29 C
Amreli
22/09/2020
bhaskar-news

31,408 કેસ, મૃત્યુઆંક-1008: 1000થી વધુ દર્દી વાળા 9 રાજ્યોમાંથી તેલંગાણામાં 37% અને દિલ્હીમાં 33% દર્દીઓને રજા અપાઈ



દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 31 હજાર 408 થઈ ગઈ છે. બુધવારે પશ્વિમ બંગાળમાં 28, રાજસ્થાનમાં 19 અને ઓરિસ્સામાં 1 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ પહેલા મંગળવારે કોરોના સંક્રમણના એક દિવસમાં સૌથી વધારે 1902 કેસ આવ્યા હતા. અત્યાર સુધી 7747 દર્દી એટલે કે લગભગ 25% દર્દી સાજા થયા છે. 9 રાજ્યોમાં સંક્રમિતોની સંખ્યા 1000 કરતા વધારે છે. દર્દીઓના સાજા થવાના કેસમાં તેલંગાણાની સ્થિતિ સૌથી સારી છે. અહીંયા 1009 સંક્રમિતોમાંથી 374, એટલે કે લગભદ 37% સાજા થઈ ચુક્યા છે. ત્યારબાદ 33% સાથે દિલ્હી બીજા નંબરે છે. 1000થી ઓછા દર્દી વાળા રાજ્યોમાં કેરળમાં 74% અને હરિયામામાં 73% દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

મહત્વના અપડેટ્સ

  • દિલ્હીની આઝાદપુર મંડીમાં 11 વેપારી કોરોના પોઝિટિવ, ઘણી દુકાનો સીલ કરાઈ

  • હરિદ્વારના એક ગામમાં કોવિડનો સર્વે કરવા પહોંચેલી મેડિકલ ટીમ સાથે મારઝૂડ કરાઈ

  • ફરીદાબાદમાં આજે બપોરે 12 વાગ્યા પછી દિલ્હીમાં કામ કરનારા ડોક્ટર્સ, બેન્ક કર્મચારી અને પોલીસ વાળા પણ એન્ટ્રી નહીં કરી શકે.
  • ઝારખંડની સૌથી મોટી કોવિડ હોસ્પિટલના ડિરેક્ટરે રાજીનામું આપી દીધું છે
  • કેદારનાથ મંદિરના કપાટ ખોલવામાં આવ્યા, લોકડાઉનના કારણે ભક્તોને જવાની મંજૂરી નહીં અપાય
  • 2 દિવસમાં 8 પોલીસકર્મી પોઝિટિવ મળી આવ્યા, તેમના નજીકના લોકોને ક્વૉરન્ટીન કરાયાઃપૂણે પોલીસ

પાંચ દિવસમાં જ્યારે સંક્રમણના સૌથી વધારે કેસ આવ્યા

દિવસ કેસ
28 એપ્રિલ 1866
25 એપ્રિલ 1835
23 એપ્રિલ 1667
26 એપ્રિલ 1607
19 એપ્રિલ 1580

26 રાજ્ય અને 6 કેન્દ્ર શાસિત પ્રદેશમાં સંક્રમણ ફેલાયું

કોરોના વાઈરસનું સંક્રમણ દેશના 26 રાજ્યોમાં ફેલાયું છે. 6 કેન્દ્રશાસિત પ્રદેશ પણ આના સંકજામાં આવી ગયા છે. જેમાં દિલ્હી, ચંદીગઢ, આંદામાન-નિકોબાર, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ અને પુડ્ડુચેરી સામેલ છે.

રાજ્ય કેટલા સંક્રમિત કેટલા સાજા થયા કેટલા મોત
મહારાષ્ટ્ર 9318 1388 400
ગુજરાત 3774 434 181
દિલ્હી 3314 1078 54
રાજસ્થાન 2364 770 52
મધ્યપ્રદેશ 2387 373 120
તમિલનાડુ 2058 1128 25
ઉત્તરપ્રદેશ 2053 462 34
આંધ્રપ્રદેશ 1259 258 31
તેલંગાણા 1009 374 25
પશ્વિમ બંગાળ 697 109 20
જમ્મુ-કાશ્મીર 565 176 08
કર્ણાટક 523 207 20
કેરળ 486 359 04
પંજાબ 442 101 19
હરિયાણા 308 224 03
બિહાર 366 64 02
ઓરિસ્સા 118 38 01
ઝારખંડ 105 19 03
ઉત્તરાખંડ 54 34 00
હિમાચલ પ્રદેશ 40 22 02
આસામ 38 27 01
છત્તીસગઢ 38 34 00
ચંદીગઢ 56 17 00
આંદામાન-નિકોબાર 33 18 00
લદ્દાખ 22 16 00
મેઘાલય 12 00 01
પુડ્ડચેરી 08 04 01
ગોવા 07 07 00
મણિપુર 02 02 00
ત્રિપુરા 02 02 00
અરુણાચલ પ્રદેશ 01 01 00
મિઝોરમ 01 01 00

