29.4 C
Amreli
25/09/2020
bhaskar-news

34 લાખ કેસ, 2.40 લાખ મોત: ટ્રમ્પે કહ્યું કોરોના સંક્રમણથી અમેરિકામાં એક લાખથી ઓછા લોકોના મોત થશેવિશ્વભરમાં 34 લાખ કેસ નોંધાયા છે, અત્યાર સુધીમાં 2 લાખ 39 હજાર 592 લોકોએ જીવ ગુમાવ્યા છે. 10.82 લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે.

અમેરિકામાં 24 કલાકમાં 1883 લોકોના મોત

અમેરિકામાં 11 લાખ 31 હજાર 280 પોઝિટિવ કેસ નોંધાયા છે. 65 હજાર 766 લોકોએ જીવ ગુમાવ્યા છે. અત્યાર સુધીમાં 67 લાખ લોકોએ કોરોના ટેસ્ટ કરાવ્યો છે. 1.61 લાખથી વધારે લોકોને અહીં સારવાર પછી રજા અપાઈ છે.જોન હોપકિંસ યુનિવર્સિટી મુજબ અમેરિકામાં 24 કલાકમાં 1883 લોકોના મોત થયા છે. ન્યૂયોર્ક રાજ્યમાં (24,069) , સ્પેનમાં (24,824) અને ફ્રાન્સમાં (24,594) એક સરખો મૃત્યુઆંક નોંધાયો છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે દેશમાં કોરોના વાઈરસથી એક લાખથી ઓછા લોકોના મોત થવાનું અનુમાન છે. તેમણે કહ્યું કે આશા છે કે અમે કોરોનાથી થનાર મોતના આંકડાને એક લાખથી ઓછો રાખવામાં સફળ થશું. આ પહેલા ટ્રમ્પ સરકારે 60 થી 70 હજાર લોકોના મોત થવાનું અનુમાન કર્યું હતું. અમેરિકા ચીન ઉપર પ્રતિબંધ લગાવવાનું વિચારી રહ્યું છે. તેઓનું માનવું છે કે ચીન સંક્રમણને રોકવામાં નિષ્ફળ રહ્યું છે.

અમરિકા: ડેલાવેયર રાજ્યને ખોલવા માટે પ્રદર્શન કરતી ટ્રમ્પની સમર્થક મહિલા.

કયા દેશમાં કોરોનાની શું સ્થિતિ છે તે જોઈએ

દેશ કેસ મોત
અમેરિકા 11,31,280 65,766
સ્પેન 242,988 24,824
ઈટાલી 207,428 28,236
બ્રિટન 177,454 27,510
ફ્રાન્સ 167,346 24,594
જર્મની 164,077 6,736
તુર્કી 122,392 3,258
રશિયા 114,431 1,169
ઈરાન 95,646 6,091
બ્રાઝીલ 92,202 6,412
ચીન 82,875 4,633
કેનેડા 55,061 3,391
બેલ્જીયમ 49,032 7,703
પેરુ 40,459 1,124
નેધરલેન્ડ 39,791 4,893
ભારત 37,257 1,223
સ્વિત્ઝરલેન્ડ 29,705 1,754
પોર્ટુગલ 25,351 1,007
સાઉદી અરબ 24,097 169
સ્વીડન 21,520 2,653
આયર્લેન્ડ 20,833 1,265
મેક્સિકો 20,739 1,972
પાકિસ્તાન 18,114 417
સિંગાપોર 17,101 16

અમેરિકામાં સારવાર માટે રેમડેસિવિર દવાને મંજૂરી
અમેરિકા ફૂડ એન્ડ એડમિનિસ્ટ્રેશન (એફડીએ)એ મહામારીની સારવાર માટે ઈબોલાની દવા રેમડેસિવિરના ઉપયોગ માટે મંજૂરી આપી છે. એફડીએ પ્રમુખ સ્ટેફન હાને શુક્રવારે આ જાહેરાત કરી છે.

કેલિફોર્નિયાના હટિંગનટન બીચ ઉપર રાજ્યને ફરિ ખોલવાની માંગ સાથે લોકો પ્રદર્શન કરી રહ્યા છે.

