25.9 C
Amreli
22/09/2020
bhaskar-news

47 જિલ્લામાં 28 દિવસથી નવા કેસ નહીં, દેશના 14 હજારથી વધુ કેસમાંથી 30 ટકા કેસ નિઝામુદ્દીન મરકઝના કારણે: સ્વાસ્થ્ય મંત્રાલયકેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે શનિવારે કહ્યું કે દેશમાં અત્યાર સુધી કુલ 14 હજાર 378 કોરોના સંક્રમિત કેસોની ખાતરી થઇ છે. તેમાંથી 4291 મતલબ કે 29.8 ટકા કેસ તબલીઘ જમાત સાથે સંકળાયેલા છે. જમાતના સભ્યોના લીધે કોરોના 23 રાજ્યમાં ફેલાયો. તમિલનાડુમાં 84 ટકા, તેલંગાણામાં 79 ટકા, આન્ધ્રપ્રદેશમાં 61 ટકા અને ઉત્તરપ્રદેશમાં 59 ટકા સંક્રમિત તલબીઘ જમાતના છે અથવા તો તેમના સંપર્કમાં આવેલા છે. સરકાર પ્રમાણે દેશના 47 જિલ્લાઓમાં 28 દિવસથી કોઇ નવો કેસ સામે આવ્યો નથી.

મંત્રાલયે જણાવ્યું હતું કે, અલગ અલગ રાજ્યોને અત્યાર સુધી 4 લાખ 12,400 પીપીઈ કીટ મોકલવામાં આવી છે. સિંગાપુરથી 2 લાખ કીટ ટૂંક સમયમાં આવશે. 25 લાખ 28, 178 એન-95 માસ્ક અને 4 કરોડ,28 લાખ હાઈડ્રોક્સીક્લોરોક્વીન ટેબલેટ પણ મોકલવામાં આવી છે. આ સાથે જ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 14,707 થઈ ગઈ છે. આ આકંડા covid19india.org અને રાજ્ય સરકાર તરફની મળેલી માહિતી પ્રમાણે છે. 14,378 કોરોના પોઝિટિવમાંથી 11,906ની સારવાર ચાલી રહી છે,1991 સ્વસ્થ થઈ ચુક્યા છે, જ્યારે 480 લોકોના મોત થયા છે.

સ્વાસ્થ્ય મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સ

 • દિલ્હીમાં 63% યુપીમાં % 59 લોકો મરકઝ સાથે જોડાયેલા

 • બે પ્રકારની હાઈડ્રોક્સીક્લોરોક્વિન પર IIMSમાં રિસર્ચ ચાલી રહી છેઃ સ્વાસ્થ્ય મંત્રાલયઃICMR

 • હાઈડ્રોક્સીક્લોરોક્વીન પર રિસર્ચ ચાલી રહી છે:ICMR
 • શરીરમાં એન્ટીબોડી બનવામાં 7 દિવસ લાગે છે.
 • શ્રમ તથા રોજગાર મંત્રાલયે 20 હેલ્પ સેન્ટર બનાવ્યા
 • હોટ સ્પોટમાં 7 દિવસ કરતા વધુ તાવ વાળા લોકોનો રેપિડ ટેસ્ટ કરાશે
 • નોન હોટ સ્પોટમાં પણ રેપિડ ટેસ્ટ કરાશે
 • તમામ જિલ્લાઓએ રેપિડ ટેસ્ટની માહિતી વેબસાઈટ પર અપલોડ કરવાની રહેશે
 • આજે મોટાભાગના કેસ કોરોના વોરિયર્સ સાથે જોડાયેલા છે
 • દિલ્હીમાં 63% કેસ જમાતના છે, 23 રાજ્યોમાં જમાતના કારણે આંકડાઓ વધ્યા- સ્વાસ્થ્ય મંત્રાલય
 • 45 જિલ્લામાં 14 દિવસોથી કોઈ નવા કેસ સામે આવ્યા નથીઃ સ્વાસ્થ્ય મંત્રાલય
 • બ્લડ ડોનેશન માટે લોકો આગળ આવેઃ સ્વાસ્થ્ય મંત્રાલય
 • દેશમાં કોરોનાથી અત્યાર સુધી 480 લોકોના મોત
 • ગઈ કાલથી અત્યાર સુધી 991 નવા કેસ સામે આવ્યા – સ્વાસ્થ્ય મંત્રાલય

