ત્રણ-ત્રણ વખત લગ્ન કર્યા પછી પણ ન મળ્યો સાચો પ્રેમ તો કર્યા ચોથા લગ્ન, આવું છે આ એક્ટ્રેસ નું જીવન. બોલીવુડમાં થોડા થોડા દિવસે સંબંધ બનતા અને બગડતા રહે છે. આમ તો આ બધી વાતો અહીં ઘણી સામાન્ય હોય છે. સંબંધ તૂટ્યા પછી ઇન્ડસ્ટ્રીના લોકો ઘણી સરળતાથી બીજા-ત્રીજા લગ્ન કરી લે છે. બોલીવુડના અમુક સેલિબ્રિટીઓ વચ્ચે તો વિચિત્ર કનેક્શન પણ છે. એવું જ એક કનેક્શન છે બોલીવુડના સિંગર અદનાન સામી અને બોલીવુડ એક્ટર જાવેદ જાફરી વચ્ચે.
હવે તમે વિચારી રહ્યાં હશો કે આ બે જણા ક્યાંયથી પણ એક બીજાના સંબંધી નથી, તો પછી તે બંને વચ્ચે શું કનેક્શન છે? તો તમને જણાવી દઈએ કે, બંને વચ્ચે એક જ સરખા લાઈફ પાર્ટનરવાળું કનેક્શન રહ્યું છે, અને તે કોમન કનેક્શનનું નામ છે જેબા બખ્તિયાર. જી હાં, પાકિસ્તાની એક્ટ્રેસ જેબા બખ્તિયાર એક સમયે આ બંનેની પત્ની રહી ચુકી છે.
જો તમે જેબા બખ્તિયારને નામથી નથી ઓળખી શક્યા, તો જણાવી દઈએ કે આ તે એક્ટ્રેસ છે જે બોલીવુડની ફિલ્મ ‘હિના’ માં ઋષિ કપૂર સાથે દેખાઈ હતી. ફિલ્મમાં એક્ટ્રેસે ‘હિના’ નું પાત્ર ભજવ્યું હતું. જોકે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર તો ફ્લોપ રહી હતી, પણ હિનાની સુંદરતા અને નિર્દોષતાનો જાદુ દર્શકો પર જરૂર ચાલ્યો હતો.
જેબા બખ્તિયારને રાજ કપૂરની શોધ માનવામાં આવે છે. જેબા બોલીવુડની અમુક ફિલ્મો કર્યા પછી અહીંથી ગાયબ થઈ ગઈ. જોકે પાકિસ્તાની ફિલ્મો અને સિરિયલ્સમાં તે આજે પણ એક્ટિવ છે. રાજ કપૂર પોતાની ફિલ્મ ‘હિના’ માટે એક નવો ચહેરો શોધી રહ્યા હતા, અને તેમની આ શોધ જેબા પર જઈને અટકી. વર્ષ 1991 માં રિલીઝ થયેલી આ ફિલ્મે જેબાને રાતોરાત ફેમસ કરી દીધી હતી.
તેમણે પોતાની સુંદરતાથી દરેકનું દિલ જીતી લીધું હતું, પણ અફસોસની વાત એ રહી કે તે ઈન્સ્ટંટ ફેમનો ફાયદો નહિ ઉઠાવી શકી. હિના પછી જેબા બોલીવુડની અમુક ફિલ્મોમાં દેખાઈ, પણ તેમની દરેક ફિલ્મો ફ્લોપ સાબિત થઈ, ત્યાર બાદ તેમણે પાકિસ્તાન પાછા જવાનું નક્કી કરી લીધું.
જેબા ભલે પોતાની પ્રોફેશનલ લાઈફમાં વધારે નામ કમાઈ શકી નહીં, પણ તેમની પર્સનલ લાઈફ ઘણી ચર્ચામાં રહી. તમને જાણીને આશ્ચર્ય થશે કે જેબાએ કુલ ચાર લગ્ન કર્યા છે. તેમણે એક વાર નહિ પણ ઘણી વાર સંબંધ તૂટવાનું દુઃખ સહન કરવું પડ્યું છે.
બોલીવુડમાં આવતા પહેલા જેબાએ સૌથી પહેલા કવેટામાં રહેવાવાળા એક બિઝનેસમેન સલમાન વિલમાની સાથે નિકાહ કર્યા હતા. જોકે આ સંબંધ વધારે સમય સુધી નહિ ચાલ્યો અને બંનેના છૂટાછેડા થઈ ગયા. રિપોર્ટ્સ અનુસાર, પહેલા લગ્ન પછી જેબાની એક દીકરી પણ છે, જે તેમની બહેન સાથે રહે છે.
જેબાના જીવનમાં આવનારા બીજા વ્યક્તિ બોલીવુડ અભિનેતા જાવેદ જાફરી હતા. વર્ષ 1989 માં જેબા અને જાવેદના નિકાહ થયા હતા. જયારે તેમના નિકાહની વાત સામે આવી તો જેબાએ તેને ખોટી વાત ગણાવી હતી, પણ જાવેદે પોતાનું નિકાહનામુ મીડિયાને દેખાડીને સાબિત કરી દીધું હતું કે, તે બંનેના હકીકતમાં નિકાહ થઈ ગયા છે. દુઃખની વાત એ છે કે તેમનો સંબંધ પણ વધારે સમય સુધી નહિ ચાલ્યો અને એક વર્ષની અંદર જ બંનેએ છૂટાછેડા લઇ લીધા.
જેબાના પહેલા અને બીજા લગ્નની જેમ તેમના ત્રીજા લગ્ન પણ નિષ્ફ્ળ રહ્યા. જેબાએ સિંગર અદનાન સામી સાથે ત્રીજા લગ્ન કર્યા હતા. જયારે અદનાન જેબાની સુંદરતા અને ચાર્મિંગ પર્સનાલિટી પર દિલ હારી બેઠા હતા ત્યારે તે ફક્ત 22 વર્ષના હતા. જેબાનું બે વાર છૂટાછેડા લેવું અને અદનાનનું નાની ઉંમરના હોવું, કાંઈ પણ આ સંબંધ વચ્ચે નહિ આવી શક્યું.
વર્ષ 1993 માં જેબા અને અદનાનના લગ્ન થયા અને બીજા જ વર્ષે બંને એક દીકરાના માતા પિતા પણ બન્યા હતા. લગ્નના થોડા વર્ષો પછી બંને વચ્ચે મનમોટપ થવા લાગ્યો. છેવટે બંનેએ આ સંબંદને ખતમ કરવાનું ઉત્તમ સમજ્યું અને છૂટાછેડા લીધા. આ કપલનો અજાન નામનો એક દીકરો છે, જે પોતાની માં જેબા સાથે રહે છે.
મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો જેબાએ ચોથા લગ્ન પાકિસ્તાનમાં રહેતા સોહેલ ખાન લગ્હારી સાથે કર્યા અને તે તેમની સાથે ખુશખુશાલ જીવન જીવી રહી છે.
આ માહિતી ઇન્ડિયા ફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.
Source: gujaratilekh.com