30.4 C
Amreli
10/08/2020
મસ્તીની મોજ

4 મહિનામાં આત્મનિર્ભર, હવે ભારત દર મહિને 50 લાખના આ પ્રોડક્ટ્સ કરશે નિકાસ

આત્મનિર્ભર ભારત : આ પ્રોડક્ટ્નું ભારત દર મહિને 50 લાખનું કરશે નિકાશ

કોરોના સંકટના લીધે પરિસ્થિતિઓએ એવો વળાંક લીધો છે કે ભારતને તેની શક્તિનો અનુભવ થઈ ગયો છે. હકીકતમાં જે વસ્તુઓ માટે ભારત હંમેશાં ચીન સહિતના અન્ય દેશો ઉપર નિર્ભર હતું. આજે તે જ ક્ષેત્રમાં ભારતે તેનો સિક્કો જમાવી દીધો છે. હવે ભારત વિશ્વભરમાં સપ્લાય માટે તૈયાર છે અને સરકારે પણ મંજુરી આપી દીધી છે.

હકીકતમાં કોરોના વાયરસ ફાટી નીકળ્યો તે પહેલા ભારત પર્સનલ પ્રોટેક્ટીવ ઇક્વિપમેન્ટ (PPE) કીટની સપ્લાય માટે વિદેશો ઉપર આધારિત હતો. કારણ કે ભારતમાં માર્ચ પહેલા ક્લાસ-3 કક્ષાની પીપીઈ કિટ બનાવવામાં આવતી નહોતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ‘આત્મનિર્ભર ભારત’ની પ્રતિજ્ઞાને સૌથી પહેલા આ ઉદ્યોગે સાકાર કરી બતાવી છે.

પીએમ મોદીના કહેવાથી દેશની ઘણી બધી કંપનીઓએ પી.પી.ઇ કીટ બનાવવાનું શરૂ કર્યું. બે મહિનાથી ઓછા સમયમાં ભારતે પી.પી.ઇ. કીટ બનાવવામાં બીજો ક્રમ મેળવી લીધો. અને હવે ભારત WHO સ્ટાન્ડર્ડની પીપીઈ કીટનો નિકાસ કરશે.

પી.પી.ઇ. કીટની બાબતમાં ઉદ્યોગ જગતે ભારતીયોની હિમત વધારી દીધી છે. ખરેખર, અત્યાર સુધી સરકારે પી.પી.ઇ કીટ્સના નિકાસ ઉપર પ્રતિબંધ લગાવેલો હતો, પરંતુ વધારે ઉત્પાદનને ધ્યાનમાં રાખતા સરકારે દર મહિને 50 લાખ પી.પી.ઇ કીટ્સના નિકાસને મંજૂરી આપી દીધી છે. એટલે કે દર મહિને 50 લાખ પી.પી.ઇ કીટ ભારતમાંથી બીજા દેશોમાં મોકલવામાં આવશે.

રેલવે અને વાણિજ્ય પ્રધાન પિયુષ ગોયલે એક ટ્વિટમાં જણાવ્યું છે કે મેક ઇન ઇન્ડિયા હેઠળ નિકાસને પ્રોત્સાહન આપતા, કોરોના સામે રક્ષણ માટેની પીપીઈ કિટના 50 લાખ યુનિટના નિકાસ કરવાની મંજૂરી આપી દેવામાં આવી છે.

4 મહિનામાં સપનું સાકાર.

કોરોના વાયરસે ભારતને પી.પી.ઇ. કીટ્સની બાબતમાં આત્મનિર્ભર બનાવ્યું છે. ફેબ્રુઆરી -2020 પહેલાં ભારતમાં સ્ટાન્ડર્ડ PPE કીટ્સનું નિર્માણ થતું ન હતું. તે દરમિયાન જ્યારે કોરોના વાયરસનો પ્રકોપ વિશ્વમાં વધવા લાગ્યો, ત્યારે ભારત પણ તેનો સામનો કરવાની તૈયારીમાં લાગી ગયું હતું અને ફેબ્રુઆરીમાં વિદેશથી 52,000 કીટ મંગાવવામાં આવી હતી. પરંતુ જે ગતિથી કોરોના કેસ સામે આવ્યા, ત્યારે આ વિદેશી PPE કિટ્સ ઓછી પડી.

તમને જણાવી દઈએ કે અમેરિકા, ચીન અને યુરોપિયન દેશોમાં મોટા પાયે PPE કીટ તૈયાર કરવામાં આવે છે અને ભારત ત્યાંથી જ આયાત કરતું હતું. પરંતુ હવે ભારતમાં જ આંતરરાષ્ટ્રીય ધોરણની PPE કીટ બનાવવામાં આવી રહી છે અને હવે મોટા પાયે નિકાસ પણ કરવામાં આવશે.

ભારતમાં હાલમાં WHOના ધોરણ મુજબ 106 મેન્યુફેક્ચર્સ PPE કિટ બનાવવાના કામમાં લાગી ગયા છે. અને આ બધું ફેબ્રુઆરી પછી થયું છે. માર્ચના અંતિમ સપ્તાહમાં ભારતને WHO તરફથી PPE કિટ બનાવવા માટે મંજુરી મળી હતી.

