દિવસ દરમિયાન ખેતી વગેરેના કામોનો વિડીયો બનાવીને આ કપલ કમાય છે લાખો રૂપિયા, જાણો કેવી રીતે. રામદે અને ભારતી કોઈ વિડીયોમાં ગાય ભેંસને ચારો ખવરાવતા જોવા મળે છે, તો કોઈમાં ચૂલ્હા ઉપર ખાવાનું બનાવી રહ્યા હોય છે. તેઓ કોઈ વિડીયોમાં ખેતરમાં કામ કરતા જોવા મળે છે, તો કોઈમાં માતા પિતા સાથે વાત કરતા જોવા મળે છે. આ વિડીયો ન તો સ્ક્રીપ્ટેડ હોય છે અને ન તો તેમાં એડીટીંગ કરવામાં આવે છે, પરંતુ તેમ છતાં પણ તે વિડીયોને યુટ્યુબ ઉપર ઘણા લોકો જોય છે. તેઓ મહિનાના સાડા પાંચ લાખ રૂપિયા માત્ર યુટ્યુબમાંથી કમાઈ રહ્યા છે. કહે છે કે યુટ્યુબ માટે વિડીયો તો શોખથી બનાવે છે, મુખ્ય કામ તો ખેતીવાડી છે.
રામદે અને ભારતી બંને જ બ્રિટેનમાં રહેતા હતા. રામદેની બહેન UK માં રહે છે. તેની સાથે તે 2006 થી 2008 સુધી રહ્યા પછી તે પાછા આવી ગયા. લગ્ન પછી 2010 માં ફરી UK જતા રહ્યા. ત્યાં નોકરી કરવા લાગ્યા. ભારતીને અભ્યાસ કરવો હતો તો તે ત્યાંથી હોસ્પિટલ મેનેજમેન્ટમાં ગ્રેજયુએશન કરવા લાગી. જીવન સેટલ થઇ ગયું હતું. ભારતીનો અભ્યાસ પણ પૂરો થઇ ચુક્યો હતો, તેને પણ નોકરી મળી ગઈ હતી. પરંતુ રામદેના મનમાં ગામમાં રહેતા તેના માતા પિતાની ચિંતા હતી. તે કહે છે કે, હું એક માત્ર સંતાન છું એટલા માટે 2016 માં બધું છોડીને ગામ પાછો આવી ગયો.
ઘરમાં બાપ દાદા બઘા ખેતી જ કરતા આવ્યા છે, એટલા માટે રામદે પણ ખેતી કરવા લાગ્યા. તેની સાથે જ તેમણે પશુપાલન પણ શરુ કરી દીધું. સાત ભેંસો ખરીદી લીધી. તેમની પાસે બે ઘોડી પણ હતી. એક કુતરો પણ છે. ન્યુઝ એજન્સીએ તેમને પૂછ્યું કે, તમારી યુટ્યુબની કામગીરી કેવી રીતે શરુ થઈ? તો તેની ઉપર તે બોલ્યા, સર અમે યુટ્યુબમાંથી પૈસા કમાવાનું નહોતું વિચાર્યું.
અમે તો મોબાઈલથી અમારા રૂટિંગ જીવનના વિડીયો શૂટ કરીને અપલોડ કરી દેતા હતા, જેથી તે યુટ્યુબ ઉપર સેવ થઇ જાય અને અમને જયારે મન થાય ત્યારે જોઈ શકીએ. તે બોલ્યા, યાદગીરી બનાવી રાખવા માટે વિડીયો અપલોડ કરવાના શરુ કરી દીધું હતું. એટલા માટે ન તો ક્યારે પણ કોઈ સ્ક્રિપટિંગ કર્યું અને ન તો કોઈ એડીટીંગ કરાવ્યું.
