26.8 C
Amreli
20/09/2020
bhaskar-news

89 હજારના મોત, એરલાયન્સ કંપની લુફ્થાંસાને દર કલાકે રૂ. 8.30 કરોડનું નુકસાન, સ્પેનના PMએ કહ્યુ-અમે મહામારીની ચરમ સીમા પર છીએવિશ્વભરમાં 15 લાખ 29હજાર 401 કોરોનાના કેસ નોંધાયા છે. 89હજાર 416 લોકોએ અત્યાર સુધીમાં જીવ ગુમવ્યા છે. ત્રણ લાખ 37 હજાર 164 લોકોને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. કોરોનાના કારણે યુરોપની મુખ્ય એરલાયન્સ કંપની લુફ્થાંસાને દર કલાકે રૂ. 8.30 કરોડ (10 લાખ યુરો)નું નુકસાન થઈ રહ્યું છે. બીજી તરફ સ્પેનના પ્રધાનમંત્રી પેડ્રો સાંચેઝે આજે કહ્યું હતું કે અમે મહામારીની ચરમ સીમા ઉપર પહોંચી ગયા છીએ. દેશમાં અત્યાર સુધીમાં 14 792 લોકોના મોત થયા છે. અમેરિકાની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં અહીં 33 હજાર નવા કેસ નોંધાયા અને 1973 લોકોના મોત થયા છે. બ્રિટનમાં 24 કલાકમાં 938ના મોત થયા છે.પ્રધાનમંત્રી બોરિસ જોનસનની તબીયત સ્થિર છે અને હાલ ICUમાં છે.

ઈરાનમાં 24 કલાકમાં 117ના મોત,મૃત્યુઆંક ચાર હજારને પાર

ઈરાનના આરોગ્ય ખાતાના જણાવ્યા મુજબ 117 નવા મોત સાથે અહીં મૃત્યુઆંક 4110 થઈ ગયો છે. એક દિવસમાં 1634 નવા કેસ નોંધાવાની સાથે કુલ કેસ 66 હજાર 220 થયા છે.

અમેરિકામાં મૃત્યુઆંક 15 હજાર નજીક
અમેરિકામાં 14795 મોત સાથે મૃત્યુઆંક 15 હજાર નજીક પહોંચી ગયો છે અને કુલ પોઝિટિવ કેસ 4 લાખ 35 હજાર 128 થયા છે. ન્યૂયોર્કમાં છેલ્લા 24 કલાકમાં 779 લોકોના મોત થયા છે, બુધવારે અહીં 731 લોકોના જીવ ગયા હતા. ન્યૂયોર્ક રાજ્યમાં મૃત્યુઆંક 6268 થયો છે. કોરોના વાઈરસથી અમેરિકામાં 11 ભારતીયોના મોત થયા છે, જ્યારે 16 ભારતીયો પોઝિટિવ છે.

અમેરિકાના બ્રૂકલિનમાં એક ઘર બહાર સ્ટેચ્યૂ ઓફ લિબર્ટીને માસ્ક પહેરાવામાં આવ્યું છે. ન્યૂયોર્ક રાજ્યમાં 1.51 લાખ પોઝિટિવ કેસ છે.

ડોનાલ્ડ ટ્રમ્પે WHO ફરી આડેહાથ લીધું

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે પ્રેસ બ્રીફિંગ દરમિયાન કહ્યું કે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ આ મહામારી સામે ખોટી રીતે લડ્યું છે. તેઓએ પોતાની પ્રાથમિકતા યોગ્ય રીતે નક્કી કરવી જોઈએ. બીસીસીએ પોતાના રિપોર્ટમાં ટ્રમ્પના હવાલાથી કહ્યું કે WHOને ફંડિગ આપવાનું ચાલું રાખવું કે નહીં તેના પર અમેરિકા અભ્યાસ કરીને વિચારશે.

નવા રિચર્સમાં કહેવામાં આવ્યું છે કે અમેરિકામાં કોરોના વાઈરસ ફેબ્રુઆરીના મધ્યભાગમાં ન્યૂયોર્કમાં ફેલાવાનો શરૂ થઈ ગયો હતો. યુરોપથી પરત ફરેલા પ્રવાસી દ્વારા અહીં આ વાઈરસ આવ્યો હતો. અમેરિકામાં ન્યૂયોર્ક સૌથી વધારે પ્રભાવિત છે. ન્યૂયોર્કમાં 1.51 લાખ પોઝિટિવ કેસ છે. આ આંકડો સ્પેન, ઈટાલી અને જર્મનીના પોઝિટિવ કેસ કરતા પણ વધારે છે.

એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે અમેરિકામમાં કોરોનાની સૌથી વધારે અસર કાળા લોકોને થઈ છે. શિકાગોની કુલ વસ્તીના 30 ટકા લોકો આફ્રિકન-અમેરિકન છે.તેમાંથી 68 ટકાના મોત કોરોનાથી થયા છે.અમેરિકાના આરોગ્ય વિભાગનો અંદાજ કે અમેરિકામાં કોરોનાથી 61 હજાર લોકો મોતને ભેટશે.

સ્પેનમાં કુલ પોઝિટિવ કેસ એક લાખ 48 હજાર 220 થયા છે અને મૃત્યુઆંક 14 હજાર 792 થઈ ગયો છે. ઈટાલીમાં કુલ પોઝિટિવ કેસ એક લાખ 39 હજાર 422 છે અને મૃત્યુઆંક 17 હજાર 669 થયો છે. બેલ્જિયમ અને નેધરલેન્ડમાં પણ મૃત્યુઆંક ઝડપથી વધી રહ્યો છે. બન્ને દેશમાં 2200થી વધારે લોકો મોતને ભેટી ચૂક્યા છે.

ઓસ્ટ્રેલિયા: રુબી પ્રિન્સેસ ક્રૂઝ કેંબલા પોર્ટ ઉપર ઊભું છે. અહીંથી દેશમાં કોરોના ફેલાયો હોવાનું માનવામાં આવી રહ્યું છે.

WHOના મહાનિર્દેશકને જાનથી મારી નાખવાની ધમકી

વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના મહાનિર્દેશક ટ્રેડોસ એડહોનમ ગેબ્રેયેસિયેસે બુધવારે ખુલાસો કર્યો હતો કે કોરોના સામેના લડાઈ અભિયાન દરમિયાન તેઓને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. તેમણે અમેરિકા અને ચીન સહિતના દેશોને કોરોના ઉપર રાજનીતિ ન કરવાની સલાહ આપી. તેમણે કહ્યું કે તેમને વ્યક્તિગત ટાર્ગેટ કરવામાં આવે તેની ચિંતા નથી. છેલ્લા ત્રણ મહિનામાં મને ઘણા પ્રકારના અપશબ્દો કહેવામાં આવ્યા છે. જાનથી મારી નાખવાની ધમકી તાઈવાનથી કોઈએ આપી હતી. કાર્યવાહી કરવાને બદલે તાઈવાનના અધિકારીઓ મારી ટિકા કરવા લાગ્યા.

તેમણે વધુમાં કહ્યું કે કોરોના દર મિનિટે લોકોનો જીવ લઈ રહ્યો છે. આપણે એક ન થયા તો સ્થિતિ ખરાબ થઈ શકે છે.કોરોના વિશે આપણને તમામ બાબતની જાણ નથી. આ નવો વાઈરસ છે, આપણને ખ્યાલ નથી કે આગળ જતા આ વાઈરસ ફેલાશે. એટલા માટે એક થવું જરૂરી છે.કોરોનાને એક અજ્ઞાત વાઈરસ જાહેર કર્યાને 100 દિવસ થયા છે અને આ 100 દિવસમાં તેણે સમગ્ર વિશ્વને બદલી નાખ્યું છે.

રશિયા વિદેશમાંથી બે દિવસમાં 1200 લોકોને પરત લાવ્યું

ન્યૂયોર્કથી પરત ફરેલા રશિયાના નાગરિકોની તપાસ કરી રહેલા સ્વાસ્થ્ય કર્મચારીઓ. રશિયા 1200થી વધારે નાગરિકોને વિદેશમાંથી પરત લાવ્યું છે.

રશિયા છેલ્લા બે દિવસમાં વિદેશમાં ફસાયેલા તેના 1200થી વધારે નાગરિકોને પરત લાવ્યું છે. 20 માર્ચથી અત્યાર સુધીમાં વિદેશમાં રહેતા એક લાખ 64 હજાર 600 નાગરિકો રશિયા પરત આવી ચૂક્યા છે. રશિયામાં કુલ પોઝિટેલ કેસ 8,672 છે અને 63 લોકોએ જીવ ગુમાવ્યો છે.

દક્ષિણ આફ્રિકામાં લોકડાઉનનો ભંગ કરનાર મંત્રી બે મહિના માટે સસ્પેન્ડ

લોકડાઉન દરમિયાનદક્ષિણ આફ્રિકામાં કોમ્યુનિકેશન મંત્રી સ્ટેલા અંદાબેની બહાર લંચ કરવા ગયા હતા, તે તસવીર વાઈરલ થઈ છે.

