26.8 C
Amreli
19/09/2020
bhaskar-news

30.76 લાખ કેસ 2.11 લાખ મોત: ચીનમાં મહામારીના બીજા રાઉન્ડના ડરથી જીમ અને સ્વિમિંગપૂલ ફરી બંધ



વિશ્વભરમાં કોરોનાના30.76લાખ કેસ નોંધાય ચૂક્યા છે. અત્યાર સુધીમાં 2 લાખ 11 હજાર 607 લોકોએ જીવ ગુમાવ્યા છે. 9.22 લાખ લોકોને સારવાર પછી રજા આપવામાં આવી છે.ચીનમાં કોરોના મહામારીના બીજા રાઉન્ડના ડરથી જીમ અને સ્વિમિંગપૂલ ફરી બંધ કરી દેવાયા છે. ચીનમાં જીમ જાન્યુઆરીમાં બંધ કરાયા હતા, પરંતુ છેલ્લા સપ્તાહમાં ધીમે ધીમે ખૂલવા લાગ્યા હતા.

આર્જેન્ટિનાએ 1 સપ્ટેમ્બર સુધી કોમર્શિયલ ફ્લાઈટ્સ ઉપર બેન મૂક્યો
ન્યૂયોર્ક ટાઈમ્સ મુજબ આર્જેન્ટિનાએ તમામ કોમર્શિયલ ફ્લાઈટ્સની ટિકિટોના વેચાણ ઉપર સપ્ટેમ્બર સુધી પ્રતિબંધ મૂકી દીધો છે. માર્ચ મહિનામાંજ દેશની સરહદ બંધ કરી દેવાઈ છે. સિંગાપોરમાં કોરોના મહામારી બીજા તબક્કામાં પહોંચી ગઈ છે. અહીં પોઝિટિવ કેસ 14 હજાર 951 પહોંચી ગયા છે અહીં 14 લોકોના મોત થયા છે. ઈઝરાયલમાં ત્રણ મેથી સ્કૂલો ખૂલશે. ચીન કરતા રશિયામાં પોઝિટિવ કેસ વધી ગયા છે.

બ્યુનસ આયર્સમાં જોર્જ ન્યૂબેરી આંતરાષ્ટ્રીય એરપોર્ટ.

અમેરિકામાં પોઝિટિવ કેસનો આંકડો 10 લાખને પાર
અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં 1303 લોકોએ જીવ ગુમાવ્યા છે. અહીં અત્યાર સુધીમાં મૃત્યુઆંક 56 હજાર 803 થઈ ગયો છે, જ્યારે કુલ પોઝિટિવ કેસ 10 લાખ 10 હજાર 507 નોંધાયા છે. અમેરિકામાં 57 લાખ લોકોએ કોરોના ટેસ્ટ કરાવ્યો છે.
ટ્રમ્પે કહ્યુ કે અમે ચીનથી ખુશ નથી
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે અમે ચીનથી ખુશ નથી. ચીન કોરોનાને વિશ્વમાં ફેલાતો પહેલા જ રોકી શક્યું હોત. તેઓ ચીન પાસેથી નુકસાન માંગી શકે છે. જર્મનીએ ચીન પાસે જેટલી રકમ માંગી છે તેનાથી વધારે અમે માગી શકીએ છીએ.તેમણે કહ્યું છે કે મહામારીને લઈને ચીન ઉપર ગંભીર તપાસ કરી રહ્યા છીએ, જો દોષી સાબિત થશે તો દંડ પણ થશે.

આ તસવીર અમેરિકાના ન્યૂયોર્ક શહેરની છે. અહીં 11 હજારથી વધારે લોકોએ જીવ ગુમાવ્યા છે.

WHOનું ફંડિંગ રોકવાના ટ્રમ્પના નિર્ણયની તપાસ શરૂ
અમેરિકન કોંગ્રેસની સમિતિએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વિશ્વ આરોગ્ય સંસ્થા(WHO)ના ફંડિંગને રોકવાના નિર્ણયની તપાસ શરૂ કરી છે. કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ ઈલિયોટ એન્જલે વિદેશ મંત્રાલય પાસેથી આ નિર્ણય સંબંધમાં જરૂરી સૂચના અને દસ્તાવેજો ચાર મે સુધી સમિતિને આપવાની માંગ કરી છે. કોરોના મહામારીમાં WHOથી ઘણી ભૂલો થઈ હોવાની વાત કહીને અમેરિકાએ ફંડને રોક્યું હતું.

