27.8 C
Amreli
18/09/2020
bhaskar-news

4 નવા કેસ સાથે રાજ્યમાં કુલ 179 પોઝિટિવ કેસ, 24 કલાકમાં 932 ટેસ્ટ કરાયા, જેમાંથી 687 નેગેટિવ, 231 પેન્ડિંગરાજ્યમાં કોરોના હવે બેકાબૂ બની રહ્યો છે. આજે વધુ ચાર પોઝિટિવ કેસ સામે આવતા કોરોનાના કુલ 179 દર્દીઓ થયા છે.જ્યારે જામનગરમાં 14 માસના બાળકનું કોરોનાથી મોત નીપજતાં કુલ મૃત્યાંક 16એ પહોંચ્યો છે. કોરોનાની અપડેટ વિગતો આપતા આરોગ્ય અગ્ર સચિવે જણાવ્યું કે, ગઇકાલ સાંજથી અત્યારસુધીમાં 4 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમાં ભાવનગરમાં બે, સુરત અને વડોદરામાં 1-1 પોઝિટિવ કેસ નોંધાયા છે અને બે દર્દીના મોત નીપજ્યાં છે. કુલ 179 પોઝિટિવ કેસમાંથી 138 એક્ટિવ દર્દી, 136 સ્ટેબલ, 2 વેન્ટિલેટર અને 25ને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 24 કલાકમાં 932 ટેસ્ટ કર્યાં છે, જેમાં 14 પોઝિટિવ, 687 નેગેટિવ અને 231 પેન્ડિંગ છે. આજે પણ આ રીતે ટેસ્ટ કરવામાં આવશે. 179 પોઝિટિવ કેસમાંથી 33 વિદેશ, 32 આંતરરાજ્ય અને 114 લોકલ ટ્રાન્સમિશનના કેસ છે. લોકલ ટ્રાન્સમિશનના કેસો વધી રહ્યાં છે ત્યારે આવા કેસો વધે નહીં એ માટે હોટસ્પોટ વિસ્તારનો સંપૂર્ણ સીલ કરી દેવાયા છે.

ગુજરાત અપડેટ
>> વડોદરામાં આઈસોલેશન માટે ટ્રેનના 15 કોચમાં 120 બેડ તૈયાર

>> અમદાવાદનો કોટ વિસ્ટર બફર ઝોન જાહેર, આવતી કાલમ મેગા સર્વેલન્સ કરાશેઃ મ્યુ.કમિશનર વિજય નહેરા
>> જૂનાગઢમાં મનપાની ટીમ ઘરે ઘરે જઇને સ્ક્રિનિંગ કરશે
>> સાબરકાંઠામાં ખોટી ટ્રાવેલ હિસ્ટ્રી આપવા બદલ પોઝિટિવ દર્દી સામે ફરિયાદ નોંધાઈ
>> આણંદમાં જાહેરનામાનો ભંગ કરવા બદલ 40 વેપારીઓની ધરપકડ કરવામાં આવી
>>
સાબરકાંઠા જિલ્લામાં અપડાઉન કરતા કર્મચારીઓને બહાર જવા મનાઇ કરાઈ
>> આજથી નેહરુબ્રિજ પર વાહનની અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવાયો

રાજ્યમાં રેપિડ ટેસ્ટ શરૂ કરાયા
ગુજરાત સરકારે પ્રથમ તબક્કામાં આવી 40 હજાર કિટ્સ કેન્દ્ર સરકાર પાસેથી મંગાવી છે. આવાં રેપિડ ટેસ્ટમાં લોહીના પરીક્ષણથી વ્યક્તિના શરીરમાં ઉત્પન્ન થયેલાં એન્ટિબોડી એટલે કે બહારથી આવેલાં સજીવ તત્ત્વોની હાજરીથી કોરોનાનો ચેપ છે કે નહીં તે જણાય છે. હાલ જ્યાં ક્લસ્ટર કન્ટેનમેન્ટ કાર્યક્રમ ચાલી રહ્યો છે તેવાં હોટસ્પોટ વિસ્તારોમાં આ ટેસ્ટ દ્વારા પોઝિટિવ આવેલા દર્દીઓના સંપર્કમાં આવેલાં લોકોનું મોટાપાયે પરીક્ષણ ચાલી રહ્યું છે.

