25.8 C
Amreli
19/09/2020
bhaskar-news

88 હજારના મોત, અમેરિકામાં 11 ભારતીયોના મોત, 16 પોઝિટિવ; 24 કલાકમાં 1973 લોકોના મોતવિશ્વભરમાં 15 લાખ 18 હજાર 719 કોરોનાના કેસ નોંધાયા છે. 88 હજાર 502 લોકોએ અત્યાર સુધીમાં જીવ ગુમવ્યા છે. ત્રણ લાખ 30 હજાર 600 લોકોને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. અમેરિકાની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં અહીં 1973 લોકોના મોત થયા છે, બુધવારે પણ બે હજાર લોકોના મોત થયા હતા.

અમેરિકામાં મૃત્યુઆંક 15 હજાર નજીક
અમેરિકામાં 14795 મોત સાથે મૃત્યુઆંક 15 હજાર નજીક પહોંચી ગયો છે અને કુલ પોઝિટિવ કેસ 4 લાખ 35 હજાર 128 થયા છે. ન્યૂયોર્કમાં છેલ્લા 24 કલાકમાં 779 લોકોના મોત થયા છે, બુધવારે અહીં 731 લોકોના જીવ ગયા હતા. ન્યૂયોર્ક રાજ્યમાં મૃત્યુઆંક 6268 થયો છે. કોરોના વાઈરસથી અમેરિકામાં 11 ભારતીયોના મોત થયા છે, જ્યારે 16 ભારતીયો પોઝિટિવ છે.

નવા રિચર્સમાં કહેવામાં આવ્યું છે કે અમેરિકામાં કોરોના વાઈરસ ફેબ્રુઆરીના મધ્યભાગમાં ન્યૂયોર્કમાં ફેલાવાનો શરૂ થઈ ગયો હતો. યુરોપથી પરત ફરેલા પ્રવાસી દ્વારા અહીં આ વાઈરસ આવ્યો હતો. અમેરિકામાં ન્યૂયોર્ક સૌથી વધારે પ્રભાવિત છે. ન્યૂયોર્કમાં 1.51 લાખ પોઝિટિવ કેસ છે. આ આંકડો સ્પેન, ઈટાલી અને જર્મનીના પોઝિટિવ કેસ કરતા પણ વધારે છે.

એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે અમેરિકામમાં કોરોનાની સૌથી વધારે અસર કાળા લોકોને થઈ છે. શિકાગોની કુલ વસ્તીના 30 ટકા લોકો આફ્રિકન-અમેરિકન છે.તેમાંથી 68 ટકાના મોત કોરોનાથી થયા છે.અમેરિકાના આરોગ્ય વિભાગનો અંદાજ કે અમેરિકામાં કોરોનાથી 61 હજાર લોકો મોતને ભેટશે.

સ્પેનમાં કુલ પોઝિટિવ કેસ એક લાખ 48 હજાર 220 થયા છે અને મૃત્યુઆંક 14 હજાર 792 થઈ ગયો છે. ઈટાલીમાં કુલ પોઝિટિવ કેસ એક લાખ 39 હજાર 422 છે અને મૃત્યુઆંક 17 હજાર 669 થયો છે. બેલ્જિયમ અને નેધરલેન્ડમાં પણ મૃત્યુઆંક ઝડપથી વધી રહ્યો છે. બન્ને દેશમાં 2200થી વધારે લોકો મોતને ભેટી ચૂક્યા છે.

WHOના મહાનિર્દેશકને જાનથી મારી નાખવાની ધમકી

વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના મહાનિર્દેશક ટ્રેડોસ એડહોનમ ગેબ્રેયેસિયેસે બુધવારે ખુલાસો કર્યો હતો કે કોરોના સામેના લડાઈ અભિયાન દરમિયાન તેઓને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. તેમણે અમેરિકા અને ચીન સહિતના દેશોને કોરોના ઉપર રાજનીતિ ન કરવાની સલાહ આપી. તેમણે કહ્યું કે તેમને વ્યક્તિગત ટાર્ગેટ કરવામાં આવે તેની ચિંતા નથી. છેલ્લા ત્રણ મહિનામાં મને ઘણા પ્રકારના અપશબ્દો કહેવામાં આવ્યા છે. જાનથી મારી નાખવાની ધમકી તાઈવાનથી કોઈએ આપી હતી. કાર્યવાહી કરવાને બદલે તાઈવાનના અધિકારીઓ મારી ટિકા કરવા લાગ્યા.

