18.4 C
Amreli
27/01/2021
અજબ ગજબ

8 અઠવાડિયાના બાળક માટે 16 કરોડ રૂપિયાનું ઈન્જેક્શન, જાણો આટલું મોંઘુ કેમ, અને કઈ છે તે બીમારી

ફક્ત 8 અઠવાડિયાના બાળકને થઈ એવી બીમારી કે આપવું પડશે 16 કરોડનું ઈન્જેક્શન, જાણો વિસ્તારથી. બ્રિટનમાં ફક્ત 8 અઠવાડિયાના એક બાળકને દુનિયાનું સૌથી મોંઘુ ઇન્જેક્શન લગાવવામાં આવશે. હવે તમે વિચારી રહ્યા હશો કે છેવટે તે બાળકને એવી કઈ બીમારી છે જેના માટે તેને 16 કરોડ રૂપિયાનું ઇન્જેક્શન આપવામાં આવશે. તો જાણી લો કે તે બીમારીનું નામ છે જેનેટિક સ્પાઇનલ મસ્કુલર અટ્રોફી એટલે કે SMA.

શું છે SMA બીમારી? 16 કરોડનું એક ઇન્જેક્શન સાંભળતા જ તમને થઈ રહ્યું હશે કે, દુનિયામાં એવી પણ કોઈ બીમારી છે જે કેન્સર કરતા પણ વધારે ખતરનાક છે, જેનો ઈલાજ આટલો મોંઘો છે. સૌથી પહેલા આપણે વાત કરીશું કે, જેનેટિક સ્પાઇનલ મસ્કુલર અટ્રોફી કયા પ્રકારની બીમારી છે, અને તે કેમ થાય છે? જેનેટિક સ્પાઇનલ મસ્કુલર અટ્રોફી એટલે કે SMA શરીરમાં એસએમએન – 1 જિન (જનીન) ની અછત થાય છે.

તેનાથી છાતીની માંસપેશીઓ નબળી થવા લાગે છે અને શ્વાસ લેવામાં મુશ્કેલી થવા લાગે છે. આ બીમારી મોટાભાગે બાળકોને જ થાય છે અને પછી સમસ્યા વધવાની સાથે દર્દીનું મૃત્યુ થઈ જાય છે. બ્રિટેનમાં આ બીમારી વધારે છે અને ત્યાં લગભગ 60 બાળકો દર વર્ષે એવા પેદા થાય છે જેમને આ બીમારી હોય છે.

શા માટે આ બીમારીનું ઇન્જેક્શન છે દુનિયામાં સૌથી મોંઘુ? બ્રિટનમાં આ રોગથી વધારે બાળકો પીડિત છે, પણ ત્યાં તેની દવા નથી બનતી. તેના માટે જે ઇન્જેક્શન આવે છે તેનું નામ જોલગેનેસ્મા છે. બ્રિટનમાં ઈલાજ માટે આ ઇન્જેક્શનને અમેરિકા, જર્મની અને જાપાનથી મંગાવવામાં આવે છે. આ બીમારીથી પીડિત દર્દીને આ ઇન્જેક્શન ફક્ત એક જ વાર આપવામાં આવે છે, આ કારણે તે આટલું મોંઘુ છે. જોલગેનેસ્મા તે ત્રણ જિન થેરેપીમાંથી એક છે, જેને યુરોપમાં ઉપયોગમાં લેવાની પરવાનગી આપવામાં આવી છે.

ત્રણ વર્ષ પહેલા સુધી આ બીમારીનો ઈલાજ પણ શક્ય ન હતો, પણ 2017 માં ઘણી રિસર્ચ અને ટેસ્ટિંગ પછી સફળતા મળી અને ઇન્જેક્શનનું ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું. વર્ષ 2017 માં 15 બાળકોને આ દવા આપવામાં આવી હતી, ત્યારબાદ દરેક બાળક 20 અઠવાડિયાથી વધારે દિવસો સુધી જીવિત રહ્યા હતા.

