30.6 C
Amreli
27/11/2020
મસ્તીની મોજ

300 વર્ષ જૂનું દુનિયાનું એકમાત્ર યમરાજ મંદિર, કાળી ચૌદશ પર થાય છે વિશેષ પૂજા-અર્ચના.

જાણો કાળી ચૌદશ પર કેમ કરવામાં આવે છે યમરાજની પૂજા, જાણો તેની સાથે જોડાયેલી પૌરાણિક કથા.  જેવું જ કોઈ વ્યક્તિ યમરાજનું નામ સાંભળે છે તો તેમના હાડકા જકડાઈ જાય છે. પણ જણાવી દઈએ કે, કાળી ચૌદશ પર તેજ યમરાજની પૂજા કરવામાં આવે છે જેમનાથી દરેક જીવ ડરે છે. કાળી ચૌદશને ઘણી જગ્યાઓ પર નરક ચૌદશ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને માન્યતાઓ અનુસાર આ દિવસે યમરાજની પૂજા કરવામાં આવે છે, જેથી ઉંમરના અંતિમ સમયમાં માણસને કષ્ટ ન થાય. આખી દુનિયામાં યમરાજનું એકમાત્ર મંદિર ગ્વાલિયરમાં બનેલું છે. જ્યાં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે.

દુનિયાનું એકમાત્ર મંદિર – આ મંદિર દેશ અને દુનિયામાં યમરાજનું એકમાત્ર મંદિર હોવાને કારણે આખા દેશમાં શ્રદ્ધા અને આસ્થાનું કેંદ્ર માનવામાં આવે છે. કાળી ચૌદશના દિવસે અહીં આખા દેશમાંથી શ્રદ્ધાળુઓ આવે છે. આ મંદિરના પૂજારી જણાવે છે કે, લોકો એટલા માટે યમરાજની પૂજા કરે છે જેથી યમરાજ તેમને અંતિમ સમયમાં કષ્ટ ન આપે.

સિંધિયા રાજવંશે કરાવ્યું હતું મંદિરનું નિર્માણ : ગ્વાલિયર શહેરની વચ્ચે ફુલબાગ પર બનેલા માર્કંડેશ્વર મંદિરની અંદર જ યમરાજનું આ મંદિર બનેલું છે. યમરાજના આ મંદિરની સ્થાપના સિંધિયા વંશના રાજાઓએ લગભગ 300 વર્ષ પહેલા કરાવી હતી.

યમરાજની પૂજાથી મળે છે લાભ : કાળી ચૌદશના દિવસે યમરાજની પૂજાનો વિશેષ લાભ મળે છે. સાંજના સમયે ઘરના દ્વાર પર, મંદિર, દેવવૃક્ષ અને સરોવરના કિનારે દીવો પ્રગટાવવામાં આવે છે. તેરસના દિવસથી 3 દિવસ સુધી દીવો પ્રગટાવવાથી યમરાજ પ્રસન્ન થાય છે. કહેવામાં આવે છે કે એવું કરવાથી અંતકાળમાં વ્યક્તિને યમ યાતનાનો ભય નથી રહેતો. દીપદાનથી યમરાજની પૂજા કરવા પર નરકનો ભય પરેશાન નથી કરતો. એજ કારણ છે કે કાળી ચૌદશના દિવસે તેમની પૂજા કરવામાં આવે છે.

યમરાજની પૂજાની પૌરાણિક કથા : કાળી ચૌદશ પર યમરાજની પૂજા અર્ચના કરવાને લઈને પૌરાણિક કથા છે. જણાવવામાં આવે છે કે, યમરાજે ભગવાન શિવની તપસ્યા કરી હતી. જેનાથી પ્રસન્ન થઈને ભગવાન શિવે યમરાજને વરદાન આપ્યું હતું કે, આજથી તમે અમારા ગણ માનવામાં આવશો અને દિવાળીના એક દિવસ પહેલા નરક ચૌદશ પર તમારી પૂજા કરવામાં આવશે. જે તમારી પૂજા અર્ચના અને અભિષેક કરશે તેને જયારે સંસાર કર્મથી મુક્તિ મળશે, ત્યારે તે માણસની આત્માએ ઓછામાં ઓછી યાતનાઓ સહન કરવી પડશે. ત્યારથી આ દિવસે યમરાજની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે.