ઈટાલીમાં મૃત્યુઆંક 27 હજાર નજીક

ઈટાલીના પ્રધાનમંત્રી ગિઉસેપ કોંટે કોરોના મહામારીને લઈને પત્રકોરને સંબોધી રહ્યા છે. અહીં ચાર મે પછી લોકડાઉનમાં ઢીલ આપવાની વિચારણા ચાલી રહી છે.

ઈટાલીમાં પોઝિટિવ કેસની સંખ્યા બે લાખની નજીક પહોંચી ગઈ છે. અત્યાર સુધીમાં અહીં 1 લાખ 99 હજાર 414 કેસ નોંધાયા છે, જ્યારે 26 હજાર 977 લોકોએ જીવગુમાવ્યા છે.વિશ્વમાં અમેરિકા પછી સૌથી વધારે મોત અહીં થયા છે. અહીં 24 કલાકમાં 333 લોકોએ જીવ ગુમાવ્યા છે. સોમવારે સંક્રમણના એક હજારથી વધારે કેસ નોંધાયા છે.દેશમાં 3 મે સુધી લોકડાઉન લંબાવાયું છે. જોકે અમુક જરૂરી વસ્તુની દુકાનોને ખોલવાની છૂટ અપાઈ છે. ઈટાલીમાં પ્રથમ કેસ 21 ફેબ્રુઆરીએ સામે આવ્યો હતો.

કયા દેશમાં આજે કોરોનાની શુ સ્થિતિ છે તે જોઈએ

દેશ કેસ

મોત

અમેરિકા 1,010,507 56,803
સ્પેન 229,422 23,521
ઈટાલી 199,414 26,977
ફ્રાન્સ 165,842 23,293
જર્મની 158,758 6,126
બ્રિટન 157,149 21,092
તુર્કી 112,261 2,900
ઈરાન 91,472 5,806
રશિયા 87,147 794
ચીન 82,836 4,633
બ્રાઝીલ 67,446 4,603
કેનેડા 48,500 2,707

બેલ્જિયમ

46,687 7,207
નેધરલેન્ડ 38,245 4,518
ભારત 29,451 939
સ્વિત્ઝરલેન્ડ 29,164 1,665
પેરુ 28,699 782
પોર્ટુગલ 24,027 928
આયર્લેન્ડ 19,648 1,102
સ્વીડન 18,926 2,274
સાઉદી અરબ 18,811 144
ઈઝરાયલ 15,555 204
મેક્સિકો 15,529 1,434
ઓસ્ટ્રિયા 15,274 549
આ તસવીર ફ્રાન્સની રાજધાની પેરિસની છે. અહીં નવા કેસ અને દૈનિક મૃત્યુઆંકમાં ઘટાડો થઈ રહ્યો છે. અહીં 23 હજારથી વધારે લોકોએ જીવ ગુમાવ્યા છે.

ફ્રાન્સમાં 23 હજારથી વધારે મોત
ફ્રાન્સમાં 24 કલાકમાં 437 લોકોના મોત થયા છે અને 3764 નવા કેસ નોંધાયા છે. અહીં મૃત્યુઆંક 23 હજાર 293 થઈ ગયો છે. દેશમાં કુલ કેસ 1 લાખ 65 હજાર 842 નોંધાયા છે. 17 માર્ચથી ફ્રાન્સમાં લોકડાઉન છે.

ઈઝરાયલ: ત્રણ મેથી સ્કૂલો ખુલશે
ઈઝરાયલમાં ત્રમ મેથી તબક્કાવાર સ્કૂલો ખોલવાનો નિર્ણય કરાયો છે. દરેક ઘોરણમાં ઓછા બાળકોને રાખવાનું નક્કી કરાયું છે. આ દરમિયાન સફાઈ અને બાળકો વચ્ચેના અંતર ઉપર વધારે ધ્યાન અપાશે. 24 કલાકમાં અહીં 112 નવા કેસ નોંધાયા છે. દેશમાં સંક્રમણની સંખ્યા વધીને 15 હજાર 555 થઈ ગઈ છે. ઈઝરાયલમાં અત્યાર સુધીમાં 204 લોકોના મોત થયા છે. સોમવારે અહીં 469 લોકોને સારવાર પછી રજા અપાઈ હતી, અત્યાર સુધીમાં કુલ 7200 લોકો સાજા થઈ ગયા છે.

