25.9 C
Amreli
30/10/2020
અજબ ગજબ

8,000 રૂપિયાના બજેટમાં આ બની શકે છે બેસ્ટ સ્માર્ટફોન, જુઓ આખું લિસ્ટ

તમારે બેસ્ટ અને બજેટ સ્માર્ટફોન લેવો છે તો આ છે 8,000 રૂપિયાના બજેટમાં સૌથી દમદાર સ્માર્ટફોન. હંમેશાં લોકો એવું વિચારે છે કે, ઓછા ભાવમાં ફક્ત સરળ સુવિધાઓવાળા સ્માર્ટફોન જ મળશે. પરંતુ એવું નથી, હવે બજારમાં તમને પ્રીમિયમ રેન્જમાં જ નહીં, પણ બજેટ રેન્જમાં પણ શ્રેષ્ઠ સ્માર્ટફોનના વિકલ્પો મળી જશે. જેમાં શાનદાર બેટરી ઝમતાથી લઈને પાવરફુલ પરફોર્મન્સ અને સારી ગુણવત્તાના કેમેરા આપવામાં આવે છે. અહીં અમે માર્કેટમાં રહેલા 8000 રૂપિયાથી ઓછી કિંમતના એવા જ સ્માર્ટફોનની યાદી લાવ્યા છીએ. ચાલો જાણીએ કે, તેમાં શું ખાસ છે?

Realme C11 (રિયલમી સી 11) – કિંમત 7,499 રૂપિયા :

રિયલમી સી 11 ને થોડા સમય પહેલા જ ભારતીય બજારમાં લોન્ચ કરવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનમાં 2 જીબી રેમ અને 32 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ છે. તેમાં ખાસ ફીચર તરીકે 5000 mAh ની દમદાર બેટરી રહેલી છે. ફોટોગ્રાફી માટે તેમાં 13 એમપી + 2 એમપી ડ્યુઅલ રીઅર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. તે મીડિયાટેક હેલિઓ જી 35 પ્રોસેસરથી સજ્જ છે. તમે તેને રિચ ગ્રીન અને રિચ ગ્રે કલર વેરિઅન્ટમાં ખરીદી શકો છો.

Redmi 8A Dual (રેડમી 8 એ ડ્યુઅલ) – કિંમત 7,499 રૂપિયા :

જો તમને ઓછા ભાવમાં ફોટોગ્રાફીનો વધુ સારો અનુભવ જોઈએ છે, તો રેડમી 8 એ ડ્યુઅલ તેના માટે શ્રેષ્ઠ વિકલ્પ હોઈ શકે છે. આ સ્માર્ટફોનમાં ગૂગલ લેન્સ સાથે ડ્યુઅલ રીઅર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. ફોનમાં 13 એમપી એઆઈ પ્રાથમિક સેન્સર અને 2 એમપી ડેપ્થ સેન્સર છે. જ્યારે તેમાં વિડિઓ કોલિંગ અને સેલ્ફી માટે 8 એમપીનો ફ્રન્ટ કેમેરો છે. આ ફોન ક્વાલકોમ સ્નેપડ્રેગન 439 પ્રોસેસરથી સજ્જ છે, અને તેમાં 5000 mAh ની બેટરી આપવામાં આવી છે.

Samsung Galaxy M01 (સેમસંગ ગેલેક્સી M01) – કિંમત 7,999 રૂપિયા :

ઓછી કિંમતમાં સેમસંગ ગેલેક્સી એમ 01 પણ એક સારો વિકલ્પ છે. આ સ્માર્ટફોનમાં 5.71 ઇંચની ડિસ્પ્લે અને સ્નેપડ્રેગન 439 પ્રોસેસર છે. ફોટોગ્રાફી માટે ફોનમાં 13 એમપી + 2 એમપી ડ્યુઅલ રીઅર કેમેરા સેટઅપ છે. સેલ્ફી માટે 5 એમપીનો ફ્રન્ટ કેમેરો ઉપલબ્ધ છે. આ ફોનને બ્લેક, બ્લુ અને રેડ ત્રણ કલર વેરિઅન્ટમાં ખરીદી શકાય છે.

Tecno Spark 6 Air (ટેક્નો સ્પાર્ક 6 એર) – કિંમત 7,999 રૂપિયા :

ટેક્નો સ્પાર્ક 6 એરમાં 7.0 ઇંચની ડિસ્પ્લે છે, જેનું સ્ક્રીન રિઝોલ્યુશન 720 x 1640 પિક્સલ્સ છે. આ સ્માર્ટફોન મીડિયાટેક હેલિયો એ 22 પ્રોસેસર પર કામ કરે છે. ફોનમાં 8 એમપીનો ફ્રન્ટ કેમેરો છે. જ્યારે પાછળના ભાગમાં બે કેમેરા રહેલા છે. તેનું પ્રાઈમરી સેન્સર 13 એમપી છે જ્યારે 2 એમપીનું સેકન્ડરી સેન્સર રહેલું છે. પાવર બેકઅપ માટે 6000 mAh ની શક્તિશાળી બેટરી આપવામાં આવી છે.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

વિજય રથ પર સવાર થઈ શ્રીરામને તિલક કરવા જશે સીએમ યોગી, વિજયાદશમીના દરેક કાર્યક્રમોમાં જોડાશે.

