33.4 C
Amreli
28/10/2020
અજબ ગજબ

23 ઓક્ટોબરે શુક્રનું કન્યા રાશિમાં ગોચર, જાણો બધી 12 રાશિઓના જાતકો પર પ્રભાવ.

શુક્રના રાશિ પરિવર્તનના કારણે દરેક રાશિઓ પર પડશે અસર, આ રાશિને ભાગ્ય અપાશે પૂરો સાથ. 23 ઓક્ટોબરના રોજ શુક્રનું કન્યા રાશિમાં પરિવર્તન થઇ રહ્યું છે. જે તમામ રાશિનાલોકો પર અસર કરશે. શુક્રને રાક્ષસોના ગુરુ ગણવામાં આવે છે. આ સાથે જ શુક્રને જ્યોતિષ શાસ્ત્રમાં વૈવાહિક સુખનો કારક પણ માનવામાં આવે છે. તેથી ચાલો આપણે જાણીએ કે, શુક્રનું કન્યા રાશિમાં ગોચર થઈ રહ્યું છે, તો તમામ 12 રાશિ ઉપર તેનો શું પ્રભાવ રહેશે.

શુક્રના ગોચરની મેષ રાશિ પર અસર : શુક્રનું ગોચર તમારી રાશિથી છઠ્ઠા ગૃહમાં રહેશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર છઠ્ઠા ગૃહમાંથી રોગો અને શત્રુઓનો વિચાર કરવામાં આવે છે. છઠ્ઠા ગૃહમાં શુક્રનું રાશિ પરિવર્તન થવાને કારણે તમને કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે. જો તમે કર્ક રાશિની સ્ત્રી છો, તો તમારે આ સમય દરમિયાન વિશેષ કાળજી લેવાની જરૂર છે. એટલું જ નહીં આ સમયમાં તમારા ખર્ચ પણ વધી શકે છે.

શુક્રના ગોચરની વૃષભ પર અસર : શુક્રનું ગોચર વૃષભ રાશિના પાંચમા ગૃહમાં રહેશે. જ્યોતિષ શાસ્ત્રમાં પાંચમું ગૃહ પ્રેમ અને બાળકોનું માનવામાં આવે છે. પાંચમા ગૃહમાં શુક્રના રાશિ પરિવર્તનને કારણે તમારા પ્રેમમાં તમને સફળતા મળી શકે છે. શુક્રનું ગોચર એકલા લોકોને સાથીની પ્રાપ્તિ કરાવી શકે છે. વળી આ સમય દરમિયાન બાળકની કિલકારીની રાહ જોતા લોકો ખુશીના સમાચાર મેળવી શકે છે.

શુક્રના ગોચરની મિથુન પર અસર : મિથુન રાશિ માટે શુક્રનું ગોચર ચોથા ગૃહમાં થવાનું છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, માતા અને સુખ ચોથા ગૃહ માટે માનવામાં આવે છે. ચોથા ગૃહમાં શુક્રના ગોચરને લીધે, તમને તમારી માતાનું પૂર્ણ સુખ મળશે. આ દરમિયાન તમારી માતાની તબિયત સારી રહેશે. શુક્રનું ગોચર તમને નવા વાહનનો આનંદ પણ આપી શકે છે. સાથે જ આ સમયમાં તમારું માન અને સન્માન પણ વધશે.

શુક્રના ગોચરની કર્ક પર અસર : શુક્રનું ગોચર કર્ક રાશિના ત્રીજા ગૃહમાં થવા જઈ રહ્યું છે. જ્યોતિષ શાસ્ત્રમાં પરાક્રમ ત્રીજા ગૃહ માટે માનવામાં આવે છે. શુક્ર ત્રીજા ગૃહમાં ગોચર કરશે અને તમારી શક્તિ વધશે. તમે તમારા કાર્યો કરવામાં સંપૂર્ણ રીતે સક્ષમ બનશો. માત્ર એટલું જ નહીં, તમારું નસીબ પણ આ સમયમાં તમને સંપૂર્ણ ટેકો આપશે. આ સમયે તમને તમારા નાના ભાઈ-બહેનો અને મિત્રોનો સહયોગ પણ મળશે.

શુક્રના ગોચરની સિંહ રાશિ પર અસર : શુક્રનું ગોચર સિંહ રાશિના બીજા ભાવમાં થશે. જ્યોતિષ શાસ્ત્રમાં પૈસાનો સંબંધ બીજા ગૃહ સાથે માનવામાં આવે છે. બીજા ગૃહમાં શુક્રનું રાશિ પરિવર્તન તમારા પૈસામાં વધારો કરશે. આ સમયમાં તમારું કુટુંબ સુખ અને શાંતિથી જીવશે. શુક્રનું ગોચર તમારા પરિવારમાં તમારી મદદ કરશે. એટલું જ નહીં શુક્રના આ રાશિ પરિવર્તનને લીધે તમને તમારા સાસરીયાથી પણ લાભ મળશે.

