તારક મેહતા શો માં લોકોને હસાવવા માટે પાછા આવી રહ્યા છે નટ્ટૂ કાકા, 9 મહિના પછી ફરી શરુ કર્યું શૂટિંગ. ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ માં નટ્ટૂ કાકાનું પાત્ર ભજવતા એક્ટર ઘનશ્યામ નાયક છેલ્લા 9 મહિનાથી શૂટિંગ પરથી ગાયબ હતા. થોડા મહિના પહેલા 76 વર્ષીય એક્ટરના ગળાનું ઓપરેશન થયું હતું, જેમાં 8 ગાંઠો નીકળી હતી. લગભગ 3 મહિના સતત ટ્રીટમેન્ટ પછી હવે તેમની સ્થિતિ સુધરી છે, અને હવે તેમણે શો નું શૂટિંગ શરુ કર્યું છે.
દૈનિક ભાસ્કર સાથે વાતચીત દરમિયાન ઘનશ્યામ નાયકે જણાવ્યું, 16 માર્ચે મેં છેલ્લી વખત શૂટિંગ કર્યું હતું. લોકડાઉનને કારણે અમારે શૂટિંગ અટકાવવું પડ્યું હતું. પછી જયારે અનલોક થયું ત્યારે પણ હું શુટિંગ પર જઈ શક્યો નહિ. મહારાષ્ટ્ર સરકારની ગાઇડલાઇન અનુસાર તે સમયે 65 વર્ષથી ઉપરના લોકોને શૂટિંગની પરવાનગી ન હતી. આ દરમિયાન મારે મારા ગળાનું ઓપરેશન કરાવવું પડ્યું, જેમાં 8 ગાંઠો નીકળી.
પણ હવે હું સંપૂર્ણ રીતે ફિટ છું અને સેટ પર પાછો આવ્યો છું. ફરીથી શૂટિંગ શરૂ કરવા પર ઘણી ખુશી થઈ રહી છે, કારણ કે હું મારા કામને ઘણું મિસ કરી રહ્યો હતો. પુરા 9 મહિના પછી (16 ડિસેમ્બર) કેમેરા સામે આવીને ઘણો સંતોષ અનુભવી રહ્યો છું.
કીમોથેરેપીમાંથી પસાર થયા હતા નટ્ટૂ કાકા : સેટ પર પસાર કરેલા પોતાના પહેલા દિવસ વિષે ઘનશ્યામ નાયક જણાવે છે કે, અસિત મોદી અને તેમની ટીમના સભ્યોએ મારુ ઘણું ધ્યાન રાખ્યું છે. હું તે દરેકનો દિલથી આભાર માનું છું. મારો પહેલો સીન જેઠાલાલ (દિલીપ જોશી) અને બાગા (તન્મય વેકરીયા) સાથે હતો. બંનેએ સીનના શૂટિંગ સમયે મને ઘણો કમ્ફર્ટ અનુભવ કરાવ્યો.
મને ડાયલોક બોલવામાં કોઈ પણ પ્રકારની કોઈ તકલીફ થઈ નથી. નટ્ટૂ કાકા ગડા ઇલેક્ટ્રોનિક્સમાં પાછા આવ્યા છે. આ એપિસોડ લગભગ 2-3 દિવસમાં પ્રસારિત થશે. ઘનશ્યામ નાયકે પોતાના ગળાની સારવાર માટે કીમોથેરેપી અને રેડિએશન જેવી ટ્રીટમેંટની મદદ લેવી પડી હતી.
આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.
Source: gujaratilekh.com