28.3 C
Amreli
19/09/2020
bhaskar-news

31,693 કેસ, મૃત્યુઆંક-1026: પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહે રાજ્યમાં લોકડાઉન બે સપ્તાહ લંબાવ્યુંદેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 31 હજાર 693થઈ ગઈ છે. બુધવારે મધ્ય પ્રદેશમાં 94, આંધ્ર પ્રદેશમાં 73, રાજસ્થાનમાં 29,પશ્વિમ બંગાળમાં 28, રાજસ્થાનમાં 19 અને ઓરિસ્સામાં 1 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ પહેલા મંગળવારે કોરોના સંક્રમણના એક દિવસમાં સૌથી વધારે 1902 કેસ આવ્યા હતા. અત્યાર સુધી 7747 દર્દી એટલે કે લગભગ 25% દર્દી સાજા થયા છે. 9 રાજ્યોમાં સંક્રમિતોની સંખ્યા 1000 કરતા વધારે છે. દર્દીઓના સાજા થવાના કેસમાં તેલંગાણાની સ્થિતિ સૌથી સારી છે. અહીંયા 1009 સંક્રમિતોમાંથી 374, એટલે કે લગભદ 37% સાજા થઈ ચુક્યા છે. ત્યારબાદ 33% સાથે દિલ્હી બીજા નંબરે છે. 1000થી ઓછા દર્દી વાળા રાજ્યોમાં કેરળમાં 74% અને હરિયામામાં 73% દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

બીજીબાજુ કોરોના સંક્રમણને લીધે દેશમાં મૃત્યુ પામનારનો આંકડો 1026 થયો છે. બુધવારે મધ્ય પ્રદેશમાં 10 સંક્રમિત દર્દીના મૃત્યુ થયા હતા. રાજ્યમાં મૃત્યુઆંક વધીને 130 થયો છે. તેમા 65 ઈન્દોર અને 23 ઉજ્જૈનમાંથી નોંધાયા છે. ઉત્તર પ્રદેશ, તમિલનાડુમાં પણ 2-2 દર્દીના મોત થયા છે. કર્ણાટકમાં એક દર્દીનું મોત થયુ છે.

મંગળવારે વિક્રમજનક 71 દર્દીના મોત થયા

મંગળવારે વિક્રમજનક 71 દર્દીના મોત થયા હતા. અત્યાર સુધીમાં એક દિવસમાં મૃત્યુ પામનારની આ સૌથી વધુ સંખ્યા છે. આ અગાઉ 26 એપ્રિલના રોજ એક દિવસમાં સૌથી વધારે 60 મોત થયા હતા. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 400 લોકોના મોત થયા છે. બીજા નંબર ગુજરાત છે. અહીં 181 સંક્રમિતોના મોત થયા છે. આંકડા પર નજર કરીએ તો છેલ્લા 8 દિવસમાં 461 લોકોના મોત થયા છે. તેમા સતત વધારો થઈ રહ્યો છે.

પંજાબમાં લોકડાઉન 2 સપ્તાહ લંબાવાયું

પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે રાજ્યમાં લોકડાઉન બે સપ્તાહ લંબાવ્યુંછે. કેન્દ્ર સરકારે લોકડાઉન 3 મે સુધી લંબાવ્યુ છે ત્યારે પંજાબમાં કર્ફ્યુ 17 મે સુધી લાગુ રહેશે. જોકે દિવસ દરમિયાન 7 વાગ્યાથી 11 વાગ્યા સુધી તેમા રાહત આપવામાં આવશે. જેથી લોકો દૈનિક જરૂરિયાતની ચીજવસ્તુ ખરીદી શકે.

મજૂર, વિદ્યાર્થીઓ તથા પર્યટકોને ઘરે પરત મોકલવા અંગે ગૃહ મંત્રાલયએ માહિતી જારી કરી
કેન્દ્ર સરકારે બુધવારે લોકડાઉનમાં મોટી રાહત આપી છે. કેન્દ્રએ કહ્યું છે કે દેશના વિવિધ વિસ્તારોમાં ફસાયેલા સ્થળાંતરીત શ્રમિકો, વિદ્યાર્થીઓ તથા પર્યટકો તેમના ઘરે જઈ શકે છે. આ માટે રાજ્ય સરકાર મદદ કરે. ગૃહ મંત્રાલયે આ અંગે એક આદેશ આપ્યો છે અને કહ્યું છે કે આ તમામ લોકોની નોંધણી કરવામાં આવે અને સોશિયલ ડિસ્ટન્સિંગના માપદંડોની પૂરતી કાળજી રખી તેમના ઘરે મોકલવામાં આવે

