25.8 C
Amreli
06/08/2020
bhaskar-news

4.65 લાખ કેસઃએક દિવસમાં રેકોર્ડ 16 હજારથી વધુ સંક્રમિત મળ્યા, મુંબઈ કરતાં દિલ્હીમાં વધુ દર્દીદેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 4 લાખ 72 હજાર 870 થઈ ગઈ છે. બુધવારે વિક્રમજનક 16,753 લોકો કોરોના પોઝિટિવ આવ્યા. અત્યાર સુધીમાં એક દિવસમાં આ સૌથી વધારે દર્દી છે.આ અગાઉ 20 જૂનના રોજ સૌથી વધારે 15,913 કેસ મળ્યા હતા. છેલ્લા 24 કલાકમાં સૌથી વધારે મહારાષ્ટ્રમાં 3,890 સંક્રમિતોની પુષ્ટી થઈ છે. દેશની રાજધાની દિલ્હીમાં 3,788 લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે. અહીં સંક્રમિતોની સંખ્યા મુંબઈથી પણ વધારે થઈ ગઈ છે. દિલ્હીમાં 70,390 લોકો સંક્રમિત છે, જ્યારે મુંબઈમાં સંક્રમિતોની સંખ્યા 68,410 છે. અત્યાર સુધીમાં 14,906 લોકોના મોત થયા છે. જોકે સારી વાત એ છે કે દેશમાં કોરોના રિકવરી રેટ 6 ટકા વધી 56.38 ટકા થયો છે. અત્યાર સુધીમાં 2 લાખ 71 હજાર 364 લોકોને સારું થયું છે. આ આંકડા covid19india.org પ્રમાણે છે.

પશ્ચિમ બંગાળમાં લોકડાઉન 31 જુલાઈ સુધી લંબાવાયું

પશ્ચિમ બંગાળમાં લોકડાઉન 31 જુલાઈ સુધી લંબાવવામાં આવ્યું છે. રાજ્ય સરકારે બુધવારે આ અંગે નિર્ણય લીધો છે. આ અંગે જારી એક આદેશ પ્રમાણે પશ્ચિમ બંગાળમાં ટ્રેન અને મેટ્રો નહીં ચાલે.પશ્ચિમ બંગાળ દેશના તે પાંચ રાજ્યમાં સામેલ છે કે જ્યાં કોરોનાની સૌથી વધારે અસર છે. અહીં 14,728 લોકો સંક્રમિત છે. જ્યારે 580 લોકોના મોત થયા છે.

