30.4 C
Amreli
10/08/2020
bhaskar-news

5.29 લાખ કેસઃ મહારાષ્ટ્રમાં 3 મહિના પછી સલૂન ખૂલ્યા, વાળ કપાવવા માટે અપૉઇન્ટમેન્ટ લેવી પડશે



દેશભરમાં અત્યાર સુધી 5 લાખ 29 હજારથી વધુ લોકો કોરોનાના સંકજામાં આવી ગયા છે. મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં સલૂનને ખોલવા માટે એક નોટિફિકેશન જાહેર કર્યું છે. જેમાં કહેવાયું છે કે સલૂન અને બ્યૂટી પાર્લર અપૉઇન્ટમેન્ટ વગર કામ નહીં કરે. હાલ વાળ કાપવા, હેર ડાઈ, થ્રિડિંગને મંજૂરી આપવામાં આવી છે. મુંબઈના એક સલૂનના માલિકે જણાવ્યું કે, અમે નિયમોનું પાલન કરી રહ્યા છીએ. ઉપયોગ પહેલા દરેક વસ્તુઓને સેનેટાઈઝ કરવામાં આવી રહી છે. સલૂનને પણ દર બે કલાકમાં સેનેટાઈઝ કરાઈ રહ્યું છે.

દેશમાં 16 હજાર 103 લોકોના અત્યાર સુધી કોરોનાના કારણે મોત થયા છે. સાથે જ દેશભરમાં 3 લાખ 10 હજારથી વધુ લોકો સાજા થયા છે.દેશભરમાં સૌથી વધુ 1 લાખ 59 હજારથી વધુ દર્દી તો માત્ર મહારાષ્ટ્રમાં જ છે. અહીંયા 7 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. તો 80 હજારથી વધુ દર્દીઓ સાથે દિલ્હી બીજા ક્રમે છે. અહીંયા 2 હજારથી વધુ લોકોના મોત થયા છે. દેશભરમાં છેલ્લા 24 કલાકની અંદર 20,132 કોરોનાના દર્દીઓ વધ્યા છે.

અપડેટ્સ

  • કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રવિવારે કોરોનાના આંકડા જાહેર કર્યા છે. જેના જણાવ્યા પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં દેશમાં 19906 દર્દી મળ્યા અને 410 લોકોના મોત થયા છે. આ સાથે જ દેશમાં સંક્રમિતોની સંખ્યા વધીને 5 લાખ 28 હજાર 859 થઈ ગઈ છે. જેમાં 2 લાખ 3 હજાર 51 એક્ટિવ કેસ છે અને 3 લાખ 9 હડાર 713 સાજા થઈ ચુક્યા છે. સાથે જ અત્યાર સુધી દેશમાં 16095 લોકોના મોત થયા છે.
  • ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના જણાવ્યા પ્રમાણે, શનિવારે 2 લાખ 32 હજાર 095 ટેસ્ટ કર્યા હતા. આ સાથે જ 27 જૂન સુધી દેશમાં 82 લાખ 27 હજાર 802 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે.
  • પુડ્ડુચેરીના મુખ્યમંત્રીનો સ્ટાફ કોરોના પોઝિટિવ, CM વી નારાયણસામીને ક્વોરન્ટિન કરાયા છે.
  • કર્ણાટકના બેંગલુરુમાં હવે દર રવિવારે ટોટલ લોકડાઉન રહેશે. નાઈટ કર્ફ્યૂ પણ એક કલાક પહેલા 8 વાગ્યાથી શરૂ થઈ જશે. બહારથી આવેલા લોકોને 14 દિવસ હોમ ક્વૉરન્ટીનમાં રહેવું પડશે. પરંતુ મહારાષ્ટ્રાથી પાછા આવ્યા પછી 7 દિવસ માટે ફરજીયાત પણે ક્વૉરન્ટીન સેન્ટરમાં રહેવું પડશે.
  • તમિલનાડુના મદુરૈમાં પણ 27 થી 29 જૂન સુધી ટોટલ લોકડાઉન રહેશે. મદુરૈ જિલ્લા ક્લેક્ટરે આ સંબંધમાં આદેશ જાહેર કર્યા છે.
  • આસામની રાજધાની ગુવાહાટીમાં 27 જૂનથી 14 દિવસ માટે ટોટલ લોકડાઉન શરૂ થશે. આ વખતે નિયમો પહેલા કરતા વધુ કડક હશે. રાજ્યમાં એસપી અને અન્ય અધિકારીઓ સહિત 30 પોઝિટિવ મળ્યા હતા.

દેશમાં અત્યાર સુધી 16103 મોત થઈ ચુક્યા છે. જેમાં સૌથી વધારે મોત મહારાષ્ટ્રમાં 7273 લોકોના થયા છે. પરંતુ વસ્તીના હિસાબથી સૌથી વધુ મોત દિલ્હીમાં થયા છે. રાજધાનીમાં અહીંયા પ્રતિ 10 લાખની વસ્તી પર 129 લોકોના મોત થઈ રહ્યા છે, જે દેશમાં સૌથી વધારે છે.

