30.6 C
Amreli
27/11/2020
મસ્તીની મોજ

5 રાશિઓ માટે આજે છે શુભ દિવસ, ઘન, નોકરી અને વ્યાપાર સહીત અન્ય ક્ષેત્રોમાં થશે લાભ.

મેષ રાશિ : આજે પોતાની માં ના દિલની નજીક રહેશો અને તમને સુખની પ્રાપ્તિ થશે. તમને તમારા કામમાં સફળતા મળશે અને અમુક લોકોને નોકરીમાં પરિવર્તન અથવા ફરીથી ટ્રાન્સફરના સમાચાર મળી શકે છે. આજે તમારા પ્રેમ જીવનમાં દિવસ અનુકૂળ રહેશે અને પોતાના પ્રિય વ્યક્તિ સામે પ્રેમ વ્યક્ત કરવાનો અવસર પણ મળશે. તમે પોતાની દિનચર્યાને સારી બનાવશો, તો આજના દિવસનો ઘણો લાભ ઉઠાવી શકશો. જોકે સ્વાસ્થ્યની દૃષ્ટિએ દિવસ થોડો નબળો છે. આજે ખુલીને ઘરેલુ ખર્ચ કરશો અને દિવાળીની શોપિંગ પણ કરી શકો છો.

વૃષભ રાશિ : આજે દિલમાં ઘણી ખુશી રહેશે અને ભાઈ બહેનો અથવા મિત્રો સાથે વધારે સમય પસાર કરશો. તેનાથી તમારી માનસિક ઉર્જા વધશે. પોતાના જીવનસાથી સાથે મતભેદોને દૂર કરવાનો પ્રયત્ન કરો. કામના ક્ષેત્રમાં તમારે વધારે ફોક્સ કરવું પડશે અને નકામી વાતો પર ધ્યાન નહિ આપવું જોઈએ, તો જ તમે સારું કામ કરી શકશો. પારિવારિક જીવન ખુશનુમા રહેશે અને તમને સારો લાભ પણ મળશે, કારણ કે પરિવારના લોકો તમારી સાથે રહેશે. સ્વાસ્થ્યની દૃષ્ટિએ દિવસ થોડો નબળો રહી શકે છે, એટલે સ્વાસ્થ્યને લઈને બેદરકારી રાખવી નહિ.

મિથુન રાશિ : આજે આર્થિક મોરચા પર સફળતા મળશે અને ધનનું રોકાણ કરવાથી લાભ મળવાના યોગ બનશે. જે વિદ્યાર્થી કોમ્પિટિશનની તૈયારી કરી રહ્યા છે, તેમને જબરજસ્ત સફળતા મળી શકે છે. દાંપત્ય જીવનમાં જીવનસાથી સાથે તમારા સંબંધ સુધરશે અને તમારો સંબંધ પહેલા કરતા વધારે સારી રીતે ચાલશે. કામના સંબંધમાં તમને અનુકૂળ પરિણામ મળશે અને નોકરીમાં આજનો દિવસ વ્યસ્તતા અને ભાગદોડથી ભરેલો રહેશે. તમને પોતાના કામ સમય પર પુરા કરવા એક પડકાર લાગશે.

કર્ક રાશિ : આજે દિલથી ખુશ રહેશો અને પોતાને ઘણા ભાવુક પણ અનુભવશો. જૂની વાતોને યાદ કરીને આંખો ભરાઈ આવશે. દરેક કામમાં આગળ આવીને ભાગ લેશો. આજે થઇ શકે છે કે તમે એક સાથે બધા કામ હાથમાં લઇ લો, જેથી તમને સમસ્યા થશે. એટલે પોતાના કામ પર ધ્યાન આપો. નોકરીમાં સારા પરિણામ મળશે અને તમારા ખર્ચમાં થોડો વધારો થશે, જેના લીધે તમારે તમારી આવક પર ધ્યાન આપવું પડશે. પ્રેમ સંબંધની દૃષ્ટિએ આજનો દિવસ નબળો રહેવાની શક્યતા છે. જોકે પરિણીત લોકોના દાંપત્ય જીવનમાં પોતાના જીવનસાથી સાથે પ્રેમ ભરેલી વાતો કરવામાં સમય પસાર થશે.

