25.9 C
Amreli
08/08/2020
અજબ ગજબ

9 વર્ષથી લગ્ન જીવન પસાર કરી રહેલી મહિલાને અચાનક ખબર પડી કે પોતે પુરુષ છે. તેને એ રોગ જોવા મળ્યો જે પુરુષમાં જ થઇ શકે છે.

30 વર્ષની પરણિત સ્ત્રીને સારવાર દરમિયાન ખબર પડી કે તે પુરુષ છે, એને જે રોગ થયો તેનું નામ સંભાળતા ભલભલાના મોતિયા મરી જાય છે.

આવો જાણીએ તે બાબત વિષે.

એક મહિલા 30 વર્ષથી સામાન્ય જીવન જીવી રહી હતી. 9 વર્ષથી સુધી પરણિત પણ છે. પરંતુ અચાનક એક દિવસ તેને આશ્ચર્ય થયું, જ્યારે તેને ખબર પડી કે તે સ્ત્રી નથી પરંતુ પુરુષ છે. તેને આ માહિતી ત્યારે મળી જ્યારે તેને પેટમાં દુ:ખાવાની ફરિયાદ લઈને ડોક્ટર પાસે ગઈ. ડોક્ટરોએ તપાસ કર્યા બાદ મહિલાને જણાવ્યું કે તેને પુરુષોમાં થતું કેન્સર છે.

આશ્ચર્યની વાત તો એ છે કે આ મહિલાની 28 વર્ષની બહેન પણ પુરુષ નીકળી. જ્યારે તેને તપાસ કરાવી ત્યારે જાણવા મળ્યું કે બંને બહેનો એન્ડ્રોજન અસંવેદનશીલતા સિન્ડ્રોમ (AIS)થી પીડિત છે.

AIS એ એક ખાસ અને દુર્લભ પ્રકારનો રોગ છે, જેમાં વ્યક્તિનો જન્મ થાય છે ત્યારે તેના જીન્સ પુરુષોના હોય છે પરંતુ શરીર મહિલાઓની જેમ વિકસે છે.

પશ્ચિમ બંગાળનાં બિરભૂમમાં રહેતી આ 30 વર્ષીય મહિલાનાં લગ્નને 9 વર્ષ થયાં છે. જ્યારે તેને પેટમાં તીવ્ર દુ:ખાવો થયો હતો, ત્યારે તે નેતાજી સુભાષચંદ્ર બોઝ કેન્સર હોસ્પિટલમાં સારવાર માટે ગઈ હતી. જ્યારે હોસ્પિટલના તબીબો અનુપમ દત્તા અને ડો.સૌમેન દાસે તપાસ કરી તો જાણવા મળ્યું કે આ મહિલા ખરેખર પુરુષ છે.

ડોક્ટરોએ કહ્યું કે બહારથી તે સંપૂર્ણ સ્ત્રી છે. તેનો અવાજ, શરીરની રચના, બાહ્ય અવયવો બધા મહિલાઓનાં છે. પરંતુ તેના શરીરમાં યુટ્રેસ (ગર્ભાશય) અને ઓવરીઝ (અંડકોશ) નથી. આ મહિલાને ક્યારેય માસિક સ્રાવ પણ થયું નથી.

બંને ડોકટરોએ જણાવ્યું કે આ મહિલાને ટેસ્ટિક્યુલર કેન્સર(Testicular Cancer) છે. જે પુરુષોને થાય છે. આ મહિલા જે દુર્લભ સ્થિતિમાં છે, તે 22 હજાર લોકોમાંથી કોઈ એકને થાય છે.

આ સ્ત્રીમાં પુરુષના અંડકોષ છે. જે તેના શરીરની અંદર છે. તેમાં કેન્સર થઇ થયું છે. ટેસ્ટિક્યુલર કેન્સરને સેમિનોમા(Seminoma) તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મહિલામાં સામાન્ય સ્ત્રીઓની જેમ તમામ જનનાંગો હોય છે, પરંતુ તે ગર્ભવતી થઈ શકતી નથી.

આ મહિલા પુરૂષ છે, તેની પુષ્ટિ કરવા માટે ડોકટરોએ કૈરિઓટાઇપિંગ ટેસ્ટ કરાવ્યો. જેમાં વ્યક્તિના રંગસૂત્રોનો અભ્યાસ કરવામાં આવે છે. તેના રંગસૂત્રો XY છે, જે પુરુષોમાં હોય છે. જ્યારે, મહિલાઓના XX હોય છે.