ગુજરાતમાં કુલ 179 પોઝિટિવ કેસ, 16ના મોત

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 83 05 07
સુરત 23 04 05
ભાવનગર 16 02 01
ગાંધીનગર 13 00 02
વડોદરા 13 02 06
રાજકોટ 11 00 04
પાટણ 05 01 00
પોરબંદર 03 00 00
ગીર-સોમનાથ 02 00 00
કચ્છ 02 00 00
મહેસાણા 02 00 00
મોરબી 01 00 00
પંચમહાલ 01 01 00
જામનગર 01 01 00
છોટાઉદેપુર 01 00 00
સાબરકાંઠા 01 00 00
આણંદ 01 00 00
કુલ આંકડો 179 16 25

લોકડાઉન વધારવા અંગે કેન્દ્ર સરકાર નિર્ણય કરશેઃ DGP
રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ લોકડાઉનની સ્થિતિ સંદર્ભે મીડિયાને જણાવ્યું કે, લોકડાઉન વધારવા અંગે કેન્દ્ર સરકાર નિર્ણય કરશે. તેમજ કોઈપણ ધાર્મિક મેળાવડો યોજવા મંજૂરી નથી. લોકડાઉનનો અમલ કરાવવા પોલીસ કડક પગલા લેતા અચકાશે નહીં.જ્યાં જ્યાં કોરોનાના કેસ વધ્યા છે ત્યાં ત્યાં પોલીસ પહેરો વધાર્યો છે. ગ્રામ્ય વિસ્તારમાં સંક્રમણ અટકાવવા પગલાં લેવા જરૂરી છે. દિલ્હી મરકઝમાં ગયેલા વધુ એકની ઓળખ કરવામાં આવી છે. લોકડાઉનના પાલન માટે NCC અને NSSના કેડેટની મદદ લેવાશે. અન્ય શહેરમાંથી કોઈ વ્યક્તિ આવે તો લોકો તેની જાણકારી આપે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Corona LIVE Update Gujarat 8th march

Related posts

8.20 લાખ કેસઃ પુણેમાં 13થી 23 જુલાઈ સુધી સંપૂર્ણ લોકડાઉન; પટણાની એઈમ્સ હવે ડેડિકેટેડ કોવિડ હોસ્પિટલમાં સામેલ

Amreli Live

સંઘ પ્રમુખ મોહન ભાગવતે કહ્યું- કોરોના સંકટને અવસર બનાવીને ભારત નિર્માણ કરવાનું છે, ક્વોલિટી વાળા સ્વદેશી ઉત્પાદો બનાવવા પર ભાર આપો

Amreli Live

વસ્તીની ગીચતા સરખી છતાં પાડોશી દેશો કરતાં ભારત ઘણું આગળ, નેપાળ 0.2%, પાકિસ્તાન 2.05% સામે ભારતમાં મૃત્યુદર 2.82%

Amreli Live

કોરોના વેક્સીનની તૈયારી: મોદીએ મીટિંગમાં કહ્યું- ટેક્નોલોજીનો ઉપયોગ કરો જેથી ચોક્કસ સમયમાં આ કામ પુરૂ થાય, દેશમાં કુલ 5.68 લાખ કેસ

Amreli Live

જાણીતા ગુજરાતી બિઝનેસમેન રિઝવાન આડતિયાનું આફ્રિકામાં અપહરણ, જંગલમાંથી કાર રેઢી મળી આવી