સિંહ રાશિ : લાંબા સમયથી અટકેલા કામ પુરા થશે અને પ્રોપર્ટીનો લાભ મળી શકે છે. આ કારણે તમે ઘણા ખુશ થઈ જશો. જો તમે કોઈને પ્રેમ કરો છો, તો આજનો દિવસ ઘણો નબળો રહી શકે છે, અને તમારો પ્રિય વ્યક્તિ તમારાથી અલગ પણ થઈ શકે છે, એટલે ધ્યાન આપો કે તે તમારી વાતથી નારાજ ન થાય, જે લોકો પરિણીત છે, તેમના દાંપત્ય જીવનમાં આજે પ્રેમ વધશે અને એક બીજા પ્રત્યે તમારા મનમાં ઈજ્જતની સાથે સાથે સહાનુભૂતિ પણ વધશે. આજે તમને પ્રેમના સંબંધમાં સારા પરિણામ જોવા મળશે. જો તમે ક્યાંક નોકરી કરો છો, તો આજે કોઈ બીજી નોકરી માટે અરજી કરી શકો છો.

કન્યા રાશિ : આવકની દૃષ્ટિએ આજનો દિવસ ઘણો લાભદાયક રહેશે અને તમારી પાસે એકથી વધારે જગ્યા પરથી પૈસા આવી શકે છે. આજે પોતાના કામોમાં સફળતા પ્રાપ્ત કરવા માટે ઘણી મજબુતીથી ઉભા થશો. તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે. કોઈની સાથે ઝગડો કરવો તમારા માટે નુકશાનકારક સાબિત થઈ શકે છે, એટલા માટે તમારા કામથી કામ રાખો, તો સારું રહેશે. દાંપત્ય જીવન માટે દિવસ ઘણો સામાન્ય રૂપથી પસાર થશે. જોકે પ્રેમ જીવનમાં તમારે ઉતાર-ચડાવનો સામનો કરવો પડી શકે છે. આ દરમિયાન કોઈ પણ યાત્રા કરવાથી તમારે બચવું પડશે. પારિવારિક તણાવ વધતો અટકાવવા પ્રયત્ન કરો.

તુલા રાશિ : આજે પોતાના કામ પર સંપૂર્ણ ધ્યાન આપશો અને તે પૂછશો કે કોઈ કમી તો નથી રહી ગઈને, તેના લીધે તમે ઘણા વ્યસ્ત રહેવાના છો. એજ કારણ હશે કે તમે પોતાના પરિવારની જવાબદારીથી વિમુખ થઈ શકો છો, જે એક સારી વાત નથી, એટલે પોતાની જવાબદારીઓને દરેક રીતે સમજીને તેમાં સમન્વય બેસાડવો જોઈએ. જો તમે કોઈને પ્રેમ કરો છો, તો દિવસ ઘણો અનુકૂળ રહેશે અને તમારા પ્રિય વ્યક્તિ સાથે તમારા સંબંધમાં નિકટતા વધશે. જે લોકો પરિણીત છે તેમને દાંપત્ય જીવનમાં સુખોની પ્રાપ્તિ થશે અને તે પોતાના દાંપત્ય જીવનને માણશે. જીવનસાથી સાથે માર્કેટમાં જઈ શકો છો.

વૃશ્ચિક રાશિ : આજે ભાગ્ય તમારી સાથે ઉભું હશે. તેનાથી તમને કામમાં સફળતા મળશે. પિતા સાથે તમારા સંબંધ સુધરશે અને તમે સમાજમાં એક સારું સ્થાન પ્રાપ્ત કરશો. આજના દિવસે તમને ક્યાંકથી સારો ધન લાભ થઈ શકે છે, અને પારિવારિક જીવનની વાત કરીએ તો ધરેલું મોરચા પર પણ આજે તમે મજબૂત રહેશો. પરિવારમાં ખુશીઓ રહેશે, જેથી તમને ઘણો સારો અનુભવ થશે, અને તમે કામમાં વધારે મહેનતથી આગળ વધશો. નોકરીવાળાને આજે ઘણા સારા સમયની પ્રાપ્તિ થશે. તમારા કામની પ્રશંસા થશે. પરિણીત લોકો પોતાના જીવન સાથી સાથે કોઈ સુંદર જગ્યા પર ફરવા જઈ શકે છે.

