8 ડોલર લઈને પહોંચ્યા હતા UAE, 2 અરબ ડોલરની કંપની ઉભી કરી પણ છેવટે 73 રૂપિયામાં વેચવી પડી, જાણો તેનું કારણ. યુએઈ સ્થિત ભારતીય મૂળના અબજોપતિ બીઆર શેટ્ટીની ‘ફિનાબ્લર પીએલસી’ કંપની ઇઝરાઇલ-યુએઈ કન્સોર્ટિયમને પોતાનો કારોબાર ફક્ત 1 ડોલરમાં (રૂ. 73.22) માં વેચી રહી છે. જણાવી દઈએ કે, બીઆર શેટ્ટીના ભાગ્યના તારા ગયા વર્ષથી જ ડૂબવાના શરૂ થઇ ગયા હતા.
તેમની કંપનીઓ પર ન ફક્ત અબજો ડોલરનું દેવું જ છે, પરંતુ તેમની સામે છેતરપિંડીની પણ તપાસ કરવામાં આવી રહી છે. ગયા ડિસેમ્બરમાં, તેમના બિઝનેસની માર્કેટ વેલ્યુ 1.5 અબજ પાઉન્ડ (2 અબજ ડોલર) હતું, જ્યારે તેમના પર એક અબજ ડોલરનું દેવું હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
GFIH સાથે સમાધાન : બીઆર શેટ્ટીની ફાઇનાન્સિયલ સર્વિસ કંપની ફિનાબ્લરે જાહેરાત કરી કે, તે ગ્લોબલ ફિનટેક ઇન્વેસ્ટમેન્ટ્સ હોલ્ડિંગ સાથે એક સમાધાન કરી રહી છે. જીએફઆઈએચ, ઇઝરાયઇના પ્રિઝમ ગ્રુપની પેટા કંપની છે, જેને ફિનાબ્લર પીએલસી લિ. પોતાની બધી સંપત્તિ વેચી રહી છે. માહિતી માટે જણાવી દઈએ કે, ઇઝરઇલના પૂર્વ વડા પ્રધાન એહુદ ઓલમર્ટ સાથે સંકળાયેલ પ્રિઝમ ગ્રૂપે ટ્રાન્ઝેક્શનના સંબંધમાં અબુધાબીના રોયલ સ્ટ્રેટેજિક પાર્ટનર્સ સાથે કન્સોર્ટિયમ બનાવ્યું છે.
ફિનાબ્લર પર 1 બિલિયન ડોલરનું દેવું : ગયા વર્ષે ડિસેમ્બરમાં ફિનાબ્લરની બજાર કિંમત 2 બિલિયન ડોલર હતી. કંપની દ્વારા આ વર્ષે એપ્રિલમાં શેયર કરેલી માહિતી અનુસાર, તેમના પર 1 બિલિયન ડોલરનું દેવું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ સોદો સંયુક્ત આરબ અમીરાત અને ઇઝરાઇલની કંપનીઓ વચ્ચેના મહત્વપૂર્ણ વ્યાપારી વ્યવહારો સાથે પણ સંબંધિત છે, કારણ કે બંને દેશોએ આ વર્ષની શરૂઆતમાં સામાન્યીકરણ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. તે દરમિયાન બંને દેશોના બેંકિંગથી લઈને મોબાઇલ ફોન સેવાઓ સુધીની સોદા પર હસ્તાક્ષરો કર્યા છે.
ફિનાબ્લર પીએલસી સિવાય શેટ્ટીની અબુધાબી સ્થિત કંપની એનએમસી હેલ્થના શેરમાં ડિસેમ્બરમાં 70 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. ભારતીય મૂળના અબજોપતિ શેટ્ટીની કંપનીઓ પર છેતરપિંડીના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે. તેથી ગયા વર્ષે તેમની કંપનીઓના શેરોનો સ્ટોક એક્સચેંજમાં વેપાર કરવા પર પ્રતિબંધ લાગી ગયો હતો. આ રીતે, શેટ્ટીની કંપનીઓની સાખ બજારમાં સંપૂર્ણપણે નીચે આવી ગઈ હતી. કોઈ પણ કંપની તેના ધંધામાં રોકાણ કરવા તૈયાર નહોતી. આવી સ્થિતિમાં બંને દેશો વચ્ચે રચાયેલા કન્સોર્ટિયમ એ આબરૂ ખોઈ ચુકેલી કંપનીને લેવાનો નિર્ણય કર્યો છે.
માત્ર 8 ડોલર લઈને યુએઈ પહોંચ્યા હતા : તમને જણાવી દઈએ કે, યુએઈમાં હેલ્થકેર ઉદ્યોગમાં ઘણી સંપત્તિ કમાવનારા 77 વર્ષીય શેટ્ટી પહેલા ભારતીય છે. તેમણે 1970 માં એનએમસી હેલ્થની શરૂઆત કરી હતી, જે બાદમાં 2012 માં લંડન સ્ટોક એક્સચેંજમાં લિસ્ટેડ થયા પહેલા દેશમાં પોતાના પ્રકારની પહેલી કંપની બની. કહેવામાં આવે છે કે, શેટ્ટી 70 ના દાયકામાં માત્ર આઠ ડોલર સાથે યુએઈ પહોંચ્યા હતા, અને તબીબી પ્રતિનિધિ તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી.
આ રીતે વ્યવસાયનું સામ્રાજ્ય ઉભું કર્યું : બીઆર શેટ્ટીએ 1980 માં અમીરાતના સૌથી જૂના રેમિટન્સ વ્યવસાય યુએઈ એક્સચેંજની શરૂઆત કરી. યુએઈ એક્સચેંજ, યુકે સ્થિત એક્સચેંજ કંપની ટ્રાવેલલેક્સ અને ઘણા નાના પેમેન્ટ સોલ્યુશન્સ પ્રોવાઇડર્સ અને શેટ્ટીની ફિનાબ્લર સાથે મળીને, 2018 માં સાર્વજનિક થઇ. શેટ્ટીએ હેલ્થકેર અને નાણાકીય સેવાઓ ઉપરાંત, હોસ્પિટાલીટી, ખાદ્ય અને પીણા, ફાર્માસ્યુટિકલ મેન્યુફેક્ચરિંગ અને રીઅલ એસ્ટેટમાં પણ સાહસ કર્યું.
આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.
Source: gujaratilekh.com