રાજ્યોની સ્થિતિ
મધ્યપ્રદેશ, સંક્રમિતઃ 2387- અહીંયા મંગળવારે કુલ 222 નવા દર્દી મળ્યા હતા. જેમાં ઈન્દોરમાં સેન્ટ્રલ જેલના 19 સંક્રમિત કેદી સામેલ છે. તેમને અસ્થાઈ જેલમાં શિફ્ટ કરવામાં આવશે. અત્યાર સુધી ઈન્દોરમાં 1372, ભોપાલમાં 458 અને ઉજ્જૈનમાં 123 દર્દી મળ્યા છે.

જબલપુરના એક પોલીસ સ્ટેશનમાં જોવા મળતા આ વાહનો લોકડાઉનનું ઉલ્લંઘન કરનારાઓ પાસેથી જપ્ત કરાયા છે.

ઉત્તરપ્રદેશ, સંક્રમિતઃ2053- રાજ્યમાં મંગળવારે 67 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેમાં સૌથી વધારે 17 દર્દી આગરાના હતા. ત્યારબાદ 13 રિપોર્ટ વારાણસીમાં પોઝિટિવ આવ્યા હતા.

આ તસવીર પ્રયાગરાજની છે. લાઈનમાં ઊભેલા આ વિદ્યાર્થી તેમના ઘરે પહોંચવા માટે સાધનની રાહ જોઈ રહ્યા છે. લોકડાઉનના કારણે આ લોકો બીજા રાજ્યમાં ફસાયા હતા.

મહારાષ્ટ્ર, સંક્રમિતઃ 9318- અહીંયા મંગળવારે 728 નવા કેસ સામે આવ્યા હતા. આ સાથે જ રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા વધીને 9,318એ પહોંચી ગઈ છે. જેમાં 5,982 સંક્રમિતો માત્ર મુંબઈના જ છે. રાજ્યમાં કોરોનાના લીધે અત્યાર સુધી 400 લોકોના મોત થયા છે.

મુંબઈમાં પ્રવાસી મજૂરોને મફતમાં જમવાનું વહેંચવામાં આવી રહ્યું છે. લોકડાઉનના કારણે આ લોકોની રોજગારી છીનવાઈ છે.

રાજસ્થાન, સંક્રમિતઃ2383- અહીંયા બુધવારે 19 નવા કેસ સામે આવ્યા છે. જેમાંથી અજમેરમાં 11 જયપુરમાં 5, જ્યારે ઉદયપુર, બાંસવાડા અને જોધપુરમાં 1-1 દર્દી મળી આવ્યા છે.

બિહાર, સંક્રમિતઃ366- અહીંયા મંગળવારે સંક્રમણના 20 નવા કેસ સામે આવ્યા હતા. જેમાંથી ગોપાલગંજમાં 6, કૈમૂર ભવુઆમાં 4, જહાનાબાદમાં 3, મુંગેરમાં 2 , જ્યારે બક્સર, બાંકા, સીતામઢી, શેખપરા અને અરરિયામાં 1-1 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Corona in India Live News And Updates Of 29 April

Related posts

ગંગોત્રીના દર્શન માટે દેવસ્થાનમ્ બોર્ડનું રજિસ્ટ્રેશન શરૂ, સમિતિને ભક્તોને મંદિરની અંદર જઇ દર્શન કરાવવાની મંજૂરી નથી

Amreli Live

કેન્દ્રએ ગુજરાતના 9 જિલ્લા રેડ ઝોનમાં, 19 ઓરેન્જ અને 5 જિલ્લા ગ્રીન ઝોનમાં રાખ્યા,, ત્રીજી મે પછી રેડ સિવાયના ઝોનમાં છૂટછાટ મળી શકે