Amreli Live

ચેઝ ધ વાઈરસ અને 3-T એક્શન પ્લાનથી ધારાવીમાં કોરોના પર કાબૂ મેળવવામાં સફળતા મળી

Amreli Live

અમદાવાદમાં 8 હોટસ્પોટ વિસ્તારમાં 14,075 લોકો ક્વોરન્ટીન કર્યા, દાણીલીમડા, બાપુનગર, રખિયાલનો સમાવેશ

Amreli Live

વડોદરામાં કોરોના મૃતકના અંતિમ સંસ્કાર પછી સ્મશાનમાં એમ્બ્યુલન્સના સ્ટાફે કિટ ખુલ્લામાં ફેંકી દીધી

Amreli Live

વર્ષ ૨૦૨૦ માં આ રાશિઓ પર રહેશે શનિની સાડેસાતી, આ 6 રાશીએ ખાસ સતર્ક રહેવની જરૂર છે અને વિચારીને પગલા લેવા..

Amreli Live

લૉકડાઉનના બે મહિનામાં 20 કંપનીઓની માર્કેટકેપ 7.6 લાખ કરોડ વધી, તેમાં પણ અડધી ફક્ત રિલાયન્સની

Amreli Live

ભારતમાં 21 દિવસમાં સંક્રમિતોનો આંકડો 10થી 20 લાખે પહોંચ્યો; અમેરિકામાં 41 અને બ્રાઝિલમાં 27 દિવસમાં આવું થયું હતું

Amreli Live

અમદાવાદમાં 80% કેસ કોઈ લક્ષણ વિના પોઝિટિવ, ગ્રીન ઝોનમાં આજથી લૉકડાઉનમાં ઢીલ, પરંતુ દિલ્હી અને પંજાબમાં નહીં

Amreli Live

અત્યાર સુધી 9632 કેસ- 351મોત; અરુણાચલ અને પુડુચેરીએ લોકડાઉન વધાર્યું, કોરોના અટકાવવા કુલ 7 રાજ્યએ લોકડાઉન લંબાવવાનો નિર્ણય કર્યો

Amreli Live

અત્યાર સુધીમાં 3,819 કેસ, 107 મોત; 24 કલાકમાં 505 પોઝિટિવ કેસ, WHOએ કહ્યુ- વધુ ગરમીથી કોરોનામાં રાહત નહીં મળે

Amreli Live

તબીબી કર્મચારીઓ, ડોક્ટરો પર હુમલો કરનાર તોફાની તત્વો સામે સરકાર કડકડ કાર્યવાહી કરશે

Amreli Live

16 મજૂરોની ઔરંગાબાદ પાસે માલગાડીથી કપાઈને મોત; CM શિવરાજે મૃતકોના પરિવારને 5 લાખ વળતર આપવાની જાહેરાત કરી

Amreli Live

બિપિન રાવતે કહ્યું- કોરોનાએ ત્રણેય સેનાને ઓછી અસર કરી, ધૈર્ય અને અનુશાસનથી તેનો સામનો કરી શકાશે

Amreli Live

CM ગેહલોતે કહ્યું- અમારી પાસે બહુમતી છે, કેન્દ્ર સરકારની તપાસ એજન્સીઓના દરોડા અમને ડરાવી નહીં શકે

Amreli Live

વિશ્વભરમાં 20 લાખ કેસ, 1.27 લાખના મોત: અમેરિકમાં 24 કલાકમાં 2407 લોકોએ જીવ ગુમાવ્યો, કુલ મૃત્યુઆંક 26 હજાર

Amreli Live

રાજકોટની જ્યોતિ CNCએ 10 દિવસમાં ધમણ-1 નામનું વેન્ટિલેટર બનાવ્યું, CM રૂપાણીએ કરી જાહેરાત

Amreli Live

રોમમાં ગુડ ફ્રાઇડેની પરંપરા તૂટી, સરઘસનું સ્થાન બદલાયું અને પોપે પ્રવચન પણ ન આપ્યું

Amreli Live