મહત્વના અપડેટ્સ

 • લુધિયાણાના ACP અનિલ કોહલીનું કોરોનાના કારણે મોત, પત્ની અને ડ્રાઈવર પણ સંક્રમિત
 • કોરોના વાઈરસ દરમિયાન ડ્યૂટી કરનારા પોસ્ટ કર્મચારીઓને કોરોનાનો શિકાર થવા પર 10 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે.
  પોસ્ટ વિભાગ જરૂરી સેવાઓ હેઠળ આવે છે. ગ્રામીણ પોસ્ટ સેવકો સહિત પોસ્ટ કર્મચારી ગ્રાહકોને પોસ્ટ વિતરણ, આ ઉપરાંત જરૂરી સેવાઓ કોવિડ-19 કીટ, ભોજનના પેકેટ, અને રાશન પહોંચાડી રહ્યાં છે. સંચાર વિભાગે આપેલા એક નિવેદનમાં કહ્યું કે, ડ્યૂટી કરી રહેલા પોસ્ટ કર્મચારીઓ કોરોનાનો શિકાર બનશે તો ભોગ બનનાર સહિત તમામને 10 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે.
 • ઈન્દોરમાં કોરોનાનો સર્વે કરી રહેલી સ્વાસ્થ્ય વિભાગની ટીમ પર ચાકૂ વડે હુમલો
 • ઉત્તરાખંડઃ હરિદ્વારમાં કોરોનાના 2 નવા કેસ, રાજ્યમાં દર્દીઓની સંખ્યા 42 થઈ
 • મેઘાલયમાં કોરોનાના વધુ 2 પોઝિટિવ કેસ, રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા 10 થઈ
 • કેન્દ્રી સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, અલગ અલગ રાજ્યોને અત્યાર સુધી 4 લાખ 12 હજાર 400 પીપીઈ કીટ મોકલવામાં આવી છે. સિંગાપુરથી 2 લાખ કીટ આવવાની આશા છે. 25 લાખ 82 હજાર 178 N-95 માસ્ક અને 4 કરોડ 28 લાખ હાઈડ્રોક્સીક્લોરોક્વીન ટેબલેટ પણ મોકલવામાં આવી છે.
 • ઝારખંડમાં રાંચીના સદર હોસ્પિટલમાં 2 દિવસ પહેલા બાળકીને જન્મ આપનારી મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બાળકી હવે રિમ્સના આઈસોલેશન વોર્ડમાં છે. નિષ્ણાતની સલાહથી મહિલાને બાળકીને દૂધ પીવડાવવાની મંજૂરી આપવામાં આવી છે. આ પહેલા તેને પોતાને સેનેટાઈઝ કરવું પડશે. સદર હોસ્પિટલમાં મહિલાની દેખરેખ કરનારા સ્ટાફ વાળા સ્ટાફ અને બાળકોની પણ કોરોના તપાસ કરવામાં આવશે.
 • ગુજરાતના નવસારીમાં વર વધૂ અને તેમના પરિવારવાળાઓ પર લોકડાઉનનું ઉલ્લંઘન કરવા પર કેસ કરવામાં આવ્યો છે. પોલીસનું કહેવું છે કે તેમને સૂચનાનાન આધારે વાંકલ ગામના મંદિરમાં દરોડા પાડ્યા હતા, ત્યાં 14 લોકોની હાજરીમાં લગ્ન કરાવાઈ રહ્યા હતા.
 • દિલ્હીના LNJP હોસ્પિટલથી ફરાર કોરોના દર્દી હરિયાણાથી મળી આવ્યો
 • નાગપુરમાં કોરોના સંક્રમણના 4 નવા પોઝિટિવ કેસની પુષ્ટી કરાઈ છે.
 • કર્ણાટકઃ સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ કર્ણાટકની હોસ્ટેલને અસ્થાઈ ક્વૉરન્ટીન સેન્ટર બનાવાયું
 • કેરળમાં 85 વર્ષીય વ્યક્તિનું મોત, આ વ્યક્તિ કોરોના પોઝિટિવ
 • રાજસ્થાનમાં અત્યાર સુધી 1270 પોઝિટિવ કેસ, 19 લોકોના મોત

નૌસેનાના 21 સૈનિક કોરોના પોઝિટિવ

કોરોના વાઈરસના કહેરમાં હવે નૌસેના પણ સપડાઈ ગઈ છે. નૌસેનાના 21 સૈનિક કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. આ તમામને મુંબઈની નેવી હોસ્પિટલમાં ભરતી કરાવાયા છે. આ તમામ નૌસેનિક નેવીના જ એક નાવિકના સંપર્કમાં આવ્યા હતા. જેનો 7મી એપ્રિલે કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. મહત્વનું છે કે હજુ સુધી નૌસેના તરફથી કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી.

