25.4 C
Amreli
14/08/2020
bhaskar-news

24 કલાકમાં રેકોર્ડ 54 હજારથી વધુ દર્દી વધ્યા, 37 હજાર લોકો સ્વસ્થ થયા, 783એ જીવ ગુમાવ્યો, દેશમાં 16.39 લાખ કેસ



દેશમાં કોરોના સંક્રમિતોનો આંકડો ગુરૂવારે 16 લાખને પાર થઈ ગયો છે. અત્યાર સુધી 16 લાખ 39 હજાર 350 લોકો સંક્રમિત થઇ ચુક્યા છે. ગુરૂવારે રેકોર્ડ 54 હજાર 750 દર્દી વધ્યા. આ પહેલા બુધવાર 29 જુલાઇએ 53 હજાર 263 કોરોના સંક્રમિત દર્દી મળ્યા હતાં.

રાહતની વાત એ છે કે તેમાંથી 10 લાખ 59 હજાર 93 લોકો સ્વસ્થ થયા છે. છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ 37 હજાર 425 દર્દીઓ હોસ્પિટલોમાંથી ડિસ્ચાર્જ થયા. આ પહેલા 25 જુલાઇએ સૌથી વધુ 37 હજાર 125 લોકો સ્વસ્થ થયા હતાં. ગુરૂવારે 783 લોકોના મોત થયા. જેની સાથે જ દેશમાં કોરોનાથી મરનારાઓની સંખ્યા 35 હજાર 786 થઇ છે. પુના હવે દેશનું ચોથું એવું શહેર બન્યું છે જ્યાં 2 હજારથી વધુના મોત થયા હોય. પુનામાં અત્યાર સુધીમાં 2028 લોકોના મોત થયા છે. આ પહેલા મુંબઇ, થાણે અને ચેન્નઇમાં 2 હજારથી વધુ કોરોના સંક્રમિતોના મોત થયા હતાં. બેંગાલુરૂમાં મોતનો આંકડો 1009 થયો છે.

અપડેટ્સ

  • મહારાષ્ટ્ર સરકારે કહ્યું કે, રાજ્યમાં હાલ ઈનડોર જિમ અને ફિટનેસ સેન્ટર્સ ખોલવાની મંજૂરી નહીં હોય. 5 ઓગસ્ટથી માત્ર એવા જિમ ખોલવામાં આવશે જે ખુલ્લી જગ્યાઓમાં હોય. અહીંયા આવતા લોકો માટે સોશિયલ ડિસટન્સીંગનું પાલન કરવું જરૂરી હશે.
  • કોલકાતા એરપોર્ટે કહ્યું કે, રાજ્યમાં લગાડવામાં આવેલા લોકડાઉનને જોતા 17,23,24 અને 31 ઓગસ્ટે કોલકાતા એરપોર્ટ પરથી તમામ ફ્લાઈટ્સ કેન્સલ રહેશે. રાજ્યમાં અત્યાર સુધી 65 હજારથી વધુ કેસ આવ્યા છે.
  • સાથે જ મહારાષ્ટ્રમાં 31 અને ત્રિપુરામાં 4 ઓગસ્ટ સુધી લોકડાઉન વધારવામાં આવ્યું છે. ત્રિપુરાના CM બિુપ્લવ કુમાર દેવે બુધવારે જણાવ્યું કે, 1200 હેલ્થ વર્કર્સ દ્વારા એક જરૂરી હેલ્થ સર્વે કરવાનો છે. જેને પુરો કરવા માટે રાજ્યમાં લોકડાઉન વધારાઈ રહ્યું છે.
  • તેલંગાણામાં ગુરુવારે 1,811 કેસ સામે આવ્યા અને 13 લોકોના મોત થયા હતા. હવે રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા 60 હજાર 717 થઈ ગઈ છે. ગુરુવારે 821 લોકો સાજા થયા છે. હાલ અહીંયા 15 હજાર 640 એક્ટિવ કેસ છે.
  • કિર્ગિસ્તાનના બિશ્કેકથી 145 ભારતીય વિદ્યાર્થીઓ સાથે એર ઈન્ડિયાનું વિમાન ગુરુવારે ઈન્દોર પહોંચ્યું છે. આ વિદ્યાર્થીઓ ત્યાં મેડિકલનો અભ્યાસ કરવા માટે ગયા હતા. નોડલ અધિકારી ડો. અમિત માલાકરે જણાવ્યું કે, તમામને સાત દિવસ સુધી ક્વોરન્ટિનમાં રાખવામાં આવશે.

રાજ્યોની સ્થિતિ
મધ્યપ્રદેશઃ રાજ્યમાં 24 કલાકમાં 917 નવા કેસ સામે આવ્યા. આ સાથે જ સંક્રમિતોની સંખ્યા હવે 30 હજાર 134 થઈ ગઈ છે. જેમાંથી 20 હજાર 934 લોકો સાજા થઈ ચુક્યા છે જ્યારે 844 દર્દીઓના મોત થયા છે.