અર્થવ્યવસ્થાને ખોલવાને લઈને અમેરિકામાં પ્રદર્શન
અમેરિકામાં લેબર ડેના દિવસે પ્રથમ મેના દિવસે વધારાની સુરક્ષાના ઉપાયો અને લોકડાઉન પછી અર્થવ્યવસ્થાને ખોલવાની માંગને લઈને દેશભરમાં વિરોધ પ્રદર્શન થયા. નેશનલ નર્સિસ યુનાઈટેડ (એનએનયુ)ની 15 હજાર નર્સોએ દેશના 13 રાજ્યોમાં યોજાયેલી 140 રેલીમાં ભાગ લીધો હતો. તેઓની માંગ હતી કે માસ્ક અને સુરક્ષાત્મક સાઘનો આપવામાં આવે.

અલ્જિરિયામાં સંક્રમણ વધતુ રહ્યું તો કડક પ્રતિબંધો લાગુ કરાશે: રાષ્ટ્રપતિ
અલ્જિરિયાના રાષ્ટ્રપતિ અબ્દેલમદજીદ ટેબ્બોએ કહ્યું હતું કે દેશમાં જો વાયરસનું સંક્રમણ વધ્યું તો લોકડાઉન લાગુ કરાશે. સાથે તમામ બિઝનેસને બંધ કરાશે. દેશમાં 4151 લોકો સંક્રમિત થયા છે અને 453 લોકોના મોત થયા છે.

અપડેટ્સ

  • વેનઝુએલામાં પોઝિટિવ કેસની સંખ્યા 335 થઈ છે, અહીં 10 લોકોના મોત થયા છે.
  • રશિયામાં 1169 લોકોના મોત થયા છે. સૌથી વધારે મોત મોસ્કોમાં 695 થયા છે.
  • ચીનમાં 24 કલાકમાં એક કેસ નોંધાયો અને એકપણ મોત થયું નથી. અહીં કુલ 82 હજાર 875 કેસ નોંધાયા છે. 4633 લોકોના મોત થયા છે.

સ્ટોરીમાં તમામ દેશની વિગતો અને તસવીરો ઉમેરવામાં આવી રહી છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


અમેરિકા: કેલિફોર્નિયાના ગવર્નરે સંક્રમણને અટકાવવા માટે બીચને બંધ કરવા સહિતના ઘણા પ્રતિબંધો મૂક્યા છે, જેના વિરોધમાં લોકોએ પ્રદર્શન કર્યું હતું.

Related posts

લોકડાઉનમાં 80 લાખ નાગરિકે 30 હજાર કરોડ PFમાંથી ઉપાડ્યાઃ કોંગ્રેસ

Amreli Live

નોબેલ વિજેતા અર્થશાસ્ત્રીએ કહ્યું-અમેરિકાએ મહામારીનો સામનો ત્રીજી દુનિયાના દેશની જેમ કર્યો

Amreli Live

હવે દર્દીઓના આંકડા દર 24 કલાકે જણાવાશે, કોરોના ટેસ્ટ પહેલા જેટલા થતાં હતા તેટલા જ કરાય છે, ઘટાડાયા નથીઃ જયંતિ રવિ

Amreli Live

જંગલેશ્વરમાં 11 દિવસની બાળકી બાદ તેના માતા-પિતાને પણ કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો, આજે નવા 6 કેસ નોંધાયા

Amreli Live

રાજકોટમાં 27, ભાવનગરમાં 21, દીવમાં 9 કેસ, અમરેલીમાં પરેશ ધાનાણીના નાના ભાઇ સહિત 10ને કોરોના પોઝિટિવ

Amreli Live

204 દેશોમાં સંક્રમણ અને 54 હજાર મોત, સિંગાપોરે 1 મહિનાનું લોકડાઉન જાહેર કર્યું, અમેરિકામાં મૃતકોની સંખ્યા 6 હજારને પાર

