25.8 C
Amreli
19/09/2020
bhaskar-news

30% દર્દીમાં એક પણ લક્ષણ દેખાયા ન હતા; મોટાભાગના દેશમાં મહામારી ફેલાવા માટે આ કારણ જવાબદાર છેવોશિંગ્ટન/બેઈજીંગ/નવી દિલ્હીઃ વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) દ્વારા ચીનમાં એક અભ્યાસ કરવામાં આવ્યો છે. તેમા કેટલાક આશ્ચર્યજનક તારણ જોવા મળ્યા છે. આ અહેવાલ પ્રમાણે કોરોના સંક્રમણના જેટલા કેસ પણ સામે આવ્યા છે, તેમાંથી 1-3 ટકા કેસ અસિમ્પ્ટોમેટીક છે. એટલે કે દર્દીને કોરોના સંક્રમણ થયાની જાહેરાત અગાઉ કોઈ જ લક્ષણ જોવા મળ્યા ન હતા. સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટે બુધવારે પ્રકાશિત તેના રિપોર્ટમાં આવા દર્દીઓની સંખ્યા 30 ટકા દર્શાવી હતી.

ભારતમાં પણ આ પ્રકારના દર્દી, પણ સત્તાવાર આંકડા જાહેર ન કરાયા
યુએસના સેન્ટર ફોર ડિસિસ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન (સીડીસીપી)ના મતે અમેરિકામાં એવા 20 ટકા કેસ સામે આવ્યા છે. સીએનએન, ફોર્બ્સ અને નેચરમાં પ્રકાશિત અહેવાલ પ્રમાણે સૌથી વધારે જાપાનમાં 30.80 ટકા, ઈટાલીમાં 30 ટકા, ઈરાનમાં 20 ટકા, સ્પેનમાં 27 ટકા અને જર્મનીમાં 18 ટકા પોઝિટિવ કેસ અસિમ્પ્ટોમેટિક છે. આ સંક્રમિતોમાં સૌથી વધારે યુવાન છે.
ભારતમાં આ પ્રકારના અનેક એસેમ્પ્ટોમેટિક કેસ સામે આવી ચુક્યા છે. જોકે, અત્યાર સુધીમાં કેન્દ્ર સરકાર તરફથી આવા આંકડાને લગતી કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી.

યુએસમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 1.5 લાખ પહોંચી છે. અહીં 5 હજાર લોકોના મોત થયા છે

અસિમ્પ્ટોમેટિક કેસમાં લક્ષણ નજર આવતા ત્રણ સપ્તાહ લાગે છે

સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટના અહેવાલ પ્રમાણે હુબેઈ પ્રાંતમાં કોરોનાના 90 હજારથી વધારે કેસ સામે આવ્યા છે. ફેબ્રુઆરીના અંત ભાગમાં તેના આશરે 43 હજાર લોકોમાં કોરોનાના લક્ષણો સામે આવ્યા હતા. આ પૈકી 20 હજાર લોકો પોઝિટિવ આવ્યા હતા. આ લોકોમાં બેથી ત્રણ સપ્તાહમાં લક્ષણ દેખાવાની શરૂઆત થાય છે. તેઓ સંપૂર્ણપણે સ્વસ્થ્ય દેખાઈ રહ્યા હતા અથવા તો મામુલી મુશ્કેલી જણાતી હતી. આ જ કારણથી સંદિગ્ધોને 14 દિવસ સુધી ક્વોરન્ટીન પીરિયડમાં રાખવામાં આવે છે.

સાઉથ કોરિયાએ તમામ શંકાસ્પદ માનીને ટેસ્ટ કર્યાં

સાઉથ કોરિયામાં અત્યાર સુધીમાં 9 હજાર સંક્રમિત જોવા મળ્યા છે. 5 કરોડની વસ્તીવાળા દેશમાં આશરે 4 લાખ ટેસ્ટ થઈ ગયા છે. સાઉથ કોરિયાની સરકારે પણ શંકાસ્પદ માની ટેસ્ટ કર્યા છે. એટલે કે જેમનામાં લક્ષણની તપાસ કરી છે અને જેમની નથી થતી તેમનો પણ સમાવેશ થાય છે. અહેવાલમાં જણાવ્યા પ્રમાણે અહીં 20 ટકા લોકો પોઝિટિવ મળ્યા છે. જેમાં પહેલાથી જ કોઈ લક્ષણ ન હતા. યુએસ, બ્રિટન અને ઈટાલીમાં તો જે લોકોમાં લક્ષણ નથી તેમના ટેસ્ટ કરવામાં આવતા નથી. નિષ્ણાતોએ આ અહેવાલને ટાંકી કહ્યું છે કે તેને લીધે અમેરિકા, ઈટાલી અને બ્રિટન જેવા દેશોમાં કોરોના સંક્રમિતોની સંખ્યા સતત વધી રહી છે.