ધનુ રાશિ : આજે તમારું સ્વાસ્થ્ય થોડું નબળું રહેશે અને માનસિક તણાવ પણ વધારે રહી શકે છે, જેથી કામોમાં સમસ્યા આવી શકે છે. જોકે ભાગ્યની કૃપાથી અટકેલા કામ બની શકે છે, અને ધનની પ્રાપ્તિ થઈ શકે છે. આજનો દિવસ યાત્રા પર જવા માટે ઘણો સારો રહેશે અને આ યાત્રાથી તમને મનગમતી ખુશી મળશે. આજે શક્ય છે કે, તમારા જીવનમાં કોઈ નવું વ્યક્તિ આવે જે તમને ઘણો પ્રેમ આપે, અને તમે હંમેશા માટે તેના પ્રિય બની જાવ.

મકર રાશિ : આજનો દિવસ આવકમાં વધારો થવાના સંકેત આપી રહ્યો છે, જેથી તમારી ખુશી વધશે. ફક્ત આ સંબંધમાં જ નહિ પણ વ્યાપારમાં પણ તમને આજે સારો નફો થઈ શકે છે. પરિવારમાં પણ દરેક લોકો હસી-ખુશી રહેશે અને તમને સ્વાદિષ્ટ વ્યંજન ખાવા મળી શકે છે, જેથી તમારા ચહેરા પર ખુશી આવશે. દાંપત્ય જીવનમાં જીવન સાથી સાથે પ્રેમ અને પોતાપણું વધારે રહેશે, જે લોકો કોઈને પ્રેમ કરે છે, તેમના માટે પણ આજનો દિવસ સારા પરિણામ આપનારો સાબિત થશે. તમારે તમારા વધતા ખર્ચ પર ધ્યાન આપવું પડશે, કારણ કે તે આર્થિક સ્થિતિ બગાડી શકે છે.

કુંભ રાશિ : આજનો દિવસ ઘણી રીતે લાભ આપશે નોકરી કરતા લોકોના કામની પ્રશંસા થશે. અને તે લોકો તમારી સલાહ મુજબ કામ કરવાનું પસંદ કરશે. આર્થિક રીતે આજનો દિવસ મજબૂત છે અને ધન લાભના પ્રબળ યોગ બની રહ્યા છે. કુંવારા લોકોનું દાંપત્ય જીવન આજે ઘણું ખુશનુમા રહેશે અને જીવનસાથી સાથે સંબંધોમાં પ્રેમ વધશે. જે લોકો કોઈ પ્રેમ સંબંધમાં છે, તેમણે આજે નિરાશાનો સામનો કરવો પડી શકે છે, અને કારણ વગરની યાત્રા માનસિક રીતે તણાવ આપી શકે છે. કોઈને પોતાની સાથે લઈને જાવ.

મીન રાશિ : આજના દિવસે ખરીદીમાં વધારે વ્યસ્ત રહેશો. જો તમે કોઈને પ્રેમ કરો છો તો આજે તેમને તમારા તરફથી કોઈ ભેટ મળી શકે છે, અને તમને તેનો સાથ મળશે, કારણ કે તે તમારા ખભાથી ખભો મેળવીને ચાલવાનો પ્રયત્ન કરશે. જો તમે પરિણીત છો, તો સંતાન તરફથી સારા પરિણામ મળશે અને તે તમારા સુખને વધારનારા સાબિત થશે. તમારી આવક તો વધશે જ સાથે જ આવક વધારનાર અમુક નવા સ્ત્રોત પણ તમને મળી શકે છે. તમે જ્યાં નોકરી કરો છો, ત્યાં અમુક લોકોનો અંદરોઅંદર ઝગડો પણ થઈ શકે છે. સાંજનો સમય પરિવારવાળા સાથે પસાર કરવા માંગશો.


Source: 4masti.com

Related posts

જો ઘરની મહિલાઓ સવારે ઉઠીને કરશે આ કામ, તો પરિવાર પર ક્યારેય આવશે નહિ આફત.

