25.3 C
Amreli
13/08/2020
કલેક્ટર ઓફિસ

23 વર્ષની ગુજ્જુ યુવતીએ બનાવ્યું આખા ચહેરાને ઢાંકતું 4S માસ્ક, N95 કરતા પણ સુરક્ષિત

સચિન શર્મા, વડોદરાઃ ચહેરાના નાકથી આંખ અને કાન સુધી દરેક જગ્યાને ઢાંકતું એક કમ્પ્લિટ માસ્ક જેના કારણે કોઈપણ પ્રકારના વાયરસને શરીરમાં પ્રવેશ કરવાનો ચાન્સ નથી મળતો તેવી આ પ્રોડક્ટ N95 માસ્કના સ્ટાન્ડર્ડ કરતા પણ વધુ સુરક્ષીત છે તેટલું જ નહીં લાંબા સમય સુધી પહેરી રાખવામાં પણ વધુ કમ્ફર્ટેબલ છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

આ ખાસ પ્રકારનું આખા ચહેરાને ઢાંકતું માસ્ક બનાવ્યું છે ગુજરાતના પંચમહાલ જિલ્લાના હાલોલમાં રહેતી 23 વર્ષની હેતિકા શાહે જેણે આ માસ્કને 4S શિલ્ડ નામ આપ્યું છે. હેતિકાએ કહ્યું કે આ નામ આપવા પાછળનું કારણ આ શિલ્ડ શરીરના ચારેય સેન્સરી ઓર્ગન્સ મોઢું, નાક, કાન અને આંખને પૂર્ણ રીતે કવર કરે છે. સામાન્ય રીતે દરેક વાયરસ આ ચારમાંથી કોઈ એક જગ્યાએથી શરીરમાં પ્રવેશ કરે છે. પરંતુ આ શિલ્ડથી થે પ્રવેશ કરી શકતા નથી. અમારા સહયોગી ટાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથેની વાતમાં તેણીએ કહ્યું કે N99ની ક્ષમતાનું આ માસ્ક બનાવવા માટે નેનો ફાઈબર ફેબ્રિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે તેણે પોતે જ ડેવલોપ કર્યું છે.

પોતાનો ચિલર બિઝનેસ શરુ કરવાની તૈયારી કરતી શાહે વેસ્ટ એનર્જીમાં કામ કરતા લોકો માટે ફેસ કવર અને ગ્લોવ્ઝ જેવા સેફ્ટિ ઇક્વિપમેન્ટ પણ ડિઝાઈન કરવાનું શરું કર્યું હતું. જોકે નીયતીને કંઈક અલગ જ મંજૂર હોય તેમ થોડા સમયમાં કોવિડ-19 મહામારી દુનિયાભરમાં ફેલાઈ અને શાહ માટે સેફ્ટિ સાધનો પ્રયોરિટી બની ગયા. તેને પહેલાથી જ મટીરિયલ અને બનાવવાની પદ્ધતી અંગે ખ્યાલ હતો. તેમજ મહામારીને ધ્યાને રાખીને તેણે આવા સેફ્ટિ સાધનો બનાવતા પહેલા કોરોના દર્દીઓની સારવાર કરતા કેટલાક ડોક્ટર્સની સાથે વાતચીત કરી હતી અને તેમને ક્યા પ્રકારની પ્રોડક્ટ વધુ જરુરિયાત છે તે અંગે પૂરતી માહિતી મેળવી હતી.

શાહે આગળ જણાવ્યું કે, ‘જે ડોક્ટર્સ કલાકો સુધી માસ્ક અને આંખના સેફ્ટી ગોગલ્સ પહેરી રાખે છે તેમના કાન પર દુખાવો થતો હોય છે. તેમાં પણ જે ડોક્ટર્સને ચશ્મા છે તેમના માટે તો આ વધુ પીડાદાયક બને છે. દુખાવા ઉપરાંત તેમના ચશ્માના ગ્લાસ પર પણ ઘણીવાર સ્ક્રેચિસ પડી જાય છે.’

