26.8 C
Amreli
19/09/2020
bhaskar-news

AMC કમિશનરે પહેલા કોરોના પોઝિટિવ દર્દીઓના નામો જાહેર કરાવ્યા, હવે સરકારની સાથે ચર્ચા કરી નિર્ણય કરવા કહે છેરાજ્યમાં હવે કોરોના વાઇરસના કેસો હજારો અને લાખોની સંખ્યામાં થવાની શક્યતા ખુદ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ વ્યક્ત કરી છે. ત્યારે પોઝિટિવ વ્યક્તિના સંપર્કમાં તમે આવ્યા હતા કે કેમ તેની જાણકારી લોકોને મળે અને પોતે સામેથી ક્વોરન્ટીન અને ટેસ્ટ પણ કરાવે તે માટે નામો જાહેર કર્યા હતા. જો કે મોટા ઉપાડે નામો આપ્યા બાદ અચાનક મ્યુનિસિપલ કમિશનર નહેરાએ આજે પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે, રાજ્ય સરકાર સાથે ચર્ચા કરી નામ આપીશું. જ્યારે નામ જાહેર કરવાનો નિર્ણય લીધો ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરનો મહત્વનો નિર્ણય કહી અને પ્રેસનોટ જાહેર કરી દીધી હતી. જેમાં મ્યુનિસિપલ કમિશનરનો અતિ મહત્વનો નિર્ણય તેવું લખવામાં આવ્યું હતું. રાજ્ય સરકારની સૂચના કે પરામર્શ કરી નિર્ણય લેવાયો છે એવું કોઈ જ ઉલ્લેખ ન હતો. ત્યારે હવે નામ જાહેર કરવા રાજ્ય સરકારને પૂછવાની શું આવશ્યકતા લાગી તેના પર સવાલ ઊભો થયો છે. હવે પોઝિટિવ દર્દીઓના નામ જાહેર કરવા રાજ્ય સરકાર સાથે કોઈ ચર્ચા કરી અને નિર્ણય લીધો કે પછી મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ જાતે નિર્ણય લીધો હતો તે સ્પષ્ટ કરાયું નથી.

મીડિયા સામે મૂંગા રહી સોશિયલ મીડિયામાં જ વાહવાહી લૂંટે છે
ઉપરાંત કોર્પોરેશન તંત્રની કામગીરી હવે માત્ર સોશિયલ મીડિયા પર જે લોકો છે તેમના સુધી જ પહોંચે તેવા પ્રયાસો શરૂ કરાયા છે. જે માહિતી આપવી હોય અને લોકો સુધી પહોંચાડી વાહવાહી અને ગુડ વર્ક લેવા માટે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી દેવામાં આવે છે. સાચી માહિતી મીડિયા સુધી પહોંચાડવામાં આવતી નથી. કોઈપણ માહિતી મીડિયા માંગે છે છતાં તેઓને આપવામાં આવતી નથી. માત્ર સોશિયલ મીડિયામાં સારી કામગીરી કરવામાં આવે છે તેવો દેખાડો કરવામાં આવે છે. જ્યારે મીડિયા પૂછે છે તો જવાબ પણ આપી શકતા નથી.

ગરીબોને ખાવાના ફાંફા
લોકડાઉનમાં કોર્પોરેશન દ્વારા ગરીબ, રોડ પર રહેલા લોકો, મજૂરો, શ્રમિકો અને ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોને જમવાનું પહોંચાડવામાં આવતું હતું. છેલ્લા કેટલાક દિવસથી પૂર્વ વિસ્તારમાં રામોલ, વટવા જીઆઇડીસી, ઓઢવ જેવા વિસ્તારમાં ગરીબો હવે ભૂખ્યા મરી રહ્યા છે. તેમની પાસે જેટલું અનાજ કરીયાણું હતું એ પણ ખૂટી ગયું છે. કોર્પોરેશન દ્વારા સેવાભાવી સંસ્થાઓ જે જમવાનું બનાવે છે તેના રસોડા પણ બંધ કરાવી દેવામાં આવ્યા છે. જેના કારણે પણ હવે સેવાભાવી સંસ્થાઓની મદદ પણ બંધ થઈ ગઈ છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


AMC Commissioner announces first names of Corona positive patients and now discusses with government and calls for decision

Related posts

24 કલાકમાં શહેરમાં 169 નવા પોઝિટિવ કેસ-14 દર્દીના મોત, મૃત્યુઆંક 83 થયો અને કુલ 1821 દર્દી

Amreli Live

અત્યારસુધી 2.54 લાખ કેસ: મહારાષ્ટ્રમાં આજે 15 દિવસમાં બીજી વાર રેકોર્ડ 3 હજારથી વધુ કેસ નોંધાયા, જેલમાથી પેરોલ પર 20 હજાર કેદી મુક્ત કરાયા