જે બાળકને 16 કરોડ રૂપિયાનું ઇન્જેક્સન લગાવવામાં આવશે તેનું નામ એડવર્ડ છે. બાળકના માતા-પિતાએ આ મોંઘા ઈલાજ માટે ક્રાઉડ ફંડિંગ (મદદ માટે ફાળો) દ્વારા પૈસા ભેગા કરવાનું શરૂ કર્યું છે અને અત્યાર સુધી તેમને મદદના રૂપમાં 1.17 કરોડ રૂપિયા મળી ચુક્યા છે. તેમણે કહ્યું કે, તેમના માટે પૈસાથી વધારે કિંમતી બાળકનું જીવન છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

પિતાએ આટલા કિમી સાઇકલ ચલાવીને દીકરાને અપાવી પરીક્ષા, બંને એ રાતમાં જ કરી 8 કલાકની મુસાફરી.

Amreli Live

જો તમારે સફળ થવું છે તો વોરન બફેટના આ સિદ્ધાંતો વાંચીને શીખસો તો તમારો જુસ્સો અલગ જ પડશે.

Amreli Live

હવે ભારત સરકાર 2 વર્ષ સુધી જમા કરશે PF, જાણો કયા લોકોને મળશે તેનો ફાયદો.

Amreli Live

બિગ બોસ : ટીવીની 2 વહુઓમાં થઈ ગઈ કેટફાઇટ, આ વાતને લઈને થઈ ગયો ઝગડો.

Amreli Live

નોકરી મેળવવામાં આવી રહી છે સમસ્યા, તો નવરાત્રીમાં કરો આ ઉપાય.

Amreli Live

ઘરમાં રહેલી આ 1 વસ્તુની મદદથી ઇનો નાખ્યા વગર ઈડલી-ઢોકળાના ખીરામાં લાવી શકો છો આથો.

Amreli Live

799 રૂપિયાના હપ્તા ઉપર ઘરે લઇ આવો કાર, તહેવારની સીઝનમાં આ કંપની આપ રહી છે તક

Amreli Live

‘જેઠાલાલ’ ને કારણે ‘બબીતાજી’ ને મળ્યો હતો શો, એક એપિસોડ માટે લે છે આટલી બધી ફી.

Amreli Live

દુર્ગા માં ની કૃપાથી આજનો દિવસ લાભપ્રદ રહેશે, નોકરીમાં બઢતી મળવાની શક્યતા છે.

Amreli Live

નવા વર્ષની શરૂઆત થશે મહાયોગની સાથે, પહેલા દિવસે છે આ ત્રણ ખુબ જ શુભ સંયોગ.

Amreli Live

આ 4 રાશિઓ માટે આજનો દિવસ શુભ છે, લાભના સમાચાર મળે, આવકના નવા સ્‍ત્રોત દેખાય.

Amreli Live

વિદેશોમાં પ્રચલિત ખૂબ જ હેલ્ધી ડ્રિંક્સ “ટરમરીક લાટે” ની રેસિપી જાણો ને પીધા પછી તમે પણ કહેશો, આ તો મારી મમ્મીએ ખૂબ પીવડાવ્યું છે.

Amreli Live

શિકારીઓએ ચણમાં ઝેર મિક્સ કરીને 8 મોર માર્યા, ગ્રામીણોએ કરી ધોલાઈ

Amreli Live

એક પણ સાપ જોવા નહીં મળે આ દેશમાં, એનું કારણ ચોંકાવનારું છે.

Amreli Live

વધેલી રોટલીથી બનાવો રોટલી કટલેટ્સ, 15 મિનિટમાં બની જશે આ ટેસ્ટી નાસ્તો.

Amreli Live

ખુબ જ નાજુક છે દિલીપ કુમારની હાલત, પત્ની બોલી : ભગવાનને પ્રાર્થના કરો.

Amreli Live

ખુબ જ આલીશાન છે આલિયા ભટ્ટનો વિંટેજ ફ્લેટ, બહેન શાહીને પોતે સજાવ્યો છે જાત મહેનતે.

Amreli Live

કુંડળીમાં રાહુ બનાવે છે આ શુભ-અશુભ યોગ, જાણો તમારી કુંડળીમાં કેવા યોગ છે શુભ કે પછી અશુભ.

Amreli Live

સકારાત્મક બની રહેવા માટે હંમેશા કરો આ કામ.

Amreli Live

એક રિસર્ચમાં કહેવામાં આવ્યું ચોકલેટ ખાવાથી વાયરસની અસર ઓછી થાય છે, તે રોગપ્રતિકારક શક્તિ વધારે છે.

Amreli Live

કબજિયાત કેવી રીતે દુર કરવી એ બાબત સૌ કોઈ જાણે છે પણ કઈ બાબતથી દુર રહેવું એ અમે તમને જણાવીએ.

Amreli Live