મહારાષ્ટ્રઃ 24 કલાકમાં 9,211 નવા કેસ સામે આવ્યા. 298 લોકોના મોત થયા અને 7 હજાર 478 દર્દી સાજા થયા છે. મુંબઈમાં બુધવારે 1109 નવા કેસ સામે આવ્યા. અહીંયા બુધવારે આ મહામારીના કારણે 60 લોકોના મોત થયા છે. શહેરમાં બે દિવસ પહેલા સુધી ડબલિંગ રેટ વધીને 68 દિવસ અને રિકવરી રેટ 73% થવાની વાત સામે આવી હતી.

રાજસ્થાનઃ રાજસ્થાનમાં ગુરુવારે 365 નવા કેસ સામે આવ્યા છે. હવે અહીંયા સંક્રમિતોની સંખ્યા 40 હજાર 415 થઈ ગઈ છે.અહીંયા 663 લોકોના મોત થયા છે.રાજ્યમાં હાલ 11 હજાર 97 લોકોની સારવાર ચાલી રહી છે. 28 હજાર 385 લોકો સાજા થયા છે. અહીંયા 24 કલાકમાં 1,144 સંક્રમિત મળ્યા છે.10 લોકોના મોત થયા અને 992 દર્દી સાજા થયા છે. આ બિમારીથી અત્યાર સુધી જયપુરમાં 183 લોકોના મોત થઈ ચુક્યા છે.જોધપુરમાં 81, ભરતપુરમાં 53, અજમેરમાં 38, બીકાનેરમાં 36, કોટામાં 33, પાલીમાં 30, નાગૌરમાં 23 અને ધૌલપુરમાં 15 દર્દીઓના મોત થયા છે.

અહીંયા 24 કલાકમાં 1,144 સંક્રમિત મળ્યા હતા. 10 લોકોના મોત થયા અને 992 દર્દી સાજા થયા છે. આ બિમારીથી અત્યાર સુધી જયપુરમાં 183 લોકોના મોત થયા છે. જોધપુરમાં 81, ભરતપુરમાં 53, અજમેરમાં 38, બીકાનેરમાં 36, કોટામાં 33, પાલીમાં 30, નાગૌરમાં 23 અને ધૌલપુરમાં 15 દર્દીઓના મોત થયા છે. અહીંયા અન્ય રાજ્યોના 35 દર્દીઓના મોત થયા છે.

બિહારઃ અહીંયા બુધવારે 2328 સંક્રમિત મળ્યા હતા. 4 સંક્રમિતોના મોત થયા છે અને 1,284 સાજા થયા છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી અત્યાર સુધી 45,919 કેસ આવી ચુક્યા છે. 273 લોકોના મોત થઈ ચુક્યા છે અને 30,504 સાજા થઈ ચુક્યા છે.

ઉત્તરપ્રદેશઃ અહીંયા છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3 હજાર 383 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે જ સંક્રમિતોનો આંકડો વધીને 77,334 થઈ ગયો છે. જેમાંથી 45,807 લોકો સાજા પણ થઈ ચુક્યા છે. છેલ્લા 24 કલાકમાં 33 લોકોના મોત થયા છે. મૃતકોની સંખ્યા હવે 1,530 થઈ ચુકી છે

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


મુંબઈમાં કોરોનાથી સંક્રમિત કેન્સરના દર્દીઓની સારવાર માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં 200થી વધુ દર્દીઓનો ઇલાજ ચાલી રહ્યો છે.


CoronaVirus In India Live News And Updates Of 30th july


દિલ્હીના CWG કોવિડ સેન્ટર પર બુધવારે PPE કીટ પહેરીને સારવાર કરી રહેલા એક ડોક્ટર


CoronaVirus In India Live News And Updates Of 30th july

Related posts

રાજ્યમાં નવા 58 કેસ નોંધાયા, 24 કલાકમાં કોરોનાના 167 દર્દી વધ્યાં, આજે એકેય મોત નહીં, 9 સાજા થયા, કુલ દર્દી 933

Amreli Live

વિધાનસભા સત્ર પહેલા ગેહલોતનું ભાવુક નિવેદન- જે થયું તેને ભૂલી જાઓ, પોતાના તો પોતાના હોય છે, અમે જાતે વિશ્વાસ પ્રસ્તાવ લાવીશું

Amreli Live

CM ગેહલોત હોટલમાં ફરી ધારાસભ્યોને મળ્યા, પ્રદેશ ભાજપ અધ્યક્ષ પૂનિયાએ કહ્યું- ખુરસીની ભૂખે તમને લોભી બનાવી દીધા