તેમણે વધુમાં કહ્યું કે કોરોના દર મિનિટે લોકોનો જીવ લઈ રહ્યો છે. આપણે એક ન થયા તો સ્થિતિ ખરાબ થઈ શકે છે.કોરોના વિશે આપણને તમામ બાબતની જાણ નથી. આ નવો વાઈરસ છે, આપણને ખ્યાલ નથી કે આગળ જતા આ વાઈરસ ફેલાશે. એટલા માટે એક થવું જરૂરી છે.કોરોનાને એક અજ્ઞાત વાઈરસ જાહેર કર્યાને 100 દિવસ થયા છે અને આ 100 દિવસમાં તેણે સમગ્ર વિશ્વને બદલી નાખ્યું છે.

રશિયા વિદેશમાંથી બે દિવસમાં 1200 લોકોને પરત લાવ્યું

ન્યૂયોર્કથી પરત ફરેલા રશિયાના નાગરિકોની તપાસ કરી રહેલા સ્વાસ્થ્ય કર્મચારીઓ. રશિયા 1200થી વધારે નાગરિકોને વિદેશમાંથી પરત લાવ્યું છે.

રશિયા છેલ્લા બે દિવસમાં વિદેશમાં ફસાયેલા તેના 1200થી વધારે નાગરિકોને પરત લાવ્યું છે. 20 માર્ચથી અત્યાર સુધીમાં વિદેશમાં રહેતા એક લાખ 64 હજાર 600 નાગરિકો રશિયા પરત આવી ચૂક્યા છે. રશિયામાં કુલ પોઝિટેલ કેસ 8,672 છે અને 63 લોકોએ જીવ ગુમાવ્યો છે.

દક્ષિણ આફ્રિકામાં લોકડાઉનનો ભંગ કરનાર મંત્રી બે મહિના માટે સસ્પેન્ડ

લોકડાઉન દરમિયાનદક્ષિણ આફ્રિકામાં કોમ્યુનિકેશન મંત્રી સ્ટેલા અંદાબેની બહાર લંચ કરવા ગયા હતા, તે તસવીર વાઈરલ થઈ છે.

દક્ષિણ આફ્રિકામાં કોમ્યુનિકેશન મંત્રી સ્ટેલા અંદાબેનીને લોકડાઉનનો ભંગ કરવા બદલ બે મહિના માટે સસ્પેન્ડ કરી દેવાયા છે.તેમના ઉપર આરોપ છે કે તેઓ અમુક લોકો સાથે લંચમાં ગયા હતા અને સોશિયલ મીડિયામાં તેમની તસવીરો વાઈરલ થઈ હતી. ત્યાર પછી રાષ્ટ્રપતિ સિરિલ રામફોસાએ તેમને બે મહિના માટે રજા ઉપર ઉતારી દીધા હતા.

પેરુમાં 26 એપ્રિલ સુધી ઈમરજન્સી લંબાવાઈ છે. પેરુમાં 4342 કેસ છે અને 121 લોકોના મોત થયા છે.

સર્બિયાના રાષ્ટ્રપતિ એલેક્ઝેન્ડર વુસિકે પોતાનો પુત્ર ડેનિલો કોરોના વાઈરસ સંક્રમિત હોવાની જાણ કરી હતી. સર્બિયામાં કુલ 2666 કેસ નોંધાયા છે અને 65 લોકોના મોત થયા છે.

વિજ્ઞાનિકોનો દાવો કે અમેરિકાના ન્યૂયોર્કમાં ફેબ્રુઆરી મહિનાથી કોરોના ફેલાવાનું ચાલું થઈ ગયો હતો અને આ વાઈરસ યુરોપ થઈને આવ્યો છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


88 thousand deaths, 11 Indians killed in America, 16 positive; 1973 killed in 24 hours

Related posts

રહેણાંક વિસ્તારના સ્મશાનગૃહમાં કોરોનાગ્રસ્ત દર્દીની અંતિમવિધિને લઇને સ્થાનિકોનો વિરોધ, 24 કલાકથી મૃતદેહ રઝળી રહ્યો છે

Amreli Live

અત્યાર સુધીમાં 8,723 કેસ, મૃત્યુઆંક 301; દિલ્હીના હેલ્થ બુલેટિનમાંથી મરકજનું કોલમ હટાવાયું, તેના સ્થાને સ્પેશ્યલ ઓપરેશન્સ લખવામાં આવ્યુ