નોંધપાત્ર વાત એ છે કે, અત્યાર સુધી પી.પી.ઇ કીટના નિકાસ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ હતો, પરંતુ હવે તેને નિકાસની પ્રતિબંધિત યાદી માંથી દૂર કરી દેવામાં આવી છે. પીપીઇ કિટ્સ કોવિડ -19 ચેપગ્રસ્ત લોકોની સારવારમાં રોકાયેલા તબીબી કર્મચારીઓને પહેરાવવામાં આવે છે, જેથી ચેપને ફેલાતો રોકી શકાય.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

સોમવારનો દિવસ આ 5 રાશિઓ માટે છે ખુબ જ ખાસ, ગ્રહ નક્ષત્રોનો મળશે સાથ.

Amreli Live

આ સ્ટાર્સ સાથે ચર્ચાઓમાં રહી કરિશ્મા કપૂર, એક માટે પિતાએ મોકલ્યું હતું લગ્નનું માંગુ, આજ સુધી છે કુંવારો

Amreli Live

ભણાવવા માટે પિતાએ વર્ષો સુધી ચલાવી રીક્ષા, હવે ઓફિસર બની દીકરાએ કર્યું સ્વર્ગીય માં નું સપનું પૂર્ણ

Amreli Live

એકાઉન્ટમાં જમા નથી થયો પીએમ કિસાન યોજનાનો છઠ્ઠો હપ્તો, તો આ નંબર પર કરો ફોન, મળશે મદદ

Amreli Live

રાજયોગ સાથે બન્યો સિદ્ધિ યોગ, આ રાશિઓના બનશે કામ, ગ્રહ-નક્ષત્રના શુભ સંકેતથી મળશે લાભ.

Amreli Live

અલાદીન સિરિયલમાં જૈસ્મિનના પાત્રમાં અવનીત કૌરની જગ્યા લેશે આશી સિંહ, કહ્યું – લોકો તુલના કરશે પણ હું….

Amreli Live

5 જુલાઈએ ગુરુ પૂર્ણિમાના દિવસે લાગશે ચંદ્ર ગ્રહણ, આ રાશિના જાતકો પર પડશે સૌથી ખરાબ પ્રભાવ

Amreli Live

મેષ, કર્ક અને સિંહ રાશિના લોકો જીવનસાથી સાથે પસાર કરશે ખાસ ક્ષણ, જાણો પોતાનું ભવિષ્યફળ

Amreli Live

મંદિર નીચે દબાવમાં આવશે ટાઇમ કેપ્સુલ, જાણો શું છે ટાઈમ કેપ્સુલ? જમીનની અંદર દબાવીને રાખવા પાછળ શું છે કારણ?

Amreli Live

ભારતથી લઈને વિદેશ સુધી પ્રસિદ્ધ છે મધુબલીની આ ગામડામાં બનેલ ખાદીની જનોઈ, જાણો તેની ખાસિયત.

Amreli Live

પહેલી વાર સરહદ ઉપર રસ્તો બનાવતા મરનારને મળ્યું શહીદ જેવું સમ્માન, વાયુસેનાના વિમાનમાં આવ્યું શબ

Amreli Live

દીકરાના મોંઘા શોખથી પરેશાન પિતાએ કર્યું કંઈક એવું, જેની આશા કોઈને હતી નહિ.

Amreli Live

જયારે ફિલ્મોમાં મુખ્ય એક્ટરનું થયું મૃત્યુ, ફેન્સને ઈમોશનલ કરી ગઈ આ ફિલ્મો.

Amreli Live

વાંસમાંથી બનેલી પાણીની બોટલોને ટ્વીટર એકાઉન્ટ ઉપર રાવીના ટંડને કરી પ્રમોટ.

Amreli Live

કુંભ રાશિના ચમકી જશે નસીબ, તેમજ તેમને મળશે મિલકતમાં લાભ, વાંચો રાશિ અનુસાર ભવિષ્ય ફળ

Amreli Live

શિવરાત્રી ઉપર આ વિધિ વડે કરો પૂજા, મળશે મનગમતું ફળ, બધા કષ્ટ ભોલેનાથ કરશે દૂર.

Amreli Live

સુશાંત સિંહ રાજપૂત પહેલા મોટા ભાઈને ગુમાવી ચુક્યો છે પરિવાર, એક્ટરની બહેને હવે આપી જાણકારી

Amreli Live

ચોમાસામાં પાચન શક્તિ બદલાવાથી શરીરમાં શક્તિની અછત થાય છે, એટલા માટે ખાન-પાનમાં આ સાવચેતી જરૂર રાખવી.

Amreli Live

માઇક્રોમેક્સ, લાવા, કાર્બન, ઇન્ટેક્સ જેવી ઇન્ડિયન બ્રાન્ડ્સ વાપસી માટે તૈયાર, ચીની પ્રોડક્ટ્સ વિરોધમાં ફાયદો મળવાની આશા

Amreli Live

આવવાની છે નાગ પંચમી, શિવરાત્રી, હરિયાળી ત્રીજ અને રક્ષાબંધન, નોંધી લો તારીખ અને વાર.

Amreli Live

દીકરો સુપરસ્ટાર છે, તો પણ એક રૂપિયાનું ઘમંડ નથી, ખુબ સામાન્ય જીવન જીવી રહ્યા છે સ્ટાર્સના પિતા.

Amreli Live