ઈઝરાયલના મેડિકલ સેન્ટરમાં સ્વાસ્થ્ય કર્માચરીઓને જમવાનું આપવામાં આવી રહ્યું છે. અહીં કુલ 15 હજાર 555 કેસ નોંધાયા છે અને 204 લોકોના મોત થયા છે.

સ્પેનમાં કુલ પોઝિટિવ કેસ 2 લાખ 29 હજાર 422 નોંધાયા છે જ્યારે 23 હજાર 521 લોકોએ જીવ ગુમાવ્યા છે.ફ્રાન્સમાં 1 લાખ 65 હજાર 842 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે 23 હજાર 293 લોકોએ જીવ ગુમાવ્યા છે.

જર્મની વાત કરીએ તો અહીં કુલ 1 લાખ 58 હજાર 758 કેસ નોંધાયા છે, તેમાંથી માત્ર 38 હજાર 132 જ એક્ટિવ કેસ છે. અહીં 1 લાખ 14 હજાર 500 લોકોને સારવાર પછી રજા અપાઈ છે. જ્યારે 6126 લોકો મોતને ભેટ્યા છે.
ચીન કરતા રશિયામાં પોઝિટિવ કેસ વધી ગયા

ચીન કરતા રશિયામાં પોઝિટિવ કેસની સંખ્યા વધી ગઈ છે. રશિયામાં કુલ 87 હજાર 147 કેસ નોંધાયા છે. અહીં 794 લોકોએ જીવ ગુમાવ્યો છે. ચીનમાં 82 હજાર 836 કેસ નોંધાયા છે અને 4633 લોકોએ જીવ ગુમાવ્યા છે. આમ કોરોના વાઈરસનું એપી સેન્ટર ગણાતું ચીન કરતા પોઝિટિવ કેસની બાબતમાં નવ દેશ આગળ છે, ચીન 10માં નંબરે આવી ગયું છે.

નોર્વેની રાજધાની ઓસ્લોમાં ઘણા સપ્તાહો પછી સ્કૂલોને ફરી ખોલવામાં આવી છે.

નોર્વેમાં મહામારી નિયંત્રણમાં
નોર્વેનું કહેવું છે કે દેશમાં કોરોના મહામારી નિયંત્રણમાં છે. 26 એપ્રિલે પ્રાથમિક શાળાઓ ખોલી દેવાઈ છે. જોકે સરકારના આ પગલાથી ઘણા માતા-પિતાએ ચિંતા પણ વ્યક્ત કરી છે. એક ક્લાસમાં માત્ર 15 વિદ્યાર્થી જ બેસી શકશે. હેર સલુન પણ ખોલાયા છે. જો કે રમત-ગમત અને સાંસ્કૃતિક કાર્યક્રમો બંધ છે.

બ્રાઝીલના પોર્ટ એલેગ્રેમાં 66 વર્ષના કોરોનાના દર્દીને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા અપાઈ હતી. સ્વાસ્થ્ય કર્મચારીઓએ તાળીઓ વગાડી તેને વિદાય આપી હતી.

સ્ટોરીમાં તમામ દેશની વિગતો અને તસવીરો ઉમેરવામાં આવી રહી છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


ચીન: બેઈજિંગમાં માસ્ક પહેરીને સ્કૂલે જતી વિદ્યાર્થિનીઓ. ચીનના સૌથી પ્રભાવિત શહેર વુહાનમાં છ મેથી સ્કૂલો ખૂલશે.


પત્રકારોને સંબોધી રહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ.

Related posts

આજે સૌની નજર રાજસ્થાન પર, વિધાનસભામાં ગેહલોતની કોન્ફિડન્સ ટેસ્ટ; અટલજીથી આગળ નિકળ્યા PM મોદી, કાલે વધુ એક રેકોર્ડ બનાવશે

Amreli Live

મહાનગરપાલિકાએ કોરોના પોઝિટિવ 12 કેસના નામ સરનામા જાહેર કર્યા

Amreli Live

એર ઇન્ડિયાએ 4 મેથી અમુક ડોમેસ્ટિક, 1 જૂનથી ઇન્ટરનેશનલ ફ્લાઇટ માટે ટિકિટ બુકિંગ શરૂ કર્યું

Amreli Live

આજે નવા 135 કેસ નોંધાયા, 8ના મોત સાથે મૃત્યુઆંક 103 થયો, 35 સાજા થયા, કુલ દર્દી 2407

