30.8 C
Amreli
08/08/2020
મસ્તીની મોજ

5 જુલાઈએ ગુરુ પૂર્ણિમાના દિવસે લાગશે ચંદ્ર ગ્રહણ, આ રાશિના જાતકો પર પડશે સૌથી ખરાબ પ્રભાવ

ગુરુપૂર્ણિમાના દિવસે લાગશે ચંદ્ર ગ્રહણ, જાણો સમય, શું કામ કરવું અને શું ના કરવું અને તેનો રાશિઓ પર પ્રભાવ

5 જુલાઈએ આ વર્ષનું ત્રીજું ચંદ્ર ગ્રહણ થવા જઈ રહ્યું છે. આ ગ્રહણ એક ઉપછાયા ચંદ્ર ગ્રહણ હશે, જે અમેરિકા, દક્ષિણ-પશ્ચિમી યુરોપ અને આફ્રિકાના અમુક ભાગોમાં જોવા મળશે. આ ગ્રહણ ભારતમાં દેખાવાનું નથી. તેમજ જ્યોતિષ વિશેષજ્ઞ આ ગ્રહણને એક મહત્વની ઘટનાના રૂપમાં જોઈ રહ્યા છે. કારણ કે આ ગ્રહણ ગુરુ પૂર્ણિમાના પર્વ પર આવી રહ્યું છે.

જણાવી દઈએ કે, ઉપછાયા ચંદ્ર ગ્રહણના સમયે ચંદ્ર પ્રદક્ષિણા કરતા કરતા પૃથ્વીની છાયાવાળા ક્ષેત્રમાં આવી જાય છે. જેથી ચંદ્ર પર પડતો સૂર્યનો પ્રકાશ થોડો કપાયેલો જણાય છે. આ ગ્રહણને જ ઉપછાયા ચંદ્ર ગ્રહણ કહેવામાં આવે છે.

ચંદ્ર ગ્રહણ થવાનો સમય :

આ ગ્રહણ 5 જુલાઈ રવિવારે સવારે 8:38 વાગ્યે શરૂ થશે અને સવારે 11:21 વાગ્યા સુધી જોઈ શકાશે. ચંદ્ર ગ્રહણ 10 વાગ્યે પોતાના ચરમ પર પહોંચી જશે. આ ગ્રહણ ધનુ રાશિમાં થઈ રહ્યું છે. એટલે ધનુ રાશિ પર ચંદ્ર ગ્રહણનો વધારે પ્રભાવ જોવા મળશે. તેમજ આ ચંદ્ર ગ્રહણ દરમિયાન સૂતક કાળ માન્ય નહિ હોય.

ચંદ્ર ગ્રહણ થવા પર ના કરો આ કામ :

ચંદ્ર ગ્રહણ થવા પર નીચે જણાવેલા કામ ના કરો. આ કામને કરવાથી ગ્રહણનો ખરાબ પ્રભાવ તમારા પર પડી શકે છે.

ચંદ્ર ગ્રહણ થાય ત્યારે વાળમાં તેલ લગાવવું નહિ.

ગ્રહણ દરમિયાન ભોજન કરવાથી બચો અને થઈ શકે તો પાણી પણ ના પીવો. માન્યતા છે કે ગ્રહણના સમયે ખાવાથી પેટ પર ખરાબ અસર પડે છે, અને પેટ સાથે જોડાયેલા રોગ થઈ જાય છે. તેના સિવાય એ પણ માનવામાં આવે છે કે, ગ્રહણના સમયે ખાવા-પીવાથી નરકમાં કષ્ટ સહન કરવા પડે છે.

ગ્રહણ હોય ત્યારે કપડાં ધોવા, તાળું ખોલવું અને અન્ય કોઈ શુભ કામ કરવાથી પરેજી રાખો.

ચંદ્ર ગ્રહણ દરમિયાન પૂજા ના કરો અને ન તો ભગવાનની મૂર્તિનો સ્પર્શ કરો. ગ્રહણ શરૂ થાય તે પહેલા જ ભગવાનની મૂર્તિને કોઈ કપડાંથી ઢાંકી દો.

ગ્રહણ દરમિયાન ઊંઘવાથી બચો અને ગ્રહણની છાયા પોતાના પર પડવા ના દો.

ચંદ્ર ગ્રહણ પૂરું થયા પછી કરો આ કામ :

ચંદ્ર ગ્રહણ સમયે મનમાં ને મનમાં ભગવાનનું સ્મરણ કરો.

ગ્રહણ પછી કરવામાં આવેલા દાનથી ઘણું ફળ મળે છે. એટલા માટે ગ્રહણ ખતમ થયા પછી દાન જરૂર કરો.

આખા ઘરને ગંગાજળથી સાફ કરો અને મંદિર પર પણ ગંગા જળનો છંટકાવ કરો.

ગુરુના આશીર્વાદ લો.

ગ્રહણના દિવસે ગુરુ પૂર્ણિમા પણ આવી રહી છે. એટલા માટે આ દિવસે ગ્રહણ પૂરું થાય એટલે પીપળાના ઝાડની પૂજા જરૂર કરો અને પોતાના ગુરુનો આશીર્વાદ પણ જરૂર લો.

