25.9 C
Amreli
30/10/2020
અજબ ગજબ

239 યાત્રીઓ સાથે રહસ્યમય રીતે ગાયબ થયેલા MH370 વિમાનનો 6 વર્ષ પછી અહીંથી કાટમાળ મળ્યો.

6 વર્ષ પહેલા 239 યાત્રીઓ ને લઈને ઉડેલું વિમાન રહસ્યમય રીતે ગાયબ થયું હતું MH370, હવે અહીં મળ્યો તેનો કાટમાળ

MH370 વિમાનની યાદો આજે પણ લોકોના મનમાં જીવંત હશે. માર્ચ 2014 માં આ વિમાન અચાનક હવામાંથી ગાયબ થઈ ગયું હતું. વિમાનમાં 239 લોકો સવાર હતા. આ વિમાન સાથેનો સંપર્ક અચાનક તૂટી ગયો અને ત્યારબાદ કોઈને ખબર ન પડી કે આ વિમાન ક્યાં ગયું. મલેશિયન એરલાઇન્સનું આ વિમાન છેલ્લા 6 વર્ષથી રહસ્યનો વિષય બનેલું છે. ન તો તેના એન્જિનમાં ખામી આવી હતી કે ન તો તેના પાઇલટે કોઈ મદદ માંગી હતી. અચાનક જ આ વિમાન ગાયબ થઈ ગયું.

પરંતુ હવે લોકોને આશા જાગી છે કે વિમાનનું રહસ્ય ઉકેલાશે. હકીકતમાં, તાજેતરમાં જ એક વ્યક્તિને ઓસ્ટ્રેલિયાના ક્વીન્સલેન્ડમાં દરિયા કાંઠે એક વિમાનનો કાટમાળ મળ્યો છે. તેના ફોટા જેવા જ સામે આવ્યા કે લોકોની આશા જાગી કે આ ગુમ થયેલા વિમાન MH370 નો કાટમાળ છે.

વિમાનનો આ કાટમાળ ઓસ્ટ્રેલિયાના ક્વીન્સલેન્ડમાં દરિયા કિનારા પરથી મળી આવ્યો. તેને ત્યાં રહેતા મિક એલ્કોટેએ સૌથી પહેલા જોયો હતો. પહેલા તેને લાગ્યું કે તે કોઈ વહાણનો કાટમાળ છે, પરંતુ પછીથી તેને તેની પાંખો દેખાઈ. તે વ્યક્તિને ખબર નથી કે આ કાટમાળ ત્યાં કેવી રીતે આવ્યો. પરંતુ જેવા જ તેના ફોટા સામે આવ્યા કે લોકો તેને ગુમ થયેલ મલેશિયન એરલાઇન્સના MH370 વિમાનનો તૂટેલો ભાગ જણાવવા લાગ્યા.

જો કે, ઘણા નિષ્ણાંતોએ આ શક્યતાને નકારી છે. કેટલાક લોકોએ જણાવ્યું કે, મળેલા કાટમાળના રંગ અને ગુમ થયેલા વિમાનના રંગમાં ઘણો તફાવત છે. એલ્કોટેએ આ કાટમાળના ફોટા પોતાના ફેસબુક પર શેયર કર્યા, જ્યાં ઘણા લોકોએ તેને મલેશિયાનું વિમાન જ જણાવ્યું. આ કાટમાળ મળ્યા બાદ લોકોમાં એક આશા જાગી છે.

તમને જણાવી દઈએ કે, મલેશિયાના વિમાન MH370 નું ગાયબ થવું એ વિમાન અકસ્માતની અત્યાર સુધીની સૌથી વિચિત્ર ઘટના રહી છે. આ વિમાન આપમેળે હવામાંથી જ ગાયબ થઈ ગયું હતું. આ વિમાન મલેશિયાના કુઆલાલુમ્પુરથી બેઇજિંગ જઈ રહ્યું હતું. તેમાં 239 મુસાફરો સવાર હતા. રાત્રે અચાનક જ આ વિમાનનો સંપર્ક જમીનથી તૂટી ગયો હતો અને ત્યારબાદ તેના વિશે કોઈ માહિતી મળી ન હતી.

6 વર્ષ દરમિયાન ફક્ત આ વિમાન ગાયબ થવાનાં કારણોની થિયરી સામે આવી. કોઈએ કહ્યું કે વિમાન હાઇજેક થઇ ગયું, તો કોઈએ કહ્યું હતું કે તેને તોડી પાડવામાં આવ્યું. કેટલાક લોકોનું કહેવું છે કે, વિમાનમાં ઉડાન ભરતા સમયે જ તિરાડ હતી. આથી વિમાન હવામાં તૂટી ગયું અને નાના નાના કાટમાળમાં વિખરાઈ ગયું, આ કારણે તેને શોધી શકાયું નહીં.