 

તેમણે કહ્યું કે, ‘મે પહેલા આ સેફ્ટી શિલ્ડ માટે રો મટિરિયલ ભેગું કર્યું અને પછી એક વ્યક્તિ જે N99 માસ્ક ગ્રેડનું ફેબ્રિક બનાવતો હતો તેમને આપ્યું.’ તેના દ્વારા બનાવવામાં આવેલ આ ફેસ શિલ્ડને ખૂબ મોટી સંખ્યામાં ઓર્ડર પણ મળવા લાગ્યા. આજે તે દરરોજ 30000 જેટલા માસ્ક અને 1000 જેટલા 4S શિલ્ડ બનાવે છે. આ ઉપરાંત તેઓ N99 અને N95 તેમજ સાદા ત્રણ લેયર વાળા નોન વુવન ફેબ્રિક માસ્ક પણ બનાવે છે. તેની દરેક પ્રોડક્ટ માટે જોઈતા ક્વોલિટી સર્ટિફિકેટ્સ પણ મળી ચૂક્યા છે. શાહને આ ઉદ્યોગ શરુ કરવા માટે રાજ્ય સરકારની સ્ટુડન્ટ સ્ટાર્ટ અપ એન્ડ ઇનોવોશન પોલિસી અને કેન્દ્ર સરકારના આન્ત્રપ્રેન્યોરશિપ ડેવલોપમેન્ટ પ્રોગ્રામ હેઠળ મદદ પણ મળી છે.


Source: iamgujarat.com

Related posts

અમદાવાદમાં કોરોનાના 317 નવા કેસ, 22ના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,275 થયો

Amreli Live

લોકડાઉનની અસર: હંમેશા ધમધમતા સીજી રોડ પરની 10% દુકાનોના પાટિયા પડ્યા

Amreli Live

20 જૂન, 2020નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

તાજેતરના રિસર્ચમાં કોરોના વાયરસનું આ નવું લક્ષણ જાણવા મળ્યું

Amreli Live

ભારતીય ખેડૂતના દીકરાએ પિતાનું નામ રોશન કર્યું, અમેરિકન યુનિવર્સિટીએ આપી ઓફર

Amreli Live

ભારતમાં આવેલા સ્માર્ટફોન, ઇલેક્ટ્રોનિક્સ પ્લાન્ટ બંધ થવાની તૈયારીમાં

Amreli Live

ચીન અન્ય દેશો દ્વારા પોતાનો સામાન ભારતમાં ઘૂસાડે નહીં તેના પર સરકારની નજર

Amreli Live

આ રાજ્યમાં એક જ દિવસમાં કોરોના વાયરસના સૌથી વધુ 2532 કેસ નોંધાયા

Amreli Live

ફાધર્સ ડેઃ તમામ બલિદાનો આપી બાળકને એકલા હાથે ઉછેરનારા આ ‘હીરો્ઝ’ને સલામ

Amreli Live

કોરોના: આજથી 20 જુલાઈ સુધી પાલનપુર-ડીસામાં 4 વાગ્યા બાદ બજારો બંધ રહેશે

Amreli Live

સુરતઃ કારમાં આવેલા ત્રણ વ્યક્તિઓએ ગણતરીની સેકન્ડોમાં જ કર્યું બિઝનેસમેનનું અપહરણ

Amreli Live

સુશાંત સિંહ આત્મહત્યા મામલે આ જાણીતા કાસ્ટિંગ ડિરેક્ટરની સાત કલાક થઈ પૂછપરછ

Amreli Live

કોરોનાના કારણે બહારનું જમવાનું ટાળી રહ્યા છે ગુજરાતીઓ, ફૂડ ડિલિવરીમાં ધરખમ ઘટાડો

Amreli Live

ફિટ રહેવા માટે રોજ આ ચા પીવે છે શિલ્પા શેટ્ટી, તમે પણ ઘરે બનાવીને ઘટાડી શકો છો વજન

Amreli Live

કોરોનાનો વધતો કહેર: અમદાવાદની ખાનગી હોસ્પિટલોમાં અત્યાર સુધી 200થી વધુના મોત

Amreli Live

ક્યાંક ગ્રીન તો ક્યાંક વ્હાઈટ….ગુજરાત સહિત દેશભરમાં આ રીતે દેખાયું સૂર્યગ્રહણ

Amreli Live

ફરી એક વખત સાથે જોવા મળ્યા નવાઝ અને રાધિકા, જુઓ ફિલ્મ ‘રાત એકેલી હૈ’નું ટ્રેલર

Amreli Live

ઐશ્ચર્યા રાય બચ્ચન અને આરાધ્યા પણ નાણાવટી હોસ્પિટલમાં દાખલ

Amreli Live

ગાંધીનગર: આ વર્ષે ‘યોગ @ હોમ’ અને ‘યોગ વિથ ફેમિલી’ થીમ પર યોગ દિવસની ઉજવણી કરાશે

Amreli Live

વિકાસના ઘરે તપાસ માટે ગયેલા પોલીસ અધિકારીએ પોતાની જનોઈ દેખાડીને બચાવ્યો હતો જીવ

Amreli Live

સોનુ સુદના મોબાઈલની સ્ક્રીનનો આ વિડીયો આપણી સિસ્ટમને લગાવતો તમાચો છે.

Amreli Live