Amreli Live

નસવાડીની મોડેલ સ્કૂલે સરકારની ગાઇડલાઇનના લીરેલીરા ઉડાવ્યા, વિદ્યાર્થીઓને પ્રશ્નપત્રો-પુસ્તકો લેવા સ્કૂલમાં બોલાવતા વિવાદ

Amreli Live

કેમિકલ પ્લાન્ટમાં મોડી રાત્રે ફરી ગેસ લીક થયો, 3 કિમી વિસ્તારમાં ગામ ખાલી કરાયા,અત્યાર સુધી 2 બાળકો સહિત 11 મોત

Amreli Live

પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાના વિરોધમાં કોંગ્રેસનું દેશભરમાં પ્રદર્શન, દિલ્હીમાં કાર્યકર્તાઓની અટકાયત

Amreli Live

પોતે કેન્સર પીડિત હોવા છતાં સુરતના લેબ ટેક્નિશિયન કોરોના શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ લઈ રહ્યા છે

Amreli Live

વિશ્વભરમાં 65.73 લાખ કેસ: સંક્રમણની દ્રષ્ટિએ પાકિસ્તાન ચીનથી આગળ નિકળી ગયું, તે 17મો સૌથી વધુ પ્રભાવિત દેશ

Amreli Live

મમતાએ કહ્યું: કેન્દ્રની ગાઈડલાઈન્સ વિરોધાભાસી: એક બાજુ લોકડાઉનના કડક પાલનની વાતો, બીજી બાજુ દુકાનો ખોલવાના આદેશ

Amreli Live

મણિનગરની એલ.જી હોસ્પિટલના વધુ 4 ડોક્ટર અને એક નર્સને કોરોના ટેસ્ટ પોઝિટિવ

Amreli Live

150 લોકોના રેપિડ ટેસ્ટ કરાયા, તમામ નેગેટિવ: 86 સેમ્પલના રિપોર્ટ પેન્ડિંગ

Amreli Live

અમદાવાદ અને આણંદ સિવાય એકપણ જિલ્લામાં નવો કેસ નહીં, આજે એકનું મોત, કુલ દર્દી 493 થયા

Amreli Live

જમાલપુર, ખાડિયા, દરિયાપુર શાહપુર સહિત 6 વિસ્તાર રેડ ઝોનમાં, બાકીના 42 ઓરેન્જ ઝોનમાં : AMC કમિશનર નહેરા

Amreli Live

કોરોનાથી આજે રેકોર્ડ 93 લોકોના મોત, લોકપાલ સદસ્ય જસ્ટિસ અજયકુમાર ત્રિપાઠીનું સંક્રમણથી મોત

Amreli Live

ભાવનગરમાં 50, રાજકોટમાં 26, ગોંડલમાં 10, અમરેલીમાં 6, જસદણમાં 5, ગીર સોમનાથમાં 3 અને બોટાદમાં 3 કેસ નોંધાયા

Amreli Live

15.35 લાખ કેસઃ બિહારમાં લોકડાઉન 16 દિવસ વધારાયું, 1લી ઓગસ્ટથી લાગુ થશે

Amreli Live

હવે દર્દીઓના આંકડા દર 24 કલાકે જણાવાશે, કોરોના ટેસ્ટ પહેલા જેટલા થતાં હતા તેટલા જ કરાય છે, ઘટાડાયા નથીઃ જયંતિ રવિ

Amreli Live

ચેઝ ધ વાઈરસ અને 3-T એક્શન પ્લાનથી ધારાવીમાં કોરોના પર કાબૂ મેળવવામાં સફળતા મળી

Amreli Live

વધુ 8 PTS તાલીમાર્થીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં, અત્યાર સુધીમાં કુલ 49 તાલીમાર્થીઓ સારવાર હેઠળ

Amreli Live

56,351 કેસ, 1,889 મૃત્યુઆંકઃ દિલ્હીમાં એક દિવસમાં સૌથી વધારે 448 સંક્રમિત વધ્યા, જેમાં ITBPના 37 જવાન પણ સામેલ

Amreli Live

રાજ્યમાં આજથી પેટ્રોલ-ડિઝલના ભાવમાં પ્રતિ લિટર રૂ.2નો વધારો, ધારાસભ્યોનાં પગાર 30% કપાયા, સરકારી કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું મુલતવી

Amreli Live

અમેરિકાએ સત્તાવાર રીતે પોતાને WHOથી અલગ કર્યું, બ્રાઝિલના રાષ્ટ્રપતિ કોરોના પોઝિટિવ, દુનિયામાં અત્યાર સુધીમાં 1.18 કરોડ કેસ

Amreli Live