દક્ષિણ કોરિયામાં તમામ લોકોની તપાસ થઈ રહી છે. સરકારે શંકાસ્પદ માની ટેસ્ટીંગની પ્રક્રિયા શરૂ કરી

શું છે અસિમ્પ્ટોમેટિક?
સામાન્ય રીતે સંક્રમિત વ્યક્તિ બેથી ત્રણ દિવસની અંદર કોવિડ-19ના લક્ષણ દેખાય છે. જેમ કે તાવ આવવો, ફ્લુ થવો, ઠંડી લાગવી, શરીરમાં દુખાવો થવો, શ્વાસ લેવામાં તકલીફ પડવી. ત્રણથી પાંચ દિવસમાં આ લક્ષણ થોડા વધી જાય છે. પાંચથી 10 દિવસમાં મુશ્કેલી પડવા લાગે છે. ન્યુમોનિયાના લક્ષણ દેખાય છે. પણ જે અસિમ્પ્ટોમેટિક એટલે કે લક્ષણ વગર હોય છે તેમા સંક્રમણ થયા બાદ પણ એટલા જલ્દીથી લક્ષણ દેખાતા નથી. તાવ પણ આવતો નથી. જો તાવ આવે છે તો તે પણ ખૂબ જ ઓછો આવે છે. શરદી થતી નથી. આ પ્રકારના લોકોને કોવિડ-19ના લક્ષણ સામે આવતા બેથી ત્રણ સપ્તાહનો સમય લાગે છે.

લક્ષણ વાળા સંક્રમિતોથી વાઈરસ ફેલાવાનુ વધારે જોખમ

રાજીવ ગાંધી સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ, નવી દિલ્હીના ડાયરેક્ટર પ્રો. બીએલ શેરવાલે જણાવ્યું હતું કે કોઈ પણ લક્ષણવાળા સંક્રમિત દર્દીને વધારે જોખમ હોય છે. એટલે કે તેને પોતાને પણ આ અંગે ખબર હોતી નથી તે સંક્રમિત છે. આ સંજોગોમાં તે લોકોને મળતો રહે છે. ઘરમાં આરામથી રહે છે. તેને લીધે અન્ય લોકોમાં પણ સંક્રમણ વ્યાપક પ્રમાણમાં ફેલાય છે. આ પ્રકારના કેસ સૌથી વધારે યુવાનોમાં હોય છે. કારણ કે યુવાનોની ઈમ્યુન સિસ્ટમ વૃદ્ધો અને બાળકોથી સારી હોય છે. માટે જ્યારે વાઈરસ શરીરમાં પ્રવેશ કરે છે ત્યારે ઈમ્યુન તેની સામે લડે છે. તેના લક્ષણ દેખાવામાં સમય લાગે છે.

લક્ષણો વગર સંક્રમિત લોકોમાં વાઈરસ ફેલાવાનું જોખમ છે

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Not a single symptom was seen in 30% of the patients; This is the cause of epidemic outbreaks in most of the country

Related posts

લગાતાર બીજા દિવસે 24 કલાકમાં 25 હજારથી વધુ કેસ નોંધાયા, અત્યાર સુધી 7.94 લાખ લોકો સંક્રમિત

Amreli Live

જૂનમાં પ્રથમ વખત 10 હજારથી વધુ દર્દીને સારું થયું, તમિલનાડુના 4 જીલ્લામાં 19થી 30 જૂન લોકડાઉનનું કડક પાલન થશે

Amreli Live

એક દિવસની પ્રેક્ટિસમાં પહેલી વખત ફ્લાય પાસ્ટ, ઘરની છત પરથી ફાઇટર પ્લેન દેખાશે, એરફોર્સના 12 એરક્રાફ્ટ સામેલ થશે

Amreli Live

રાજ્યમાં કોરોનાના નવા 549 કેસ, 26ના મોત, કુલ કેસ 28 હજારને તો મૃત્યુઆંક 1700ને પાર

Amreli Live

રાજ્યમાં આજે 29 નવા દર્દીઓ નોંધાતા કોરોનાના કુલ 175 દર્દી, ત્રણના મોત સાથે મૃત્યુઆંક 15 પર પહોંચ્યો