Amreli Live

દર્દીઓની સંખ્યા 35 હજારને પાર, 1,159ના મૃત્યુ: મહારાષ્ટ્રના હજૂર સાહિબથી આવેલા 185 શ્રદ્ધાળુ પોઝિટિવ, 76 તીર્થયાત્રી અમૃતસરના

Amreli Live

61 વર્ષિય સંજય દત્તને ત્રીજા સ્ટેજનું લંગ કેન્સર, ઈલાજ માટે અમેરિકા જવા રવાના;બપોરે કહ્યું હતુ- ફિલ્મોમાંથી બ્રેક લઉં છું

Amreli Live

સમગ્ર રાજ્ય દીવાઓથી ઝળહળ્યું, વડાપ્રધાનના માતા હિરાબાએ પણ દીવા પ્રગટાવી સમર્થન કર્યું

Amreli Live

સમય છે કાલે સવારે આવજો કહીં ડોક્ટરે કાઢી મુકેલી પ્રસુતાએ રોડ ઉપર પુત્રને જન્મ આપ્યો

Amreli Live

ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ જો બિડેન ડેમોક્રેટિક પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર, ટ્રમ્પને ટક્કર આપશે

Amreli Live

31,625 કેસ, મૃત્યુઆંક-1010: પંજાબમાં બે સપ્તાહ માટે લોકડાઉન વધારાયું, ખાડી દેશોમાં ફસાયેલા લોકોને કાઢવા નૌસેના તૈયાર

Amreli Live

મોડી રાત્રે સુરતમાં વૃદ્ધ, દાહોદ અને બોડેલીમાં એક-એક બાળકીઓના રિપોર્ટ પોઝિટિવ, રાજ્યમાં કુલ 189 દર્દી

Amreli Live

અત્યાર સુધીમાં 7,600 કેસઃ ભારતે હાઈડ્રોક્સિક્લોરોક્વીન દવાની નિકાસને મંજૂરી આપી, પ્રથમ યાદીમાં અમેરિકા સહિત 13 દેશોના નામ સામેલ

Amreli Live

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 193 નવા કેસ, અમદાવાદમાં 14 સહિત 15ના મોત થતા મૃત્યુઆંક 127, કુલ દર્દી 2817

Amreli Live

ગુજરાતમાં લોકડાઉન 5 મે સુધી લંબાઈ શકે છે, ક્વોરન્ટીનના 14 દિવસના 3 તબક્કા બાદ કોરોના સંપૂર્ણ કાબૂમાં આવી શકે છે

Amreli Live

દર્દી વેન્ટીલેટર પર છે એટલે અતિગંભીર હાલતમાં જ છે તેવું નથી, જાણો 5 તબક્કામાં ક્યારે અને કેવી રીતે ઓક્સિજન અપાય છે

Amreli Live

ચામાચીડિયાની 1400 પ્રજાતિ પૈકી 3 હજારથી વધારે કોરોના વાઈરસ સક્રિય, ઈબોલા અને માર્ગબર્ગ પ્રકારનો તાવ પણ તેનાથી ફેલાયો

Amreli Live

નેટફ્લીક્સને લોકડાઉન ફળ્યું, 2020ના પહેલા ત્રણ મહિનામાં નફો બમણો વધીને રૂ. 5434 કરોડ થયો

Amreli Live

37,262 કેસ, મૃત્યુઆંક-1,223: CRPFના વધુ 68 જવાન પોઝિટિવ મળ્યા, પૂર્વ દિલ્હીની બટાલિયનમાં અત્યાર સુધી કુલ 122 સંક્રમિત

Amreli Live

4.65 લાખ કેસઃએક દિવસમાં રેકોર્ડ 16 હજારથી વધુ સંક્રમિત મળ્યા, મુંબઈ કરતાં દિલ્હીમાં વધુ દર્દી

Amreli Live

ફ્રેન્ચ વૈજ્ઞાનિકોનો દાવો- નિકોટીનથી કોરોનાની સારવાર શક્ય, સ્મોકિંગ કરનાર લોકોની સરખામણીએ નોન સ્મોકર્સમાં સંક્રમણનું જોખમ વધારે

Amreli Live

14 હજાર કરોડનું પેકેજ જાહેર, 100 યુનિટ સુધીનું વીજબીલ માફ, વાર્ષિક પ્રોપર્ટી ટેક્સમાં 20%ની છૂટ, 6 મહિના રોડ ટેક્સ માફ

Amreli Live