31.4 C
Amreli
22/09/2020
bhaskar-news

2,17,648 કેસ,મૃત્યુઆંકઃ6,091ઃ મહારાષ્ટ્રમાં અત્યાર સુધી 32,329 લોકો કોરોના મુક્ત થયા



દેશમાં કોરોનાવાઈરસના દર્દીઓની સંખ્યા 2 લાખ 17 હજાર 648 થઈ ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ગુરુવારે જણાવ્યું કે છેલ્લા 24 કલાકમાં 9,304 નવા કેસ સામે આવ્યા છે અને 260 લોકોના મોત થયા છે. તો બીજી બાજુ ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે જણાવ્યું કે, અત્યાર સુધી 42 લાખ 42 હજાર 718 સેમ્પલની તપાસ કરાઈ છે. સાથે જ છેલ્લા 24 કલાકમાં એક લાખ 39 હજાર 485 સેમ્પલનું ટેસ્ટિંગ થયું છે.
તો બીજી બાજુ Covid19india.org અને રાજ્ય સરકાર પાસેથી મળેલી માહિતી પ્રમાણે બુધવારે એક દિવસમાં 9638 સંક્રમિત મળ્યા હતા. આ પહેલા એક દિવસમાં સૌથી વધારે 8789 દર્દી 31 મેના રોજ મળ્યા હતા.

દેશભરમાં 1લાખ 4 હજાર 071 લોકો સારવાર બાદ સાજા થયા છે. દેશમાં સૌથી વધારે 78,860 દર્દીઓ મહારાષ્ટ્રમાં છે અને અહીંયા 2,587 લોકોએ જીવ ગુમાવ્યા છે. તમિલનાડુમાં 25,872 દર્દીઓ સંક્રમિત થયા છે અને 208 લોકોના મોત થયા છે.

અપડેટ્સ

  • દિલ્હી-NCR બોર્ડર સીલ કરવાના મામલે સુપ્રીમ કોર્ટે આજે સુનાવણી કરી હતી. કોર્ટે કહ્યું કે, તમામ માટે એક કોમન પાસ બનાવવો જોઈએ, જેને હરિયાણા, યુપી અને દિલ્હી ત્રણેય રાજ્યોમાં માન્યતા હોય. કોર્ટે કહ્યું કે ત્રણેય રાજ્યોના પ્રતિનિધિ/ અધિકારીઓએ બેઠક કરવી જોઈએ અને આ મુદ્દે ઝડપથી સમાધાન પણ કરવું જોઈએ.

  • લોકડાઉન દરમિયાન પહેલા ઉત્તરપ્રદેશે નોઈડા અને ગાઝિયાબાદ બોર્ડર સીલ કરી હતી. જેને વચ્ચે ખોલવામાં આવી હતી, પણ પછી ફરી સીલ કરી દેવાઈ હતી. આ પ્રકારે હરિયાણાએ ગુડગાવ અને ફરીદાબાદની તમામ બોર્ડર સીલ કરી દીધી હતી. વચ્ચે તેને પણ ખોલી દેવાઈ હતી પણ ફરી સીલ કરી દેવાઈ. ફરી જ્યારે જૂનથી હરિયાણાએ ઢીલ આપવાની વાત કહી તો દિલ્હીએ 8 જૂન સુધી મટે યુપી અને હરિયાણા બોર્ડર સીલ કરી દીધી હતી. આ અંગે એક અરજી સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી હતી.

  • મહારાષ્ટ્રમાં બુધવારે 996 લોકોને ઘરે મોકલવામાં આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 32,329 લોકો કોરોના મુક્ત થઈ ચુક્યા છે. રાજ્યમાં કોરોનાની તપાસ કુલ 82 લેબમાં કરવામાં આવી રહી છે. અત્યાર સુધી કુલ 4,97,276 લોકોની તપાસ કરાઈ છે, 74860 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

  • મહારાષ્ટ્રના ગૃહ મંત્રી અનિલ દેશમુખે દાવો કર્યો કે અત્યાર સુધી મહારાષ્ટ્રમાંથી 11 લાખ 86 હજાર 212 પ્રવાસી મજૂરોને તેમના ગૃહ રાજ્યમાં મોકલવામાં આવ્યા છે.

  • સ્વાસ્થ્ય મંત્રાલયે એક સર્કુલર જાહેર કરીને કહ્યું છે કે મંત્રાલયના ઘણા અધિકારી કોરોના પોઝિટિવ મળ્યા છે. એવામાં સતર્કતાના ભાગ રૂપે બેઠકો વીડિયો કોન્ફરન્સ દ્વારા કરવામાં આવશે.

  • દેશના રક્ષા સચિવ અજય કુમાર પણ કોરોના વાઈરસના સંકજામાં આવી ગયા છે. બુધવારે મોડી રાતે તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ હોવાની પુષ્ટી થઈ હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, રક્ષા મંત્રાલયમાં હવે કોન્ટક્ટ ટ્રેસિંગ કરવામાં આવી રહી છે. અજય કુમાર અને તેમની સાથે કામ કરતા 35 અધિકારીને હોમ ક્વૉરન્ટીન કરાયા છે.