દક્ષિણ આફ્રિકામાં કોમ્યુનિકેશન મંત્રી સ્ટેલા અંદાબેનીને લોકડાઉનનો ભંગ કરવા બદલ બે મહિના માટે સસ્પેન્ડ કરી દેવાયા છે.તેમના ઉપર આરોપ છે કે તેઓ અમુક લોકો સાથે લંચમાં ગયા હતા અને સોશિયલ મીડિયામાં તેમની તસવીરો વાઈરલ થઈ હતી. ત્યાર પછી રાષ્ટ્રપતિ સિરિલ રામફોસાએ તેમને બે મહિના માટે રજા ઉપર ઉતારી દીધા હતા.

આ તસવીર પેરુની રાજધાની લીમાની છે. અહીં 121 લોકોના કોરોનાથી મોત થયા છે.

પેરુમાં 26 એપ્રિલ સુધી ઈમરજન્સી લંબાવાઈ છે. પેરુમાં 4342 કેસ છે અને 121 લોકોના મોત થયા છે.

સર્બિયાના રાષ્ટ્રપતિ એલેક્ઝેન્ડર વુસિકે પોતાનો પુત્ર ડેનિલો કોરોના વાઈરસ સંક્રમિત હોવાની જાણ કરી હતી. સર્બિયામાં કુલ 2666 કેસ નોંધાયા છે અને 65 લોકોના મોત થયા છે.

ચીનના વુહાનમાં 11 સપ્તાહ પછી લોકડાઉન હટતા લોકો રસ્તા પર આવીને ડાન્સ કરવા લાગ્યા હતા.

ચીનમાં બુધવારે કોરોનાના 63 કેસ નોંધાયા છે, તેમાથી 61 દર્દી બહારથી આવ્યા છે.પાકિસ્તાનમાં કોરોનાના કુલ કેસ4323 થયા છે અને 63 લોકોના મોત થયા છે.

કયા દેશમાં કોરોના વાઈરસની શુ સ્થિતિ છે તે જોઈએ

દેશ કેસ મોત
અમેરિકા 4,35,128 14,795
સ્પેન 1,48,220 14,792
ઈટાલી 1,39,422 17,669

જર્મની

1,13,296 2,349
ફ્રાન્સ 1,12,950 10,869
ચીન 81,865 3,335
ઈરાન 66220 4110
બ્રિટન 60,733 7,097
તુર્કી 38,226 812
બેલ્જિયમ 23,403 2,240
સ્વિત્ઝરલેન્ડ 23,280 895
નેધરલેન્ડ 20,549 2,248
કેનેડા 19,438 427
બ્રાઝીલ 16,188 820
પોર્ટુગલ 13,141 380
ઓસ્ટ્રિયા 12,942 273
દક્ષિણ કોરિયા 10,423 204
ઈઝરાયલ 9,404 73
રશિયા 10131 76
સ્વિડન 8,419 687
આયરલેન્ડ 6,074 235
ઓસ્ટ્રેલિયા 6,052 50
નોર્વે 6,042 101
ભારત 5,916 178

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


ન્યૂયોર્કના બેવિલે સ્થિત દિવ્યાંગ ઘર. અહીં રહેનાર 46 લોકોમાંથી 37 કોરોના પોઝિટિવ છે.


રશિયાના કોચુબેયેવસ્કોયમાં માસ્ક બનાવતી મહિલાઓ.


ઈટાલી પછી અમેરિકાનું ન્યૂયોર્ક રાજ્ય કોરોનાનું એપી સેન્ટર બન્યું છે. અહીં છ હજારથી વધારે લોકોના જીવ ગયા છે.


લંડનમાં બ્રિટનની મહારાણી એલિઝાબેથની તસવીર લગાવવામાં આવી છે, તસવીરમાં તેમણે દેશને સંબોધન કર્યુ હતું તેની અમુક વાતો લખવામાં આવી છે.


આ તસવીર જાપાનની રાજધાની ટોક્યો છે. અહી માસ્ક લગાવી લોકો કામ ઉપર જઈ રહ્યા છે.

