કોરોના વાઈરસને કારણે વિશ્વભરમાં કંપનીઓની કાર્યશૈલીમાં આશા કરતા વધુ પરિવર્તન દેખાઇ રહ્યું છે. માઇક્રોસોફ્ટ, ગૂગલ, અમેઝોન જેવી મોટાભાગની કંપનીઓ ‘વર્ક ફ્રોમ હોમ’ને મહત્ત્વ આપી રહી છે. ગાર્ટનરના તાજેતરના સરવે મુજબ 74 ટકા સીએફઓ માને છે કે ઓફિસ આવ્યા વિના કામ કરવાનો નુસખો આશા કરતા વધુ સારું પરિણામ આપી રહ્યો છે. તેઓ આ વ્યવસ્થા સ્થાયી રીતે લાગુ કરવા માગે છે. જેથી ઓફિસ ખર્ચ ઘટાડી શકાય. એટલું જ નહીં 81 ટકા સીએફઓએ તો અહીં સુધી કહી દીધું કે તેઓ ભવિષ્યમાં વર્ક ફ્રોમ હોમ રીતે જ કર્મચારીઓની ભરતી કરશે અને તેના માટે અલગથી પારદર્શી વલણ અપનાવશે.
માઇક્રોસોફ્ટે સંપૂર્ણ અમેરિકામાં ઘેરથી જકામ કરવાનો આદેશ આપ્યો
20 ટકા સીએફઓનું માનવું છે કે વર્ક ફ્રોમ હોમથી તેમની બિલ્ડિંગ કોસ્ટ અને ટ્રાવેલ એક્સપેન્સમાં બહુ બચત થશે. જો કે 71 ટકા સીએફઓનું એવું પણ માનવું છે કે તેનાથી બિઝનેસની નિરંતરતા અને ઉત્પાદકતા બંનેને અસર થશે. 317 સીએફઓના સરવેમાં મોટાભાગનાએ માન્યું કે કોરોના સંક્રમણકાળની આ સ્થિતિ વર્ચ્યુઅલ ઓફિસની દિશામાં સિમાચિહ્ન સાબિત થઇ શકે છે. જ્યારે ઘણી કંપનીઓ લૉકડાઉન ખતમ થયા બાદ પણ સ્થાયી રીતે વર્ક ફ્રોમ હોમની સંભાવનાઓ શોધી રહી છે. એપલ, માઇક્રોસોફ્ટ, ગૂગલ, અમેઝોન જેવી મોટી કંપનીઓ અમેરિકામાં પોતાના કર્મચારીઓ પાસે વર્ક ફ્રોમ હોમ કરાવી રહી છે. ટ્વિટર અને ગૂગલે તો વિશ્વભરના પોતાના સેન્ટરોમાં આગામી આદેશ સુધી આ વ્યવસ્થામાં જ કામ કરતા રહેવાનો આદેશ આપ્યો છે. માઇક્રોસોફ્ટે સોમવારે સિએટલ અને સાન ફ્રાન્સિસ્કો બાદ સંપૂર્ણ અમેરિકામાં ઘેરથી જકામ કરવાનો આદેશ આપી દીધો છે.
શોધકર્તાઓએ કહ્યું- વર્ક ફ્રોમ હોમની સંસ્કૃતિથી નવી ધારણાઓ બંધાશે
યુનિવર્સિટી ઓફ ટેક્સાસના શોધકર્તાઓએ લૉકડાઉનમાં વર્ક ફ્રોમ હોમનો લાભ ગણાવતા ટ્વીટ કર્રી. જેમાં તેમણે પોતાની એ રિસર્ચનો ઉલ્લેખ કર્યો, જેમાં 2018માં ઘેરથી કામ કરવા દરમિયાન વીજળી, ઇંધણના ઓછા વપરાશથી પર્યાવરણને થનાર લાભો ગણાવ્યા હતા. શોધકર્તાઓએ કહ્યું- વર્ક ફ્રોમ હોમની કાર્યસંસ્કૃતિથી પાઠ લેવા અને નવી ધારણા સ્થાપિત કરવાની જરૂર છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today