પાંચ દિવસ જ્યારે સંક્રમણના સૌથી વધારે કેસ આવ્યા

તારીખ કેસ
3 જૂન 9638
2 જૂન 8820
31 મે 8789
30 મે 8364
29 મે 8138
82 મે 7254

પાંચ રાજ્યોની સ્થિતિ
મધ્યપ્રદેશઃ સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે, રાજ્યમાં બુધલારે 168 નવા પોઝિટિવ મળ્યા હતા. જેમાં ભોપાલમાં 41,ગ્વાલિયર અને ઈન્દોરમાં 27-27 સંક્રમિત મળ્યા હતા. આ સાથે જ કુલ સંક્રમિતોની સંખ્યા 8588 થઈ ગઈ છે. સાથે મૃતકોનો આંકડો 371 થઈ ગયો છે.

અનલોક-1 દરમિયાન જબલપુરમાં રેસ્ટોરન્ટ ખુલી ગયા છે, પણ તે ફુડની હોમ ડિલીવરી જ કરી શકે છે.

મહારાષ્ટ્રઃરાજ્યમાં બુધવાર 2560 દર્દીઓ મળ્યા હતા. આ સાથે જ સંક્રમિતની સંખ્યા 74 હજાર 860 થઈ ગઈ છે. બુધવારે રાજ્યમાં રેકોર્ડ 122 દર્દીઓના મોત થયા છે. જેમાંથી માત્ર મુંબઈમાં 47 પોલીસકર્મી કોરોના પોઝિટિવ મળ્યા હતા. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધી 2,556 પોલીસકર્મી સંક્રમિત થઈ ચુક્યા છે.
ઉત્તરપ્રદેશઃ ઉત્તરપ્રદેશમાં બુધવારે 168 સંક્રમિત મળ્યા હતા. આ સાથે રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા 8588 થઈ છે. રાજ્યમાં મૃત્યુઆંક 371 થઈ ગઈ છે.

આ તસવીર પ્રયાગરાજની છે. ઉત્તરપ્રદેશ બેઝિક એજ્યુકેશન હેઠળ તાજેતરમાં નિમણૂક કરાયેલા શિક્ષકોની બુધવારે કાઉન્સિલિંગ કરાઈ

બિહારઃ રાજ્યમાં બુધવારે 230 પોઝિટિવ મળ્યા હતા. અમે ખગડિયામાં 85, સીતામઢીમાં 14, સમસ્તીપુરમાં 14, ભાગલપુરમાં 10, દરભંગામાં 11, સહરસામાં 4 અને રાજધાની પટનામાં 2 સંક્રમિત મળ્યા હતા. અત્યાર સુધી 25 દર્દી મોત થયા છે.

બિહારમાં અન્ય રાજ્યોથી પ્રવાસી લોકોનો આવવાનો સિલસિલો યથાવત છે. બુધવારે 10 શ્રમિક સ્પેશ્યલ ટ્રેન પટના પહોંચી હતી.

રાજસ્થાનઃ રાજસ્થાનમાં બુધવારે 279 નવા કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા હતા. જેમાં ભરતપુરમાં 88, જયપુરમાં 55, જોધપુરમાં 20, નાગૌરમાં 19, અલવરમાં 13, સીકરમાં 07, સિરોહી અને ટોકમાં 3-3 સંક્રમિત મળ્યા હતા.

આ તસવીર બ્યાવરની છે. બુધવારે એક પરિવાર ત્રણ પૈડા વાળી ગાડી પર ઉત્તરપ્રદેશથી અહીંયા પહોંચ્યો છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


આ તસવીર મુંબઈના ધારાવીની છે. કોરોના સંક્રમણ વધ્યા પછી લોકો અહીંયાથી હિજરત કરી રહ્યા છે.


દિલ્હી-યુપી બોર્ડર સીલ થયા બાદ રાજધાનીના એનએચ-24 પર ટ્રાફિક જામ થયો હતો. લગભગ એક કલાક સુધી વાહન ઊભા રહ્યા હતા.


દિલ્હીમાં બુધવારે એક કોરોના દર્દીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ દરમિયાન તમામે સતર્કતાના ભાગરૂપે પ્રોટેક્ટિવ કિટ, ગ્લવ્સ અને માસ્ક પહેર્યા હતા.