ખાડી દેશોમાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવાની તૈયારી

કોરોના મહામારીના કારણે ખાડી દેશમાં લાખો ભારતીય ફસાયા છે. સરકારી સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે, ફસાયેલા લોકોને બહાર કાઢલા માટે નૌસેના તૈયાર છે. જો જરૂર પડશે તો આ અભિયાનમાં લેન્ડીંગ પ્લેટફોર્મ યુદ્ધપોત INS જલાશ્વ અને મગર શ્રેણીના બે જંગી જહાજને મોકલવામાં આવશે. સરકારે તેમને તૈયાર રહેવા માટે કહ્યું છે. સૂત્રોએ એવું પણ જણાવ્યું કે, INS જલાશ્વ હાલ વિશાખા પટ્ટનમથી બહાર છે, સાથે જ મગર શ્રેણીના જંગી જહાજ પશ્વિમી સમુદ્ર તટ પર છે.

ઈરાન,ઈરાક,કુવૈત, સાઉદી અરબ, બહરીન, કતાર, UAE અને ઓમાન સહિત ફારસના ખાડી કિનારા વાળા દેશોને ખાડી દેશ કહેવામાં આવે છે. અહીંયા લગભગ એક કરોડ ભારતીય શ્રમિકો છે. જેમાંથી મોટાભાગના તેલ કંપનીઓમાં છે અથવા કંસ્ટ્રક્શનનું કામ કરે છે.

લોકડાઉનમાં સરપ્રાઈઝ બર્થ ડે

લોકડાઉન વચ્ચે હૈદરાબાદ પોલીસે એક વર્ષની બાળકીનો સરપ્રાઈઝ બર્થડે સેલિબ્રેટ કર્યો છે. માયરા નામની આ બાળકીના માતા-પિતા અમેરિકાના બોસ્ટનમાં છે અને લોકડાઉનના કારણે તે દીકરીના જન્મ દિવસે તેની સાથે નથી. ત્યારબાદ હૈદરાબાદ પોલીસના અધિકારી બાળકીના ઘરે કેક અને ભેટ લઈને પહોંચ્યા. સૌએ મળીને બાળકી માટે બર્થ ડે સોન્ગ પણ ગાયું હતું.

મહત્વના અપડેટ્સ

  • પંજાબ સરકારે રાજ્યમાં બે સપ્તાહ માટે લોકડાઉન વધાર્યું છે. સાથે ચાર કલાક માટે કર્ફ્યૂમાં ઢીલ આપવાની જાહેરાત કરી છે.

  • NIA મુંબઈ બ્રાન્ચના 15 અધિકારીઓનો કોરોના ટેસ્ટ નેગેટિવ

  • દિલ્હીની આઝાદપુર મંડીમાં 11 વેપારી કોરોના પોઝિટિવ, ઘણી દુકાનો સીલ કરાઈ

  • હરિદ્વારના એક ગામમાં કોવિડનો સર્વે કરવા પહોંચેલી મેડિકલ ટીમ સાથે મારઝૂડ કરાઈ

  • ફરીદાબાદમાં આજે બપોરે 12 વાગ્યા પછી દિલ્હીમાં કામ કરનારા ડોક્ટર્સ, બેન્ક કર્મચારી અને પોલીસ વાળા પણ એન્ટ્રી નહીં કરી શકે.
  • ઝારખંડની સૌથી મોટી કોવિડ હોસ્પિટલના ડિરેક્ટરે રાજીનામું આપી દીધું છે
  • કેદારનાથ મંદિરના કપાટ ખોલવામાં આવ્યા, લોકડાઉનના કારણે ભક્તોને જવાની મંજૂરી નહીં અપાય
  • 2 દિવસમાં 8 પોલીસકર્મી પોઝિટિવ મળી આવ્યા, તેમના નજીકના લોકોને ક્વૉરન્ટીન કરાયાઃપૂણે પોલીસ

પાંચ દિવસમાં જ્યારે સંક્રમણના સૌથી વધારે કેસ આવ્યા

દિવસ કેસ
28 એપ્રિલ 1866
25 એપ્રિલ 1835
23 એપ્રિલ 1667
26 એપ્રિલ 1607
19 એપ્રિલ 1580

26 રાજ્ય અને 6 કેન્દ્ર શાસિત પ્રદેશમાં સંક્રમણ ફેલાયું

કોરોના વાઈરસનું સંક્રમણ દેશના 26 રાજ્યોમાં ફેલાયું છે. 6 કેન્દ્રશાસિત પ્રદેશ પણ આના સંકજામાં આવી ગયા છે. જેમાં દિલ્હી, ચંદીગઢ, આંદામાન-નિકોબાર, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ અને પુડ્ડુચેરી સામેલ છે.

