30.8 C
Amreli
09/08/2020
મસ્તીની મોજ

3000mAh બેટરી વાળા સ્માર્ટફોનને 5 વખત ચાર્જ કરી શકે છે આ 10 પાવરબેન્ક, ફક્ત આટલી ઓછી છે આની કિંમત.

આ 10 પાવરબેન્ક તમારા સ્માર્ટફોનને 5 વખત ચાર્જ કરવાની ક્ષમતા રાખે છે, જાણો તેમની કિંમત સાથે બીજી જાણકારી

લાંબી મુસાફરી ઉપર જઈ રહ્યા છો અથવા તો ઘરે પાવર કાપની વધુ સમસ્યા રહે છે, તો ફોન, ટેબ્લેટ, બેંક અથવા સ્માર્ટવોચનો બેકઅપ જાળવવા માટે એક સારી પાવર બેંક હોવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. બજારમાં હાલના સમયમાં ઘણી કંપનીઓની પાવરબેંક મળે છે, તેમાંથી કોઈ એકની પસંદગી કરવી મુશ્કેલ છે. આવી સ્થિતિમાં અમે 20000mAhની બેટરી ક્ષમતાવાળી 10 આવી પાવરબેંક્સનું લીસ્ટ તૈયાર કર્યું છે, જે બે હજારથી ઓછામાં સત્તાવાર અથવા ઇ-કોમર્સ સાઇટ ઉપર ઉપલબ્ધ થશે.

1. રેડમી 20000mAh પાવરબેંકની કિંમત 1599 રૂપિયા

જેમ કે નામ ઉપરથી ખબર પડી જાય છે કે પાવરબેંકમાં 20000mAh બેટરી ક્ષમતા મળે છે. સત્તાવાર સાઇટ ઉપર તે સફેદ અને બ્લેક કલર વિકલ્પો સાથે 1599 રૂપિયાની કિંમતમાં ઉપલબ્ધ છે. તે 18 વોટ ફાસ્ટ ચાર્જીંગ સપોર્ટ સાથે આવે છે.

કંપનીનો દાવો છે કે તે બેસ્ટ-ઇન-ક્લાસ સર્કિટ ચિપ પ્રોટેક્શન સાથે આવે છે. તેમાં બે ઇનપુટ પોર્ટ (ટાઇપ-સી, માઇક્રો યુએસબી) અને બે આઉટપુટ પોર્ટ મળે છે. ઓછા-પાવર ડીવાઈસ જેવા તે બ્લૂટૂથ હેડસેટ અને બેંડને ચાર્જ કરવા માટે લો પાવર ચાર્જીંગ મોડ પ્રદાન કરે છે. તે 4000mAh બેટરીવાળા સ્માર્ટફોનને 3.5 કલાકમાં ફૂલ ચાર્જ કરે છે.

2. Mi પાવર બેંક 2I (બ્લેક) કિંમત: 1599 રૂપિયા

તે પણ શાઓમીનું જ ઉત્પાદન છે પરંતુ તે Mi બ્રાન્ડ હેઠળ લોન્ચ કરવામાં આવ્યું છે. તેમાં પણ 20000mAh બેટરી ક્ષમતા અને 18W ઝડપી ચાર્જિંગ સપોર્ટ પણ મળે છે. સત્તાવાર વેબસાઇટ ઉપર તે 1599 રૂપિયામાં માત્ર બ્લેક કલરના વિકલ્પમાં ઉપલબ્ધ છે. લો-પાવર ચાર્જીંગ મોડ મળી જાય છે. તેમાં બે આઉટપુટ પોર્ટ અને સિંગલ ઇનપુટ પોર્ટ મળે છે. ઝડપી ચાર્જિંગ સપોર્ટને કારણે તે 4000mAh બેટરીવાળા સ્માર્ટફોન 3 કલાકમાં ફૂલ ચાર્જ કરી શકાય છે.

