27.6 C
Amreli
25/11/2020
મસ્તીની મોજ

5 રાશિઓ માટે દિવસ રહેશે શુભ, મેષ અને મિથુન રાશિવાળા રહે સતર્ક, વાંચો દૈનિક રાશિફળ.

મેષ રાશિ : આજના દિવસે મગજમાં ઘણી પરેશાની રહેશે અને તમારા ખર્ચમાં વધારો જોવા મળશે. તમારે કોઈ કામ માટે ઉધાર લેવું પડી શકે છે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. ભાગ્યમાં વૃદ્ધિ થશે. ઘરના મોટા લોકોનું સ્વાસ્થ્ય નબળું રહેશે. કામના સંબંધમાં કરવામાં આવેલી યાત્રા સફળતા અપાવશે. જોકે મોટી યાત્રા પર જવાથી બચવું જોઈએ. આવક સામાન્ય રહેશે. પરિવારનું વાતાવરણ શાંત રહેશે. પ્રેમ જીવન પસાર કરી રહેલા લોકો પોતાના સંબંધમાં તાલમેલ નહિ બેસાડી શકવાથી નિરાશ થશે.

વૃષભ રાશિ : આજનો દિવસ તમને ખુશી અને સફળતા અપાવશે. પ્રેમ જીવનમાં સારા પરિણામ મળશે અને તમારા પ્રિય વ્યક્તિ સાથે સારા સંબંધોનું પાલન કરશો અને તેમની સાથે ભવિષ્યની યોજનાઓ શેયર કરશો. દાંપત્ય જીવન જીવી રહેલા લોકોનો દિવસ થોડો નબળો રહેશે, કારણ કે જીવનસાથી પોતાના સ્વભાવમાં ગુસ્સો વધવાને કારણે તમને દબાવવાનો પ્રયત્ન કરશે. શાંતિથી કામ લેવું સારું રહેશે. પારિવારિક જીવન ઠીકઠાક રહેશે. સ્વાસ્થ્ય ઠીક-ઠાક રહેશે. કામ પર ધ્યાન આપવું મુશ્કેલ હશે, પણ તમારે તે કરવું જ પડશે.

મિથુન રાશિ : આજે તમારું બધું જોર પારિવારિક અને ઘરેલુ જવાબદારીઓ પર રહેશે. પરિવારમાં વધારે સમય પસાર કરશો અને ઘરની જરૂરિયાતને સમજશો, અને તેમના પર ખર્ચ કરશો. ઘરેલુ ખર્ચ વધવાથી આર્થિક બોજ વધશે. કોર્ટ કચેરીની બાબતમાં તમારો દિવસ ઘણો મજબૂત રહેશે અને સ્થિતિઓ તમારા પક્ષમાં રહેશે. વ્યાપારની બાબતમાં તમારો દિવસ સામાન્ય રહેવાનો છે. જે લોકો નોકરી કરે છે, તેમણે આજે ઘણો પરિશ્રમ કરવો પડશે. તમારા મનમાં અલગ અને સારા વિચાર આવશે તથા તમારું સ્વાસ્થ્ય સારું રહેશે.

કર્ક રાશિ : આજે તમે ટ્રાવેલિંગ પર જઈ શકો છો અને તેનાથી તમને સફળતા પ્રાપ્ત થશે. તમને તમારા વ્યાપારમાં ઘરના નાના લોકોનો સહયોગ મળશે અને તમારો વ્યાપાર ગતિ પકડશે. જીવનસાથીને સ્વાસ્થ્ય સમસ્યા પરેશાન કરી શકે છે, પણ ખર્ચમાં વધારો પણ થશે, જેના પર તમારે ધ્યાન આપવું પડશે. પારિવારિક જીવન સારું રહેશે અને પ્રેમ જીવન જીવી રહેલા વ્યક્તિઓએ આજે પોતાની વાત મજબૂતાઈથી રાખવી પડશે, ત્યારે જ તમારો પ્રિય વ્યક્તિ તમારી વાતોને સમજી શકશે. કામને ભાગ્યના સહારે છોડવું સારું નહિ રહે. નહિ તો પછી પસ્તાવું પડી શકે છે.

