જાણો કેમ આ યુવકે 81 વર્ષની દાદી સાથે કર્યા લગ્ન, કારણ જાણી તમે પણ થઇ જશો ચકિત. એવું કહેવાય છે કે, જયારે કોઈની સાથે પ્રેમ થાય છે તો સામે વાળાની ઉંમર નથી જોવામાં આવતી. હવે બ્રિટનની રહેવાસી 81 વર્ષની આઈરીસ જોન્સને જ લઇ લો. તેમને પોતાનાથી 46 વર્ષ નાના મોહમ્મદ અહમદ સાથે પ્રેમ થઇ ગયો. મોહમ્મદ અહમદ ઈજીપ્તમાં રહે છે અને તેની ઉંમર 35 વર્ષ છે. આ અનોખા કપલની મુલાકાત સોશિયલ મીડિયા ઉપર થઇ હતી. પહેલા બંને વચ્ચે વાતચીત થઇ અને પછી એકબીજા સાથે ગાઢ પ્રેમ પણ થઇ ગયો.
જોન્સ તેના પ્રેમીને મળવા ઈજીપ્ત પણ ગઈ હતી. બંનેએ એક બીજા સાથે ઘણો સમય પસાર કર્યો. જયારે તેમનો વધવા લાગ્યો તો બંનેએ ગયા વર્ષે નવેમ્બરમાં લગ્ન પણ કરી લીધા. આમ તો લગ્ન પછી પણ બંને એક બીજા સાથે નથી રહી શકતા. કારણ કે મોહમ્મદને બ્રિટનના વિઝા નથી મળી રહ્યા. તેમજ જોન્સ પોતાની ઉંમરને કારણે ત્યાં રહેવા નથી જઈ શકતી કારણ કે ઈજીપ્તની આબોહવા તેમને અનુકૂળ નથી.
પોતાની આ સમસ્યાને આ દંપત્તિએ હાલમાં જ એક ટીવી શો ઉપર પણ જણાવી હતી. જોન્સનું કહેવું છે કે, તે ઉંમરના એવા ચરણ ઉપર છે કે, ક્યારેય પણ દુનિયામાંથી વિદાય લઇ શકે છે. એટલા માટે તે દરરોજ દરેક ક્ષણ તેના પતિ સાથે પસાર કરવા માંગે છે. જોન્સના ઘરવાળા આ લગ્નથી રાજી ન હતા. તેમને લાગે છે કે, મોહમ્મદ પ્રેમનું નાટક કરી રહ્યો છે. તેની નજર જોન્સની સંપત્તિ પર છે. હકીકતમાં જોન્સ સંપત્તિની બાબતમાં મોહમ્મદથી ઘણી વધારે સદ્ધર છે.
ઘણા લોકોએ જોન્સને સમજાવ્યા કે મોહમ્મદ સાથે લગ્ન ન કરે, પરંતુ તેમણે કોઈની વાત ન સાંભળી અને લગ્ન કરી લીધા. હવે તેમના સંબંધીઓએ પણ તેમની સાથે સંપર્ક કરવાનું છોડી દીધું છે. તેથી 81 વર્ષની જોન્સ એકલી જ રહે છે. તેમને એકલા રહેવામાં ઘણી તકલીફ પડે છે. અને આ કારણ છે કે, તે વહેલામાં વહેલી તકે ઈજીપ્તમાં રહેતા તેના પતિને બ્રિટન બોલાવવા માંગે છે.
જોન્સે યુકેના પીએમ બોરીસ જોન્સનને પણ વિનંતી કરી છે કે, તે તેના પતિને વિઝા અપાવવામાં મદદ કરે. તેણે એ પણ જણાવ્યું કે, પતિ વગર તે એક એક રાત રડી રડીને પસાર કરે છે. લગ્ન પછી પતિને મળવા તે ત્રણ વખત ઈજીપ્ત જઈ ચુકી છે. હવે તેની એ ઈચ્છા છે કે, તેના પતિ વહેલામાં વહેલી તકે વિઝા લઈને બ્રિટન આવી જાય અને તેની સાથે જ રહેવા લાગે.
ઉંમરમાં વધુ અંતરવાળું આ કપલ સોશિયલ મીડિયા ઉપર પણ ઘણું છવાયેલું રહે છે. આમ તો આ આખી ઘટના ઉપર તમારે શું કહેવું છે તે જરૂર જણાવજો. શું મોહમ્મદનો પ્રેમ સાચો છે કે તેની નજર જોન્સના પૈસા ઉપર છે? આ બાબતમાં તમારું શું મંતવ્ય છે તે જણાવી શકો છો.
આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.
Source: gujaratilekh.com