27 રાજ્યો અને 7 કેન્દ્ર શાસિત પ્રદેશમાં સંક્રમણ ફેલાયું
કોરોના વાઈરસ અત્યાર સુધી દેશના 26 રાજ્યોમાં પગ પેસારો કરી ચુક્યો છે. સાથે જ દેશના સાત કેન્દ્ર શાસિત પ્રદેશમાં પણ આ સંક્રમણ પહોંચી ચુક્યું છે. જેમાં દિલ્હી, ચંદીગઢ, આંદામાન-નિકોબાર, દાદર નગર હવેલી, જમ્મુ-કાશ્મીર , લદ્દાખ અને પુડ્ડુચેરી સામેલ છે.

દેશમાં રાજ્યની સ્થિતિ

મધ્યપ્રદેશ, સંક્રમિત-1351– ઈન્દોરમાં શુક્રવારે કોરોનાના 50 નવા કેસ સામે આવ્યા છે. જેની સાથે શહેરમાં સંક્રમિતોની સંખ્યા 892 થઈ ગઈ છે. સંક્રમિતોના કેસમાં 196 દર્દીઓ સાથે ભોપાલ બીજા નંબરે પર છે. IMIM ઈન્દોર સાથે શોધ કરી રહેલા અમેરિકાના ઘણા નિષ્ણાતોનું અનુમાન છે કે રાજ્ય સરકારે કડક પગલા ન ઉઠાવ્યા તો મેના અંત સુધી રાજ્યમાં 50 હજાર સંક્રમિત થઈ જશે.

મહારાષ્ટ્ર, સંક્રમિત-3320ઃ રાજ્યમાં શુક્રવારે 118 કોરોના રિપોર્ટ પોઝિટિવિ આવ્યો. રાજ્યમાં 1 માર્ચ થી 15 એપ્રિલ વચ્ચે કુલ 56 હજાર 673 લોકોનો કોરોના તપાસ કરવામાં આવી હતી. જેમાંથી 52762 ટેસ્ટ નેગેટિવ આવ્યા હતા. રાજ્યમાં શુક્રવારે 7 દર્દીઓના મોત થયા હતા. જેમાંથી મુંબઈમાં 5 અને પૂણેમાં 2 લોકોના મોત થયા છે. આ સાથે જ મુંબઈમાં આ વાઈરસથી મૃતક આંક 121 થઈ ગયો છે.

રાજસ્થાન, સંક્રમિત 1270ઃ રાજ્યમાં શનિવારે સંક્રમણના 41 નવા કેસ સામે આવ્યા છે, જ્યારે 2 દર્દીઓનું મોત થયું છે. આમાથી એકની કિડની અને બીજાને ડાયાબિટીસની ગંભીર સમસ્યા હતા. રાજ્યમાં શુક્રવારે સંક્રમણના 98 નવા કેસ સામે આવ્યા હતા.

ઉત્તરપ્રદેશ, સંક્રમિત 849ઃ અત્યાર સુધી રાજ્યના 49 જિલ્લામાં કોરોનાના કેસ સામે આવી ચુક્યા છે. પ્રમુખ સચિવ સ્વાસ્થ્ય અમિત મોહન પ્રસાદે શુક્રવારે જણાવ્યું કે, હાલ 993 લોકોને આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યા છે. સાથે જ 10 હજાર 714 લોકોને ક્વૉરન્ટીનમાં મોકલવામાં આવ્યા છે. રાજ્યમા સૌથી વધારે 196 સંક્રમિત આગરામાં છે.
બિહાર, સંક્રમિત 85ઃ બિહારમાં કોરોના વાઈરસથી શુક્રવારે બીજું મોત થઈ ગયું છે. એઈમ્સમાં દાખલ વૈશાલીના 35 વર્ષના યુવકનું મોત થયું છે. 15 એપ્રિલે યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. રાજ્યમાં સિવાન જિલ્લો કોરોનાથી સૌથી વધારે અસરગ્રસ્ત છે. અહીંયા 29 લોકોમાં સંક્રમણની પુષ્ટી કરવામાં આવી છે.