3. જિયોની PB20K1D કિંમત: 1399 રૂપિયા

જિયોનીની આ પાવર બેંક 20000mAh બેટરી ક્ષમતા અને 15 વોટ ચાર્જિંગ સપોર્ટ સાથે આવે છે. ફ્લિપકાર્ટ ઉપર તે 1399 રૂપિયામાં ઉપલબ્ધ છે. તેમાં બે ઈનપુટ પોર્ટ છે, જેમાં માઈક્રો યુએસબી પોર્ટ અને આઉટપુટ પોર્ટ તરીકે તેમાં બે યુએસબી-એ અને યુએસબી-સી પોર્ટ મળે છે. આ ટુ-વે ઝડપી ચાર્જિંગ ક્ષમતાથી સજ્જ છે. તે મલ્ટી લેવલ ઇન્ટેલિજન્ટ પ્રોટેક્ટીવ સર્કિટ અને શોર્ટ સર્કિટ પ્રોટેક્શનથી સજ્જ છે.

4. iBall IB-20000LP કિંમત: 1599 રૂપિયા

આઈબોલની આ પાવરબેંકમાં 20000mAhની બેટરી ક્ષમતા મળે છે. ફ્લિપકાર્ટથી તે 1599 રૂપિયામાં ખરીદી શકાય છે. તેમાં 12 વોટનો ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ પણ છે. પાવરબેંક પાસે બે આઉટપુટ (યુએસબી-એ) પોર્ટ મળે છે જ્યારે ઈનપુટ પોર્ટ તરીકે તેમાં માઇક્રો યુએસબી અને ટાઇમ-સી પોર્ટ મળે છે. તેમાં ઈંટેલીજેંટ સલામતી મલ્ટિ-પ્રોટેક્શન અને ઘણા સેન્સર લાગેલા છે, જે તેનું રક્ષણ કરે છે. તેને ફૂલ ચાર્જ કરવામાં 11 કલાકનો સમય લાગે છે.

5. એમબ્રેન PP -20 20000 કિંમત: રૂપિયા 1299

20000mAh ક્ષમતાવાળી આ પાવરબેંક લિથિયમ-પોલિમર બેટરીથી સજ્જ છે. 385 ગ્રામ વજનવાળી આ પાવરબેંકને ફૂલ ચાર્જ કરવામાં લગભગ 12 થી 15 કલાકનો સમય લાગે છે. ત્યાર પછી, પાવરબેંકથી ફોન, ટેબ્લેટ સરળતાથી ચાર્જ કરી શકાય છે. તેમાં ઇનપુટ પોર્ટ તરીકે માઇક્રો યુએસબી અને ટાઇપ-સી પોર્ટ જ્યારે આઉટપુટ માટે ડ્યુઅલ યુએસબી પોર્ટ મળે છે.

6. સિસ્કા પાવર પ્રો 200 કિંમત: 1399 રૂપિયા

સિસ્કાની આ પાવર બેંક 20000mAh બેટરી ક્ષમતા અને 10 વોટ ચાર્જિંગ સપોર્ટ મળે છે. તે ફ્લિપકાર્ટમાં 1399 રૂપિયામાં ખરીદી શકાય છે, જો કે તે સત્તાવાર સાઇટ ઉપર 1799 રૂપિયામાં મળે છે. તેને આઇસી પ્રોટેક્શન મળે છે, જે તેને ઓવર-ચાર્જિંગ, ઓવર-ડિસ્ચાર્જિંગ અને શોર્ટ સર્કિટ્સથી સુરક્ષિત રાખે છે. તેમાં પણ બે ઇનપુટ પોર્ટ (માઇક્રો યુએસબી અને ટાઇપ-સી) મળે છે જ્યારે આઉટપુટ માટે બે યુએસબી પોર્ટ પૂરા પાડવામાં આવે છે.