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

આજનો દિવસ આ રાશિઓ માટે છે શુભ, રહેશે ગણેશજીની કૃપા, ધન પ્રાપ્તિ થશે.

Amreli Live

કુંભ રાશિના લોકોને આજે મળશે આર્થિક લાભ, જાણો અન્ય રાશિઓની સ્થિતિ, વાંચો રાશિફળ

Amreli Live

અવકાશ માંથી પાછા આવતા રશિયાના 3 અવકાશ યાત્રીનું મૃત્યુ થયું એક કેપ્સુલમાં.

Amreli Live

સૂકી ત્વચા માટે પપૈયું-મધથી બનેલ ફેસ પેક, વધતી ઉંમરની અસર ઘટાડવા માટે આ રીતે કરો ઉપયોગ.

Amreli Live

જોમેટો ડિલિવરી બોયે બનાવી દીધી ઇલેક્ટ્રિક-સોલર સાઇકલ, તેનાથી જ કરતા હતા ઇકો-ફ્રેન્ડલી ડિલિવરી

Amreli Live

આવી રીતે શૂટ થયો હતો સુગ્રીવ-રાવણના યુદ્ધનો સીન, પડદાની પાછળનો વૃતાંત જાણવા જેવો

Amreli Live

ગરુડને થઈ હતી શ્રીરામજીના ભગવાન હોવાની શંકા, ત્યારે કાકભુશુંડિએ તેમને સંભળાવી હતી આ વાત

Amreli Live

મજેદાર જોક્સ : ટીચર : 1 થી 10 સુધી ગણતરી બોલ, સંતા : 1,2,3,4,5,7,8,9,10…

Amreli Live

લાખોની નોકરી છોડી 3 મિત્રોએ બનાવી ટ્રેકિંગ કંપની, વાર્ષિક ટર્નઓવર થઈ ગયું 1 કરોડ.

Amreli Live

જો હજુ પણ તમે તમારી ગાડીમાં હાઈ સિક્યોરીટી નંબર પ્લેટ લાગી નથી, તો મોટા દંડ માટે થઇ જાવ તૈયાર

Amreli Live

નસીબ જો ખરાબ હોય તો શ્રાવણમાં આ કોઈપણ એક શિવલિંગ લાવો ઘરે અને દરિદ્રતા થશે દૂર.

Amreli Live

ના જોઈતા તલ અને મસાથી છુટકારો મેળવવા માટે અપનાવો આ ઘરેલુ નુસખા.

Amreli Live

બદલાઈ જશે સામાનના ખરીદ-વેચાણની રીત, સરકારે લાગુ કર્યો આ નિયમ.

Amreli Live

આ સંકેતોથી ઓળખો કે તમને તમારો સાચો સાથી મળી ગયો છે.

Amreli Live

કન્યા પૂજનમાં જો કન્યાઓને આપશો આ 6 વસ્તુઓ, તો પ્રસન્ન થઇ જશે માં દુર્ગા.

Amreli Live

રોયલ લાઈફ જીવે છે મુકેશની અંબાણીની લાડકી દીકરી ઈશા અંબાણી, જાણો તેની કમાણી કેટલી છે.

Amreli Live

રસોડામાં છુપાયેલી આ વસ્તુઓથી જ અટકી જશે, તમારી વધતી ઉંમર.

Amreli Live

ઈ.સ 1462 પછી રક્ષાબંધનના દિવસે બની રહ્યો છે દુલર્ભ સંયોગ, રાખો આ વાતોનું ધ્યાન.

Amreli Live

અધિક માસમાં 15 તિથિઓ શુભ, ખરીદી અને ધાર્મિક અનુષ્ઠાન કરવું ફળદાયક

Amreli Live

ધનતેરસના દિવસે પ્રગટાવવામાં આવે છે યમરાજ માટે દીવો, વાંચો તેની સાથે જોડાયેલ કથા.

Amreli Live

પરીક્ષામાં સારા માર્ક્સ અપાવી શકે છે જ્યોતિષ-વાસ્તુના આ ઉપાય.

Amreli Live