ગૃહ મંત્રાલયે રાજ્યોને રોહિંગ્યા મુસલમાનોની સ્ક્રિનીંગ કરવા માટે કહ્યું
કોરોના વાઈરસને અટાકવવા માટે ગૃહ મંત્રાલયએ તમામ રાજ્યોમાં રહેતા રોહિંગ્યા મુસલમાનોની સ્ક્રીનિંગ કરવા માટે કહ્યું છે. આ સંબંધમાં એક ચિઠ્ઠી લખવામાં આવી છે. જેમાં કહ્યું છે કે મોટી સંખ્યામાં રોહિગ્યા પણ તબલીઘ જમાતના મરકઝમાં જોડાયા હતા. એવામાં તેમની તપાસ જરૂરી છે. ગૃહ મંત્રાલયે નવી દિલ્હી, જમ્મુ-કાશ્મીર, પંજાબ અને હરિયાણાની સરકારોને તેમની લોકેશન પણ શેર કરવામાં આવી છે.

ચીનથી આવેલા 63 હજાર પીપીઈ કીટ નક્કી કરેલા માપદંડ પ્રમાણે નથી આવી
સ્વાસ્થ્ય મંત્રાલયના સૂત્રોએ શુક્રવારે જણાવ્યું કે, ચીનથી આવેલા 63 હજાર પર્સનલ પ્રોટેક્ટિવ ઈક્વિપમેન્ટ કીટ નક્કી કરેલા માપદંડ પ્રમાણે બની શકી નથી. તેને પહેલા દિવસમાં સરકારના મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સમાં કહેવામાં આવ્યું હતું કે, મે સુધી દેશમાં જ 10 લાખ રેપિડ ટેસ્ટ કીટ બનાવી લેવાશે. પીપીઈ અને વેન્ટીલેટર્સ માટે પણ સ્વદેશી ડિઝાઈન તૈયાર કરવામાં આવી રહ્યું છે. એક દિવસ પહેલા ચીનથી આવેલી 5 લાખ રેપિડ ટેસ્ટિંગ રાજ્યોને સોંપી દેવામાં આવી છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


આ ફોટો ઉત્તરપ્રદેશના મથુરાનો છે. અહીં લોકડાઉન છતા શાકભાજી માર્કેટમાં મોટી સંખ્યામાંલ લોકો ભેગા થઇ રહ્યા છે. તેઓ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરતા નથી.


Coronavirus Outbreak India Cases LIVE Updates; Maharashtra Pune Madhya Pradesh Indore Rajasthan Uttar Pradesh Haryana Bihar Punjab Novel Corona (COVID 19) Death Toll India Today


Coronavirus Outbreak India Cases LIVE Updates; Maharashtra Pune Madhya Pradesh Indore Rajasthan Uttar Pradesh Haryana Bihar Punjab Novel Corona (COVID 19) Death Toll India Today


Coronavirus Outbreak India Cases LIVE Updates; Maharashtra Pune Madhya Pradesh Indore Rajasthan Uttar Pradesh Haryana Bihar Punjab Novel Corona (COVID 19) Death Toll India Today

Related posts

6.47 લાખ કેસઃ એક દિવસમાં વિક્રમજનક 22 હજારથી વધુ દર્દી વધ્યા,તમિલનાડુમાં કેસની સંખ્યા એક લાખને પાર

Amreli Live

કપિલે શો પર કમબેક કરવાનું કારણ જણાવતા કહ્યું, પત્નીએ કહ્યું – કામ ધંધો કરો, ચાર મહિનામાં મારું મગજ ખાઈ ગયા

Amreli Live

મેન્ટલ હેલ્થ માટે એવા કાર્ય કરો જે તમને ખુશ રાખે, વાતચીત અને કસરત કરીને ક્વોરન્ટિન સ્ટ્રેસનો સામનો કરો