રાજ્ય કેટલા સંક્રમિત કેટલા સાજા થયા કેટલા મોત
મહારાષ્ટ્ર 9318 1388 400
ગુજરાત 3774 434 181
દિલ્હી 3314 1078 54
રાજસ્થાન 2393 781 52
મધ્યપ્રદેશ 2481 373 122
તમિલનાડુ 2058 1128 25
ઉત્તરપ્રદેશ 2053 462 34
આંધ્રપ્રદેશ 1332 287 31
તેલંગાણા 1009 374 25
પશ્વિમ બંગાળ 725 119 22
જમ્મુ-કાશ્મીર 565 176 08
કર્ણાટક 532 215 20
કેરળ 486 359 04
પંજાબ 442 101 19
હરિયાણા 308 224 03
બિહાર 383 64 02
ઓરિસ્સા 122 38 01
ઝારખંડ 105 19 03
ઉત્તરાખંડ 54 34 00
હિમાચલ પ્રદેશ 40 22 02
આસામ 38 27 01
છત્તીસગઢ 38 34 00
ચંદીગઢ 67 17 00
આંદામાન-નિકોબાર 33 18 00
લદ્દાખ 22 16 00
મેઘાલય 12 00 01
પુડ્ડચેરી 08 04 01
ગોવા 07 07 00
મણિપુર 02 02 00
ત્રિપુરા 02 02 00
અરુણાચલ પ્રદેશ 01 01 00
મિઝોરમ 01 01 00

રાજ્યોની સ્થિતિ
મધ્યપ્રદેશ, સંક્રમિતઃ 2387- અહીંયા મંગળવારે કુલ 222 નવા દર્દી મળ્યા હતા. જેમાં ઈન્દોરમાં સેન્ટ્રલ જેલના 19 સંક્રમિત કેદી સામેલ છે. તેમને અસ્થાઈ જેલમાં શિફ્ટ કરવામાં આવશે. અત્યાર સુધી ઈન્દોરમાં 1372, ભોપાલમાં 458 અને ઉજ્જૈનમાં 123 દર્દી મળ્યા છે.

જબલપુરના એક પોલીસ સ્ટેશનમાં જોવા મળતા આ વાહનો લોકડાઉનનું ઉલ્લંઘન કરનારાઓ પાસેથી જપ્ત કરાયા છે.

ઉત્તરપ્રદેશ, સંક્રમિતઃ2053- યુપીમાં કોરોના વાઈરસની અસર 60 જિલ્લામાં છે. બુધવારે સવારે લખનઉના KGMUના રિપોર્ટમાં 20 પોઝિટિવ મળી આવ્યા હતા. જેમાં લખનઉમાં 4, આગરામાં 9 અને ફિરોઝાબાદમાં 7 નવા દર્દી મળ્યા છે. છેલ્લા 24 કલકામાં 70 નવા દર્દી મળ્યા છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 2073 કોરોના પોઝિટિવ છે.રાજ્યમાં મંગળવારે 67 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેમાં સૌથી વધારે 17 દર્દી આગરાના હતા. ત્યારબાદ 13 રિપોર્ટ વારાણસીમાં પોઝિટિવ આવ્યા હતા.

આ તસવીર પ્રયાગરાજની છે. લાઈનમાં ઊભેલા આ વિદ્યાર્થી તેમના ઘરે પહોંચવા માટે સાધનની રાહ જોઈ રહ્યા છે. લોકડાઉનના કારણે આ લોકો બીજા રાજ્યમાં ફસાયા હતા.

