24.4 C
Amreli
27/09/2020
રસોઈ

5 મિનિટ રેસિપી : 5 મિનિટમાં તૈયાર થઈ જશે વગર ઈંડાનું આમલેટ, તેને ખાતા જ ઈંડાને ભૂલી જશો.

ઝટપટ બની જાય છે ઈંડા વગરનું આમલેટ, તેને ખાધા પછી ઈંડા ખાવાનું ભૂલી જશો, જાણી લો તેની રેસિપી

આજે અમે તમને ઇંડા વગર ઓમેલેટ બનાવવાની રેસીપી વિશે જણાવવા જઈ રહયા છીએ. આને ઘરે બનાવવું ખૂબ જ સરળ છે. 5 મિનિટમાં તૈયાર થતી આ વાનગીને વેજિટેરિયન ઓમેલેટ પણ કહેવામાં આવે છે.

ઇંડા સ્વાસ્થ્ય માટે ખૂબ સારા માનવામાં આવે છે. તેથી જ મોટાભાગના લોકો સવારના નાસ્તામાં ઓમેલેટ અથવા બાફેલા ઇંડા ખાવાનું પસંદ કરે છે. શું તમે જાણો છો કે ઘણી વખત શાકાહારી લોકો ઇંડાને કારણે ઓમેલેટ ખાતા નથી. આવી સ્થિતિમાં, આજે અમે તમને ઇંડા વગર ઓમેલેટ બનાવવાની પદ્ધતિ વિશે જણાવવાના છીએ. તેને ઘરે બનાવવું ખૂબ જ સરળ છે.

5 મિનિટમાં તૈયાર કરવામાં આવેલી આ વાનગીને વેજિટેરિયન ઓમેલેટ પણ કહેવામાં આવે છે. હવે જે લોકો ઇંડા નથી ખાતા તે લોકો પણ એમ કહી શકે છે કે તેઓ ઓમેલેટ ખાય છે. ચાલો જાણીએ તમે 5 મિનિટના નાસ્તામાં કેવી રીતે સ્વાદિષ્ટ એગલેસ ઓમેલેટ બનાવી શકો છો.

એગલેસ ઓમેલેટ બનાવવા માટે જરૂરી સામગ્રી

બેસન – 1 કપ

સ્વાદ અનુસાર મીઠું

કાળા મરી – સ્વાદ માટે

હળદર પાવડર – ½ ચમચી

ડુંગળી – 1 બારીક સમારેલી

લીલું મરચું – 1 બારીક સમારેલું

ટામેટાં – 1/2 સમારેલું

કોથમીર ના પાન – 2 ચમચી સમારેલા

તેલ – તળવા માટે

એગલેસ ઓમેલેટ બનાવવા માટેની રીત

એગલેસ ઓમેલેટ બનાવવા માટે પ્રથમ એક બાઉલમાં ચણાનો લોટ, હળદર પાવડર, ડુંગળી, લીલા મરચા, ટામેટા, ધાણા, મીઠું, તેલ, મરી પાવડર અને પાણી નાખીને પાતળું ખીરું તૈયાર કરો. ખીરું બનાવતી વખતે બધી વસ્તુ બરાબર મિક્ષ કરી લો.

આ પછી, એક કડાઈમાં તેલ ગરમ કરો અને ત્યાર બાદ આ ખીરાને તવી પર નાખો અને તેને વર્તુળમાં ફેલાવો. આ પછી, ઓમેલેટની ટોચ અને કિનારી પર થોડું તેલ રેડવું અને તેને બીજી તરફ ફેરવી લેવું. સોનેરી થાય ત્યાં સુધી તેને બીજી બાજુથી શેકવુ. એગલેસ ઓમેલેટ તૈયાર છે. તેને ગરમ ચા સાથે સર્વ કરો.

આ માહિતી ન્યુઝ 18 અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.

Related posts

બોમ્બે સ્ટાઈલ ભેળ બનાવવાની સરળ રીત, આ ચટાકેદાર ભેળ જોતા જ મોંમાં પાણી આવી જશે

Amreli Live

આ હકીકત વાંચ્યા પછી તમને લાગશે કે માં નું જ્ઞાન જ સાચું હતું, વાંચો આ ડૉ. શિવ દર્શન મલિકનો આર્ટિકલ

Amreli Live

ભરેલા કારેલાનું શાક આ રીતે બનાવશો તો ઘરના ખાનારા તમારા વખાણ કરીને થાકશે નહિ, જાણો રેસિપી

Amreli Live

મોઢામાં ભળી જશે સ્પંજ રસગુલ્લાની મીઠાશ, જાણો કરી રીતે ઘરે જ રસગુલ્લા બનાવી શકાય.

Amreli Live

ઘઉંના લોટની ફરસી પુરી બનાવવાની સરળ રીત, આજે જ નોંધી લો એની રેસીપી અને જાતે જ બનાવો ટેસ્ટી વાનગી

Amreli Live

આ દિશામાં ગેસનો ચૂલો રાખવાથી નથી થતી અન્નની અછત, માં અન્નપૂર્ણા અનાજનો કોઠાર રાખશે હર્યો ભર્યો.

Amreli Live

અમેરિકામાં કોરોનાથી થયા 1 લાખના મૃત્યુ, 44 વર્ષ યુદ્ધ પછી પણ નથી થયા આટલા બધાના મૃત્યુ.

Amreli Live

લક્ષ્મી માતાની કૃપાથી આજે વિવિધ ક્ષેત્રોમાં લાભ મળવાની શક્યતા છે, નોકરી વ્‍યવસાય ક્ષેત્રે પણ લાભ મળે.

Amreli Live

ઘરે બનાવાતા પંજાબી શાકનો હોટલ જેવો સ્વાદ લાવવા માટે આ રીતે બનાવો યલો ગ્રેવી, જાણી એની રેસિપી

Amreli Live

તમારે તાજા પાઉં ખાવા છે? તો આ રીતે ઘરે જ કુકરમાં બનાવો રૂ જેવા નરમ પાઉં, જાણો કઈ રીતે

Amreli Live

મોઢામાં ભળી જશે સ્પંજ રસગુલ્લાની મીઠાશ, જાણો કરી રીતે ઘરે જ રસગુલ્લા બનાવી શકાય.

Amreli Live

આ સરળ રીતે ઘરે જ બનાવો રાજકોટની પ્રખ્યાત ચટણી, સ્વાદ એવો કે બધા પ્લેટ સાફ કરી દેશે

Amreli Live

મોઢામાં ભળી જશે સ્પંજ રસગુલ્લાની મીઠાશ, જાણો કરી રીતે ઘરે જ રસગુલ્લા બનાવી શકાય.

Amreli Live