રાજ્ય કુલ વસ્તી કુલ મોત દર્દીઓના મોત(પ્રતિ 10 લાખ)
દિલ્હી 1.98 કરોડ 2558 129
મહારાષ્ટ્ર 12.21 કરોડ 7273 59
ગુજરાત 6.79 કરોડ 1790 26
તમિલનાડુ 7.56કરોડ 1026 13
હરિયાણા 2.86 કરોડ 218 7

. પરંતુ વસ્તીના હિસાબથી સૌથી વધુ મોત દિલ્હીમાં થયા છે. રાજધાનીમાં અહીંયા પ્રતિ 10 લાખની વસ્તી પર 129 લોકોના મોત થઈ રહ્યા છે, જે દેશમાં સૌથી વધારે છે.
રાજ્યોની સ્થિતિ
મધ્યપ્રદેશઃ અહીંયા શનિવારે 167 નવા દર્દી સામે આવ્યા અને 4 લોકોના મોત થયા હતા. ભોપાલમાં 41, ઈન્દોરમાં 32, મુરૈનામાં 18 પોઝિટિવ કેસ વધ્યા. રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા 12 હજાર 965 થઈ ગઈ છે, જેમાં 2444 એક્ટિવ કેસ છે. કોરોનાથી અત્યાર સુધી 550 લોકોના મોત થયા છે.

આ તસવીર ભોપાલની છે. અહીંયા દરરોજ 40 થી 60 કેસ મળી રહ્યા છે. તંત્રએ અહીંયા હવે ઘરે ઘરે જઈને સેમ્પલ લેવાનો નિર્ણય કર્યો છે

ઉત્તરપ્રદેશઃ અહીંયા શનિવારે 606 નવા દર્દી સામે આવ્યા અને 19 લોકોના મોત થયા હતા. ગૌતમબુદ્ધનગર(નોઈડા)માં 126, ગાઝિયાબાદમાં 69 અને લખનઉમાં 29 પોઝિટિવ કેસ વધ્યા છે. રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા 21 હજાર 549 થઈ ગઈ છે, જેમાંથી 6685 એક્ટિવ કેસ છે. કોરોનાથી અત્યાર સુધી 649 લોકોના મોત થયા છે.
મહારાષ્ટ્રઃ અહીંયા શનિવારે 6368 સંક્રમિત મળ્યા અને 167 લોકોના મોત થયા હતા. રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા 1 લાખ 59 હજાર 133 થઈ ગઈ છે, જેમાંથી 67 હજાર 600 એક્ટિવ કેસ છે. કોરોનાથી અત્યાર સુધી 7273 લોકોના મોત થયા છે. જૂલાઈથી મુંબઈની હોસ્પિટલે કોરોનાના મૃતકોની માહિતી ગૂગલ ફોર્મ દ્વારા આપવાની રહેશે.

આ તસવીર મુંબઈની છે. અહીંયા સંક્રમણની ખબર નથી પડી રહી. હવે અહીંયા સેમ્પલ લેતી ટીમને PPE કીટ પહેરવી ફરજીયાત કરી દેવાયું છે.

રાજસ્થાનઃ અહીંયા શનિવારે 284 નવા દર્દી સામે આવ્યા અને 11 લોકોના મોત થયા હતા. જયપુરમાં 17, જોધપુરમાં 40 અને ધૌલપુરમાં 32 પોઝિટિવ કેસ વધ્યા હતા. રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા 16 હજાર 944 થઈ ગઈ છે, જેમાંથી 3186 એક્ટિવ કેસ છે. કોરોનાથી અત્યાર સુધી 391 લોકોના મોત થયા છે.ટ

બિહારઃ અહીંયા શનિવારે 302 સંક્રમિત મળ્યા અને 2 લોકોના મોત થયા હતા. પટનામાં 25, મધુબનીમાં 15 અને ભાગલપુરમાં 33 કેસ વધ્યા. રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા 8 હજાર 980 થઈ ગઈ, જેમાંથી 1992 એક્ટિવ કેસ છે. કોરોનાથી અત્યાર સુધી 58 લોકોના મોત થયા હતા.

આ તસવીર પટનાની છે. શહેરમાં શનિવારે 25 પોઝિટિવ કેસ મળ્યા ઘણા વિસ્તારમાં બેરિકેટ્સ લગાવીને સીલ કરી દેવાયા છે

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


આ તસવીર મુંબઈની છે. રવિવારે સલૂન પર લોકોની ભીડ જોવા મળી હતી. હાલ વાળ કાપવા, હેર ડાઈ અને થ્રિડીંગને મંજૂરી અપાઈ છે


Corona Virus In India Live News And Updates Of 28th June


આ તસવીર દિલ્હીની એક સરકારી ડિસ્પેન્સરીનો છે. રાજધાનીમાં શુક્રવારે 20 હજારથી વધુ સેમ્પલ લેવાઈ રહ્યા છે.