Amreli Live

મે મહિનામાં વૈશ્વિક અર્થતંત્રના GDPમાં ઘટાડાનો દર 2.3 ટકા રહેવાનો અંદાજ,એપ્રિલમાં GDP 4.8 ટકા ગગડ્યો હતો

Amreli Live

એક સમયે ભીડથી ધમધમતું અમદાવાદ બન્યું સુમસામ, આ 11 લાઈવ તસવીરો બતાવે છે હાલની પરિસ્થિતિ

Amreli Live

લોકડાઉનમાં જે ગાડીઓનો ઉપયોગ કરીને વાધવાન પરિવાર મહાબળેશ્વર પહોંચ્યો, તે ગાડીઓને સીઝ કરવાનો EDએ આદેશ કર્યો

Amreli Live

અમદાવાદ અને આણંદ સિવાય એકપણ જિલ્લામાં નવો કેસ નહીં, આજે એકનું મોત, કુલ દર્દી 493 થયા

Amreli Live

રશિયામાં એક દિવસમાં 10 હજારથી વધારે કેસ નોંધાયા; સિંગાપોરમાં પોઝિટિવ કેસ 18 હજાર પાર

Amreli Live

બપોરે 1.50 વાગ્યે ખેંચવામાં આવ્યો જગન્નાથનો રથ, આ પહેલા બલભદ્રનો તાલધ્વજ અને સુભદ્રાજીના રથ દેવદલનને ખેંચવામાં આવ્યો

Amreli Live

ગોંડલમાં એક જ પરિવારના 4 સભ્યનો અને જૂનાગઢ જિલ્લામાં 4 કેસ પોઝિટિવ નોંધાયા

Amreli Live

બોપલમાં વધુ બે કેસ પોઝિટિવ, અમદાવાદ જિલ્લામાં અત્યારસુધી કુલ કેસ 42 થયાં

Amreli Live

અત્યાર સુધી 6910 કેસ, 242 મોતઃ ઓરિસ્સા બાદ પંજાબે પણ લોકડાઉન 1 મે સુધી લંબાવવાનો નિર્ણય કર્યો; 10 દિવસમાં 70% કેસ વધ્યા

Amreli Live

અત્યાર સુધી 2 હજાર 542 કેસ, વર્લ્ડ બેંકે ભારત માટે રૂ. 7600 કરોડના ઇમર્જન્સી ફંડને મંજૂરી આપી, સ્ક્રિનિંગ અને આઇસોલેશન વોર્ડ બનાવવા મદદ મળશે

Amreli Live

રાજ્યમાં ટેસ્ટમાં વધારો કરવામાં આવ્યો છે, અત્યારે 3 હજારની આસપાસ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યાં છેઃ જયંતિ રવિ

Amreli Live

મહારાષ્ટ્રમાં આજે સૌથી વધુ 3752 કેસ નોંધાયા, દેશમાં અત્યારસુધી 3.77 લાખ કેસ

Amreli Live

સરકારનો નિર્ણય- કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને 1 જાન્યુઆરી, 2020થી જુલાઈ 2021 સુધી મોંઘવારી ભથ્થું નહીં મળે

Amreli Live

અત્યાર સુધી 6829 કેસ, 236 મોતઃ કોરોનાથી આસામમાં પહેલું મોત, આંધ્રપ્રદેશમાં પણ બે લોકોના મોત

Amreli Live

વડાપ્રધાન મોદીએ ઈ-સ્વરાજ પોર્ટલ અને ઈ-ગ્રામ સ્વરાજ એપ લોન્ચ કરી, કહ્યું- આપણે આત્મનિર્ભર બનવું જ પડશે

Amreli Live

સુરતની અભિનેત્રીને ઇરફાને કહેલું, મને લોચો ખાવાની ઇચ્છા છે હું એક દિવસ સુરત ચોક્કસ આવીશ

Amreli Live

કોરોના વાઈરસના આજે વધુ 10 કેસ નોંધાયા, પોઝિટિવ કેસની સંખ્યા વધીને 207 ઉપર પહોંચી

Amreli Live

સરકાર એલર્ટઃ ઇમરાન ખેડાવાલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા CM વિજય રૂપાણીએ તમામ બેઠકો મુલતવી રાખી

Amreli Live

રાજ્યના 151 તાલુકામાં વરસાદ, સૌથી વધુ દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા તાલુકામાં 6 ઈંચ વરસાદ, ગીર-સોમનાથના સુત્રાપાડામાં 4 ઇંચ

Amreli Live