ધનુ રાશિવાળા રાખે વિશેષ ધ્યાન :

આ ચંદ્ર ગ્રહણની ધનુ રાશિના લોકો પર ખરાબ અસર થઈ શકે છે. એટલા માટે આ ગ્રહણ થવા પર ધનુ રાશિવાળા પોતાનું વિશેષ ધ્યાન રાખે. જ્યોતિષ વિશેષજ્ઞ અનુસાર ચંદ્ર ગ્રહણને લીધે ધનુ રાશિના લોકોને માનસિક તણાવ, સ્વાસ્થ્ય સાથે જોડાયેલી કોઈ સમસ્યા અને માતાને કષ્ટ થઈ શકે છે.

આ રીતે બચો ગ્રહણના અશુભ પ્રભાવથી :

ચંદ્ર ગ્રહણના અશુભ પ્રભાવથી બચવા માટે ગ્રહણ પૂરું થતા જ ગંગાજળથી સ્નાન કરો અને ત્યારબાદ મંદિરમાં જઈને ભગવાન શિવની પૂજા કરો. પૂજા કર્યા પછી ખાવાની વસ્તુઓનું દાન ગરીબ લોકોને કરો. આ ઉપાય કરવાથી ગ્રહણની ખરાબ અસર તમારા પર નહિ થાય.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

ભારતમાં મળે છે દુનિયાનો સૌથી સસ્તો મોબાઈલ ડેટા અને મલાવીમાં આ છે 1 GB ના અધધ… રૂપિયા

Amreli Live

હદથી વધારે ચેટિંગ કરવાને કારણે મહિલાએ કપાવવા પડ્યા હાથ, થઈ ગઈ હતી આવી હાલત.

Amreli Live

એમેઝોન પ્રાઈમ પર આવી નવી થર્ડ કલાસ સિરીઝ રાસભરીનો રીવ્યુ

Amreli Live

સ્વાસ્થ્ય મંત્રાલયની ચેતવણી, સેનીટાઈઝનો વધુ ઉપયોગ બની શકે છે ભયંકર.

Amreli Live

બજારમાંથી માવો લાવતા પહેલા આ કામના સમાચાર વાંચી લો

Amreli Live

શ્રાવણમાં ભગવાન શિવની સાથે કરો બાલ કૃષ્ણની પૂજા, મળશે આ લાભ

Amreli Live

સુખ સમૃદ્ધિ અને સારું સ્વાસ્થ્ય મેળવવા માટે આ રીતે ઘરમાં ના રાખો લાફિંગ બુદ્ધા.

Amreli Live

29 સપ્ટેમ્બર સુધી આ 5 રાશિઓ પર રહશે શનિની ત્રાસી નજર, રાખવી પડશે વિશેષ સાવધાની.

Amreli Live

રવિવારના દિવસે આ રાશિઓએ રહેવું પડશે સંભાળીને, સમજી વિચારીને કરો કામ

Amreli Live

શિવ-પાર્વતી આ 5 રાશિઓની અધૂરી ઈચ્છાઓ કરશે પુરી, તેમની કૃપાથી પ્રયત્નોનું મળશે યોગ્ય ફળ.

Amreli Live

આ આયુર્વેદિક પ્રોડકટથી ખૂબ સારી રિકવરી થઈ આ ભાઈની, જાણો વિગતવાર તમારી રોગપ્રતિકારક શક્તિ વધારવા.

Amreli Live

શું પબજી અને ઝૂમ એપ પણ દેશની સુરક્ષા માટે ખતરો છે? જાણો એક્સપર્ટ દ્વારા સંપૂર્ણ માહિતી

Amreli Live

આ ત્રણ જરૂરી વાતને તમે ધ્યાનમાં રાખશો, તો તમે સંક્રમણથી લડવાનો પાવર જનરેટ કરી શકશો.

Amreli Live

સુશાંતની છેલ્લી ફિલ્મ દિલ બેચારાએ IMDB પર બનાવ્યો જબરજસ્ત રેકોર્ડ, ટ્વીટર પર ભાવુક થયા ફેન્સ

Amreli Live

રક્ષાબંધનના દિવસે બની રહ્યો છે ઘણો જ શુભ સંયોગ, જાણો શું કહે છે તમારી રાશિ

Amreli Live

લીંબુને લાંબા સમય સુધી સ્ટોર કરવાની આ 5 અનોખી રીત આપનાવો.

Amreli Live

400 હેક્ટરમાં વિકાસ પામશે અયોધ્યા, મળશે ત્રેતા યુગની ઝલક, બનશે સંતોના આશ્રમ અને ગુરુકુળ.

Amreli Live

ડોક્ટર બન્યો દેવદૂત, ડિલિવરીના સમયે જે મહિલાને 3 હોસ્પિટલમાંથી પાછા મોકલ્યા, ઘર પર જ કરી ડિલિવરી

Amreli Live

બુધવારે આ 5 રાશિઓને થશે ફાયદો, મળશે સારા પરિણામ, વાંચો રાશિફળ

Amreli Live

જાણો આજે કઈ રાશિઓ પર રહેશે મહાદેવની વિશેષ કૃપા, વાંચો આજનું રાશિફળ

Amreli Live

કુલર અને એસી વગર, ઘરને ઠંડુ રાખવાના આ છે 10 ઉપાય, ગરમીથી મળશે છુટકારો.

Amreli Live