કોરોના અપડેટ્સ

  • પંતજલિ આયુર્વેદની કોરોનાની દવા અંગે આયુષ મંત્રી શ્રીપદ નાયકે જણાવ્યું કે, આ સારી વાત છે કે બાબા રામદેવે દેશને નવી દવા આપી છે. પરંતુ નિયમ પ્રમાણે પહેલા આયુર્વેદ મંત્રાલયમાં તપાસ માટે આપવી પડશે. રામદેવે મંગળવારે કોરોનાની દવા બનાવવાનો દાવો કર્યો છે. કોરોનિલ અને શ્વસારિ નામની દવા લોન્ચ કરતા રામદેવે કહ્યું હતું કે, આનાથી માત્ર 7 દિવસમાં દર્દી 100% સાજો થઈ જશે. સરકારે દવાના લોન્ચિંગ પછી જાહેરાત પર પ્રતિબંધ લગાવી દીધો હતો.
  • કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે બુધવારે પોતાના આંકડા જાહેર કર્યા હતા. તેમના જણાવ્યા પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં 15968 કેસ સામે આવ્યા અને 465 લોકોના મોત થયા હતા. આ સાથે જ દેશમાં સંક્રમિતોની સંખ્યા 4 લાખ 56 હજાર 183 થઈ ગઈ છે. જેમાંથી 1 લાખ 83 હજાર 22 એક્ટિવ કેસ છે. 2 લાખ 58 હજાર 685 લોકો સાજા થઈ ચુક્યા છે. અત્યાર સુધી 14476 લોકોના મોત થયા છે.
  • ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના જણાવ્યા પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં 2 લાખ 15 હજાક 195 લોકોના ટેસ્ટ કરાયા છે. સાથે જ અત્યાર સુધી દેશમાં 73 લાખ 52 હજાર 911 ટેસ્ટ કરાયા છે.
  • પશ્વિમ બંગાળથી એક ખરાબ સમાચાર મળ્યા છે. અહીંયા તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય તમોનાશ ઘોષનું કોરોનાથી મોત થયું છે.તેમનો મે મહિનાના અંતમાં કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે, આ દુઃખદ સમાચાર છે. તમોનાશ ફાલ્ટાથી ધારાસભ્ય હતા.મંગળવારે 15 હજાર 600 નવા દર્દી વધ્યા અને 10 હજારથી વધારે સાજા પણ થયા હતા.
  • ઉત્તરપ્રદેશમાં બુધવારે એન્ટીજન ટેસ્ટ શરૂ થયા છે. રાજ્યમાં એન્ટીજન ટેસ્ટ કીટ મળી ગઈ છે. લખનઉ, પ્રયાગરાજ, વારાણસી, ગોરખપુર, કાનપુરનગર અને મેરઠ જિલ્લામાં શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત આખા રાજ્યમાં સ્ક્રીનિંગ માટે 1 લાખની વધારે ટીમ બનાવાઈ છે.
  • પૂણેના સ્વાસ્થ્ય વિભાગે જણાવ્યું કે, છેલ્લા 24 કલાકમાં 820 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે 13 દર્દીઓના મોત થયા છે. અહીંયા કોરોનાના કેસની કુલ સંખ્યા 16851 છે અને અત્યાર સુધી 617 લોકોના મોત થયા છે

અમેરિકામાં પ્રતિ લાખ દર્દીઓની સંખ્યા સૌથી વધુ

દેશમાં કોરોનાના ઝડપથી વધી રહેલા કેસ વચ્ચે એક રાહતના સમાચાર છે. WHOએ કહ્યું કે, ભારતમાં વસ્તી વધારે હોવા છતા પ્રતિ લાખ કોરોના દર્દીઓની સંખ્યા સૌથી ઓછી છે. દુનિયામાં પ્રતિ લાખ 116.67 કેસ છે, પણ ભારતમાં તેની સંખ્યા 32.04 પ્રતિ લાખ છે. સૌથી વધારે ખરાબ હાલ અમેરિકામાં છે. અહીંયા પ્રતિ લાખ એક લાખની વસ્તી પર 722 કોરોનાના કેસ સામે આવ્યા છે. સ્પેનમાં 627 અને બ્રાઝીલમાં આ આંકડો 524 છે.

રાજ્યોની સ્થિતિ
મધ્યપ્રદેશઃ અહીંયા મંગળવારે 183 નવા કેસ સામે આવ્યા અને 4 લોકોના મોત થયા હતા. સૌથી વધારે 54 દર્દી ઈન્દોરમાં મળ્યા હતા. ભોપાલમાં 29, મુરૈનામાં 23, ગ્વાલિયરમાં 6, જબલપુરમાં 5 દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. રાજ્યમાં અત્યાર સુધી 12 હજાર 261 કેસ સામે આવી ચુક્યા છે. જેમાંથી 9,335 દર્દી સાજા થયા છે.
મહારાષ્ટ્રઃ અહીંયા મંગળવારે 3,214 સંક્રમિત મળ્યા અને 248 લોકોના મોત થયા છે. INS શિવાજીના 8 કેડેટ્સનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો મુંબઈમાં 824, થાણેમાં 1,116 કેસ વધ્યા હતા. રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા 1 લાખ 39 હજાર 010 થઈ ગઈ છે, જેમાંથી 62 હજાર 883 એક્ટિવ કેસ છે.

આ તસવીર મુંબઈની છે. અહીંયા મંગળવારે એક કોરોના દર્દીના પરિવારે તેના અંતિમ સંસ્કાર કર્યા હતા. મહારાષ્ટ્રમાં 23 જૂને 248 લોકોના મોત થયા હતા.