સિંહ રાશિ : આજનો દિવસ સારો રહેશે. પૈસાની આવક થશે, જેથી તમારી આર્થિક સ્થિતિ સુધરશે. તેના માટે તમારે ઘણી મહેનત પણ કરવી પડી છે, એટલા માટે તમે તેના સાચા હકદાર છો. આવક વધારવા માટે કોઈ નવી યોજના બની શકે છે. પ્રેમ જીવન જીવી રહેલા લોકો થોડા નબળા રહી શકે છે, પણ જે લોકો પરણેલા છે તેમના માટે દિવસ ઉત્તમ રહેશે અને જીવનસાથી તરફથી પ્રેમ મળશે. પારિવારિક જીવનની વાત કરીએ તો થોડો તણાવ દેખાશે, પણ કોઈ પણ ગંભીર સમસ્યા નથી, એટલા માટે પરેશાન થવાની જરૂર નથી. કાર્યક્ષેત્રમાં તમારી સ્થિતિ મજબૂત થશે. આજે તમે કામના સંબંધમાં વધારે વ્યસ્ત રહેશો.

કન્યા રાશિ : આજે સમસ્યાઓમાંથી બહાર નીકળશો. માનસિક પડકાર ખતમ થશે અને આજે અમુક મોટી બાબતોમાં નિર્ણય લેશો. તેના લીધે તમારી યોજનાઓ ગતિ પકડશે. દાંપત્ય જીવનમાં પણ ખુશી વધશે અને પોતાના જીવનસાથીને કોઈ ગિફ્ટ આપશો. કાર્યક્ષેત્રમાં તમારી સ્થિતિ સારી રહેશે, પણ કામથી સંતુષ્ટ નહિ થાવ અને નોકરી બદલવાની દિશામાં પ્રયત્ન કરશો. પ્રેમ જીવન માટે દિવસ ઉત્તમ રહેશે અને પોતાના પ્રિય વ્યક્તિને પોતાના મનની વાતો જણાવશો. સખત પરિશ્રમના દમ પર આજે તમે દિવસને ઉત્તમ બનાવવા પ્રયત્ન કરશો. કોઈના ઝગડામાં પડતા નહીં. પોતાના કામથી કામ રાખો અને ખુશ રહેવાનો પ્રયત્ન કરો.

તુલા રાશિ : આજે તમે ઘણી શોપિંગ કરી શકો છો, અને અમુક નકામી વસ્તુઓ પણ ખરીદી શકો છો. સમજી વિચારીને ખર્ચ કરવાની આદત પાડો. પરિવારનું વાતાવરણ ઘણું ખુશનુમા રહેશે અને ઘરને સુંદર બનાવવાનો પ્રયત્ન કરશો. પોતાના ગુસ્સા પર નિયંત્રણ રાખીને કામ કરશો તો સફળતા મળશે, નહિ તો સંબંધોમાં તણાવ વધશે. ઘરના નાના લોકો સાથે અમુક સમસ્યા થઈ શકે છે. પ્રેમ જીવનમાં તમને અનુકૂળ પરિણામ મળશે, અને તમારો પ્રિય વ્યક્તિ તમારી સમક્ષ ખુલીને પોતાના પ્રેમનો એકરાર કરશે, જેથી તમારી ખુશી ઘણી વધી જશે.

વૃશ્ચિક રાશિ : આજે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, તમારો જોશ અને ઉત્સાહ ઘણો વધારે રહેશે. કામને જલ્દી પૂરું કરી શકશો, એવું કરવાથી તમારો સમય બચશે, જે પોતાના પરિવારને આપશો. તેનાથી પરિવારનું વાતાવરણ ખુશનુમા રહેશે અને પરિવારના લોકો સાથે સમય પસાર કરીને તમે પણ રાહતનો શ્વાસ લેશો. દાંપત્ય જીવનમાં પણ આજનો દિવસ અનુકૂળ રહેશે, અને જે લોકો પ્રેમ જીવનમાં છે તેમને આજે સારા પરિણામ મળશે. તમે ઘણા મોરચા પર સારી રીતે દિવસ પસાર કરશો. ક્ષેત્રની સ્થિતિઓ પણ તમારા પક્ષમાં રહેશે. પોતાના સાથીઓ સાથે સારું વર્તન કરો, કારણ કે આજે તે તમને ખુબ પસંદ આવશે.