Amreli Live

ચીન જેવી હરકતો કરી રહ્યું છે નેપાળઃ પહેલી વખત સરહદે સેના ઉતારી, કોરોના ક્વોરન્ટીન સેન્ટરની આડમાં ઠેકાણાં બનાવ્યાં

Amreli Live

15.35 લાખ કેસઃ બિહારમાં લોકડાઉન 16 દિવસ વધારાયું, 1લી ઓગસ્ટથી લાગુ થશે

Amreli Live

7.69 લાખ કેસઃ CM કેજરીવાલ અને LGએ CWG વિલેજમાં બનાવાયેલા હાઈટેક કોવિડ સેન્ટરને શરૂ કરાવ્યું

Amreli Live

વધુ 15 કોરોના પોઝિટિવ કેસ સાથે આજે 46 કેસો નોંધાયા અને 3 દર્દીઓએ દમ તોડ્યો, કુલ આંક 243 પર પહોંચ્યો

Amreli Live

મોટી સંખ્યામાં લોકો સ્વાગત માટે ઉમટતાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની કાર રેલી રદ્દ

Amreli Live

24 કલાકમાં શહેરમાં 169 નવા પોઝિટિવ કેસ-14 દર્દીના મોત, મૃત્યુઆંક 83 થયો અને કુલ 1821 દર્દી

Amreli Live

અત્યાર સુધી 2 હજાર 542 કેસ, વર્લ્ડ બેંકે ભારત માટે રૂ. 7600 કરોડના ઇમર્જન્સી ફંડને મંજૂરી આપી, સ્ક્રિનિંગ અને આઇસોલેશન વોર્ડ બનાવવા મદદ મળશે

Amreli Live

શહેરના ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા મહિલા ACPનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, SVPમાં ખસેડવામાં આવ્યા

Amreli Live

આયુષ મંત્રી શ્રીપદ નાયક કોરોના પોઝિટિવ, બંગાળ સરકારે ટોટલ લોકડાઉનનો આદેશ પરત લીધો

Amreli Live

દેશમાં કોરોનાના 10 હજાર કેસ માત્ર અમદાવાદ અને મુંબઈમાં, ગુરુવારે દેશભરમાં નવા 1831 દર્દી મળ્યા

Amreli Live

અત્યાર સુધી 10,991 કેસ-370 મોતઃ સરકારે કહ્યું- 20 એપ્રિલ સુધી મૂલ્યાંકન કરશુ, સંક્રમણ અટકાવવા કામ ન થયુ હોય ત્યાં કોઈ છૂટછાટ નહીં મળે

Amreli Live

આજે 70 કેસો પોઝિટિવ સામે આવ્યા અને તમામ કેસ હોટસ્પોટમાં મળ્યા, 3ને ડિસ્ચાર્જ કરાયા

Amreli Live

રાજ્ય સરકારે સુરત-અમદાવાદમાં કોરોના નિવારણના લીધેલા પગલાંની કેન્દ્રીય ટીમે પ્રશંસા કરી

Amreli Live

1.79 લાખના મોત: ઓક્સફોર્ડ યુનિવર્સિટીના સંશોધનકર્તા આવતીકાલથી વેક્સીનનો ટેસ્ટ માણસ ઉપર શરૂ કરશે

Amreli Live

વડોદરામાં વધુ 17, કચ્છમાં 2 પોઝિટિવ કેસ સાથે રાજ્યમાં 24 કલાકમાં 95 કેસ, રાજ્યમાં કોરોનાના કુલ કોરોનાના 281 દર્દી

Amreli Live

એક જ દિવસમાં ઘોડાસર, કાલુપુર અને વટવાનાં ત્રણ લોકોનાં મોત, વધુ 39 પોઝિટિવ કુલ મૃતક આંક 13 થયો

Amreli Live

અંતે ગુજરાત સરકારે ‘ટેસ્ટ, ટ્રેક અને ટ્રીટ’ T3 સ્ટ્રેટેજી મુજબ કોરોનાના કેસ ઘટાડવાની નવી ફોર્મ્યુલા અપનાવી

Amreli Live

બે નર્સ, કેટરર્સ સંચાલક, વકીલ તેમજ કલેક્ટર કચેરીના કર્મચારી સહિત 79 વ્યક્તિ પોઝિટિવ

Amreli Live