનાની છૂટ, જાણો RBI એ શું કહ્યું

Amreli Live

ઇઝરાયલે ફક્ત આટલી સસ્તી બનાવી કોરોના કીટ, ફૂંક મારવાથી એક જ મિનિટમાં જણાવી દે છે રિઝલ્ટ

Amreli Live

દિલીપભાઈ દ્વારા ગાંધીનગર ખાતે ભુખ્યાને ભોજન કરાવામાં આવ્યું.

Amreli Live

ડો.કાનાબાર સાહેબ /પીપી સોજીત્રા સાહેબ દ્વારા ગરીબ માણસો ને અનાજ પહોંચાડવાની સરાહનીય વ્યસ્થા

Amreli Live

આંગળીની લંબાઈ જણાવે છે કોરોનાથી મૃત્યુનો ભય કેટલો છે, આ કોઈ ખિસ્સા પુરણની વાત નથી.

Amreli Live

આજથી શરતો સાથે દુકાનો ખોલવાની ગૃહમંત્રાલય દ્વારા અપાઈ છૂટ..

Amreli Live

એક માણસના નાસ્તિક (રેશનાલિસ્ટ) બનવાને કારણે ડિપ્રેશનથી આત્મહત્યા સુધીની સફર.

Amreli Live

સંકટમોચન હરશે સંકટ, ઘીનો દીવો કરીને હનુમાનજીનાં આ મંત્રનો જાપ કરવાથી કોરોના પણ રહેશે દૂર!

Amreli Live

અત્યાર સુધી કોરોના સંક્રમણના 724 કેસ, 2 મહિનાની અંદર 40,000 વેન્ટીલેટર ખરીદશું : MHA

Amreli Live

મુંબઈ પર મોટો ખતરો, ધારાવીથી આવ્યા મોટા સમાચાર, ડૉક્ટર પણ સંક્રમિત

Amreli Live

અમરેલી સુનફ્લાવર સ્કૂલ ના બાળકો દ્વારા કોરોના માટે પ્રાર્થના નું આયોજન થયું

Amreli Live

રાહત કીટ પર વડાપ્રધાન મોદીનો સંદેશ, ભાજપના ધારાસભ્ય ભુપેન્દ્રભાઇ પટેલની અનોખી પહેલ

Amreli Live

સારહી યુથ ક્લબ ઓફ અમરેલી નો સેવા યજ્ઞ

Amreli Live

કોરોના લૉકડાઉનમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણી આ રીતે કરશે નિરાધારોની મદદ

Amreli Live

કોરોના વાયરસથી સમાજને બચાવા કેદીઓ મેદાને, જેલના માસ્કની માંગમાં વધારો

Amreli Live