બિહારઃ અહીંયા મંગળવારે 157 નવા કેસ આવ્યા હતા. પટનામાં સૌથી વધારે 35 અને સમસ્તીપુરમાં 32 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. રાજ્યમાં અત્યાર સુધી 8,050 લોકો સંક્રમિત મળી આવ્યા છે. જેમાંથી 54 લોકોના મોત થયા હતા. 6,027 દર્દી સાજા પણ થયા છે.

રાજસ્થાનઃ અહીંયા મંગળવારે 395 કેસ સામે આવ્યા હતા. જેમાંથી જયપુરમાં 107, જોધપુરમાં 40, ભારતપુરમાં 18 દર્દી મળ્યા હતા. રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા 15,627 થઈ ગઈ છે. અત્યાર સુધી 365 લોકોના મોત થયા છે.

આ તસવીર અલવની કોવિડ હોસ્પિટલની છે. અહીંયા એક વૃદ્ધ મહિલા કમલેશને ક્લેક્ટર ઈન્દ્રજીત સિંહે મંગળવારે ગુલદસ્તો આપીને વિદાય આપી ગતી,તો તેમણે સામે ખુશ થઈને ક્લેક્ટરને 500 રૂપિયા આપ્યા હતા.

ઉત્તરપ્રદેશઃ અહીંયા મંગળવારે 571 નવા દર્દી વધ્યા અને 19 લોકોના મોત થયા હતા. ગૌતમબુદ્ધનગરમાં 59, ગાઝિયાબાદમાં 34 અને લખનઉમાં 26 પોઝિટિવ કેસ મળ્યા હતા. રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા 18 હજાર 893એ પહોંચી ગઈ છે.

આ તસવીર લખનઉના ઝૂની છે. જેને હવે સામાન્ય લોકો ખુલ્લુ મુકાયું છે. ઝૂમાં દોડતી બાળકોની ટ્રેનને એક રાઉન્ડ પછી સેનેટાઈઝ કરવામાં આવે છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


દિલ્હીમાં હોમ ક્વોરન્ટીનમાં રહેલા દર્દીની તપાસ કરતા સ્વાસ્થ્ય કર્મચારી. અહીં હોમ ક્વોરન્ટીનમાં રહેલા દર્દીનું દરરોજ ઓક્સિજન લેવલ, શરીરનું તાપમાન ચેક કરવામાં આવે છે


Coronavirus in India Live News And Updates Of 24th June


બુઘવારે પશ્ચિમ બંગાળના હાવડા સ્ટેશન પર કંઈક આવું દ્રશ્ય હતું. અહીં દરરોજ પ્રવાસી શ્રમિકો અને અન્ય યાત્રીઓ મોટી સંખ્યામાં આવી રહ્યા છે


Coronavirus in India Live News And Updates Of 24th June

Related posts

31,693 કેસ, મૃત્યુઆંક-1026: પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહે રાજ્યમાં લોકડાઉન બે સપ્તાહ લંબાવ્યું

Amreli Live

17.01 લાખ કેસઃકેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડીએ કહ્યું-વાઈરસને કંટ્રોલ કરવા માટે તમામ રાજ્યોએ દિલ્હી મોડલ અપનાવવું જોઈએ,ત્યાં 84% રિકવરી રેટ

Amreli Live

2.98 લાખ કેસઃ દિલ્હી પછી મહારાષ્ટ્રમાં પણ લોકડાઉન નહીં વધારવાની જાહેરાત, સરકારે કહ્યું- અફવાઓ પર ધ્યાન ન આપો

Amreli Live

સાઉદીમાં બીમારી કે ટ્રાવેલ હિસ્ટ્રી છુપાવવા બદલ રૂ. 1 કરોડ સુધીનો દંડ, રશિયામાં ક્વૉરન્ટિન તોડનારને 7 વર્ષની કેદ

Amreli Live

મોદી ભૂમિપૂજન પહેલા હનુમાનગઢીના દર્શને જશે, રામ મંદિરના શિલાન્યાસમાં ચાંદીની 40 કિલોની ઈંટ રાખશે; પારીજાતનું વૃક્ષ પણ વાવશે