તેમાંથી એક ભેંસવાળો વિડીયો અચાનક યુટ્યુબ ઉપર ફેમસ થઇ ગયો. એક દિવસમાં જ લગભગ સાડા ત્રણ લાખ વ્યુ આવ્યા. તે આગળ કહે છે, વિડીયો ફેમસ થયા પછી અમે ગુગલ ઉપર યુટ્યુબ વિડીયો વિષે વધુ સર્ચ કર્યું. જોયું કે કેવી રીતે મોનેટાઈઝેશન થાય છે? વિડીયો અપલોડ કરવાની પોલીસી શું છે? વિડીયો કેવી રીતે બની રહ્યા છે? તે બધું જાણવા માટે મોનેટાઈઝેશન માટે એપ્લાઇ કરી દીધું. 6 મહિના પછી અમારી ચેનલ મોનેટાઈઝ થઇ ગઈ. પછી અમે રોજ એક એક વિડીયો અપલોડ કરવા લાગ્યા. વિડીયોને હેતુ ગામનું જીવનધોરણ લોકોને દેખાડવાનો હતો.
રામદેના જણાવ્યા મુજબ, હું અને મારી પત્ની દેશ દુનિયામાં ફર્યા છીએ. અમે એ જાણતા હતા કે અમારા ગામમાં જે જીવનધોરણ છે, તે સરસ છે અને શહેર વાળા માટે નવું છે. એટલા માટે અમે નેચરલ વિડીયો જ અપલોડ કરતા હતા. જેવા કે ખેતરમાં સાથે ખાવાનું ખાતા, માતા પિતા સાથે સમય પસાર કરતા, ખેતી વાડી કરતા, ઘોડા સાથે રમતા, ટ્રેક્ટર ચલાવતા, આરતી કરતા.
કોઈ પણ પ્રકારના પ્રમોશન વગર લોકો આ વિડીયો જોવા લાગ્યા, તો સબ્સક્રાઈબર વધતા ગયા. હવે ત્રણ ચેનલ છે. એક ચેનલ દીકરાના નામથી બનાવી છે, જેમાં તેની સાથે જોડાયેલી એક્ટીવીટીવાળા વિડીયો અપલોડ કરીએ છીએ. એક ચેનલ માત્ર ગુજરાતીઓ માટે છે, ત્રીજી ચેનલ હિન્દી ભાષામાં છે જે મુખ્ય ચેનલ છે.
યુટ્યુબમાંથી મહીને કેટલું કમાઈ લો છો? આ પ્રશ્ન પૂછવા પર તે બોલ્યા, કમાણીનો ખુલાસો નથી કરવા માંગતા, પરંતુ છતાં પણ સાડા ચાર પાંચ લાખ રૂપિયા મહિનાના થઇ જાય છે. અમારો મુખ્ય હેતુ તો ખેતીવાડી છે. યુટ્યુબ ઉપર તો અમે માત્ર એક વિડીયો રોજ અપલોડ કરી દઈએ છીએ. જેવું જીવન જીવી રહ્યા છીએ, તે જ શૂટ કરીને વિડીયો બનાવી લઈએ છીએ. હવે ઘણા પ્રકારના કેમેરા પણ લઇ લીધા છે. રોજ લગભગ એક થી બે કલાક યુટ્યુબ ચેનલ ઉપર આપીએ છીએ.
યુટ્યુબ ઉપર સબ્સક્રાઈબર કેવી રીતે વધારી શકાય છે? આ પ્રશ્નનો જવાબ આપતા તે કહેવા લાગ્યા કે, આપણે જે પણ વિડીયો અપલોડ કરી રહ્યા હોઈએ, તેને ડેલી અપલોડ કરો. વ્યુ નથી આવી રહ્યા તો નિરાશ ન થશો. કંટેન્ટ ઓરીજીનલ છે તો ફેમસ જરૂર થાય છે. એક બે વિડીયો ફેમસ થયા પછી બીજા વિડીયોમાં પણ વ્યુ આવવાના શરુ થઇ જાય છે. રામદેની મુખ્ય ચેનલ ઉપર હાલ 7 લાખથી વધુ સબ્સક્રાઈબર છે. દરરોજ લગભગ હજાર સબ્સક્રાઈબર તેમની ચેનલ સાથે જોડાઈ રહ્યા છે.
Source: gujaratilekh.com