મહારાષ્ટ્ર, સંક્રમિતઃ 9318- અહીંયા મંગળવારે 728 નવા કેસ સામે આવ્યા હતા. આ સાથે જ રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા વધીને 9,318એ પહોંચી ગઈ છે. જેમાં 5,982 સંક્રમિતો માત્ર મુંબઈના જ છે. રાજ્યમાં કોરોનાના લીધે અત્યાર સુધી 400 લોકોના મોત થયા છે.

મુંબઈમાં પ્રવાસી મજૂરોને મફતમાં જમવાનું વહેંચવામાં આવી રહ્યું છે. લોકડાઉનના કારણે આ લોકોની રોજગારી છીનવાઈ છે.

રાજસ્થાન, સંક્રમિતઃ2383- રાજસ્થાનમાં બુધવારે કોરોનાના 19 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમાં અજમેરમાં 11, જયપુરમાં 5, ઉદેયપુર, બાંસવાડા અને જોધપુરમાં 1-1 સંક્રમિત મળી આવ્યા છે. રાજ્યમાં કુલ પોઝિટિવનો આંકડો 2383એ પહોંચ્યો છે.અહીંયા બુધવારે 19 નવા કેસ સામે આવ્યા છે. જેમાંથી અજમેરમાં 11 જયપુરમાં 5, જ્યારે ઉદયપુર, બાંસવાડા અને જોધપુરમાં 1-1 દર્દી મળી આવ્યા છે.

બિહાર, સંક્રમિતઃ366- અહીંયા મંગળવારે સંક્રમણના 20 નવા કેસ સામે આવ્યા હતા. જેમાંથી ગોપાલગંજમાં 6, કૈમૂર ભવુઆમાં 4, જહાનાબાદમાં 3, મુંગેરમાં 2 , જ્યારે બક્સર, બાંકા, સીતામઢી, શેખપરા અને અરરિયામાં 1-1 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Corona in India Live News And Updates Of 29 April


તસવીર ચંડીગઢના એક માર્કેટયાર્ડની છે. અહીં ઘઉંની બોરીઓ સંગ્રહ કરવામાં આવી છે. રાજ્યમાં કર્ફ્યુ છે


પશ્ચિમ બંગાળના કોલકાતામાં ફસાયેલા સ્થળાંતરીત મજૂરોને તેમના ઘરે મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી


આ તસવીર પંજાબના બરનાલ જીલ્લાના દિવાના ગામની છે. અહીં સોમવારે વરસાદ સાથે કરા પડ્યા હતા. તેને લીધે માર્કેટ યાર્ડમાં રાખવામાં આવેલા ઘઉં પલડી ગયા હતા.


BMC સ્વાસ્થ્યકર્મી ફુલ બોડી સુટ પહેરીને શાસ્ત્રીનગર વિસ્તારમાં કોરોના સંક્રમિતોની તપાસ માટે પહોચ્યા હતા. અહીંયા 10થી વધારે કોરોના સંક્રમિત મળી ચુક્યા છે


આ ભારતીય નૌસેનાનું મગર શ્રેણીનું યુદ્ધપોત છે. આ પણ પશ્વિમી સમુદ્રી તટ પર છે(ફાઈલ તસવીર)


Corona in India Live News And Updates Of 29 April


Corona in India Live News And Updates Of 29 April

Related posts

સતત ત્રીજા દિવસે રાજ્યમાં કોરોનાના 300થી વધુ કેસ, એક જ દિવસમાં સૌથી વધુ 22ના મોત, મૃત્યુઆંક 236-કુલ દર્દી 4,721

Amreli Live

અત્યારસુધી એક લાખ 47 હજારના મોત: અમેરિકા બાદ જાપાન પણ હવે WHOનુ ફ્ન્ડીંગ રોકી શકે છે, PM આબેએ કહ્યું- આ સંગઠન સાથે સમસ્યા તો છે જ

Amreli Live

આજે સવારે 6 વાગ્યાથી યાત્રા શરૂ, હાલ ભીડ ઘણી ઓછી;પહેલા ગર્ભગૃહથી દર્શન કરવામાં અઢી કલાકનો સમય લાગતો હતો, હવે માત્ર પાંચ મિનિટ લાગે છે

Amreli Live

2.77 લાખ કેસ, મૃત્યુઆંક-7,752ઃ રિકવરી રેટમાં બિહાર છઠ્ઠા નંબરે, અહીં અડધાથી વધારે દર્દી સાજા થઈ ચુક્યા છે