7. ઇંટેક્સ IT-PB20K POLY કિંમત : 1565 રૂપિયા

ઇન્ટેક્સની આ પાવર બેંકમાં 20000mAh બેટરી ક્ષમતા અને 10 વોટ ચાર્જિંગ સપોર્ટ મળી જાય છે. ફ્લિપકાર્ટ ઉપર તે 1565 રૂપિયાની કિંમત સાથે વેચવા માટે ઉપલબ્ધ છે. તેમાં ફક્ત એક ઇનપુટ પોર્ટ (માઇક્રો યુએસબી) અને બે આઉટપુટ પોર્ટ મળે છે. તે તાપમાન પ્રતિકાર, રેજીસ્ટંટ, ઓવરચાર્જ-ઓવરડિસ્ચાર્જ, ઓવર વોલ્ટેજ અને શોર્ટ સર્કિટ પ્રોટેક્શન સહીત ઘણા પ્રકારના પ્રોટેક્શન મળી જાય છે.

8. પોર્ટોનિક્સ પાવર બોક્સ 20K ભાવ: 1499 રૂપિયા

326 ગ્રામ વજનવાળી આ પાવરબેંકમાં 20000mAh બેટરી છે. તે ફ્લિપકાર્ટ ઉપરથી 1499 રૂપિયામાં ખરીદી શકાય છે. તે 100% ચાર્જ થવામાં 11 કલાકનો સમય લાગે છે. તેમાં ફક્ત એક માઇક્રો યુએસબી ઇનપુટ પોર્ટ છે અને સિંગલ યુએસબી આઉટપુટ મળે છે. કંપનીનો દાવો છે કે તેમાં 6 લેવલ પ્રોટેક્શન મળે છે, જે તેને શોર્ટ સર્કિટ, કરન્ટ અને વોલ્ટેજ ઓવરલોડ અને ઓવરહિટીંગથી સુરક્ષિત રાખે છે.

9. એનર્જાઇઝર UE20003C કિંમત: 1799 રૂપિયા

ફ્લીપકાર્ટ ઉપર એનર્જાઇઝરની 20000mAh બેટરી ક્ષમતાવાળી આ પાવરબેંક 1799 રૂપિયામાં ઉપલબ્ધ છે. તેમાં ઉપરની તરફ એક એલઇડી ડિસ્પ્લે મળે છે. તેમાં એક માઇક્રો યુએસબી આઉટપુટ પોર્ટ, યુએસબી ટાઇપ-સી ઇનપુટ / આઉટપુટ પોર્ટ અને એક યુએસબી આઉટપુટ પોર્ટ મળે છે. કંપનીનો દાવો છે કે ફુલ ચાર્જમાં પાવરબેંક આઇફોન X 6 વખત, આઇફોન X મેક્સ 4.6 વખત અને સેમસંગ S8 / S9 ને 4 થી 5 વખત ચાર્જ કરવાની ક્ષમતા છે.

10. ફિલિપ્સ DLP 1720 કિંમત: 1499 રૂપિયા

ફિલિપ્સની 20000mAh બેટરી ક્ષમતા વાળી આ પાવરબેંક ફ્લિપકાર્ટ ઉપર 1499 રૂપિયામાં ઉપલબ્ધ છે. તેમાં 10 વોટનો ચાર્જિંગ સપોર્ટ મળે છે. 421 ગ્રામ વજન વાળી આ પાવરબેંકમાં લિથિયમ પોલિમર બેટરી છે. કંપનીનો દાવો છે કે ફૂલ ચાર્જ થવામાં તે આઇફોન 8 પ્લસ, આઇફોન એક્સ, સેમસંગ S9 જેવા ફોન ઘણી વખત ચાર્જ કરી શકે છે. તે ઓવર હીટ અને ઓવર વોલ્ટેજ સંરક્ષણ મળે છે. તેમાં બે આઉટપુટ પોર્ટ મળે છે.

આ માહિતી મનીભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

સાચુકલી જિંદગીમાં ભૂતોનો સામનો કરી ચુક્યા છે આ સ્ટાર, વિકી કૌશલ સાથે થઈ હતી આ બિહામણી ઘટના.