Amreli Live

લૉકડાઉનના 1 મહિનામાં તપાસ 24 ગણી, ચેપીનો આંકડો 16 ગણો વધ્યો

Amreli Live

લોકડાઉનને કારણે લખનૌમાં ગુજરાતના 30 આર્મી જવાનો ફસાયા, મંત્રીએ દરમિયાનગીરી કરી પરત લાવવા વ્યવસ્થા કરી

Amreli Live

નાગરવાડાના લોકોને દિવસ-રાત કોરોનાનો ચેપ લાગવાનો ડર લાગ્યા કરે છે, ઘરની બહાર ન નીકળતા રહીશો કહે છે કે, ‘જાન હૈ તો જહાન હૈ’

Amreli Live

કુલ કેસ 1 કરોડને પારઃ ઈજિપ્તમાં કેસ વધવા છતાં પ્રતિબંધ હટાવાયા, 25% ક્ષમતાથી જિમ-ક્લબ-કાફે ખુલશે

Amreli Live

એક કરોડ કેસ થતા 180 દિવસ લાગ્યા, માત્ર 43 દિવસમાં વધીને 2 કરોડ થયા; અમેરિકા, બ્રાઝિલ અને ભારતમાં જ 50% દર્દી

Amreli Live

કોરોના વાઈરસના વધુ 10 પોઝિટિવ કેસ નોંધાયા, કુલ પોઝિટિવની સંખ્યા 217 ઉપર પહોંચી

Amreli Live

વિશ્વમાં સંક્રમિતોનો આંક 20 લાખ નજીક, મૃત્યુઆંક 1.23 લાખ થયો, ન્યૂ યોર્કના ગવર્નરે કહ્યું- ટ્રમ્પ રાજા નથી પણ રાષ્ટ્રપતિ છે, તેમના કહેવાથી અમે પ્રતિબંધ હટાવી શકીએ નહીં

Amreli Live

કોરોનાનો ચેપ લાગ્યા બાદ 100માંથી 79 દર્દીઓમાં હાર્ટ ડેમેજ અને હૃદયમાં સોજો આવવાની ફરિયાદ નોંધાઈ, કોરોનામાંથી રિકવર થયા બાદ 80%ને હૃદય સંબંધિત સમસ્યાઓ શરૂ

Amreli Live

ભારતમાં કોરોના સંક્રમણ અને મૃત્યુનો ભોગ બનનારા પૈકી 75% પુરુષો, 86% મૃતકો અન્ય ગંભીર બિમારીથી પીડાતા હતા

Amreli Live

આત્મનિર્ભર સહાય માટે ગુજરાતમાં અધધ 1.65 લાખ અરજી 99.55 % અરજી મંજૂર, કુલ રૂ. 9 હજાર કરોડની લોન અપાઈ

Amreli Live

કોંગ્રેસે વ્હિપ જાહેર કર્યું, ધારાસભ્ય પક્ષની બેઠકમાં ગેરહાજર રહેવા પર થશે કાર્યવાહી, કહ્યુ- 109 ધારાસભ્ય સાથે, પાયલટનો દાવો- 30 MLAનો સપોર્ટ

Amreli Live

મણિનગરના પૂ. પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીની સ્મૃતિ મંદિર સંકુલમાં અંતિમવિધિ કરાઈ, PM મોદીએ ટ્વીટ કરીને શ્રદ્ધાંજલિ આપી

Amreli Live

સંક્રમણના 10 હજારથી વધારે કેસઃ મહારાષ્ટ્રમાં એક દિવસમાં વિક્રમજનક 316 પોઝિટિવ કેસ મળ્યા, સૌથી વધુ મોત પણ આ રાજ્યમાં થયા છે

Amreli Live

UC વેબ પર ફેક ન્યૂઝ ફેલાવવાનો આરોપઃ જેક મા- અલીબાબાને કોર્ટની નોટિસ, રાજસ્થાનના રાજકારણમાં સૌની નજર રાજ્યપાલ-SC પર

Amreli Live

કોરોનાના શંકાસ્પદ દર્દીનું ઓક્સિજનનું પ્રમાણ ખુબ ઓછું, પણ મજબૂત મનોબળથી માત્ર પાંચ દિવસમાં સાજા થઈ ગયા

Amreli Live