Amreli Live

પર્યાવરણ માટે પોતાનું જીવન હોમી દેનારામાંથી એક “જાદવ પેયન્ગ”.

Amreli Live

જાણો શું હોય છે Cytokine Storm, કોરોના વાયરસ સાથે શું છે એનો સંબંધ.

Amreli Live

નેશનલ પેંશન સ્કીમમાં પત્નીના નામથી પણ ખોલી શકાય છે ખાતું, થશે આ ફાયદા

Amreli Live

હીરો સ્પ્લેન્ડર પ્લસ બ્લેક અને એક્સેન્ટ એડિશન લોન્ચ, ગ્રાહક પોતાની પસંદ અનુસાર તેના ગ્રાફિક્સ કસ્ટમાઇઝ કરી શકશે.

Amreli Live

શું ગુરુ ગ્રહ ઉપર ક્યારેય માણસ રહી શકશે? જાણો તેના વિષે ખાસ અને રોચક વાતો.

Amreli Live

અમેરીકાની છાતી પર કોતરાયેલા શ્રીયંત્રનું અદભુત રહસ્ય જાણવા જેવું છે. હિન્દૂ સંસ્કૃતિના નિશાન…

Amreli Live

નબળી ઇમ્યુનીટી વાળા ડાયટમાં સમાવેશ કરો આ 5 વસ્તુઓ, FSSAI ની સલાહ.

Amreli Live

રશિયા આવતા મહિને ફરીથી વિશ્વને આશ્ચર્યચકિત કરી શકે છે, બીજી રસી લાવવા માટેની તૈયારી.

Amreli Live

આ અઠવાડિયે કર્ક રાશિના લોકોની આર્થિક ઉન્નતિના યોગ જણાઈ રહ્યા છે, જાણો અન્ય રાશિનું કેવું રહેશે આ અઠવાડિયું.

Amreli Live

ઘરમાં રહેલી આ 1 વસ્તુની મદદથી ઇનો નાખ્યા વગર ઈડલી-ઢોકળાના ખીરામાં લાવી શકો છો આથો.

Amreli Live

બ્રહ્મલીન થાય ત્યારે હવે જળ નહિ, સંતોને આ રીતે આપવામાં આવશે સમાધિ.

Amreli Live

ઇમરાને જણાવ્યું : દુનિયાને લાગે છે ભારતથી તેમને વધારે આર્થિક લાભ થઇ રહ્યો છે, તેથી કાશ્મીર મુદ્દા પર પાકિસ્તાનની સાથે નથી દુનિયા

Amreli Live

સૂર્યદેવના આ મંત્રોનો ઉચ્ચાર કરવાથી મળે છે સફળતા, થાય છે શક્તિનો સંચાર

Amreli Live

લક્ષ્મી માતાની કૃપાથી નવી યોજનાઓ હાથ ધરવા માટે આજે અનુકૂળ દિવસ છે, સરકાર તરફથી લાભ થાય.

Amreli Live

ખોરાકમાં ફળ અને શાકભાજી વધારવાથી બીમારીનો ભય 50 ટકા સુધી ઘટ્યો – બ્રિટિશ શોધકર્તાઓનો દાવો, જાણો વધુ વિગત

Amreli Live

મહેશ ભટ્ટને ટેકો આપવા આવ્યા પ્રકાશ ઝા, બોલ્યા – તેમાં કોઈ શંકા નથી કે આલિયા….

Amreli Live

ચીન પર દુનિયાના લોકતંત્રોની ‘નિર્ભરતા’ ને નિષ્ફ્ળ કરવામાં ભારત ભજવી શકે છે મહત્વની ભૂમિકા : બ્રિટિશ સાંસદ

Amreli Live

ભોલેનાથની કૃપાથી આજે નોકરિયાત વર્ગને તેમના કાર્યમાં યશ અને સફળતા મળશે, આવક વધવાના યોગ છે.

Amreli Live

વ્રતના સામાન્ય ભોજનને બનાવી દેશે સ્વાદિષ્ટ, આ ચટણીથી ચટાકેદાર બનાવી નાખો નવરાત્રીનો સ્વાદ

Amreli Live

જીવનના પરમ સત્યને જણાવે છે મહાભારતની આ 10 વાતો.

Amreli Live