Amreli Live

સુશાંતની છેલ્લી ફિલ્મ દિલ બેચારાએ IMDB પર બનાવ્યો જબરજસ્ત રેકોર્ડ, ટ્વીટર પર ભાવુક થયા ફેન્સ

Amreli Live

આવી રીતે શૂટ થયો હતો સુગ્રીવ-રાવણના યુદ્ધનો સીન, પડદાની પાછળનો વૃતાંત જાણવા જેવો

Amreli Live

વૃષભ રાશિના લોકોને થશે ધન લાભ, જાણો બાકીની રાશિઓની સ્થિતિ કેવી રહેશે

Amreli Live

મળો ચંદના હિરનને, જેમની પિટિશન આપ્યા પછી ‘Fair & Lovely’ ક્રીમને બદલવું પડ્યું પોતાનું નામ

Amreli Live

મંગળવારે બની રહ્યા છે યોગ, આ 6 રાશિના લોકોના ચમકશે ભાગ્યના તારા

Amreli Live

વાંચો : દેશના સૌથી જુના ફાઈટર પાઇલટની વાત, 100 વર્ષની ઉંમરમાં પણ જુસ્સાથી ભરપૂર છે.

Amreli Live

એક દેશ, એક રાશન કાર્ડ યોજનામાં જોડાયા આ 4 નવા નિયમ, જાણો તેના વિષે સંપૂર્ણ જાણકારી

Amreli Live

ગુરુવારે આ 6 રાશિવાળા જીતશે કિસ્મતની બાજી, બની રહ્યા છે પ્રબળ યોગ

Amreli Live

મહિનાનો પહેલો દિવસ બધી 12 રાશિઓ માટે કેવો રહેશે, વાંચો દૈનિક રાશિફળ

Amreli Live

આજે હરિયાળી ત્રીજના દિવસે આ 3 રાશિવાળા પર નસીબ રહેશે મહેરબાન, થશે માલામાલ

Amreli Live

Jio એ લોન્ચ કર્યો 222 રૂપિયાનો નવો પ્લાન, Disney+Hotstar VIP નું વાર્ષિક સબ્સ્ક્રિપ્સનની સાથે મળશે 15 જીબી ડેટા

Amreli Live

ક્યારેક ઘણા અમીર હતા આ 10 સ્ટાર, પણ નસીબે રોડ પર લાવી દીધા, નંબર 6 એ તો રસ્તા પર ભીખ પણ માંગી.

Amreli Live

દાંતમાં સડો અને દુઃખાવાથી છુટકારો મેળવવો છે, તો અજમાવો આ સરળ ઘરેલુ ઉપાય.

Amreli Live

સારી ઈન્ટરનેટ સ્પીડ અને સુરક્ષિત વાઈફાઈ માટે આ ટિપ્સ અજમાવો

Amreli Live

ટ્રેનમાં મુસાફરી કરવી થશે મોંઘી, પ્રાઇવેટ કંપનીઓ જેટલું લેવું હોય એટલું લઇ શકે છે ભાડું

Amreli Live

દૂધડેરી ઉપર 7000 રૂપિયા એક લિટરના ભાવે મળશે ગધેડીનું દૂધ, દૂધના ફાયદા છે અઢળક.

Amreli Live

માઇક્રોમેક્સ, લાવા, કાર્બન, ઇન્ટેક્સ જેવી ઇન્ડિયન બ્રાન્ડ્સ વાપસી માટે તૈયાર, ચીની પ્રોડક્ટ્સ વિરોધમાં ફાયદો મળવાની આશા

Amreli Live

રક્ષાક્ષેત્ર માટે મેગા પ્લાન, 2025 સુધી નિકાસ 35 હજાર કરોડ કરવાનું લક્ષ્ય

Amreli Live

રાજસ્થાનની IAS અધિકારીનો દેશી લુક થઈ રહ્યો છે વાયરલ, સોશિયલ મીડિયા પર બની સેલિબ્રિટી

Amreli Live

નવેમ્બર સુધી મળશે મફત રાશન, ગોબચારી જ્યાં થશે ત્યાં કડક કાર્યવાહી, ટોલ ફ્રી નંબર પર કરો ફરિયાદ

Amreli Live