Amreli Live

સ્વાસ્થ્ય મંત્રાલયની ચેતવણી, સેનીટાઈઝનો વધુ ઉપયોગ બની શકે છે ભયંકર.

Amreli Live

મહિનાનો પહેલો દિવસ બધી 12 રાશિઓ માટે કેવો રહેશે, વાંચો દૈનિક રાશિફળ

Amreli Live

જન્મદિવસ ઉજવવો નહિ, જાતે ખાવાનું બનાવવું, જેવી મુકેશ અંબાણીથી જોડાયેલા વિશેષ રોચક જાણકારી.

Amreli Live

શું પ્રાણીઓને પણ ગલીપચી થાય છે? મજાક મા ના લેતા આ IAS ઇન્ટરવ્યૂના આ ફની સવાલ, જવાબ છે ફૂલ વૈજ્ઞાનિલ

Amreli Live

જાણો કેવી રીતે આ સામાન્ય ટીચર બન્યો ભારતનો સૌથી ઓછી ઉંમરનો અરબપતિ, જાણો તેમની સફળતાની સફર.

Amreli Live

કોરોનાકાળમાં ઉદાહરણ બની દિવ્યાંગ છોકરી, બંને હાથ નથી છતાં પણ પગથી કરી રહી છે દર્દીઓની સેવા

Amreli Live

પત્ની નતાશા સ્ટેનકોવિચને ખુબ યાદ કરી રહ્યા છે હાર્દિક પંડ્યા, ફોટો શેયર કરી દેખાડ્યો પ્રેમ.

Amreli Live

FAU-G Game : પબજી બેન થતા જ સ્વદેશી એક્શન ગેમ લાવી રહ્યા છે અક્ષય કુમાર, ટીઝર થયું રિલીઝ.

Amreli Live

સોશિયલ મીડિયામાં છવાયા ખેતર ખેડતા બાબા રામદેવ, કોઈએ કર્યું ટ્રોલ તો કોઈ કરી રહ્યા છે સપોર્ટ

Amreli Live

BSNL લાવ્યું શાનદાર ઓફર, ફ્રી માં રિચાર્જ કરો મોબાઈલ, અહીં જાણો કઈ રીતે?

Amreli Live

જાણો તમારી રાશિ અનુસાર કેવો રહેશે રવિવારનો દિવસ, વાંચો દૈનિક રાશિફળ.

Amreli Live

ટ્રેનના કોચમાં પીળી અને સફેદ કલરની પટ્ટીઓ કેમ લગાવવામાં આવે છે?

Amreli Live

60 કરોડના ફાર્મ હાઉસ અને 4 કરોડની કાર, જાણો અસલ જીવનમાં ‘બાહુબલી પ્રભાસ’નું નેટવર્થ.

Amreli Live

રવિ પુષ્ય શુભ યોગ બનવાથી આજે આ રાશિઓનો થશે ભાગ્યોદય, અચાનક ધન લાભ થઇ શકે છે.

Amreli Live

20 જુલાઈએ છે સોમવતી અમાસ, શિવ-પાર્વતીની સાથે જ પિતૃઓની પૂજા કરવાનો શુભ દિવસ, મંદિરે જઈને કરો આ કામ

Amreli Live

પતિ અને પત્ની વચ્ચે નહીં થાય ચકમક, જાણો શું કહે છે ચાણક્ય નીતિ, દરેક વ્યક્તિએ વાંચવા જેવો આર્ટિકલ.

Amreli Live

બોલિવૂડમાં એક્ટિંગ નહિ પણ પિતાની જેમ બિઝનેસ કરશે અમિતાભ બચ્ચનની પૌત્રી, બની 23 વર્ષની બિઝનેસ વુમન

Amreli Live

બજારમાંથી માવો લાવતા પહેલા આ કામના સમાચાર વાંચી લો

Amreli Live

શુક્લ યોગ સાથે જયેષ્ઠા નક્ષત્ર, વૃષભ અને સિંહ રાશિના લોકોને આજે નોકરી બિઝનેસમાં થશે ખાસ લાભ.

Amreli Live

ઈડલી કે ડોસા સાથે બનાવો આ 4 પ્રકારની સાઉથ ઈન્ડિયન લાજવાબ સ્વાદિષ્ટ ચટણી.

Amreli Live