શુક્રના ગોચરની કન્યા પર અસર : શુક્રના ગોચરની અસર કન્યા રાશિના લોકોના લગ્ન ભાવ ઉપર પડશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શરીરનો સંબંધ લગ્ન ભાવ સાથે માનવામાં આવે છે. પહેલા ગૃહમાં શુક્રનું રાશિ પરિવર્તન તમને વધુ ખર્ચાળ બનાવી શકે છે. શુક્રમાં ફેરફારને કારણે તમે લક્ઝરી વસ્તુઓ ખરીદવામાં નાણાનો ખર્ચ કરશો. એટલું જ નહીં, આ સમયમાં તમને તમારા જીવનસાથીનો પ્રેમ પણ સંપૂર્ણ રીતે મળશે. જેથી તમારું વિવાહિત જીવન પણ ખુશ રહે.

શુક્રના ગોચરની તુલા રાશિ પર અસર : શુક્રનું ગોચર તુલા રાશિના બારમાં ગૃહમાં થવા જઈ રહ્યું છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર બારમા ગૃહને વ્યય માટે માનવામાં આવે છે. બારમા ગૃહમાં શુક્રનું પરિવર્તન તમારા ખર્ચમાં વધારો કરશે. આ ખર્ચ તમારી યાત્રા પર રહેશે. શુક્રનું ગોચર તમને લાંબી મુસાફરી કરાવી શકે છે, જો તમારે વિદેશ જવું હોય તો આ સમય ખૂબ અનુકૂળ છે. પરંતુ આ સમયમાં તમારે તમારા સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે.

શુક્રના ગોચરની વૃશ્ચિક રાશિ પર અસર : શુક્રનું ગોચર તમારા અગિયારમા ગૃહમાં બનશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, અગિયારમું ગૃહ આવક માટે માનવામાં આવે છે. અગિયારમા ગૃહમાં શુક્રના પરિવર્તનને કારણે તમારી આવક વધી શકે છે. શુક્રનું ગોચર તમને સ્ત્રી મિત્ર દ્વારા ફાયદાકારક સાબિત થઈ શકે છે. એટલું જ નહીં, જો તમારી મોટી બહેન હોય તો તમને એમના દ્વારા પણ ફાયદો થઇ શકે છે. શુક્રનું આ ગોચર તમારા પ્રેમ સંબંધો માટે પણ અનુકૂળ છે.

શુક્રના ગોચરની ધનુરાશિ પર અસર : ધનુ રાશિના લોકોના દસમા ગૃહમાં શુક્રનું ગોચર થઈ રહ્યું છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ દસમા ગૃહને કર્મ માટે માનવામાં આવે છે. દસમા ગૃહમાં શુક્રનું ગોચર થવાથી તમને તમારા ક્ષેત્રમાં વધુ લાભ મળશે. શુક્રનું પરિવર્તન તમને નોકરીમાં બઢતી પણ આપી શકે છે. આ સિવાય, તમારી માતાની તંદુરસ્તી અને તમારી ખુશી બંને આ સમય દરમિયાન વધી શકે છે.

શુક્રના ગોચરની મકર રાશિ પર અસર : શુક્રનું ગોચર તમારી રાશિથી 9 મા ગૃહમાં થઈ રહ્યું છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ નવમું ગૃહ ભાગ્ય માટે માનવામાં આવે છે. ભાગ્ય ભાવમાં રાશિનું પરિવર્ત તમારા માટે સારું છે. આ સમયમાં તમારું ભાગ્ય વધશે. તમારા બધા અટકેલા કામ આ સમયમાં પુરા થશે. તમને નાના ભાઈ-બહેનો અને મિત્રોનો સહયોગ પણ મળશે. સ્ત્રી તરફથી તમને કોઈ પ્રકારનો લાભ મળી શકે છે. તેથી કોઈ પણ કાર્ય કરતા પહેલાં, તમારા ઘરની મહિલાઓની સલાહ લેવાનું ધ્યાન રાખો.

શુક્રના ગોચરની કુંભ રાશિ પર અસર : કુંભ રાશિના લોકો માટે શુક્રનું ગોચર આઠમા ગૃહમાં થશે. જ્યોતિષ શાસ્ત્રમાં મૃત્યુ આઠમા ગૃહ માટે માનવામાં આવે છે. આઠમા ગૃહમાં શુક્રનું પરિવર્તન તમને ખૂબ પીડા આપી શકે છે. શુક્રનું ગોચર તમારા પૈસા અને પરિવારની સ્થિતિને યોગ્ય રાખશે. પરંતુ આ સમયે તમને સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે. આ સમય દરમિયાન તમે વધુ પ્રમાણમાં દારૂ માંસનું સેવન કરી શકો છો, જે તમારા માટે હાનિકારક હોઈ શકે છે.

શુક્રના ગોચરની મીન રાશિ પર અસર : મીન રાશિના લોકો માટે શુક્રનું ગોચર સાતમા ગૃહમાં થશે. જ્યોતિષ શાસ્ત્રમાં સાતમા ગૃહને લગ્ન માટે માનવામાં આવે છે. સાતમા ગૃહમાં શુક્રનું પરિવર્તન તમને વૈવાહિક સુખ આપશે. શુક્રનું ગોચર પરણવા લાયક લોકોના લગ્ન પણ કરાવી અપાશે. આ ગોચરને લીધે આ રાશિના લોકો પોતાને સારા દેખાડવા પાછળ વધુ ખર્ચ કરી શકે છે. આ સમયે કોસ્મેટિક્સના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને વધુ ફાયદો થઈ શકે છે.