ઘણા દેશોએ આ વિમાનને શોધવા માટેના અભિયાનમાં ભાગ લીધો હતો. ઘણા કરોડ ડોલર ખર્ચવામાં આવ્યા, પરંતુ વિમાન મળ્યું નહિ. ઓસ્ટ્રેલિયાએ પણ આ કામમાં મદદ કરી હતી, હવે આજ દેશમાં તેનો કાટમાળ મળવાની આશા જાગી છે.

આ માહિતી એશિયનનેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

નેશનલ પેંશન સ્કીમમાં પત્નીના નામથી પણ ખોલી શકાય છે ખાતું, થશે આ ફાયદા

Amreli Live

સાઇલેન્ટ હાર્ટ એટેકના આ 4 લક્ષણ હોઈ શકે છે ખતરાની ઘંટી, ગભરાવવું નહિ અપનાવો આ ટિપ્સ.

Amreli Live

એક્સપર્ટ દ્વારા જાણો ઘરમાં કેવી રીતે કોવીડ-19 થી લડવાની તૈયારી કરી શકો છો.

Amreli Live

વૃશ્ચિક રાશિના લોકોને આજે નોકરી ધંધા અને વ્‍યવસાયમાં લાભ પ્રાપ્તિ થાય. મિત્રો સાથે મુલાકાત થાય.

Amreli Live

જાણો ભરેલા LPG ગેસના બાટલાને કેટલા સમય સુધી ઘરમાં રાખી શકો છો

Amreli Live

કોરોના વાયરસથી બચવા માટે કેવી રીતે બુસ્ટ કરો છો, પોતાની ઇમ્યુનીટી? ન્યુટ્રિશનિસ્ટ પાસેથી મેળવો માહિતી

Amreli Live

કન્યા રાશિના લોકો માટે આજે નાણાકીય લાભ અને ભાગ્‍યવૃદ્ઘિના યોગ દેખાઈ રહ્યા છે, જાણો બાકીની રાશિઓનો દિવસ કેવો રહેશે.

Amreli Live

ગાંધીજીએ પૂછ્યું સલીયાણામાં શું લેશો ત્યારે આ દાતાર રાજવીએ કહ્યું, સવા રૂપિયો આપશો તો પણ માથે ચડાવીસ.

Amreli Live

ધોધમાર કેન્ટીન્યુસ ચાલતા વરસાદના કાદવ સ્લીપ ખાઈ ગયો હાથી, બની ગઈ આ દુઃખદ ઘટના

Amreli Live

સિંહ રાશિના લોકોને આજે શનિદેવની કૃપાથી નોકરી વ્‍યવસાયમાં બઢતી અને આવકવૃદ્ઘિના યોગ છે.

Amreli Live

અહીં એક લગ્નમાં 150 લોકો આવ્યા, તેમાંથી 80 થઈ ગયા કોરોના પોઝિટિવ.

Amreli Live

અક્ષય કુમારને એયરપોર્ટ ઉપર જોતા જ નજીક આવવા લાગ્યા પાપારાજી, એક્ટરનું રીએકશન જોઈને ચોક્કી જશો.

Amreli Live

ચીનને મળવા લાગી હાર, સુદાન અને કેન્યાએ ચીનની જગ્યાએ ગોરખપુરની કંપનીને આપ્યો મોટો ઓર્ડર

Amreli Live

આ ગામમાં દીકરી સાસરે જાય ત્યારે દહેજમાં આપવામાં આવે છે આ સાત ડેંઝર વસ્તુ, સાંભળીને જ રુંવાડા ઉભા થઈ જશે.

Amreli Live

અમેરિકન રાષ્ટ્રપતિએ આપ્યા સંકેત, ટિકટૉક ઉપર પ્રતિબંધ લગાવ્યા પછી હવે આ એપનો વારો.

Amreli Live

પિતાએ પોતાનું ઘર વેચીને દીકરાને બનાવ્યો ડોક્ટર, પણ દર્દીઓની સારવાર દરમિયાન સંક્રમિત થવાથી પુત્રનું થયું મૃત્યુ

Amreli Live

ચોમાસામાં કોરોના – શું અને કેવી રીતે રાખવી સાવચેતી?

Amreli Live

પ્રેમ લગ્નના 4 દિવસ પછી પતિએ ટ્રેનના પાટા ઉપર કૂદીને આપ્યો જીવ, પત્નીએ લગાવી ફાંસી.

Amreli Live

કંગનાએ ટ્વીટર પર ફોટો શેયર કરતા જણાવ્યું : ગામની જોકર હતી હું, જાતે કાપતી હતી પોતાના વાળ

Amreli Live

ભાત બનાવતા નીચે દાઝી જતા હોય તો આ 2 વસ્તુ પાણીમાં મિક્સ કરો પછી જુઓ ચમત્કાર.

Amreli Live

Samsung એ સસ્તો 5G સ્માર્ટફોન કર્યો લોન્ચ, જાણો કિંમતથી લઈને સ્પેસિફિકેશન સુધી.

Amreli Live