Related posts

મે મહિનામાં વૈશ્વિક અર્થતંત્રના GDPમાં ઘટાડાનો દર 2.3 ટકા રહેવાનો અંદાજ,એપ્રિલમાં GDP 4.8 ટકા ગગડ્યો હતો

Amreli Live

કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, મુખ્યમંત્રીએ ખબર અંતર પૂછ્યા

Amreli Live

અમદાવાદમાં 80% કેસ કોઈ લક્ષણ વિના પોઝિટિવ, ગ્રીન ઝોનમાં આજથી લૉકડાઉનમાં ઢીલ, પરંતુ દિલ્હી અને પંજાબમાં નહીં

Amreli Live

15 દિવસમાં મોતનો આંકડો બમણો થયો: 10 એપ્રિલ સુધી 1 લાખના મોત થયા હતા, હવે મરનારાઓની સંખ્યા 2 લાખ થઇ ગઇ

Amreli Live

કુબેર દેવતા આ રાશિના લોકો પર મહેરબાન થશે, ભરી દેશે ધનની તિજોરી અને ખોલી દેશે પ્રગતિના ખુલી જશે માર્ગ

Amreli Live

દેશમાં 10 દિવસથી 10 હજારથી વધુ કેસ, એક દિવસમાં આટલા કેસ તો ઈટાલી અને ચીનમાં પણ નથી નોંધાયા

Amreli Live

તિરુપતિ મંદિરના પૂર્વ મુખ્ય પૂજારીનું કોરોના સંક્રમણના કારણે નિધન, RJD નેતા તેજસ્વીએ કહ્યું-બિહાર ગ્લોબલ હોટસ્પોટ, દેશમાં 11 લાખ કરતાં વધુ દર્દી

Amreli Live

એશિયન ડેવલપમેન્ટ બેન્કે કોરોના સંક્રમણ સામે લડવા માટે ભારતને રૂ. 11 હજાર કરોડની લોન આપી

Amreli Live

દ્વારકાથી 1700 લોકોને બસો દ્વારા ઘરે મોકલ્યા, ઉજૈનમાં પણ તંત્રએ યાત્રિકોને બહાર મોકલ્યાં, અજમેર શરીફમાં 3500 જાયરીન હજુ સુધી ફસાયા છે

Amreli Live

રાજ્યના સૌથી નાની ઉંમરના કોરોના પેશન્ટનું મોત, જામનગરના 14 મહિનાના બાળકે દમ તોડ્યો

Amreli Live

મુશળધાર વરસાદથી સૌરાષ્ટ્ર તરબોળઃ ગીર-સોમનાથમાં બે કલાકમાં 2 ઇંચ, સૂત્રાપાડામાં સરસ્વતી નદીના બ્રિજ પર બસ ફસાતા ટ્રાફિકજામ

Amreli Live

2.87 લાખ કેસઃ કોરોનાની સૌથી વધારે અસર વાળા 7 રાજ્યોમાં રાજસ્થાનનો સૌથી સારો 73.78% રિકવરી રેટ

Amreli Live

ગીર સોમનાથમાં સતત બીજા દિવસે મેઘરાજાની સવારી, કોડીનારમાં બે કલાકમાં દોઢ ઈંચ વરસાદ

Amreli Live

દર્દી વેન્ટીલેટર પર છે એટલે અતિગંભીર હાલતમાં જ છે તેવું નથી, જાણો 5 તબક્કામાં ક્યારે અને કેવી રીતે ઓક્સિજન અપાય છે

Amreli Live

અત્યાર સુધીમાં 2.25 લાખ મોતઃ ચીન બાદ બ્રિટને મૃત્યુઆંકમાં સુધારો કર્યો, એક સાથે 4,419 મૃત્યુનો ઉમેરો કર્યો

Amreli Live

કેદારનાથના રાવલ મહારાષ્ટ્રમાં ફસાયા, બાબા કેદારનાથનો સોનાનો મુકુટ તેમની પાસે, કપાટ ખુલવાના સમયે હાજર હોવુ જરૂરી

Amreli Live

અપૂરતી માહિતી અને તંત્રના અણધડ આયોજનના કારણે શ્રમિકો રોડ પર ઉતર્યા

Amreli Live

રાજકોટમાં આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ કોરોના મામલે અધિકારીઓ સાથે બેઠક કરી, સંક્રમણ રોકવા એક્શન પ્લાન બનાવી કામ કરવા સૂચના આપી

Amreli Live

સરકાર એલર્ટઃ ઇમરાન ખેડાવાલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા CM વિજય રૂપાણીએ તમામ બેઠકો મુલતવી રાખી

Amreli Live

અત્યાર સુધી 9240 કેસ-340મોતઃ એક દિવસમાં સૌથી વધારે 39 સંક્રમિતોના મોત; હોટ સ્પોટ બનેલા મુંબઈના ધારાવીમાં આજે પાંચમું મોત

Amreli Live

વડોદરામાં 40 વર્ષથી હિન્દુ-મુસ્લિમ પરિવારની સાથે મળીને રક્ષાબંધનની ઉજવણી, હિન્દુ બહેન 2 મુસ્લિમ ભાઇને રાખડી બાંધે છે

Amreli Live