Amreli Live

એક દિવસમાં રેકોર્ડ 10 હજાર 293 કેસ વધ્યા; મહારાષ્ટ્રમાં 82 હજારથી વધુ દર્દી, સરકાર રેમડેસિવીર દવા ખરીદશે; દેશમાં 2.46 લાખ કેસ

Amreli Live

સંક્રમિતોનો આંકડો 10 લાખની નજીક,કર્ણાટકના સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું- કોરોનાથી હવે આપણને ભગવાન પણ નહીં બચાવી શકે

Amreli Live

કિમ જોંગ ઉને કહ્યું- સતર્ક રહેજો નહિંતર ઘણું મોટુ સંકટ આવશે, નોર્થ કોરિયામાં એક પણ દર્દી નહીં, વિશ્વમાં અત્યારસુધી 1.10 કરોડ કેસ

Amreli Live

બે નર્સ, કેટરર્સ સંચાલક, વકીલ તેમજ કલેક્ટર કચેરીના કર્મચારી સહિત 79 વ્યક્તિ પોઝિટિવ

Amreli Live

અત્યાર સુધી 75 હજારના મોત, ઇટલીમાં 94 ડોક્ટર અને 26 નર્સના મોત, UNએ અધિકારીઓને બિનજરૂરી ખર્ચો અને ભરતી રોકવા કહ્યું

Amreli Live

4.26 લાખ કેસ, ભાજપના અધ્યક્ષ નડ્ડાએ કહ્યું- જૂનના અંત સુધીમાં પીએમ કેયર ફંડથી દેશમાં 60 હજાર વેન્ટિલેટર ઉપલબ્ધ બનશે

Amreli Live

સ્વસ્થ દેખાતા લોકો વાઈરસ ફેલાવવા માટે જવાબદાર હોઈ શકે છે, નિષ્ણાતો યુવાનોને ટ્રાન્સમિશનનું મુખ્ય કારણ માને છે

Amreli Live

પાકિસ્તાને સંક્રમણનો ખતરો જણાવી હાફિઝ સહિત ઘણા આતંકીઓને મુક્ત કર્યા, હવે તેઓ ભારત વિરુદ્ધ ષડયંત્રમાં જોડાયા

Amreli Live

વડોદરામાં ભાજપના કોર્પોરેટર કલ્પેશ પટેલે ભાજપની જ મ્યુનિ. સામે વિરોધમાં ભરબજારે લેંઘો ઉતાર્યો

Amreli Live

હોટસ્પોટ નાગરવાડા વિસ્તારમાં અત્યાર સુધી 36 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, પોઝિટિવ તબીબના સંપર્કમાં આવેલા 28 દર્દીઓને હોમ ક્વોરન્ટીન કરાયા

Amreli Live

રેડ ઝોન નાગરવાડામાં ચાર સહિત વધુ 6 પોઝિટિવ કેસ નોંધાતા વડોદરામાં આંકડો 101 પર પહોંચ્યો, માસ્ક પહેરવું ફરજીયાત

Amreli Live

અમેરિકાના સ્વાસ્થ્ય વિભાગે લોકોને કહ્યું-માસ્ક જરૂર પહેરો; ટ્રમ્પે કહ્યું-હું તો નહીં પહેરું, હું તો રાષ્ટ્રપતિ, તાનાશાહોમાં સામેલ છું, મારા માટે આ યોગ્ય નથી

Amreli Live

સેન્સેક્સ 441 અંક વધ્યો, નિફ્ટીએ 9100ની સપાટી વટાવી; TCS, મારૂતિ સુઝુકીના શેર વધ્યા

Amreli Live

બાલાજી મંદિરમાં 500-1000ની બંધ થયેલી નોટ દાનમાં આવી રહી છે, તિરૂપતિ ટ્રસ્ટે 50 કરોડની જૂની નોટ બદલવા માટે સરકારને માગ કરી

Amreli Live

મોદીએ મુબારકબાદ આપી;જામા મસ્જીદના શાહી ઈમામે કહ્યું-નમાઝ સમયે રૂમમાં 3થી વધારે લોકો ન રહે

Amreli Live

14 વર્ષની ઉંમરે જુનિયર KBCમાં 1 કરોડ જીત્યા, રાજકોટના DCP રવિ મોહન સૈની હવે પોરબંદરના SP બન્યા

Amreli Live

ભાવનગરમાં વધુ એક મહિલા પોઝિટિવ, રાજકોટમાં વધુ એક દર્દીના રિપોર્ટ સતત બીજા દિવસે નેગેટિવ આવતા ડિસ્ચાર્જ

Amreli Live

આઠ મુખ્ય ઉદ્યોગનું ઉત્પાદન માર્ચમાં 6.5 ટકા ઘટ્યું, કોલસા સિવાય અન્ય તમામ સેક્ટરમાં ઉત્પાદન ગગડ્યું

Amreli Live