ધનુ રાશિ : આજનો દિવસ તમને ઘણો વ્યસ્ત રાખશે. અચાનકથી અમુક અટકેલા કામ બની જશે અને અમુક બનતા કામ અટકી શકે છે, એટલા માટે તમારે ન તો વધારે ખુશ થવાનું છે અને ન તો વધારે દુઃખી. પોતાના કામને યોગ્ય પરિણામ આપવા માટે યોગ્ય રણનીતિ બનાવો અને આળસનો ત્યાગ કરીને કામ કરો. પારિવારિક જીવનને લઈને દાંપત્ય જીવન સુધી તમને સારા પરિણામ મળશે. કાર્યક્ષેત્રમાં તમારું કામ તમને ધન અપાવશે, પણ ખર્ચ વધારે થશે અને તમારો પ્રેમ સંબંધ પણ ખર્ચનું કારણ બની શકે છે, કારણ કે તમે પોતાના પ્રિય વ્યક્તિને કોઈ વસ્તુ ખરીદીને આપી શકો છો.

મકર રાશિ : આજનો દિવસ નબળો રહેશે, સ્વાસ્થ્ય બગડી શકે છે. માનસિક રૂપથી તણાવ પણ વધશે. આજે ગૃહસ્થ જીવન તમને સુખ આપશે અને જીવનસાથી તમને ખુશ રાખવાનો પ્રયત્ન કરશે. તેમની સાથે કોઈ ધાર્મિક કામમાં ભાગ લેશો, જેથી તમારી સામાજિકતા પણ ઉત્તમ બનશે. જે લોકો પ્રેમ જીવનમાં છે તેમણે આજે સમજી વિચારીને રહેવું પડશે, કારણ કે તેમણે પરિવાર તરફથી કોઈ વાતને લઈને નારાજગી સહન કરવી પડી શકે છે. કાર્યક્ષેત્રમાં પણ દિવસ તમારા પક્ષમાં દેખાશે અને તમને ધનલાભ પણ થશે.

કુંભ રાશિ : આજનો દિવસ સ્વાસ્થ્યની દૃષ્ટિએ નબળો છે, એટલા માટે બેદરકારી ના કરો. ખર્ચમાં વધારો થશે. પારિવારિક જીવન માટે દિવસ ઉત્તમ રહેશે અને તમે પરિવારવાળાનું સાનિધ્ય પ્રાપ્ત કરશો. ઓફિસમાં તમારા કામની સ્થિતિ ઉત્તમ રહેશે અને તમારા કામની પ્રશંસા પણ થશે. ભાગ્યનો તમને સાથ મળશે અને પરિવારની મહિલાઓ તમને આગળ વધવાની પ્રેરણા આપશે. પ્રેમ જીવનમાં સ્થિતિ અનુકૂળ રહેશે અને તમારા પ્રિય વ્યક્તિ સાથે સંબંધોમાં મિત્રતાનો ભાવ પણ આવશે. આજે તમને લાગશે કે તેઓ તમારા સાચા મિત્ર છે.

મીન રાશિ : દિવસની શરૂઆત નાજુક રહેશે, એટલા માટે શરૂઆતમાં કોઈ મોટું કામ ના કરો. પણ જેમ જેમ દિવસ આગળ વધશે, તેમ તેમ દાંપત્ય જીવનમાં ખુશીઓ આવશે. વ્યાપારના સંબંધમાં કરવામાં આવેલા પ્રયત્ન સાર્થક થશે અને તમારી આવક વધશે. પરિવાર અને કામની વચ્ચે તમારે સંતુલન બેસાડવું પડશે, નહિ તો સ્થિતિ તમારા હાથમાંથી નીકળી શકે છે. ભાગ્ય સંપૂર્ણ રીતે તમારી સાથે ઉભું છે, એટલા માટે સમયનો સદુપયોગ કરો. આવક વધશે. થોડા ખર્ચ પણ રહેશે, પણ તેનાથી ડરવાની જરૂર નથી. સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે અને પ્રેમ જીવનમાં સફળતા મળશે અને પ્રિય વ્યક્તિ સાથે વાર્તાલાપ કરવાનો અવસર મળશે.