Amreli Live

કોરોના પ્રસર્યો તેના 28 દિવસમાં પ્રથમ વખત એકસાથે 78 કેસ, વધુ ત્રણનાં મોત, મૃતકમાં ત્રણે ત્રણ મહિલાઓ

Amreli Live

હવે બનાસકાંઠામાં પણ કોરોના ઘૂસ્યો, 5 વર્ષનાં બાળક અને 55 વર્ષીય વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ, રાજ્યમાં આંકડો 521એ પહોંચ્યો

Amreli Live

સરકારનો નિર્ણય – 1.13 કરોડ કેન્દ્રીય કર્મચારીઓ, પેન્શનરોનું DA દોઢ વર્ષ સુધી નહીં વધે

Amreli Live

અત્યાર સુધી 7061 કેસ, 245 મોતઃ ગુરુગ્રામમાં માસ્ક પહેરવા ફરજીયાત, પંજાબે લોકડાઉન 1 મે સુધી લંબાવવાનો નિર્ણય કર્યો

Amreli Live

માનશ્રી કેન્દ્રીય મંત્રી રૂપાલા સાહેબનો કોરાના વાયરસ મહામારી સામે પ્રજાજોગ સંદેશો

Amreli Live

47 જિલ્લામાં 28 દિવસથી નવા કેસ નહીં, દેશના 14 હજારથી વધુ કેસમાંથી 30 ટકા કેસ નિઝામુદ્દીન મરકઝના કારણે: સ્વાસ્થ્ય મંત્રાલય

Amreli Live

મમતાએ કહ્યું: કેન્દ્રની ગાઈડલાઈન્સ વિરોધાભાસી: એક બાજુ લોકડાઉનના કડક પાલનની વાતો, બીજી બાજુ દુકાનો ખોલવાના આદેશ

Amreli Live

મે મહિનામાં વૈશ્વિક અર્થતંત્રના GDPમાં ઘટાડાનો દર 2.3 ટકા રહેવાનો અંદાજ,એપ્રિલમાં GDP 4.8 ટકા ગગડ્યો હતો

Amreli Live

કોરોનાને લીધે ભણવાનું બંધ થયું તો એન્જિનિઅરથી ગણિતના ટીચર બન્યા મુનીર,સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઈ રહે તે માટે ઈદગાહ મેદાનમાં બાળકોને ભણાવવાનું શરૂ કર્યું

Amreli Live

જ્યોતિરાદિત્ય અને તેમની માતા કોરોના પોઝિટિવ, દિલ્હીની હોસ્પિટલમાં દાખલ; પરિવારના ત્રણ સભ્યોનો રિપોર્ટ નેગેટિવ

Amreli Live

માંની મદદ માટે ૧૭ વર્ષની ઉંમરમાં બની ગઈ હતી પ્રોસ્ટીટ્યુટ(વૈશ્યા) , હાલમાં છે બોલીવુડની જાનીમાની હસતી…

Amreli Live

આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ સિવિલ-કોવિડ હોસ્પિટલની મુલાકાતે, અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક

Amreli Live

નસવાડીની મોડેલ સ્કૂલે સરકારની ગાઇડલાઇનના લીરેલીરા ઉડાવ્યા, વિદ્યાર્થીઓને પ્રશ્નપત્રો-પુસ્તકો લેવા સ્કૂલમાં બોલાવતા વિવાદ

Amreli Live

દેશમાં 4.07 લાખ કેસઃ રાજસ્થાનમાં સંક્રમણની તપાસ માટે રૂપિયા 4,500ને બદલે રૂપિયા 2,200 આપવાના રહેશે

Amreli Live

74 ટકા CFOએ કહ્યું- ભવિષ્યમાં વર્ક ફ્રોમ હોમને સ્થાયી રીતે લાગુ કરીશું, નવી ભરતીઓ પણ હવે આ આધાર પર કરાશે

Amreli Live

કોરોના વાઇરસ અંગે જાહેર હિતની અરજીની સુનાવણી વખતે હાઇકોર્ટે વિપક્ષની ઝાટકણી કાઢી, કહ્યું, ‘આ મુદ્દે રાજકારણ યોગ્ય નથીં’

Amreli Live

કુબેર દેવતા આ રાશિના લોકો પર મહેરબાન થશે, ભરી દેશે ધનની તિજોરી અને ખોલી દેશે પ્રગતિના ખુલી જશે માર્ગ

Amreli Live