હાલમાં, આ મહિલા કીમોથેરેપી કરાવી રહી છે. ડોક્ટર અનુપમ દત્તાએ કહ્યું કે તેના તમામ હોર્મોન્સ મહિલાઓના છે. અત્યારે અમે પીડિત મહિલા અને તેના પતિને સમજાવી રહ્યાં છીએ કે આમાં કોઈ સમસ્યા નથી. તમે આજ સુધી જેવી રીતે જીવન જીવતા આવ્યા છો તેવી રીતે જ જીવો.

ડોક્ટર દત્તાએ કહ્યું કે મહિલાની બહેન અને બે માસીઓને પણ AISની સમસ્યા હતી. તે જીન્સ પર આધારીત છે, આથી તે પેઢીઓથી તેમના પરિવારમાં ચાલતું આવે છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

શિકારીઓએ ચણમાં ઝેર મિક્સ કરીને 8 મોર માર્યા, ગ્રામીણોએ કરી ધોલાઈ

Amreli Live

ચીની ઉત્પાદનોના વિરોધને નબળું જણાવવું એટલે પોતાની જ શક્તિને ઘણી ઓછી કરીને આંકવી.

Amreli Live

શું ભેજવાળું વાતાવરણ અને ફેસ માસ્ક પહુંચાડી રહ્યું છે તમારી ત્વચાને નુકશાન?

Amreli Live

પ્રખ્યાત સોમનાથ મંદિરને પ્રધાનમંત્રી નેહરુએ ‘હિન્દૂ પુનરુત્થાન કામ’ કહીને કર્યો હતો વિરોધ.

Amreli Live

પહેલા માં ખોવાઈ હવે પિતા છોડને ગયા, ચાર માસુમ ઉપર દુઃખોનો ડુંગર તૂટી પડ્યો.

Amreli Live

વિદેશી નહિ, દેશી જાતિ સહીવાલ અને ગીરના વીર્યની વધી માંગ, જાણો તેની ખાસિયત.

Amreli Live

ચીની સામાનનો બહિષ્કાર કરવાથી આ રીતે થશે આત્મનિર્ભર ભારતનું સપનું સાકાર.

Amreli Live

મનોરંજનની દુનિયામાં ભૂકંપના ઝટકા હજી બંધ થવાનું નામ નથી લેતા, વધુ એક સફળ હીરોની આત્મહત્યા.

Amreli Live

ચીનને ખૂબ ઓછા નુકશાન સામે મોટો ઝાટકો આપી શકે છે ભારત

Amreli Live

આ છે શાકાહારી મટન, સાંભળીને ચોંકી ગયાને, કેન્સર-અસ્થમા જેવો રોગોમાં છે ફાયદાકારક.

Amreli Live

1998 વિશ્વકપમાં ભારતની જીતનો આ હીરો હવે ભેંસો ચરાવવા માટે છે મજબુર, આટલી ખરાબ થઈ ગઈ છે હાલત

Amreli Live

કુદરતમાંથી મળેલ ઉત્તમ ભેટ છે તાંબું, દુનિયામાં રહેલા બધી ધાતુઓથી સૌથી પવિત્ર, જાણો કેમ.

Amreli Live

અમેરિકાની પહેલી હિન્દૂ સાંસદે જણાવ્યું : ખરાબ સમયમાં ગીતાથી મળે છે શાંતિ-શક્તિ

Amreli Live

બજરંગબલીના આશીર્વાદથી આર્થિક લાભ અને સામાજિક પ્રતિષ્‍ઠા મળશે, આકસ્મિક ધનલાભનો યોગ છે.

Amreli Live

એક વરરાજો અને બે કન્યા, એકના લવમેરેજ અને બીજીના અરેન્જ

Amreli Live

આ રાશિ માટે શનિદેવની કૃપાથી આજનો દિવસ આર્થિક લાભાલાભ ધરાવતો હશે, તંદુરસ્‍તી સારી રહે.

Amreli Live

અજબ ગજબ ક્રાઇમ : યુવકને ગાંજો ના મળ્યો તો, એક વાટકામાં પાણી લઈને ગળી ગયો ચપ્પુ, ડોક્ટર ચકિત

Amreli Live

બાળકના માથાને ગોળ આકાર આપે છે રાઈનું ઓશીકું, જાણો ફાયદા અને સાવચેતી.

Amreli Live

ઝારખંડમાં મળ્યો ખજાનો, ખજાનો એવો છે કે ચીન પર ભારતની નિર્ભરતા ખતમ થઈ જશે

Amreli Live

આ રાશિના લોકોને આજે વેપારધંધામાં લાભ થાય, પણ અકસ્‍માત તથા વાહન ચલાવતાં સંભાળવું, વાંચો તમારું રાશિફળ

Amreli Live

લીવરને મસ્ત રાખવું છે તો પોતાના ટાયટમાં આ વસ્તુઓને એડ કરો અને રહો તંદુરસ્ત

Amreli Live