Amreli Live

વડાપ્રધાન મોદીએ ઈ-સ્વરાજ પોર્ટલ અને ઈ-ગ્રામ સ્વરાજ એપ લોન્ચ કરી, કહ્યું- આપણે આત્મનિર્ભર બનવું જ પડશે

Amreli Live

આજે 70 કેસો પોઝિટિવ સામે આવ્યા અને તમામ કેસ હોટસ્પોટમાં મળ્યા, 3ને ડિસ્ચાર્જ કરાયા

Amreli Live

24.64 લાખ કેસઃગૃહ પ્રધાન અમિત શાહનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો, તેમણે પોતે જ ટ્વિટ કરીને જાણ કરી

Amreli Live

કોરોના બ્રેકીંગ અપડેટ 28/03/2020 ને બપોર ના 2 વાગ્યા સુધી ની અમરેલી ની સ્થિતિ

Amreli Live

વડોદરામાં વધુ 17, કચ્છમાં 2 પોઝિટિવ કેસ સાથે રાજ્યમાં 24 કલાકમાં 95 કેસ, રાજ્યમાં કોરોનાના કુલ કોરોનાના 281 દર્દી

Amreli Live

કોરોના પોઝિટિવની માહિતી આસપાસના લોકોને મળે એ માટે AMCએ નામ આપવાનું સૌ પ્રથમ શરૂ કર્યું, અચાનક જ બંધ પણ કરી દીધું

Amreli Live

4.11 લાખ કેસઃછેલ્લા 24 કલાકમાં રેકોર્ડ 15898 દર્દી વધ્યા, દિલ્હીમાં 3 દિવસમાં 9 હજારથી વધારે પોઝિટિવ કેસ

Amreli Live

તાઝિકિસ્તાનમાં કોરોનાના પ્રથમવાર એકસાથે 15 કેસ નોંધાયા, બ્રુનેઈમાં છેલ્લા 11 દિવસથી એકપણ કેસ નહીં

Amreli Live

અમદાવાદ-આણંદ સિવાય એકપણ જિલ્લામાં નવો કેસ નહીં, આજે એકનું મોત, કુલ દર્દી 493 અને અત્યાર સુધીમાં 23ના મોત

Amreli Live

2.67 લાખ કેસ, ઉપમુખ્યમંત્રી મનિષ સિસોદિયાએ કહ્યું- દિલ્હીમાં જુલાઈ સુધી 5.5 લાખ કેસ શક્ય, કોમ્યુનિટી ટ્રાન્સમિશન પણ શરૂ

Amreli Live

ફિચે ભારતના GDP વૃદ્ધિ દરનો અંદાજ ઘટાડી 0.8 ટકા કર્યો, અત્યાર સુધીનો આ સૌથી નીચો વૃદ્ધિ દરનો અંદાજ છે

Amreli Live

અમેરિકામાં 24 કલાકમાં 2043ના મોત, ઈટાલીમાં ત્રણ મે સુધી લોકડાઉન વધારાયું; અમેરિકા કરતા ઈટાલીમાં 102 મૃત્યુઆંક વધારે

Amreli Live

શહેરમાં કોરોનાને કારણે થઈ રહેલી માનસિક સમસ્યાઓ માટે હેલ્પલાઈન નંબર 1100 જાહેર, દરેક ટીમમાં એક મહિલા

Amreli Live

અત્યાર સુધી 14192 કેસ-487 મોતઃ ગૃહ મંત્રાલયે કહ્યું- રાજ્ય પોતાને ત્યાં રોહિંગ્યા મુસલમાનોની તપાસ કરે, તે મોટી સંખ્યામાં મરકજમાં સામેલ થયા હતા

Amreli Live

અત્યાર સુધી 6637 કેસ, કુલ મૃત્યુ 223;રૂા.15 હજાર કરોડના ઈમર્જન્સી ફંડને કેન્દ્રની મંજૂરી, દવા- તબીબી સુવિધાઓ પાછળ ખર્ચાશે

Amreli Live

ભાજપે ત્રણ રાજ્યોમાં પ્રમુખો બદલ્યા, દિલ્હીમાં મનોજ તિવારીની જગ્યાએ આદેશ ગુપ્તા, છત્તીસગઢમાં વિષ્ણુદેવ અને મણિપુરમાં ટિકેન્દ્ર સિંહને પ્રમુખ બનાવાયા

Amreli Live