Source: 4masti.com

Related posts

દિવાળી પછી મકર રાશિમાં ગોચર કરશે ગુરુ, આ રાશિઓને રાશિ પરિવર્તનનો થશે લાભ.

Amreli Live

ફક્ત 5 મિનિટમાં ફટાફટ બનશે બટાકાના સ્વાદિષ્ટ બોલ્સ, સ્વાદ એવો કે આંગળા ચાટતા રહી જશે લોકો.

Amreli Live

આવા અનોખા લગ્ન તમે ક્યારે પણ નહિ જોયા હોય, હનીમૂનની જગ્યાએ સેવા અને વધેલા પૈસાનું દાન કર્યું, આ નવ પરણિત કપલે.

Amreli Live

જાણો આ વખતે ક્યારથી થશે શિયાળાની શરૂઆત, કેવી રહેશે ઠંડી અને ક્યાં સુધી ચાલશે શિયાળો?

Amreli Live

શું મૌની રોયે કરી લીધી છુપી રીતે સગાઈ? હીરાની વીંટી ફ્લોન્ટ કરતી જોવા મળી.

Amreli Live

દર વર્ષ 6,000 રૂપિયા મેળવવા હોય તો ઝડપી કરો રજીસ્ટ્રેશન, આ રહ્યું સ્ટેપ-બાયસ્ટેપ પ્રોસેસ

Amreli Live

કુંભ રાશિના લોકોને આજે મળશે આર્થિક લાભ, જાણો અન્ય રાશિઓની સ્થિતિ, વાંચો રાશિફળ

Amreli Live

અધિકમાસમાં ભગવાન વિષ્ણુને તુલસી અને ભગવાન શિવને બીલીપત્ર ચડાવો, થશે આવા લાભ.

Amreli Live

પુરાણોમાં બતાવેલ આ નિયમોનું પાલન કરી ઝડપી બનશો ધનવાન, જીવન બનશે સુખી અને સમૃદ્ધ

Amreli Live

તમને ખબર છે બેકિંગ પાવડર અને બેકિંગ સોડા વચ્ચેનું અંતર? ડીસમાં નાખવાથી પડે છે આવો ફરક

Amreli Live

પુરુષોત્તમ માસમાં પોતાની શક્તિ અનુસાર કરો આ વસ્તુનું દાન, તમારા આખા પરિવારને મળશે તેનું પુણ્ય

Amreli Live

આજે આ 8 રાશિઓને મળશે નસીબનો સાથ જયારે અન્ય લોકોને થઈ શકે છે નુકશાન.

Amreli Live

વિદેશ જવાનો યોગ : જાણો શું તમારી હથેળીમાં પણ છે યોગ?

Amreli Live

ઓક્ટોબરમાં તમે રાશિ પ્રમાણે પસંદ કરશો કપડાનો રંગ, તો ખુલી જશે તમારું નસીબ

Amreli Live

પાંચ સૌથી બુદ્ધિશાળી પ્રાણી, જાણો તેમની સાથે જોડાયેલ રોચક વાતો.

Amreli Live

સામાન્ય લાગતા સાધુના મંદિરથી થયો એપ્પલ અને ફેસબુકને અબજોનો ફાયદો.

Amreli Live

ધર્મેન્દ્રના ઘરમાં પગ મુકવાની પરવાનગી નહોતી હેમા માલિની અને તેની છોકરીઓને, લગ્ન પછી પહેલી પત્ની…

Amreli Live

જીવનમાં ચિંતા, અડચણો દૂર કરવા માટે પ્રયોગ કરો વાસ્તુના આ 16 ઉપાય.

Amreli Live

મહાભારતની શિખામણ : પરિવારને એકજુથ અને ખુશ રાખવું હોય તો નિર્ણય લેતા સમયે બધાની સલાહ જરૂર લો.

Amreli Live

આ છે દેશના બેસ્ટ સાત ઇલેક્ટ્રિક વાહન, જાણો કિંમત અને શું છે તેની ખાસિયત.

Amreli Live

લગ્ન કુંડળીમાં કેમદ્રુમ દોષ હોય તો કરવું જોઈએ આ વ્રત, જાણો અતુલ શુક્લા દ્વારા તેના નિવારણના ઉપાય.

Amreli Live