Related posts

ઓરેન્જ ઝોનમાં ખાનગી વાહનો અને કેબ ચાલશે, ગ્રીન ઝોનમાં બસો ચલાવવાની મંજૂરી પણ અડધી સીટો ખાલી રહેશે

Amreli Live

શહેરમાં વધુ નવા 16 કેસ ઉમેરાતા પોઝિટિવ દર્દીનો આંકડો 282 એ પહોંચ્યો, છેલ્લા 24 કલાકમાં 4 દર્દીના મોત

Amreli Live

દાણીલીમડામાં 11, નવરંગપુરામાં એક જ પરિવારના 6, માણેકચોકમાં 5 અને દરિયાપુર-વટવામાં 3-3 કેસ નોંધાયા

Amreli Live

અત્યાર સુધી 24,774 કેસ,મૃત્યુઆંક 784: સરકાર રેપિડ ટેસ્ટ કીટથી તપાસ પર સ્ટે લગાવી શકે છે, હાલ 15 લાખ ટેસ્ટ થઈ શકે છે

Amreli Live

રાજ્યમાં દિવસ દરમિયાન વધુ 6 કેસ નોંધાયા, આજના 20 કેસ સાથે કોરોનાના કુલ 128 દર્દી, 11ના મોત

Amreli Live

જીટીયુના વિદ્યાર્થીઓનો ઓનલાઇન ડેટા લીક થવા મામલે સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઇ

Amreli Live

ચીની કંપનીઓની 5 લાખ રેપિડ એન્ટિ બોડી ટેસ્ટ કિટ ખરાબ, ઓર્ડર રદ્દ, સરકારે કહ્યું-ડીલ રદ્દ થવાથી આપણો એક રૂપિયો પણ ડૂબશે નહીં

Amreli Live

ભારતીય હોકી ટીમના ફોરવર્ડ મનદીપ સિંહનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, છઠ્ઠો ખેલાડી કોરોનાની ઝપેટમાં

Amreli Live

દિલ્હીમાં 13 લાખ, મુંબઈમાં 6.5 લાખની સરખામણીએ અમદાવાદમાં 2.16 લાખ લોકોના કોરોના ટેસ્ટ કરાયા

Amreli Live

પાકિસ્તાનમાં તબલીઘ જમાતના 20 હજાર લોકોને અલગ કરાયા; જાપાનના સાત વિસ્તારમાં એક મહિના માટે ઈમરજન્સી લાગુ

Amreli Live

108માં ફરજ બજાવતી માતા ચેપ લાગવાના ડરે જોડિયાં સંતાનોને સ્પર્શ પણ કરી શકતી નથી

Amreli Live

અત્યારસુધી 25579 કેસ: દેશમાં 100 કેસ સામે આવ્યા બાદ એક દિવસમાં સંક્રમિતોના વધવાની સૌથી ધીમી ગતિ, છેલ્લા 24 કલાકમાં 6 ટકાની રેટથી દર્દી વધ્યાં

Amreli Live

4.26 લાખ કેસ, ભાજપના અધ્યક્ષ નડ્ડાએ કહ્યું- જૂનના અંત સુધીમાં પીએમ કેયર ફંડથી દેશમાં 60 હજાર વેન્ટિલેટર ઉપલબ્ધ બનશે

Amreli Live

DCBના કોન્સ્ટેબલે ભૂપતના ડ્રાઇવરને ફોન કરી જીતુ સોનીને ભગાડી દીધો’તો: ક્રાઇમ બ્રાન્ચનો કોન્સ્ટેબલ તાકીદે સસ્પેન્ડ

Amreli Live

કહ્યું- ભારતમાં 3 કોરોના વેક્સીનનું ટેસ્ટિંગ અલગ-અલગ તબક્કામાં, દરેક ભારતીય સુધી ટૂંક સમયમાં પહોંચાડાશે

Amreli Live

રાજ્યસભા ચૂંટણીમાં ભાગ લેનાર ભાજપના ધારાસભ્ય પોઝિટિવ, સંપર્કમાં આવેલા 3 MLAના પણ ટેસ્ટ થયા

Amreli Live

અત્યાર સુધી 9240 કેસ-340મોતઃ એક દિવસમાં સૌથી વધારે 39 સંક્રમિતોના મોત; હોટ સ્પોટ બનેલા મુંબઈના ધારાવીમાં આજે પાંચમું મોત

Amreli Live

સંક્રમણના કેસના મામલે ભારત ચોથા સ્થાને પહોંચ્યું, આજે 365 લોકોના મોત, દિલ્હીમાં મોતનો આંકડો 1 હજાર પાર; દેશમાં અત્યારસુધી 2.97 લાખ કેસ

Amreli Live

15.32 લાખ કેસઃ કુલ સંક્રમિતોમાં દિલ્હી ત્રીજા નંબરે, પરંતુ ટોપ-10 રાજ્યોમાં હવે અહીંયા સૌથી ઓછા 11 હજાર એક્ટિવ કેસ

Amreli Live

અત્યાર સુધીમાં 2.25 લાખ મોતઃ ચીન બાદ બ્રિટને મૃત્યુઆંકમાં સુધારો કર્યો, એક સાથે 4,419 મૃત્યુનો ઉમેરો કર્યો

Amreli Live

કોરોનાથી આજે રેકોર્ડ 93 લોકોના મોત, લોકપાલ સદસ્ય જસ્ટિસ અજયકુમાર ત્રિપાઠીનું સંક્રમણથી મોત

Amreli Live