Amreli Live

મોટી સંખ્યામાં લોકો સ્વાગત માટે ઉમટતાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની કાર રેલી રદ્દ

Amreli Live

કોરોના વાઈરસના પ્રકોપ વચ્ચે દિલ્હીમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ, લોકો ઘરની બહાર નીકળ્યાં, કોઈ જાનહાનિ નહીં

Amreli Live

વધુ 17 પોઝિટિવ કેસ નોંધાતા પોઝિટિવનો આંક 471 થયો, 1 મૃત્યુ જ્યારે 1 દર્દીને રજા

Amreli Live

વડોદરામાં વધુ 17, કચ્છમાં 2 પોઝિટિવ કેસ સાથે રાજ્યમાં 24 કલાકમાં 95 કેસ, રાજ્યમાં કોરોનાના કુલ કોરોનાના 281 દર્દી

Amreli Live

રાજકોટ જિલ્લામાં વધુ 39 નવા કેસ સામે આવ્યાં, એકનું મોતઃ મોત થયાનો ઉલ્લેખ તંત્ર એ ક્યાંય કર્યો જ નહીં!

Amreli Live

બપોરે 1.50 વાગ્યે ખેંચવામાં આવ્યો જગન્નાથનો રથ, આ પહેલા બલભદ્રનો તાલધ્વજ અને સુભદ્રાજીના રથ દેવદલનને ખેંચવામાં આવ્યો

Amreli Live

મિ.રામચંદ્ર ગુહા…, આ રહ્યો ગુજરાતનો ગૌરવવંતો સાંસ્કૃતિક વારસો

Amreli Live

ઘાટલોડિયાની ગ્રેસીયા સોસાયટીના રહીશોએ જનતા કરફ્યુ ભોજન મહોત્સવ કર્યો, 8 મહિલા સહિત 16 સામે ગુનો નોંધાયો

Amreli Live

અમદાવાદમાં આજે નોંધાયેલા 7 કોરોના પોઝિટિવ કેસોના નામ અને એડ્રેસ જાહેર, શહેરમાં કોરોનાના કુલ 38 દર્દી

Amreli Live

શહેરમાં નવા 152 કેસ સાથે કુલ 1652 પોઝિટિવ કેસ, કુલ 69 લોકોના મોત, સવારે 6 વાગ્યાથી કર્ફ્યૂ પૂર્ણ

Amreli Live

કિમ જોંગ ઉને કહ્યું- સતર્ક રહેજો નહિંતર ઘણું મોટુ સંકટ આવશે, નોર્થ કોરિયામાં એક પણ દર્દી નહીં, વિશ્વમાં અત્યારસુધી 1.10 કરોડ કેસ

Amreli Live

અમેરિકામાં 24 કલાકમાં 2448 લોકોના મોત, અહીં 2.17 લાખને સારવાર પછી રજા અપાઈ

Amreli Live

લૉકડાઉનના બે મહિનામાં 20 કંપનીઓની માર્કેટકેપ 7.6 લાખ કરોડ વધી, તેમાં પણ અડધી ફક્ત રિલાયન્સની

Amreli Live

વધુ 12 કેસ નોંધતા પોઝિટિવ કેસનો આંક 166, કોરોનાનો ભરડો તાંદલજા, સમા અને દિવાળીપુરા સુધી વિસ્તર્યો

Amreli Live

રાજ્યમાં અત્યારસુધીમાં કુલ કેસમાંથી 80 ટકા અમદાવાદના હતા, ગઈકાલે 60 ટકા થયા

Amreli Live

મહિલા કોર્પોરેટર સહિત વધુ 107 પોઝિટિવ, કેસનો કુલ આંક 6 હજારને પાર, વધુ 148 દર્દીને ડિસ્ચાર્જ કરાયા

Amreli Live

6.97 લાખ કેસઃ દરરોજ લગભગ 24 હજાર દર્દી વધી રહ્યા છે, આગામી મહિને દરરોજ 1 લાખ કેસ આવી શકે છે

Amreli Live

રાજ્યના 151 તાલુકામાં વરસાદ, સૌથી વધુ દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા તાલુકામાં 6 ઈંચ વરસાદ, ગીર-સોમનાથના સુત્રાપાડામાં 4 ઇંચ

Amreli Live

34 લાખ કેસ, 2.40 લાખ મોત: ટ્રમ્પે કહ્યું કોરોના સંક્રમણથી અમેરિકામાં એક લાખથી ઓછા લોકોના મોત થશે

Amreli Live