Amreli Live

UAEમાં IPL રમાશે, ટુર્નામેન્ટના ચેરમેન બૃજેશ પટેલે કહ્યું- સરકાર પાસે મંજૂરી માંગી, ત્યારબાદ પ્લાન તૈયાર થશે

Amreli Live

આજે સવારે 10 વાગ્યે વડાપ્રધાન રાષ્ટ્રને સંબોધન કરશે, લોકડાઉન વધારવાની જાહેરાત કરી શકે છે; મોટો સવાલ- શું ટ્રેન-ફ્લાઈટ્સ શરૂ થશે?

Amreli Live

ATMમાં રોકડ પહોંચાડનાર 4500 કેશ કસ્ટોડિયનમાં માત્ર ત્રણ મહિલાઓ, કારગિલ અને જમ્મુ જેવા વિસ્તારોમાં કરે છે ડ્યુટી

Amreli Live

2.77 લાખ કેસ, મૃત્યુઆંક-7,752ઃ રિકવરી રેટમાં બિહાર છઠ્ઠા નંબરે, અહીં અડધાથી વધારે દર્દી સાજા થઈ ચુક્યા છે

Amreli Live

રશિયામાં સંક્રમિતોની સંખ્યા 6 લાખને પાર, અહીં 61% લોકો સાજા થયા

Amreli Live

30 એપ્રિલ સુધી લૉકડાઉન માટે બધા રાજી, મોદી બેઠકમાં બોલ્યા – હવે અમારી નીતિ છે ‘જાન ભી, જહાન ભી…’

Amreli Live

5.29 લાખ કેસઃ છેલ્લા 24 કલાકમાં 20 હજારથી વધુ કેસપ્રતિ લાખની વસ્તીના હિસાબે સૌથી વધુ 129 મોત દિલ્હીમાં

Amreli Live

શહેરમાં વધુ એક કોરોનાનો 21 વર્ષીય પુરુષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો, કુલ પોઝિટિવ કેસનો આંકડો 46 થયો

Amreli Live

ચીની રેપિડ ટેસ્ટ કિટથી ખોટા પરિણામ આવતા પ્રતિબંધ, ભારતને મોકલેલી 5 લાખ કિટ પર સવાલ

Amreli Live

સંક્રમિતોનો આંકડો 10 લાખની નજીક,કર્ણાટકના સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું- કોરોનાથી હવે આપણને ભગવાન પણ નહીં બચાવી શકે

Amreli Live

મોડી રાત્રે વડોદરામાં એકનું મોત, ભરૂચમાં વધુ 4, મહિસાગરમાં પ્રથમ પોઝિટિવ કેસ, 24 કલાકમાં 172 દર્દી વધ્યાં, કુલ દર્દી 938

Amreli Live

અત્યાર સુધી 1.82 લાખ મોતઃ પાકિસ્તાનમાં 10 હજારથી વધુ કેસ, ડોક્ટરોએ કહ્યું, ‘સરકાર મસ્જિદમાં નમાજની મંજૂરી રદ કરે’

Amreli Live

ધારાસભ્ય પૂર્ણેશ મોદીના મોટા ભાઈ દિપક મોદીનું નિધન, વધુ 271 કેસ સાથે પોઝિટિવની સંખ્યા 13,379 થઈ, 10 મોત સાથે મૃત્યુઆંક 586 પર પહોંચ્યો

Amreli Live

વિશ્વભરમાં મૃત્યુઆંક બે લાખને પાર: અમેરિકામાં 24 કલાકમાં 2494 લોકોએ જીવ ગુમાવ્યા

Amreli Live

દુનિયામાં 32 લાખ ચેપગ્રસ્ત પણ 32 દેશોમાં કોઈ કેસ નહીં

Amreli Live

કોરોના બ્રેકીંગ અપડેટ 28/03/2020 ને બપોર ના 2 વાગ્યા સુધી ની અમરેલી ની સ્થિતિ

Amreli Live