Related posts

10 લાખ લોકોએ કોરોનાને હરાવ્યો, એટલે કે 64% દર્દીઓ સાજા થયા; દરરોજ 40 હજાર દર્દીઓ રિકવર થઈ રહ્યા છે

Amreli Live

વધુ એક આર્મી જવાન અને IOCLના કર્મચારીને કોરોના, વધુ 7 કેસ પોઝિટિવ કેસ સાથે કુલ આંક 223

Amreli Live

દેશમાં 10 હજાર આરોગ્યકર્મી કોરોનાથી સંક્રમિત

Amreli Live

રાજ્યમાં 19 નવા કેસ સાથે કુલ પોઝિટિવ કેસ 165 થયા, અમદાવાદમાં 13 અને પાટણમાં 3 કેસ નોંધાયા

Amreli Live

એક જ દિવસમાં ઘોડાસર, કાલુપુર અને વટવાનાં ત્રણ લોકોનાં મોત, વધુ 39 પોઝિટિવ કુલ મૃતક આંક 13 થયો

Amreli Live

CM કેજરીવાલની તબિયત ખરાબ- તાવ-ગળામાં ઈન્ફેક્શન, પોતાને આઈસોલેટ કર્યા; હવે કોરોના ટેસ્ટ કરાશે

Amreli Live

કંઈક કરો નહીં તો હું અહીં જ મરી જઈશઃ કહેનાર રત્નકલાકારનું સ્મીમેરમાં કોરોનાથી મોત

Amreli Live

અત્યાર સુધી 21,373 કેસ- 687 મોતઃ જમ્મુ-કાશ્મીરના DGPએ કહ્યું-પાકિસ્તાન કોરોના ફેલાવવા સંક્રમિતોને મોકલી રહ્યું છે

Amreli Live

મહારાષ્ટ્ર, દિલ્હી, તમિલનાડુમાં 70 હજાર એક્ટિવ કેસ, તે કુલ એક્ટિવ કેસના 60.57%, દેશમાં અત્યારસુધી 2.37 લાખ કેસ

Amreli Live

અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં 2502 લોકોના મોત, અહીં 61 હજારથી વધારે લોકોએ જીવ ગુમાવ્યા

Amreli Live

અત્યાર સુધી 32.72 લાખ સંક્રમિત અને 2.31 લાખ મોત: રશિયાના પ્રધાનમંત્રી મિખાઈલ મિશુસ્તિન પોઝિટિવ;

Amreli Live

65 હજાર 600ના મોત, અમેરિકામાં 24 કલાકમાં 1224ના મોત; ન્યૂયોર્કમાં 630 લોકોના જીવ ગયા, સ્પેનમાં વધુ 674ના મોત

Amreli Live

અમેરિકાના આયોગના રિપોર્ટમાં દાવો- પાકિસ્તાનમાં કોરોના સંકટમાં હિન્દુઓ અને ખ્રિસ્તીઓને ખાવાનો સામન અપાઈ રહ્યો નથી

Amreli Live

વડોદરામાં લોકલ ટ્રાન્સમિશનથી વધુ 4 કોરોના પોઝિટવ કેસ નોંધાયા, પોઝિટિવ કેસની સંખ્યા 22 ઉપર પહોંચી, તાંદલજામાં સેનેટાઇઝની કામગીરી પૂરજોશમાં

Amreli Live

વિશ્વભરમાં 1.48 કરોડ કેસ: બ્રાઝીલમાં મોતનો આંકડો 80 હજારને પાર, ટ્રમ્પે કહ્યું- માસ્ક પહેરી હું સૌથી મોટો દેશ ભક્ત

Amreli Live

રાજ્યમાં 78 નવા કેસ સાથે પોઝિટિવ કેસનો આંકડો 1099, અમદાવાદમાં 3 અને વડોદરામાં એક દર્દીના મોત સાથે મૃત્યુ આંક 42

Amreli Live

રાજ્યના સૌથી નાની ઉંમરના કોરોના પેશન્ટનું મોત, જામનગરના 14 મહિનાના બાળકે દમ તોડ્યો

Amreli Live

1.79 લાખના મોત: ઓક્સફોર્ડ યુનિવર્સિટીના સંશોધનકર્તા આવતીકાલથી વેક્સીનનો ટેસ્ટ માણસ ઉપર શરૂ કરશે

Amreli Live

30% દર્દીમાં એક પણ લક્ષણ દેખાયા ન હતા; મોટાભાગના દેશમાં મહામારી ફેલાવા માટે આ કારણ જવાબદાર છે

Amreli Live

કોરોનાથી મુક્ત બનેલા દર્દીને ઓછામાં ઓછા 8 દિવસ બાદ મળો, હાથ મિલાવવા અને તેમના દ્વારા ઉપયોગ કરાયેલ ચીજવસ્તુનો સ્પર્શ ટાળવો જોઈએ

Amreli Live

47 જિલ્લામાં 28 દિવસથી નવા કેસ નહીં, દેશના 14 હજારથી વધુ કેસમાંથી 30 ટકા કેસ નિઝામુદ્દીન મરકઝના કારણે: સ્વાસ્થ્ય મંત્રાલય

Amreli Live