આ માહિતી હરીભૂમિ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

બે છોકરીઓને થયો પ્રેમ, મંદિરમાં લગ્ન કર્યા પછી પતિ-પત્ની બની પહુંચ્યા પોલીસ સ્ટેશન

Amreli Live

આસ્થા ઉપર હુમલો : 80 વર્ષ જૂનું હનુમાન મંદિર તોડ્યું, 20 હિન્દુઓના ઘરો પણ જમીનદોષ કર્યા, કેમ આવું.

Amreli Live

સુશાંત કેસની CBI તપાસ, એક્સ ગર્લફ્રેન્ડ અંકિતાએ કંઈક આવી પ્રતિક્રિયા આપી

Amreli Live

મિથુન રાશિવાળા માટે આજનો દિવસ બહુવિધ લાભ ધરાવતો છે, જીવનસાથી મળવાનો યોગ છે, વાંચો તમારી રાશિ અનુસાર રાશિફળ.

Amreli Live

Royal Enfield Meteor 350 ભારતમાં 6 નવેમ્બરે થશે લોન્ચ, જાણો શું હશે કિંમત અને ખાસિયતો.

Amreli Live

આ વિટામિનને કારણે આ દેશોમાં કોરોના પડ્યો નબળો, જાણો વધુ વિગત

Amreli Live

કોરોના વાયરસથી બચવા માટે કેવી રીતે બુસ્ટ કરો છો, પોતાની ઇમ્યુનીટી? ન્યુટ્રિશનિસ્ટ પાસેથી મેળવો માહિતી

Amreli Live

એન્ટી ઓક્સિડેન્ટ્સથી ભરપૂર લવિંગને ડાયટમાં કરો એડ, ચા બનાવીને સવારે પીવું રહશે ફાયદાકારક.

Amreli Live

ત્રણ રાશિવાળાના જીવનમાં મોટી ભેટ લઈને આવશે આજનો દિવસ, વાંચો પોતાનું રાશિફળ.

Amreli Live

આ બે દેશી નુશખા તમારા ઘણા હઠીલા એવા ચામડીના રોગને નેસ્તનાબૂદ કરવાની ક્ષમતા ધરાવે છે.

Amreli Live

પૌલેન્ડના એક ચાર રસ્તાનું નામ રાખ્યું હરિવંશ રાય બચ્ચન, દીકરા અમિતાભે ટ્વીટ કરી દેખાડી ખુશી

Amreli Live

ગણેશજીની કૃપાથી તુલા રાશિ માટે દિવસ રહેશે શુભ, જાણો અન્ય રાશિઓની સ્થિતિ કેવી રહેશે

Amreli Live

ભયંકર એવા કોરોના સામે લડવા માટે તાકાત આપે છે, રોગપ્રતિકારક શક્તિ વધારતી IB9.

Amreli Live

ઓક્સફર્ડની વેક્સીન સફળતાના માર્ગ પર, અત્યાર સુધીની ટ્રાયલમાં ડબલ પ્રોટેક્શન મળ્યું, જાણો વધુ વિગત.

Amreli Live

શ્રાવણમાં પારદ શિવલિંગની પૂજા જરૂર કરો અને ઘરમાં પણ રાખો પારાથી બનેલું નાનકડું શિવલિંગ, થાય છે વાસ્તુ દોષ દૂર

Amreli Live

શરીરમાં નબળાઇ અને માથાનો દુઃખાવો હોઈ શકે છે બ્રેન સ્ટ્રોક, જાણો તેના લક્ષણ અને બચાવ યુક્તિ.

Amreli Live

કરોળિયો જેવા જંતુથી ફેલાયો બુન્યા વાયરસ, ચીનમાં 60 લોકો સંક્રમિત, 7 મૃત્યુ, દર્દીઓમાં તાવ-ખાંસી જેવા લક્ષણ

Amreli Live

ગુજરાતના વૈભવ સિદ્ધપુરના “રુદ્રમહાલય” નો આ ઇતિહાસ દરેક ગુજરાતીએ જાણવો જોઈએ ખીલજી અને અહમદ શાહના આક્રમણ…

Amreli Live

જો તમને ઘણા દિવસોથી ખાંસી છે, તો સૂતા પહેલા એક ચમચી નવશેકા પાણીમાં મિક્સ કરીને પીવું મધ.

Amreli Live

વિજય રથ પર સવાર થઈ શ્રીરામને તિલક કરવા જશે સીએમ યોગી, વિજયાદશમીના દરેક કાર્યક્રમોમાં જોડાશે.

Amreli Live

વિડીયો એડિટિંગ માટે સૌથી ખાસ એપ, ખૂબીઓ જાણીને ચકિત થઇ જશો

Amreli Live